11
ચ્ચાહા બોરહા બારામાય ચિંતા
1 જો તુમા મા વાયજ મુર્ખાય સહન કોઅય લેતા તે કાય હારાં ઓઅતા, હાં, મા સહનબી કોઅય લા. 2 કાહાકા જેહેકેન પોરમેહેર કોઅહે આંય તુમહાન પ્રેમ કોઅતાહાંવ એને આંય તુમહે કાળજી કોઅતાહાંવ, યાહાટી માયે તુમહે યોકમાત્ર વોવડો ખ્રિસ્તાઆરે તુમહે હોગાઇ નોક્કી કોઅયીહી, જ્યેલ આંય તુમહાન પવિત્ર કુવાર્યે હારકા ચ્યા હામ્મે હોઅપી દાવ.
3 બાકી આંય બિઅતાહાવ કા જેહેકેન સૈતાનાય હાપા હારકા પોતાના ચતુરાયથી પેલ્લી થેએ હવ્વાયેલ છેતરી, તેહેકેનુજ તુમહે મોન નિખાલસ એને પવિત્રતાથી જીં ખ્રિસ્તાહાતે રા જોજે કાય નાશ નાંય કોઅલે જાય. 4 કાહાકા જોવે કાદાં માઅહું તુમહેપાય યેયન, કાદા બિજા ઈસુ પ્રચાર કોઅહે, જ્યા પ્રચાર આમહાય નાંય કોઅયો કા કાદો બિજો આત્મા મિળહે, જો પેલ્લો નાંય મિળલો આતો, કા આજુ કાદો આલાગ હારી ખોબાર ગ્રહણ કોઅહે જ્યાલ પેલ્લા તુમા નાંય વોનાલા આતા, તે તુમા યાલ બોજ ખુશીથી માની લેતહા.
પાઉલ એને જુઠા પ્રેષિત
5 આંય તે પોતે-પોતાલ કોઅયેહેબી વાતમાય મોઠામાય મોઠા પ્રેષિતાહા કોઅતો વોછો નાંય માનુ. 6 જાણે કા આંય બોલવામાય ઉશાર નાંય હેતાંવ, બાકી નોકીજ જ્ઞાનમાય આંય વોછો નાંય, એને યા સાબિતી આમા બોદયે રીતેથી એને બોદયે જાત્યે વાતહેમાય તુમહાન દેય ચુક્યાહા.
7 માયે તુમહાન પોરમેહેરા હારી ખોબાર મોફાતમાય વોનાડી, એને પોતે પોતાનાલ નિચો કોઅયો, એટલે તુમા ઉચા ઓઅય જાય, તો કાય માયે ઓહડા કોઅવાથી ખોટાં કોઅયાહાં? 8 માયે તુમહે સેવા કોઅરાહાટી બીજી મંડળ્યેહેથી પોયહા લેદા, તુમા ચ્યાલ લુટનાં મા આખહા. 9 એને જોવે તુમહેઆરે આતો, એને માન પોયહા જરુર પોડી, તે આંય તુમહેમાઅને કાદાવોય વોજો નાંય બોન્યો, કાહાકા વિસ્વાસી બાહાહાય, મોકોદુનિયા વિસ્તારામાઅને યેયન મા જરુરાત પુરી કોઅયી, એને માયે બોદયે વાતમાય પોતે પોતાલ તુમહાવોય વોજો બોનનાથી રોક્યો, એને રોકી રોહીં.
10 જેહેકેન કા નોકીજ રીતે ખ્રિસ્તા હાચ્ચાઇ માંયેમાય હેય, યાહાટી પુરા આખાયા વિસ્તારામાય કાદો માન યે વાતવોય વાહવા કોઅનાથી નાંય રોકી કા માયે કાદાપાઅને પોયહા નાંય લેદા. 11 માયે તુમહેપાઅને પોયહા કાહાનાય લેદા? કાય માયે એહેકેન યાહાટી કોઅયા કાહાકા આંય તુમહાન પ્રેમ નાંય કોઅઉ? પોરમેહેર જાંઅહે કા આંય તુમહાન કોલહો પ્રેમ કોઅતાહાંવ.
12 બાકી જીં આંય કોઅતો યેય રિયહો, તીંજ કોઅતો રોહીં, એટલે ચ્યા માઅહાન યે વાતવોય વાહવા કોઅના મોકો નાંય દાવ, કા ચ્યે બી તીંજ કામ કોઅય રીયહે જીં આમા કોઅય રીયહા. 13 કાહાકા ઓહડા લોક જુઠા પ્રેષિત એને કપટથી કામ કોઅનારા, એને ખ્રિસ્તા પ્રેષિત ઓઅના જુઠો વેહે કોઅતાહા.
14 એને ઈ કાય નોવાયે વાત નાંય કાહાકા સૈતાન પોતેબી પોરમેહેરા મહિમાવાળો હોરગા દૂતા રુપ લેયને દોગો દેહે. 15 યાહાટી જો ચ્યા સેવાકબી ન્યાયપણા સેવાક ઓઅના ડોંગ કોએ, તે યામાય કાય મોઠી વાત નાંય હેય, ચ્યાહા છેવાટ ચ્યાહા કામહાનુસાર ઓઅરી.
ખ્રિસ્તાહાટી દુઃખ વેઠના
16 આંય પાછો આખતાહાવ, કાદો માન મૂર્ખ નાંય હોમજે બાકી જો તુમહાય માન એહેકેન માનીજ લેદહા તે માન મૂર્ખા હારકા માની લા. યાથી માન બી વાહવા કોઅના મોકો મિળી જાય. 17 યા બારામાય જીં કાય આંય આખતાહાવ, તી પ્રભુ આગનાયેનુસાર નાંય બાકી મૂર્ખતાથીજ આખતાહાવ. 18 જોવેકા બોજ લોક યા દુનિયા લોકહા હારકા અભિમાન કોઅતાહા, તે આંયબી અભિમાન કોઅહી.
19 તુમા તે હોમાજદાર બોનીન આનંદથી મૂર્ખા સહન કોઅતાહા. 20 જોવે તુમહાન કાદો ગુલામ બોનાવી લેહે, કા તુમહેપાય જીં કાય હેય તી તો લેય લેહે, કા તુમહે ફાયદો ઉઠાવેહે, કા પોતે પોતાલ તુમહેથી મોઠો બોનાડેહે, કા તુમહે મુંયાવોય થાપાડ ઠોકહે, તે તુમા વેઠી લેતહા. 21 આંય લાજથી માની લેતહાવ, કા તુમહેઆરે ઓહડો વેવહાર કોઅરા માન ઈંમાત નાંય ઓઅયી. તુમા યેલ મા નોબળાય હોમજ્યા, બાકી જ્યેં વાતહેબારામાય ચ્યા લોક વાહવા કોઅના ઈંમાત કોઅતાહા, આંયબી ચ્યે વાતહેબારામાય તેહેંજ કોઅય હોકહુ.
22 કાય ચ્યાબી હિબ્રુ હેય? આંયબી હેય, કાય ચ્યાબી ઈસરાયેલી હેય? આંયબી હેય, કાય ચ્યાબી આબ્રાહામા પેડ્યેમાઅને હેય? આંયબી હેય. 23 કાય ચ્યાબી ખ્રિસ્તા સેવાક હેય? આંય ગાંડા માઅહા હારકો આખતાહાવ, આંય ચ્યાહાથી વોદારી હેતાંવ, માયે એલાહાથી વોદારે મેઅનાત કોઅયીહી, એલાહાથી વોદારે જેલેમાય ગીયહો, બોજદા ચાપકાહાકોય માર ખાદહો, મા જીવ ફાંદામાય યેય પોડયો.
24 પાચ વોખાત માયે યહૂદી ગુરુવાહા આથાકોય ઓગણચાળીસ-ઓગણચાળીસ ચાપકા માર ખાદો. 25 તીન વોખાત માયે હોટયેહેથી માર ખાદો, યોક વોખાત દોગડાહા માર ખાદો, તીન વોખાત જાહાજ ટુટી ગીયા, એને યોક રાત એને યોક દિહી આંય દોરિયામાય પોડી રિયો. 26 માન ગેડી-ગેડી મુસાફીરી કોઅરા પોડી, કોદહી નોયહેમાઅને મુશીબાત, કોદહી બાંડહા મુશીબાત, કોદહી પોતાના જાતલાહા, કોદહી ગેર યહૂદીયાહાથી મુશીબાત, કોદહી શેહેરાહામાઅને મુશીબાત, કોદહી ઉજાડ જાગામાય મુશીબાત, કોદહી દોરિયા મુશીબાત વેઠયાં, એને કોદહી જુઠા વિસ્વાસ્યાહા મુશીબાતે સામનો કોઅરા પોડયો.
27 માયે કોલહ્યોક રાતો ઉજાગરો રોયન કાડયો, માન ખાઅના નાંય મિળ્યાં, યાહાટી માયે બુખો-પિહો રોયન, હીયાળામાય એને વોછે ફાડકે આતેં તેરુંબી બોજ મેઅનાત કોઅયી એને બોજ બોદી મુશીબાતો વેઠાં પોડયો. 28 એને બિજ્યે બોદયે વાતહે સિવાય જ્યેહે વર્ણન આંય નાંય કોઅઉ બોદયે મંડળ્યેહે ચિંતા દિનેરોજ માન દાબાણ કોઅત્યોહો. 29 જોવે કાદો નોબળો ઓઅહે, તે આંયબી નોબળાયે અનુભવ કોઅહુ, જોવે કાદો પાપમાય પોડે, તે મા મોન દુઃખી ઓઅય જાહાય.
30 જોવે મા વાહવા કોઅના ગોરાજ હેય, તે આંય મા નોબળાયેમાય વાહવા કોઅહી. 31 પોરમેહેર આમે પ્રભુ ઈસુ ખ્રિસ્તા આબહો કાયામ ધન્ય હેય, જાંઅહે, કા આંય જુઠો નાંય બોલું.
32 દમસ્ક શેહેરામાય આરેતાસ રાજા રાજ્યપાલે માન દોઅરાંહાટી દમસ્ક શેહેરાવોય રાખવાળ્યા ગોઠવી દેના. 33 બાકી હાંગાત્યાહાય ટોપલ્યેઆરે લાંબા દોઅડા બાંદિન, ચ્યામાય માન બોહાડીન, કોટાવોઅને યોક્યે બાર્યેમાઅને નિચે ઉતાડી દેનો, એને યે રીતે આંય રાજ્યપાલથી બોચી ગીયો.