તિમોથીલ પાઉલ પ્રેષિતનો લોખલાં બિજાં પત્ર
પ્રસ્તાવના
2 તિમોથી પત્ર પાઉલ ઈ પત્ર એહેકેન લોખહે જેહેકેન માના કા તો મોઅના ડોંડાલ વાટ જોવી રિયહો. મોરણ ચ્ચા સેવકાયે છેલ્લા એને સતાવણ્યે બિકથી ચ્ચા કોલહાક હાંગાત્યાહાય ચ્ચા હાંગાત છોડી દેની યે બોદયે વાતહે કોઅતા પાઉલ પોતાના આત્મિક પોહો તિમોથ્યાલ ચ્ચે આશાયેમાય વોદાહાટી જો ખ્રિસ્તામાય હેય માર્ગદર્શન કોઅહે. જેહેકેન તો તિમોથ્યાલ ઇંમાત્યો બોનાહાટી મજબુત બોની રોઅનાહાટી, એને જુઠા શિક્ષણા સામનો કોઅતા બોરહાવાળો બોની રાંહાટી, આવ્હાન કોઅહે, તેહેકેનુજ પાઉલ ઉંડા શિક્ષણાહાટી પોતાના ચિંતા વ્યક્ત કોઅહે, પાઉલ આખહે “પવિત્રશાસ્ત્ર પોરમેહેરા પ્રેરણાથી રચલો ગીયહો” એને બોરહો એને ખ્રિસ્તી લોકહાન ન્યાયી શિક્ષણાહાટી પુરતાં હેય 3:16-17, યાહાટી જુના વિસ્વાસ્યાહાય યે વાતેહાટી આનંદિત ઓઅરા જોજે કા ચ્ચા પોતાના પવિત્રશાસ્ત્રા જ્ઞાન ચ્ચા લોકહાન દેય જ્યા બોરહામાય નોવા હેય 2:2 સંભવતા: પાઉલ ઈ પત્ર રોમમાઅને ઇસવી સન 67 થી 68 યા વચ્ચે લોખ્યાહાં.
1
સલામ
1 ઈ પત્ર આંય પાઉલા પાઅને હેય, પોરમેહેરાય માન યાહાટી નિવડયોહો કા આંય ખ્રિસ્તા પ્રેષિત બોનુ, જેથી આંય યા સંદેશા પ્રચાર કોઅય હોકુ, કા પોરમેહેરાય અનંતજીવન દેઅના વાયદો કોઅલો હેય, જો ઈસુ ખ્રિસ્ત વોય બોરહો કોઅનાકોય મિળહે. 2 ઓ તિમોથી, તું જો મા પાહા હારકો હેય, આંય તુલ ઈ પત્ર લોખી રિઅલો હેય, આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પોરમેહેર આબો એને આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તુલ સદા મોયા, દયા એને શાંતી દેય.
બોરહા વાળાહાન પ્રોત્સાહાન
3 આંય જોવેબી પોરમેહેરાલ પ્રાર્થના કોઅતાહાંવ, તોવે સાદા તુલ યાદ કોઅતાહાંવ એને તો નાંવ લેયને પોરમેહેરા આભાર માનતાહાવ, ઓ તોજ પોરમેહેર હેય જ્યા સેવા માયે એને મા કુળા વડીલાહાય ચોખ્ખાં હૃદયાકોય કોઅલી હેય. 4 જોવે આંય તુલ છોડીન ગીયો તોવે તું કોલહો રોડાં આતો, ઈ જોવે આંય યાદ કોઅતાહાંવ તોવે આંય તુલ મિળાહાટી બોજ ઇચ્છા કોઅતાહાંવ, જેથી આંય ખુશ ઓઅય જાવ. 5 એને માન તો ઈસુ ખ્રિસ્તાવોય હાચ્ચો બોરહો યાદ હેય, જો પેલ્લા તો દાદી લોઇસ એને તો આયહો યુનીકેમાય બોરહો આતો, એને તોહડો બોરહો આમી તુયેમાયબી હેય ઓહડી માન ખાત્રી હેય.
6 યાહાટી આંય તુલ યાદ કોઆડતાહાવ, જોવે માયે તોવોય આથ થોવ્યેલ તોવે પોરમેહેરાય તુલ દેનેલ ચ્યા વરદાનાહાલ જાગૃત કોઅય દે. 7 પોરમેહેરે આપહાન બીખર્યા નાંય બોનાવ્યાહા, બાકી સામર્થ્ય એને ચ્યા પવિત્ર આત્મા રુદયાલ મજબુત બોનાડેહે, બીજહાવોય પ્રેમ કોઅનામાય એને પોતાનાલ તાબામાંય રાખા હાટી પવિત્ર આત્મા દેનહો.
હાર્યે ખોબારેહાટી લાજવાના નાંય
8 યાહાટી બિજા લોકહાન આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા બારામાય આખાહાટી તુલ શરામ નાંય લાગા જોજે, એને આંય ચ્ચા સેવા કોઅના લેદે જેલેમાય કૉડાય ગીયો, ચ્યા શરામબી નાંય લાગા જોજે, બાકી પોરમેહેરા સામર્થ્યાવોય બોરહો કોઇન, તું મા આરે હારી ખોબારેહાટી દુઃખ વેઠીલે. 9 કાહાકા પોરમેહેરાય આપહાન તારણ દેના, એને આપહાન પવિત્ર જીવન જીવાહાટી નિવડી લેદલા હેય, ચ્યાય આપહાન યાહાટી નાંય નિવડયાહા કા આપહાય હારેં કામે કોઅલે હેય, બાકી યાહાટી કા ચ્યા યોજના એને સદા મોયા લેદે નિવડી લેદલે હેય. પોરમેહેરાય યા પેલ્લાજ ચ્યાય દુનિયા બોનાવ્યાં, ઈસુ ખ્રિસ્તાલ દુનિયામાય આમહેહાટી મોરાં દોવાડના પેલ્લાજ ચ્યા સદા મોયા દેખાડાહાટી યોજના બોનાવી લેદલી આતી. 10 બાકી આમી આપહે તારણારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત યેય ગીયહો એને ચ્યેય આપહાન ચ્યા મોયા દેખાડલી હેય, ચ્યેય મોતા શક્તિલ નાશ કોઅય દેના એને આપહાન દેખાડયાં કા હારી ખોબારેકોય અનંતજીવન દેનલા હેય. 11 માન ચ્યે હારી ખોબારેહાટી, પોરમેહેરાય માન સુવાર્તિક, પ્રેષિત, એને શિક્ષક બોનાહાટી નિવાડલો હેય. 12 યાહાટી આંય ઈહીં જેલેમાય બી દુઃખ બોગવી રિઅલો હેય, તેરુંબી લાજવાયુ નાંય, કાહાકા આંય ખ્રિસ્તાલ જાંઅતાહાંવ જ્યાવોય માયે બોરહો કોઅલો હેય, માન ખાત્રી હેય, ચ્યે હોપલા કામ ચ્યા દિહયા લોગુ જાવ પ્રભુ ઈસુ પાછો નાંય યેય તાંવ લોગુ હાચવી રાખી.
બોરહા પ્રતિ ઈમાનદાર
13 જ્યો હાચ્યો વાતો તું મા પાઅને વોનાયો, ચ્યેહેન તો નમુના રુપામાય બોનાવી રાખ, ઈ બોરહાકોય એને પ્રેમાકોય કોઓ કાહાકા તું ઈસુ ખ્રિસ્તાઆરે એકતામાય હેય. 14 ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબાર જુઠા હિકાડનારાહા પાઅને હાચવી રાખ, જીં પોરમેહેરા પવિત્ર આત્મા મોદાતકોય આપહાન મિળલી હેય, જો આપહામાય રોહે.
15 તુલ ખોબાર ઓરી કા આસિયા વિસ્તારામાય રોનારા કોલહાક વિસ્વાસી લોકહાય માન છોડી દેનલો હેય, જ્યાહામાય ફુગેલુસ એને હિરમુગેનેસ બી હેય. 16 ઓનેસિફરુસનાં ગોરહયાન પ્રભુ દયા કોઅય, કાહાકા ચ્યાય બોજદા માન મોદાત કોઅયી, એને જેલેમાય માન મિળાં યાહાટી લાજવાયો નાંય. 17 બાકી જોવે તો રોમ શેહેરામાય યેનો, તોવે માન બોદે જાગે હોદતો લાગ્યો, એને માન મિળ્યો. 18 આંય પ્રાર્થના કોઅતાહાંવ કા, પ્રભુ ઈસુ ન્યાય કોઅના દિહી પ્રભુ ઓનેસિફરુસાવોય દયા કોઅય, એને તુમહાન ખોબાર હેય, કા ચ્યાય એફેસુસ શેહેરામાય મા કોલહી મોદાત કોઅલી હેય.