2
હાચ્ચાં શિક્ષણા અનુસરણ કોઅના
1 બાકી ઓ તીતુસ, તું વિસ્વાસ્યાહાન તીંજ હિકાડના હેય, જીં ઈસુ ખ્રિસ્તા બારામાય હાચ્ચાં શિક્ષણ પરમાણે હેય. 2 ડાયા માટડાહાન હિકાડ, કા ચ્યા પોતાલ તાબામાંય રાખનારા બોને, એને લોકહામાય માનપાન મીળે એહેકેન વ્યવહાર કોએ, હોમાજદાર બોને, એને ચ્યાહા પોરમેહેરાવોય મજબુત બોરહો રા જોજે, બિજા લોકહાવોય પ્રેમ કોઅરા જોજે, એને સહન કોઅના મજબુત રા જોજે.
3 એને તેહેકેનુજ ડાયેં થેએયેહેન હિકાડ, કા પોરમેહેરા ભક્તિ કોઅનારી થેએયેહે હારકા પવિત્ર જીવન જીવા જોજે, બીજહાવોય દોષ થોવનારી નાંય જોજે, દારવા પીનારી નાંય જોજે, બાકી હારાં જીવન જીવાહાટી હિકાડનારી જોજે. 4 યાહાટી કા ચ્યો જુવાન થેએયેહેલ હોમજાડે, કા ચ્યો પોતે માટડાવોય એને પોહહાવોય પ્રેમ કોએ. 5 એને પોતાલ તાબામાંય રાખે, પવિત્ર, માટડા પ્રતિ ઈમાનદાર રોય, એને પોતે ગુઉ હાંબાળે, દયાળુ એને પોતે માટડા તાબામાંય રોનારી જોજે, જેથી પોરમેહેરા વચના કાદાં નિંદા નાંય કોએ.
6 એહેકેન જુવાન્યાહાલબી હિકાડ કા પોતાનાલ કાબુમાય રાખે. 7 તું પોતે હારેં કામે કોઅઈન બોદી વાતહેમાય નમુનો બોન, જેથી બિજા લોક ચ્યા પાલન કોઅય હોકે, જોવે તું વિસ્વાસ્યાહાન પોરમેહેરા વચના બારામાય હિકાડે તોવે તું પવિત્રતા, ગંભીરતાથી હિકાડ, જેથી લોક તુલ આદર દેય. 8 તું જીં હિકાડે તી હાચ્ચાં રા જોજે, જેથી કાદાબી માઅહું બુલ નાંય કાડી હોકે, જેથી જ્યેં આપે વિરુદ કોઅતેહે ચ્યે શરમિંદા ઓઅય જાય કાહાકા ચ્ચે આપહે બારામાય કાયબી ખારાબ નાંય આખી હોકે.
9 જ્યા વિસ્વાસી ચાકાર હેય ચ્યાહાન હિકાડ, કા ચ્યાહા દોણી જીં કોઅરા આખે તી બોદા કોએ, ચ્યાહાન બોદી વાતહેમાય દોણહયાલ ખુશ કોઅરા જોજે, એને ચ્યાહાય હામ્મે બોલા નાંય જોજે. 10 કાયબી ચોરી ચાલાખી નાંય કોએ, બાકી ચ્યા સાબિત કોએ, કા ચ્યા સાદા ઈમાનદાર હેય, જેથી લોક ચ્યાહા હારાં વ્યવહાર જાંએ, એને લોક આપહે તારણારા પોરમેહેરાબારામાય સંદેશ વોનાના કારણ બોને.
11 કાહાકા પોરમેહેરાય બોદા લોકહાન તારણ દાંહાટી ઈસુ ખ્રિસ્તાલ દોવાડીન ચ્યા સદા મોયા દેખાડી. 12 પોરમેહેર આપહાન હિકાડેહે, કા આપહાય અન્યાય એને દુનિયા વાસનાયો છોડી દેયને પોતાલ કાબુમાય રાખજે, એને યા વર્તમાન દુનિયામાય હોમાજદારીથી, ન્યાયપણા એને હારેં કોય વ્યવહાર કોઅરા જોજે, જો પોરમેહેરાલ ખુશ કોઅહે. 13 એને આપહે મહાન પોરમેહેર એને તારણારો ખ્રિસ્ત ઈસુ મહિમા પ્રગટ ઓઅના ખુશી આશા વાટ જોવજેહે.
14 ઓ ઈસુ ખ્રિસ્ત આપહેહાટી મોઅઇ ગીયો, જેથી આપહાન બોદા પાપાહામાઅને તારણ કોઇ હોકે, એને શુદ કોઇન આપહાન ચ્યા ખાસ લોક બોનાડી લેય, જ્યેં હારેં કામે કોઅરાહાટી મોઠી ઇચ્છા રાખતેહેં.
15 યાહાટી, ઓ તીતુસ તું ક્રેતે બેટાવોય રોનારા વિસ્વાસી લોકહાન યો વાતો હિકાડ. જ્યો માયે તુલ આખ્યોહો તી પાળાહાટી ઉત્તેજન દે એને નાંય પાળનારાહાન તુલ દેનલા પુરા ઓદિકારથી ઠપકો દે ઈ ખાત્રી કોઓ કા, જીં તું હિકાડતોહો તી કાદાં ચ્યાલ અનાદર નાંય કોઅય.