તીતુસાલ પાઉલ પ્રેષિતનો લોખલાં પત્ર
પ્રસ્તાવના
પાઉલા પાઅને તીતુસાલ લોખલાં ગીઅલા ઈ પત્રા ઉદ્દેશ પ્રોત્સાહાન એને જ્ઞાના પ્રોત્સાવના દેહે જેહેકેન-જેહેકેન તીતુસ પોતાના મંડળીમાય અન્યાય એને નિયમાહા બારામાય વિરોદા સામનો કોઅહે. પાઉલ તીતુસાલ પોતાના દેખરેખે આધીનમાય મંડળીહાટી સેવકાહાન તિયાર કોઅનાહાટી દેનલા કામાલ પુરાં કોઅરાહાટી સુચના દેહે. ચ્ચાહાય વર્ણન કોઅયા કા યા સેવકાયે કોહડા પ્રકારા રા જોજે એને બોદા વિસ્વાસ્યાહાય યોક બિજા આરે કોઅહે રીતેથી સબંધ રાખા જોજે એને અવિસ્વાસ્યાહા આરે કેહેકેન વાતો કોઅરા જોજે. હારાં ખ્રિસ્તી ચાલચલન યે હાચ્ચાયેવોય આધારિત હેય કા “પોરમેહેરા સદા મોયા” બોદાજ લોકહાહાટી પ્રગટ જાઈ, એને ચ્ચાહાટી જ્યા લોક ખ્રિસ્તાવોય બોરહો કોઅતાહા, ચ્ચાહાય પોતે કાબુમાય હાચ્ચાં, એને યોક પોરમેહેરા હારકા જીવન વિતાવના જરુરી હેય, જેહેકેન ચ્ચે ખ્રિસ્તા બીજેદા યેઅના વાટ જોવતેહે, 2:11-13 સંભવત: પાઉલે ઈ પત્ર ઇસવી સન 60 માય લોખલાં આતાં.
1
સલામ
1 ઈ પત્ર પાઉલ એહેરે હેય, આંય પોરમેહેરા સેવક એને ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ, ઈ પત્ર આંય મા પાહા હારકો તીતુસાલ લોખી રિયહો, માન પોરમેહેરા નિવાડલા લોકહા બોરહો મજબુત કોઅરાહાટી એને ચ્યાહાન ઈસુ ખ્રિસ્તા હાચ્ચાં શિક્ષણ જાંઅરા મોદાત કોઅરા નિવાડલો હેય, જેથી ચ્યે પોરમેહેરાલ ખુશ કોઅનારા જીવન જીવે. 2 તોવે ચ્યે પોરમેહેરાઆરે સાદા રાંહાટી આશા કોઅતેહે, કાહાકા પોરમેહેરાય, જો કોદહી જુઠા નાંય બોલે, ચ્યાય ઈ દુનિયા બોનાવા પેલ્લા વાયદો કોઅયો કા ચ્યા લોક અનંતજીવન જીવતા રોય. 3 એને આમી બિલકુલ ઠીક સમયાવોય, પોરમેહેરાય ઈ હારી ખોબાર આપહે હામ્મે પ્રગટ કોઅયી, એને આમા ચ્યા પ્રચાર બોદહા વોચમાય કોઅજેહે, પોરમેહેર જો આપહે તારણારાય, ઈ આગના દેયને માન ચ્યા કામ કોઅરાહાટી જવાબદારી દેનહી.
4 આંય તીતુસાલ ઈ પત્ર લોખી રિયહો, જો આમહે બોરહા લીદે મા પાહા હારકો હેય, પોરમેહેર આબા એને આપહે તારણારો ઈસુ ખ્રિસ્તા સદા મોયા એને શાંતી તોવોય ઓઅતી રોય.
આગેવાના લાયકાત
5 માયે તુલ ક્રેતા બેટમાય યાહાટી રા દેનો, કા જીં કામ બાકી રોય ગીઅલા હેય, ચ્યાલ પુરાં કોઅય હોકે, એને મા આગના નુસાર ક્રેતે બેટા બોદા શેહેરાહા મંડળ્યેહેમાય વડીલાહા નિવડ કોઓ.
6 યોક આગેવાનામાય યા ગુણ રા જોજે, ચ્યામાય દોષ નાંય રોય, યોકુજ થેઅયે માટડો રા જોજે, ચ્યા પોહેં વિસ્વાસી રોય, એને ચ્યાવોય વ્યબિચાર કોઅના એને અનુશાસન તોડના આરાપ નાંય રોય. 7 કાહાકા યોક અધ્યક્ષ પોરમેહેરા કામહાલ દેખરેખ કોઅના લીદે કાય દોષ નાંય રા જોજે, કાદાબી વાત નાંય માનનારો, ખીજર્યો નાંય જોજે, દારુડ્યો નાંય જોજે, જોગડો કોઅનારો નાંય જોજે, પોયહા લોબ્યો નાંય જોજે.
8 બાકી ગાવારાહા પ્રેમથી ચાકરી કોઅનારો, બિજા લોકહાહાટી હારાં કામ કોઅનારો, સંયમી, ન્યાયી, પવિત્ર એને પોતે ભાવનાયેહે તાબામાંય રાખનારો જોજે. 9 ચ્યાલ ઈસુ ખ્રિસ્તા બારામાય બોરહાવાળા વચનાવોય મજબુત બોરહો કોઅરા જોજે, જો આમહાય હિકાડયો, જેથી તો બીજહાન હાચ્ચાં શિક્ષણા પાલન કોઅરાહાટી મોદાત કોઅય હોકે, એને ચ્યાહાન જવાબ દેયને હાચ્ચાં હેય એહેકેન સાબિત દેય હોકે.
જુઠા હિકાડનારા
10 આંય એહેકેન યાહાટી આખતાહાવ, કાહાકા બોજ લોક હાચ્ચાં શિક્ષણાલ નાંય માની, એટલે, જ્યેં નોકામ્યો વાતો હિકાડતેહે એને બીજહાન દોગો દેતહેં, ખાસ કોઇન યહૂદી સુન્નત લોકહામાઅને જ્યા વિસ્વાસી બોની ગીઅલા હેય સુન્નત કોઅના જરુરી હેય એહેકેન આખનારા બોજ હેતા. 11 તું યા લોકહાન હિકાડાંહાટી પોરવાનગી નાંય દેઅના, કાહાકા ચ્યા લોક જ્યો વાતો નાંય હિકાડાં જોજે ચ્યો હિકાડતાહા, એને લોકહા બોરહાલ નુકસાન કોઅતાહા, ચ્યા એહેકેન યાહાટી કોઅતાહા કા ચ્યાહાન પોયહા મીળે.
12 ક્રેતે બેટા યોક માટડાય જ્યાલ ચ્યા ઓકલ્યેવાળો માનતાહા, “ક્રેતે બેટા યા હેય, જ્યેં માઅહે કાયામ જુઠા, જાડ્યેમાઅને જોનાવરહા હારકા હેતા એને આળહ્યા એને સાદા બોજ ખાઅના ખાતહા.” 13 ક્રેતે લોકહા બારામાય યો વાતો આમીબી હાચ્યો હેય, ચ્યાહાટી તું ચ્યાહાન ખિજવાયન ઠપકો દેતો રો, કા ચ્યાહા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો મજબુત બોની જાય. 14 એને યહૂદીયાહા જુઠયો કાહાન્યેહેવોય મોન લાવતેહે એને હાચ્યો વાતો નાંય માને, ઓહડા લોકહા વાત નાંય માનના.
15 જ્યા લોકહા મોન ચોખ્ખાં હેય ચ્યાહાહાટી બોદા ચોખ્ખાં હેય, બાકી જ્યા લોક અશુદ્ધ હેય ચ્યાહાહાટી કાયબી ચોખ્ખાં નાંય હેય, કાહાકા ચ્ચાહા મોન એને અંતકરણ ખારાબ હેય. 16 ચ્યા જુઠા ગુરુ આખતાહા કા આમા પોરમેહેરાલ વોળાખજેહે, બાકી ચ્યાહા કામહાકોય ખોબાર ઓઅહે કા ચ્યા નાંય વોળખે, કાહાકા ચ્યા નફરત કોઅતાહા, પોરમેહેરા આગના નાંય માનનારા, એને કાયબી હારાં કામ કોઅરા લાયકે નાંય હેય.