5
આમહે હોરગ્યા ગુઉ
કાહાકા આમા જાંઅજેહે, કા આમહે શરીર યે દોરત્યેવોય તંબુ હારકા હેય, જ્યામાય આમા રોજહે, જોવે તી નાશ ઓઅય જાઅરી, તે આમહાન પોરમેહેરા પાયને હોરગામાય યોક ઓહડા ગુઉ મિળરી, જ્યાલ ચ્યાય પોતે આથેકોય બાંદલા હેય એને તી અનંતકાળ લોગુ રોઅરી. યાહાટી આમા યા શરીરામાય કાંહાજેહે એને મોઠી આશા રાખજેહે, કા આમહાન યોક ઓહડા શરીર દેય, જીં આમે યા હોરગ્યા ગોઆ હારકા રોય. જ્યાલ આમા પોવજે તે આમા નાગે નાંય રોય જાજે.
આમા યા શારીરિક શરીરમાય રોતી વોખાત વોજાથી દાબાયન હાઆ ટાકજેહે, કાહાકા આમા યા શારીરિક શરીરાલ છોડા નાંય માગજે બાકી આમા જાંઅજેહે કા પોરમેહેર આમહાન હોરગ્યા શરીર દેય, એટલે આમહે ઈ શરીર જીં મોઅઇ જાઅરી, એને અનંતજીવનામાય બોદલાય જાજે. એને જ્યેં આપહાન યા નોવા શરીરાહાટી તિયાર કોઅયાહાં તો પોરમેહેર હેય, જ્યેં આપહાન બિયાના હારકા પવિત્ર આત્માબી દેનહા.
યાહાટી આમા ઇંમાતથી રોજહે એને ઈ જાંઅજેહે, કા જાંવલોગુ આમા યા શરીરામાય રોજહે, તાંઉ આમા હોરગા થી દુઉ રોજહે, જાં પ્રભુ રોહે. કાહાકા આમા ચ્યાવોય બોરહો કોઅવાથી જીતહયા, ચ્યાલ એઅવાથી નાંય. યાહાટી આમા ઇંમાતથી રોજહે, એને આમહાન ગોમહે કા મોઅના પાછે યા શરીરાલ છોડીન પ્રભુવા આરે પોતાના ગોઅમે રોજે.
ખ્રિસ્તા ન્યાય કોઅના જાગો
યાહાટી આમહે આશા ઈ હેય, કા જો ઈહીં દોરત્યેવોય કા જો આમા ચ્યા હાતે હોરગામાય રોજે, બાકી આમા ચ્યાલ ગોમતે રોજે. 10 કાહાકા ઈ જરુરી હેય કા આમા બોદે ખ્રિસ્તા ન્યાયાસના હામ્મે ઓજૂર ઓઅજે કા દરેકાલ શારીરિક શરીરાથી કોઅલા હારાં કા ખારાબ કામ કોઅયા ઓરી ચ્યાનુસાર ચ્યાલ ફળ મીળે.
પોરમેહેરાઆરે મેળમિલાપા સેવા
11 યાહાટી પોરમેહેરા દાક રાખીન, આમા લોકહાન હાચ્ચાયેવોય બોરહો કોઅરાહાટી વિનાંતી કોઅજેહે. પોરમેહેર આમહાન પુરેરીત્યેકોય જાંઅહે, આંય આશા કોઅતાહાંવ કા તુમહે મોનામાયબી આમહાન હારેરીતે જાંઅતાહા. 12 આમા તેરુંબી પોતાની વાહવા તુમહે હામ્મે નાંય કોઅજે બાકી આમા વિચારજેહે કા તુમહાન આમહેવોય વાહવા કોઅના કારણ મીળે, કા તુમા ચ્યાહાલ જાવાબ દેય હોકે, જીં રુદયા વાતે વોય નાંય, બાકી દિખાવટયે વાતેહેવોય વાહવા કોઅતેહે ચ્યાહાન તુમા જાવાબ દેય હોકે.
13 જો કાદાં આખહે કા આમા ગાંડા હેય, તે ઈ પોરમેહેરાહાટી હેય, એને જો આમહે દિમાક ઠિકાણે હેય તે ઈ તુમહેહાટી હેય. 14 કાહાકા ખ્રિસ્તા પ્રેમ આમહાન કોબજામાય કોઅહે, યાહાટી આમા મજબુત હેય, કા જોવે યોક માઅહું બોદા લોકહાહાટી મોઅઇ ગીયો, યાહાટી બોદે માઅહે મોઅઇ ગીયે. 15 એને ખ્રિસ્ત યા લીદે મોઅયો, કા જ્યેં જીવતે હેય, ચ્યે આગલા પોતાલ ખુશ કોઅરાહાટી નાંય જીવે, બાકી ચ્યાહાહાટી જીવે જો ચ્યાહાહાટી મોઅયો એને જ્યાલ પોરમેહેરે મોઅલાહામાઅને પાછો જીવતો કોઅયો.
ખ્રિસ્તામાય નવા જીવન
16 યાહાટી આમી આમા કાદાલબી દુનિયા નોજારેકોય નાંય એઅહુ, એને આમહાય પેલ્લા ખ્રિસ્તાલ દુનિયા નોજારેકોય એઅયા, બાકી આમીને આમા એહેકેન નાંય કોઅજે. 17 યાહાટી જો કાદો ખ્રિસ્તામાય બોરહો કોઅહે તે ચ્યાલ યોક નોવો સ્વભાવ મિળહયો, જુનો સ્વભાવ જાતો રોયહો, એને આમી નોવો સ્વભાવ સુરુ ઓઅય ગીયહો.
18 એને બોદ્યો વાતો પોરમેહેરા પાયને હેય, જ્યાંય ખ્રિસ્તાથી પોતાના હાતે આપહે મેળમિલાપ કોઅય લેદો, એને મેળમિલાપા સેવા આમહાન હોઅપી દેનહી. 19 યા મોતલાબ ઓ હેય કા પોરમેહેરે માઅહા પાપહા દોષ ચ્યાહાવોય નાંય ગોણતા ખ્રિસ્તાથી પોતાના હાતે દુનિયા મેળમિલાપ કોઅય લેદો, એને યા મેળમિલાપા સંદેશા પ્રચારા સેવા આમહાન હોઅપી દેનહી.
20 યાહાટી આમા ખ્રિસ્તા એલચી હેજે, માના પોરમેહેર આપહેથી લોકહાન ચ્યા સંદેશ માની લાંહાટી બળજબરી કોઅય રિયહો, આમા ખ્રિસ્તાથી લોકહાન વિનાંતી કોઅજેહે, કા પોરમેહેરાઆરે મેળમિલાપ કોઅય લા. 21 ખ્રિસ્ત જો પાપ વગર આતો, ચ્યાલ પોરમેહેરે આમહેહાટી પાપ કોઅઇ દેનો, એટલે આમા પોરમેહેરા નોજરેમાય ન્યાયી બોની હોક્યે કાહાકા ખ્રિસ્તાય આમહે પાપહા ડોંડ લેય લેદો.