7
ઓ પ્રિય બાહા એને બોઅયેહેય, કાહાકા પોરમેહેરે આપહાન પોતાના પોહહા હારકા સ્વીકાર કોઅરાહાટી યે રીતે વાયદો કોઅયોહો, તે યા, આપા પોતાના શરીર એને આત્મા બોદા મેલાપણા ચોખ્ખાં કોઅતે, એને પોરમેહેરા દાક રાખીન પુરીરીતેથી ચોખ્ખાં જીવન જીવા કોશિશ કોઆ.
આનંદ એને મોન બોદાલના
આમહાન પોતાના પુરા રુદયાથી પ્રેમ કોઆ, આમહાય નાંય કાદા આરે ખોટાં કોઅયાહાં, નાંય કાદા બગાડયાહા, એને નાંય કાદાલ છેતર્યાહા. આંય તુમહાન દોષી ઠોરવાહાટી ઈ નાંય આખું, કાહાકા આંય પેલ્લોજ આખી ચુકયોહો, કા આમા તુમહાન પુરા રુદયાથી પ્રેમ કોઅજેહે, એને પ્રેમ કોઅતા રોહુ, ભલે કાયબી ઓઅય જાય. આંય તુમહાન પુરા બોરહાથી આખી રિયહો, આંય તુમહે વાહવા કોઅહુ, માન બોજ દિલાસો મિળ્યો એને બોદ્યેજ મુશ્કીલ્યેહેમાય, આંય આનંદાકોય બોઆલો રોતાહાંવ.
કાહાકા જોવે આમા મોકોદુનિયા વિસ્તારામાય યેના, તોવેબી આમે શરીરાલ આરામ નાંય મિળ્યો, બાકી આમા ચારી ચોમખીને મુશ્કીલ્યો વેઠતા આતા, આમહે ચારીચોમખી જગડા કોઅતા આતા, એને આમહે રુદયામાય બિક આતી. તેરુંબી નિરાશ લોકહાન દિલાસો દેનારો પોરમેહેરે તીતુસા યેવાથી આમહાન દિલાસો દેનો. એને કેવળ ચ્યા યેવાથીજ નાંય, બાકી ચ્યા દિલાસાથીબી, જીં તીતુસાલ તુમહેપાઅને મિળ્યેલ. ચ્યાય માન માંહાટી તુમહે આશા, એને દુઃખ એને માંહાટી તુમહે દેખભાલે ખોબાર આમહાન વોનાડયો, જ્યાથી માન વિશેષ આનંદ જાયો.
માન યે વાતે અફસોસ નાંય આતો કા માયે તુમહાન તી પત્ર લોખ્યાં, ભલે ને યાય તુમહાન દુઃખી કોઅયા ઓરી, જેહેકેન માન પેલ્લીવાર દુઃખી ઓઅયો, કાહાકા માયે દેખ્યાં કા યાથી તુમહાન વોછા સોમયાહાટી દુઃખી કોઅય દેનહા. બાકી આમી આંય આનંદામાય હેતાંવ, યાહાટી નાંય કા તુમહાન દુઃખી કોઅયા, બાકી યાહાટી કા તુમહાય ચ્યા દુઃખી ઓઅવાથી પાપ કોઅના બંદ કોઅય દેના. તુમહાય ચ્યા દુઃખાલ પોરમેહેરા ઇચ્છા નુસાર માની લેદા એને યે રીતે તુમહાન આમહેપાઅને કોઅયેહેજ વાતે નુકસાન નાંય ઓઅયા. 10 જો કાદાં માઅહું પોરમેહેરા ઇચ્છા નુસાર દુઃખ માની લેહે, તે તો પાપ કોઅના બંદ કોઅય દી એને તો તારણ મેળવી, ઈ કાય દુઃખા વાત નાંય હેય. બાકી દુનિયા દુઃખ અનંત મોરણા એછે લેય જાહાય.
11 આમી એઅયા, તુમહાય જીં દુઃખ પોરમેહેરા મોરજી નુસાર માની લેદા, ચ્યાય તુમહેમાય કાય-કાય બોદલાણ કોઅયોહો, ઓહડો આનંદથી બોરાલો તત્પરતા, પોતાનો પક્ષ ચોખ્ખી કોઅના ઓહડી મોઠી મોરજી, અન્યાયા પ્રતિ ઓહડો ગુસ્સો, મુશ્કીલ્યે પ્રતિ ઓહડી સાવધાની, માન બેટ કોઅના ઓહડી તેજ મોરજી, સેવાયે પ્રતિ ઓહડો આનંદ એને દુરાચાર્યાહાન ડોંડ દાંહાટી ઓહડયે તેજીથી તુમહાય ઈ સાબિત કોઅય દેના કા બોદાંજ ઠીક-ઠાક કોઅનામાય તુમહાય કાયબી બાકી નાંય છોડયા. 12 બાકી ઈ પત્ર માયે નાયતે તુમહાન યાહાટી લોખ્યાં કા માન ચ્યા કાળજી આતી, જીં અન્યાય કોઅહે એને નાંય કા ચ્યાહાટી, જીં અન્યાય સહન કોઅહે બાકી યાહાટી કા પોરમેહેરા હામ્મે ખુદ તુમાંજ ઈ એઅઇ લા કા તુમા આમહે પ્રતિ કોલહા હાચ્ચાં હેય.
13 યાથી આમહાન દિલાસો મિળ્યો, એને આમહે યા દિલાસાહાતે આમા તીતુસા આનંદાલ એઇન આજુબી આનંદિત જાયા, કાહાકા તુમહે બોદહાથી ચ્યાય નોવી તાજગી મેળવિહી. 14 કાહાકા જો માયે તીતુસા હામ્મે તુમહેવોય અભિમાન દેખાડયોહો, તે માન ચ્યાહાટી લાજવાયા નાંય પોડ્યા. જ્યેં પરમાણે, જીં માયે તુમહાન આખ્યાં તી હાચ્ચાં આતા, ચ્યેજ પરમાણે તીતુસા હામ્મે મા અભિમાન કોઅના બી હાચ્ચાં સાબિત જાયા.
15 જોવે તો યાદ કોઅહે કા તુમા બોદે આજ્ઞા પાળનારે આતેં એને તુમહાય કોલહાક બિઅતા એને કાપતા ચ્યા સ્વાગત કોઅયા, તોવે ચ્યા જો પ્રેમ તુમહે પ્રતિ આજુ વદારે વોદી જાહાય. 16 આંય પુરે રીતેથી તુમહાવોય બોરહો કોઅતાહાંવ, યાથી આંય આનંદિત હેતાંવ.