4
હારી ખોબારે ઉજવાડો
1 યાહાટી કા ઈ સેવા આમહાન પોરમેહેરા દયાથી મિળીહી, તોવે આમા કોવેજ ઈંમાત નાંય છોડજે. 2 બાકી આમહાય લાજવાના એને દોબલા કામહાલ છોડી દેનહા, એને નાંય તે આમહે સ્વભાવામાય કોય જાત્યે ચાલાકી હેય એને નાંય આમા પોરમેહેરા વચનાલ મિલાવટ કોઇન પ્રચાર કોઅજે. બાકી આમા પોરમેહેરા હામ્મે કેવળ હાચ્ચાઇ દેખાડજેહે એને હર કાદો સાક્ષી દેય હોકહે કા ઈ હાચ્ચાં હેય.
3 બાકી જીં હારી ખોબાર આમા પ્રચાર કોઅજેહે તી દોબલી હેય, તે ઈ નાશ ઓઅનારાહા હાટીબી દોબલી હેય. 4 યા દુનિયા દેવાય ચ્યા નાંય બોરહો કોઅનારાહા મોનાલ આંદળા કોઅય દેનહા, એટલે ચ્યે ખ્રિસ્તા મહિમાયે હારી ખોબારે ચ્યા યેનારા ઉજવાડાલ દેખી નાંય હોક્યા, ખ્રિસ્ત પોરમેહેરા પ્રતિમા હેય.
5 કાહાકા આમા પોતાના નાંય, બાકી ખ્રિસ્ત ઈસુ પ્રચાર કોઅજેહે, કા ઈસુ ખ્રિસ્ત પ્રભુ હેય, એને આમા ઈસુ લીદે તુમહે ચાકાર હેજે. 6 યાહાટી કા પોરમેહેરે આખ્યાં, “આંદારામાઅને ઉજવાડો ચમકે,” એને પોરમેહેરે ઉજવાડા હારકા આમે રુદયામાય હોમાજ દેની, એટલે આમા પોરમેહેરા મહિમાયેલ એઇ હોકજે, જીં ઈસુ ખ્રિસ્તમાય દેખાયેહે.
કાદવા વાહાણામાય મિલકાત
7 આમી આમહે રુદયામાય ઓ ઉજવાડો ચમકેહે, બાકી આમા પોતે કાદવા ચ્યા નાજુક વાહણાહા હારકે હેય જ્યાહામાય ઓ મોઠો ખજાનો બોઆલો હેય, યાથી ઈ ખોબાર પોડહે કા આમહે મહાન સામર્થ પોરમેહેરાપાઅને હેય, પોતાથી નાંય. 8 આમા ચારે બાજુથી દુ:ખ તે બોગાવજેહે, બાકી કોદહી આર નાંય માનજે, ગાબરાજેહે તે નોક્કી, નિરાશ નાંય ઓઅજે. 9 સતાવલે તે જાતહેં, બાકી નાકારલે નાંય જાજે, પાડલે તે જાતહેં, બાકી નાશ નાંય ઓએત. 10 આમા કાયામ પોતાના શરીરામાય ઈસુ મોરણાલ લેઈને ફિરજેહે, એટલે જીં કામ આમા કોઅજેહે ચ્યાથી લોક ઈસુ જીવનાલ એઅય હોકે.
11 કાહાકા આમા જીવતે હેજે સાદા ઈસુ લીદે મોરણા આથામાય રોજહે, કા ઈસુ જીવન બી આમે મોઅનારા શરીરમાય પ્રગટ ઓએ. 12 યાહાટી આમા મોરણા આથામાય રોજહે, બાકી યા પરિણામ તુમહેહાટી અનંતજીવન ઓઅયાહા.
13 બાકી આમા પ્રચાર કોઅના ચાલુ રાખજેહે કાહાકા આમહેમાય તોહડોજ બોરહો હેય, જેહેકેન ગીતશાસ્ત્ર લોખનારામાય આતો, જોવે ચ્યાય આખ્યાં, “માયે પોરમેહેરાવોય બોરહો કોઅયો, યાહાટી માયે આખ્યાં,” યાહાટી આમહાયબી બોરહો કોઅયો યાહાટી બોલજેહે.
14 કાહાકા આમા જાંઅજેહે, જ્યાંય પ્રભુ ઈસુલ મોઅલાહામાઅને પાછો જીવાડ્યો, તોજ આમહાનબી ઈસુમાય ભાગીદાર હેય ઈ જાઇન પાછો જીવાડી, એને તુમહેહાતે પોતાના હામ્મે ઉબાંરાંહાટી આમહાન તુમહેઆરે લેય યેઅરી. 15 કાહાકા ચ્યે બોદે દુઃખેં જ્યેં આમહાય સહન કોઅયે તુમહેહાટી હેય, એટલે જેહેકેન પોરમેહેરા સદા મોયા વોદારે ને વોદારે લોકહાન ખ્રિસ્તાપાય લેય યેહે, ચ્યેજ રીતે પોરમેહેરા મહિમાહાટી ધન્યવાદા પ્રાર્થના કોઅનારા લોકહા આક્ડોબી વોદતો જાય.
16 યાહાટી આમા ઈંમાત નાંય આરજે, જો આમે બારેના મનુષ્યત્વ નાશબી ઓઅતો જાહે, બાકી આમહે આત્મા દિહે-દિહે નોવો ઓઅતો જાહે. 17 કાહાકા આમહે વર્તમાના મુશીબાત્યો હાન્યો હેત્યો એને બોજ લાંબા સમયાલોગુ નાંય રોઅરી, બાકી યાહા પરિણામ અનંત મહિમા રોઅરી જીં ચ્યે બોદ્યેહેથી બોજ વોદારે ઓઅરી જ્યેં આમા વિચાર કોઅય હોકજેહે. 18 આમહાય આમહે દિયાન ચ્યાવોય નાંય કોઅયા, જીં દેખાયેહે બાકી ચ્યાવોય, જીં દેખાય નાંય. કાહાકા જીં કાય દેખાયેહે, તી ગેડી બોયજ હેય બાકી જીં દેખાય નાંય તી અનંતકાળા હેય.