13
છેલ્લી ચેતાવણી
1-2 પવિત્રશાસ્ત્રમાય એહેકેન લોખલાં હેય કા, “દરેક મામલામાય બેન કા તીન સાક્ષીદારાહા સાક્ષીથી સાબિતી કોઅલા જાં જોજે.” જોવે આંય બીજી વોખાત તુમહેપાય યેનેલ, તે માયે ચ્યા લોકહાન ચેતાવણી દેનેલ, જ્યાહાય પાપ કોઅયેલ. આમી યા પત્રામાય, આંય પાછી ચ્યાહાન એને બિજા બોદા લોકહાન ચેતાવણી દેતહાવ, આમી આંય તુમહેપાય તીજી વોખાત યેનારો હેતાંવ, જો ચ્યાહાય આમીબી પાપ કોઅના બંદ નાંય કોઅયા તે કોઅહાબી ન્યાય કોઅનાથી નાંય છોડું.
આંય યાહાટી આખતાહાવ, કાહાકા તુમા સાબિતી હોદતાહા, કા જો માયેથી વાત કોઅહે, બોલહે તો ખ્રિસ્ત હેય, જોવે તુમહાલ હુદરાવેહે તે તો તુમહેહાટી નોબળો નાંય, બાકી તુમહેમાય સામર્થી હેય. તો નોબળાયે લીદે હુળીખાંબાવોય ચોડવી તે દેનો, તેરુંબી પોરમેહેરા સામર્થ્યા થી જીવતો હેય, આમા બી તે નોબળા હેય જેહેકેન ખ્રિસ્ત આતો, બાકી તેરુંબી તુમહેહાટી પોરમેહેરા સામર્થ્યા થી આમા ચ્યાઆરે જીવતા રોહુ.
ઈ એઅરાહાટી તુમા પોતપોતાને પારખા, કા તુમહે બોરહો હાચ્ચો હેય કા નાંય, પોતપોતાને પારખા, કાય તુમા પોતાના બારામાય ઈ નાંય જાંએત, કા ઈસુ ખ્રિસ્ત તુમહેમાય હેય? જો નાંય તે તુમા લોક નોકામ્યા નિંગ્યહા. બાકી મા આશા હેય કા તુમા જાંઆઈ લાહા, કા આમા નોકામ્યા નાંય નિંગ્યહા.
એને આમા આમહે પોરમેહેરાલ ઓહડી પ્રાર્થના કોઅજેહે, કા તુમા કાય ખોટાં નાંય કોએ, યાહાટી નાંય કા આમા હારેં દેખાજે, બાકી યાહાટી કા તુમા તીંજ કોઆ, જીં હારાં હેય, પાછે ભલે આમા અસફળ ઓઅજે બાકી આમા વિચારજેહે કા તુમા લોક હારાં કામ કોએ. કાહાકા આમા હાચ્ચાયે વિરુદમાય કાય નાંય કોઇ હોકજે, બાકી હાચ્ચાયે હાટીજ કોઅજેહે.
જોવે આમા નોબળા હેય, એને તુમા લોક બોરહામાય બળવાન હેય, તોવે આમા આનંદમાય રોજહે, એને ઈ પ્રાર્થનાબી કોઅજેહે, કા તુમા લોક બોરહામાય સિદ્ધ ઓઅઇ જાયા. 10 યાહાટી આંય તુમહેપાય યેઅના પેલ્લા યો વાતો લોખતાહાવ, એટલે માન પોતાના ઓદિકારાલ ઉપયોગ કોઅના કાય જરુર નાંય પોડે, જીં પ્રભુય માન દેનહા. કાહાકા આંય મા પોતાના ઓદિકારા ઉપયોગ તુમહે બોરહાલ મજબુત કોઅરાહાટી કોઅરા માગતાહાવ નાંય કા નાશ કોઅરાહાટી.
સલામ એને બોરકાત
11 આમી, ઓ બાહાહાય એને બોઅયેહેય, આનંદામાય રા, સિદ્ધ ઓઅતા જાયા, યોકબિજાલ ઈંમાત દા, યોકાજ વિચારા બોના, મિળીન રા, એને પ્રેમ એને શાંતીદાતા પોરમેહેર તુમહેઆરે રોઅરી. 12 યોકબિજાલ પવિત્ર ગુળા દેયને સલામ કોઅયા.
13 ઈસુ ખ્રિસ્તા બોદાજ પવિત્ર લોક તુમહાન સલામ આખતેહે.
14 પ્રભુ ઈસુ ખ્રિસ્તા સદા મોયા એને પોરમેહેરા પ્રેમ એને પવિત્ર આત્મા સંગતી તુમહે બોદહાઆરે ઓઅતી રોય.