6
સેવામાય અનુભવ
પોરમેહેરાઆરે કામ કોઅના લીદે આમા તુમહાન ઇબી વિનાંતી કોઅજેહે, કા પોરમેહેરા જીં સદા મોયા તુમહાન મીળહી, ચ્યેલ નોકામ્યી મા જાં દાહા. કાહાકા નિયમશાસ્ત્રામાય પોરમેહેર આખહે, “હાચ્ચાં સમયે આંય તો વોનાયો, એને તારણા દિહી માયે તુલ મોદાત કોઅયી,” વોનાયા, આમી હાચ્ચો સમય હેય, વોનાયા, આમી તારણા દિહી હેય.
પાઉલા દુઃખેં
પોરમેહેરાઆરે કામ કોઅનારા હેજે, યા લીદે આમા કોઅયેહેબી વાતમાય કાદાલ ઠોકર ખાઅના મોકો નાંય દેજે, કા આમહે સેવાયેવોય દોષ નાંય યેય.
બાકી બોદયે રીત્યેથી, આમા દેખાડજેહે કા આમા પોરમેહેરા સેવાક હેજે, ધીરજથી આમા મુશ્કેલી, આબદા, એને દુઃખ સહન કોઅજેહે. આમહાન ચાપકાહાકોય માર દેનો, જેલેમાય ટાક્યા, આમહાન ગીરદ્યેમાય તકલીફ દેની, આમહાય બોજ વોદારે મેઅનાત કોઅયી, આમા આખી રાત-રાતબોય જાગતા એને બુખા રિયા. આમહાય ચોખ્યે રીતેથી, જ્ઞાનથી, ધીરજથી, કૃપાળુતાથી, પવિત્ર આત્મા નિષ્કપટ પ્રેમા અનુસરણ કોઇન, હાચ્ચાયે પ્રચાર ને પોરમેહેરા સામર્થ્યા થી ન્યાયપણા આથ્યારથી આમહાય નાંય કેવળ પોતાનીજ હાંબાળ કોઅયી, બાકી હમલોબી કોઅયો.
માનપાન, એને અપમાન, વાહવા એને નિંદા, ઈ બોદા આમહાન મિળ્યાં, આમહાન કપટી ગોણ્યા, બાકી આમા હાચ્ચાં બોલજેહે. કોલહાક લોક આમહાન જાંઅતાહા-વોળાખતાહા, તેરુંબી કોલહાક લોક આમહાન અજાણ્યા માનતાહા, આમા મોઅલા ગોણલા જાજહે એને તેરુંબી જીવતા હેજે, આમા માર ખાજહે, બાકી મોઅજે નાંય. 10 આમા દુઃખી હેજે, તેરુંબી આમા હર સમયે આનંદિત હેય, આમા પોતે તે કંગાલ હેય બાકી બીજહાન આત્મિકરીતેથી માલદાર બોનાવી દેજહે. એહેકેન હેય જેહેકેન આમહેપાય કાય નાંય તેરુંબી બોદા કાય હેજે.
11 ઓ કરિંથ શેહેરા વિસ્વાસ્યાહાય, આમહાય મુંય ખોલીન તુમહાન વાતો કોઅયો આમા તુમહાન પુરા રુદયાથી પ્રેમ કોઅજેહે. 12 આમા પોતાના પ્રેમાલ તુમહેહાટી વોછો નાંય કોઅજે, બાકી તુમા તુમહે પ્રેમાલ આમહેહાટી વોછો કોઅય રીયહા. 13 તુમહાન મા પાહા હોમજીન આંય તુમહાન આખતાહાવ, કા તુમાબી ચ્યા બોદલામાય આમહાન પુરા રુદયાથી પ્રેમ કોઆ.
આમા પોરમેહેરા મંદિર હેય
14 નાંય બોરહો કોઅનારાહા આરે એકતામાય ઓઅના કોશિશ મા કોઅહા, કાહાકા ન્યાયપણા એને ખારાબ કામહા કાયજ તાળમેળ નાંય હેય, એને ઉજાળાં એને આંદારાંબી પુરે રીતેથી આલાગ હેય. 15 ખ્રિસ્ત એને સૈતાના કાયજ સબંધ નાંય હેય, યાહાટી બોરહો કોઅનારા નાંય બોરહો કોઅનારા આરે કાયજ સંગતી નાંય હેય. 16 પોરમેહેરા દેવાળામાય મુર્તિહી કાયજ જાગો નાંય હેય. કાહાકા આપા તે જીવતા પોરમેહેરા દેવાળા હેજે, જેહેકેન કા પોરમેહેરે પવિત્રશાસ્ત્રમાય આખ્યાહા, “આંય ચ્યા લોકહા મોનામાય રોહીં એને ચ્યાહાઆરે ચાલહીં, એને આંય ચ્યાહા પોરમેહેર ઓઅહીં, એને ચ્યા મા લોક ઓઅઇ.”
17 યાહાટી પ્રભુ આખહે જ્યા લોક, પોરમેહેરા વચનાપ્રમાણે નાંય ચાલે ચ્યાહાથી આલાગ રા, “તુમા ચ્યા લોકહા વોચમાઅને બારે નિંગી યા એને અશુદ્ધ વસ્તુલ મા આથલાહા, તે આંય, તુમહાન સ્વીકાર કોઅહી. 18 આંય તુમહે આબહો બોનહી, એને તુમા મા પોહા એને પોહયો બોનહા, ઈ સર્વશક્તિમાન પ્રભુ પોરમેહેરા વચન હેય.”