4
વચના પ્રચાર કોઓ
જોવે ઈસુ ખ્રિસ્ત રાજા બોનીન રાજ્ય કોઅરા યી, તોવે તો જ્યેં જીવતે રોય એને જ્યેં મોઅઇ ગીઅલે હેય ચ્યા બેનહયા ન્યાય કોઅરી, યાહાટી પોરમેહેર એને ખ્રિસ્તાલ સાક્ષીદાર હોમજીન, આંય તુલ વિનાંતી કોઅતાહાંવ. તું પોરમેહેરા વચના પ્રચાર કોઓ, હારી પરિસ્થીતીમાયબી, એને ખારાબ પરિસ્થીતીમાયબી તિયાર રો, પુરી સહનશીલતા કોય લોકહાય કાય બુલ કોઅયીહી તી દેખાડ, એને ચ્યાહાન ચ્યાહા પાપ કોઅના લીદે દોમકાડ, બાકી ચ્યાહાન પ્રોસ્તાહિત કોઓ.
કાહાકા ઓહડા દિહી યેનારા હેય, તોદિહી લોક હાચ્ચાં શિક્ષણ નાંય વોનાયા માગી, બાકી ચ્યા ચ્યાહા ઇચ્છા પુરી કોઅરી, એને ચ્યે બોજ બોદા શિક્ષકાહાન હોદી, જ્યા ચ્યેજ વાતહે પ્રચાર કોઅરી જ્યો ચ્યે વોનાયા માગતેહે. ચ્યે પોરમેહેરા હાચ્ચાઇ વાત વોનાયા છોડીન, બાકી બનાવટ્યો વાતો વોનાયા મોન લાવતેહે. બાકી તું બોદી વાતહેમાય હાચવીન રો, જી બી દુઃખ વેઠાં પોડે તી સહન કોઇન રો, ખ્રિસ્તા બારામાય હારી ખોબાર આખાહાટી મેઅનાત કોઅતો રો, એને પોરમેહેરા સેવાકા હારકો તી બોદા કોઓ જીં તુલ પ્રભુય કોઅરાહાટી હોપલા હેય.
મા જીવન એને પોરમેહેરાહાટી મા કામ પારવાય રીઅલા હેય, કાહાકા માન ખોબાર હેય કા આંય જલદીજ મોઅઇ જાનારો હેય. માયે ખ્રિસ્તા સેવા કોઅરાહાટી કઠીણ મેઅનાત કોઅલી હેય, માયે તી કામ પુરાં કોઅય લેદલા હેય જીં ખ્રિસ્ત ઈસુય માન કોઅરાહાટી હોપલા આતા, આંય સેલ્લે લોગુ બોરહામાય રિયો. આમી માંહાટી પ્રભુય હોરગામાય ન્યાયપણાનો મુગુટ રાખી થોવલાં હેય, જો હાચ્ચો ન્યાય કોઅનારો પ્રભુ માન ચ્યે દિહી દેઅરી, એને કેવળ માનુંજ નાંય બાકી જ્યેં ચ્યા યેઅના વાટ જોવી રીઅલે હેય, ચ્યાહાનબી મુગુટ દેઅરી.
વ્યક્તિગત સંદેશ
ઓ તિમોથી, તું જલદીજ માયેપાંય યાહાટી કોશિશ કોઅજે. 10 કાહાકા દેમાસ દુનિયા વસ્તુહુવોય પ્રેમ કોઅરા લાગલો હેય, એને માન છોડીન થેસ્સાલોનિકા શેહેરામાય જાતો રિઅલો હેય, ક્રેસકેસ વિસ્વાસી બાહા ગલાતીયા વિસ્તારમાય ગીઅલો હેય, એને તીતુસ દાલમતીયા વિસ્તારમાય ગીઅલો હેય.
11 કેવળ માયેપાંય લુક યોખલો રિયો, જોવે તું યેહે તોવે માર્કાલબી હાદી લેતો યેજે, કાહાકા તો મા સેવામાય મોદાત કોઅય હોકહે. 12 તુખિકુસાલ માયે એફેસુસ શેહેરામાય દોવાડયોહો. 13 જોવે તું યેહે, તે ત્રોઆસ શેહેરામાય આંય કારપુસા ગોઓ મા કોટ છોડી દેનલો હેય તો લેતો યેજે, મા ચોપડેંબી લેતો યેજે, ખાસ કોઇન ચામડા પત્રે લેય યેજે.
14 સિકંદર ટીંબાલ્યાય મા બોજ નુકસાન કોઅયાહાં, પ્રભુ ચ્યા ખારાબ કામહાનુસાર બોદલો દેઅરી. 15 બાકી તુંબી ચ્યાથી હાચવીન રોજે, કાહાકા ચ્યાય ખ્રિસ્તા બારામાય આમહે શિક્ષણા બોજ વિરુદ કોઅલા હેય. 16 જોવે આંય પેલ્લાદા મા બોચાવ કોઅરાહાટી કોર્ટમાય ગીયો, તોવે મા આરે કાદો નાંય આતો, બાકી બોદા છોડીન જાતા રિયા, આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પોરમેહેર ચ્યાહાન દોષી નાંય ઠોરવે.
17 બાકી પ્રભુય મા મોદાત કોઅયી એને માન બોજ ઈંમાત દેની, જેથી આંય ખ્રિસ્તા હારી ખોબાર બોદહાન પ્રચાર કોઉ, જેથી બોદા ગેર યહૂદી લોક વોનાય હોકે, એને ચ્યેય માન મોરણા માઅને બોચાવી લેદલો હેય. 18 પ્રભુ માન બોદા કાવત્રા માઅને બોચાવી રાખરી એને માન ચ્યા હોરગ્યા રાજ્યામાય હારી રીતે સાંબાળીન લેય જાય, ચ્યા મહિમા સાદામાટે ઓઅતી રોય. આમેન.
છેલ્લી સલામ
19 પ્રિસ્કા એને અકુલાસ, એને ઓનેસિફરુસનાં ગોરહયાન સલામ આખતાહાવ. 20 એરાસ્તુસ કરિંથ શેહેરામાય રોયન ગીયહો, એને માયે ત્રોફિમુસ જો બિમાર આતો, ચ્યાલ આંય મિલેતુસ શેહેરામાય થોવી યેનહો. 21 હિયાળા પેલ્લા યાહાટી કોશિશ કોઅજે, યુબુલુસ, પૂદેસ, લિનુસ, કલોદિયા એને બોદે વિસ્વાસી લોક તુલ સલામ આખતેહે.
22 આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પ્રભુ તોઆરે રોય, એને પોરમેહેરા સદા મોયા તુમા બોદહાવોય ઓઅતી રોય.