10
આત્મિક લોડાઈ
1 આંય તોજ પાઉલ જો તુમહે હામ્મે બોલવાથી બિઅતાહાવ, બાકી તુમહેથી દુર રોવાથી ઇંમાતવાળો બોની જાતહાવ, તુમહાન ખ્રિસ્તા નમ્રતા, એને કોમળતા લીદે વિનાંતી કોઅય રિયહો. 2 આંય ઈ વિનાંતી કોઅતાહાંવ, કા જોવે આંય તુમહેપાય યાંવ તે માન કોઠોરતા દેખાડાં નાંય પોડે. કાહાકા માન ખાત્રી હેય કા આંય ઓહડા લોકહાઆરે કોઠોરતા દેખાડીન વેવહાર કોઅહુ.
3 ભલે આમા યા દુનિયામાય રોજહે, બાકી આમા આમહે દુશ્માનાહા હાતે નાંય જુલાજે જેહેકેન કા યા દુનિયા લોક જુલાતાહા. 4 જ્યા આથ્યારાહાથી આમા જુલાજેહે, ચ્યે દુનિયાદારી આથ્યાર નાંય હેય, બાકી પોરમેહેરા શકતીવાન આથ્યાર હેય, જ્યેં કિલ્લાહાન તોડી પાડતેહે.
5 યાથી આમા હર યોક વિરોદાલ, ચ્યા હર યોક મોઠયો-મોઠયો વાતો કોઅનારાલ, જીં પોરમેહેરા જ્ઞાના વિરુદ માથાં ઉઠાવેહે, તોડી પાડજેહે એને હર યોક વાદવિવાદ કોઅનારાલ ખ્રિસ્તા આગના પાળનારો બોનાડી દેજહે. 6 એને જોવે તુમા પુરીરીતેથી ખ્રિસ્તા આગના પાળનારે ઓઅય જાય, પાછે આમા બોદી આગના નાંય પાળનારાહાલ શિક્ષા દાંહાટી તિયાર હેય.
પાઉલા ઓદિકાર
7 તુમા કેવળ જીં હામ્મે હેય, ચ્યા ચ્યે વાતહેલુજ એઅતાહા. ઓહડયે જો કાદાલ પોતાના બારામાય ઓ બોરહો હેય કા આંય ખ્રિસ્તા હેય તે ઇબી જાંઆય લા કા જેહેકેન તો ખ્રિસ્તા હેય, તેહેકોયનુજ આમા બી ખ્રિસ્તા હેય. 8 જો આંય ચ્યા ઓદિકારા બારામાય કાય વોદારે વાહવા કોઅતાહાંવ, જીં પ્રભુય માન તુમહે બોરહાલ મજબુત કોઅરાહાટી દેનહા નાંય કા તુમહે બોરહાલ નાશ કોઅરાહાટી, તે માન યે વાતે કાય લાજ નાંય હેય.
9 ઈ આંય યાહાટી આખતાહાવ, કાહાકા આંય નાંય વિચારુ કા તુમહાન ઈ ખોબાર પોડે કા આંય તુમહાન બિયાડના મોતલાબથી ઈ પત્ર લોખી રિયહો. 10 કાહાકા કોલહાક લોક આખતાહા, “ચ્યા પત્રે તે કડાક એને પ્રભાવશાળી હેય, બાકી જોવે એઅજેહે, તે ચ્યા શરીર નોબળા હેય એને ચ્યા બોલ્યેમાય દમ નાંય.”
11 યાહાટી જો એહેકેન આખહે, કા ચ્યા લોક ઈ યાદ રાખે, કા જેહેકેન બોઅડા પાછાડી પત્રાહામાય આમહે વચન હેય, તેહેકેનુજ તુમહે હામ્મે આમહે કામેબી રોઅરી.
પાઉલા ઓદિકારા હિવાડા
12 કાહાકા આમહાન ઈ ઈંમાત નાંય કા આમા પોત પોતાનાલ ચ્યાહા હાતે ગોણજે, ચ્યાહાન આપહામાય મેળાવતે, જ્યેં પોતે વાહવા કોઅતેહે, એને પોતપોતાને મોજમાપ કોઇન યોકબિજાથી તુલના કોઇન મૂર્ખ ઠોરતેહેં.
13 આમા તે ચ્યા કામહા હિવેથી બારે જીં પોરમેહેરે આમહાન દેનહા, વાહવા કોદહીજ નાંય કોઅજે, બાકી ચ્યે હિવહે આંદારુજ જીં પોરમેહેરે આમહેહાટી ઠોરાવી દેનહી, એને ચ્યેમાય તુમાબી યેય ગીયહેં એને ચ્યા ઇસાબે વાહવા કોઅહુ. 14 કાહાકા આમા પોતાની હિવ નાંય વંડાળજે જાણે આમા તાં લોગુ પોઅચ્યાહાજ નાંય, જાં યે સમયે તુમા હેય કાહાકા આમહાયજ બોદહા પેલ્લા તુમહે વોચમાય ખ્રિસ્તા હારી ખોબારે પ્રચાર કોઅયેલ.
15 એને આમા હિવે બારે બીજહા મેઅનાતે વોય વાહવા નાંય કોઅજે, બાકી આમહાન આશા હેય કા જેહે-જેહે તુમહે બોરહો વોદતો જાય તેહે-તેહે આમા પોતાની હિવે નુસાર તુમહે લીદે આજુબી કામ વોદાડતા જાહું, 16 કા આમા તુમહે હિવે કોઅતા દુર-દુર વિસ્તારાહામાયબી હારી ખોબારે પ્રચાર કોઅજે, એને ઈ નાંય, કા આમા બીજહા હિવે આંદાર પેલ્લાજ ઓઅલા કામહાવોય વાહવા કોઅજે. 17 બાકી જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “જો કાદો વાહવા કોઅરા માગે, તે તો પ્રભુમાંય વાહવા કોએ.” 18 કાહાકા જો પોતે વાહવા કોઅહે, તો નાંય, બાકી જ્યા વાહવા પ્રભુ કોઅહે, તોજ પ્રભુ નોજરેમાય હારો હેય.