યોહાના લોખલાં તીજા પત્ર
પ્રસ્તાવના
યોહાના લોખલાં તીજા પત્રમાય ખ્રિસ્તા સત્કારા વાયદાલ ચાલુ રાખ્યહાં, ઈ પત્ર ઓઅય હોકે પ્રેષિત યોહાનથી ઇસવી સન પેલ્લી ઇસવી સન છેલ્લે લોખલાં ગીઅલા આતાં, ઈ પ્રેષિતાહા હિકાડના ઇસાબે જીવનાહાટી ગાયુસ નાંવા યોક ખ્રિસ્તી માઅહા વાહવા કોઅહે; જ્યા મુસાફરી કોઅનારા, ખ્રિસ્તી સેવાકાહા પોતાના ગોઅમે સ્વાગત કોઅતો આતો, યોક ઓહડો ઘમંડી દેવાળા આગેવાન દિયુત્રિફેસ જ્યાંય નાંય કેવળ યા વિદ્વાન પોરમેહેરા માસ્તારાહા મોદાત કોઅનાથી નાકારા કોઅય દેનલા આતા, બાકી બદનામી એને વિરોદ બી કોઅયેલ, જ્યેં ચ્ચાઆરે સહમત નાંય આતેં ઈ ચોપડી દેખાડેહે કા જો પોરમેહેરા લોક પોરમેહેરા વચનાથી નાંય જીવી રીયહા તે ઘમંડ ચ્ચાહાન જુદા કોઅય હોકહે, યાહાટી દેવાળામાય જુઠા શિક્ષણ એને જુદા ઓઅના બેની ખતરામાઅને બોચાંહાટી, વિસ્વાસ્યાહાય પ્રેમ એને વિવેક યા બેની ગુણહા અભ્યાસ કોઅરા જોજે.
1
પ્રસ્તાવના
આંય, યોહાન મંડળી વડીલ, ઈ પત્ર મા પ્રિય મિત્ર ગયુસાલ લોખી રિઅલો હેય, જ્યાવોય આંય હાચ્ચાં પ્રેમ કોઅતાહાંવ. ઓ પ્રિય, મા ઈ પ્રાર્થના હેય, કા જેહેકેન તું પોતાના આત્મામાય મજબુત ઓઅય રિઅલો હેય, કા તોઆરે સાદા હારાં ઓએ, એને તો શરીર મજબુત રોય. કાહાકા જોવે કોલહાક વિસ્વાસી બાહાહાય યેયન, આમહાન આખ્યાં, કા તું પોરમેહેરા હાચ્ચાયે વાતહે નુસાર જીવી રિઅલો હેય. એને જ્યાવોય તું હાચ્ચાંજ ચાલતોહો, તે આંય બોજ આનંદિત ઓઈ ગીયો. જોવેબી આંય ઈ વોનાતાહાવ કા જ્યા લોક મા પોહહા હારકે હેય, ચ્યા હાચ્ચાઇનુસાર જીવતાહા, તોવે ઈ માન આજુબી આનંદિત કોઅઇ દેહે.
ગયુસા વાહવા
ઓ પ્રિય ગયુસ, તુયે ઈમાનદારીકોય આમહે આર્યા વિસ્વાસી બાહાહા આરે જ્યા હારી ખોબાર આખાહાટી ચારીચોમખી મુસાફરી કોઅઇ રીઅલા હેય, ચ્યાહા મોદાત કોઅરાહાટી બોજ કામ કોઅલે હેય, એને ઓલે લોગુ કા તું ચ્યા લોકહા બી મોદાત કોઅતોહો, જ્યાહાન તું નાંય વોળખે. ચ્યાહામાઅને કોલહાક લોકહાય જ્યાહાન તુયે મોદાત કોઅલી હેય ચ્યાહાય ઇહિને મંડળી લોકહાન આખ્યાં, કા તું આપહે આર્યા વિસ્વાસી બાહાહાવોય કોલહા પ્રેમ કોઅતોહો. આમી માન તુલ ઈ આખના હેય કા તું યા લોકહા મોદાત કોઅના ચાલુ રાખ, જોવે ચ્ચા તો પાહીને જાઅરી કાહાકા ઈ પોરમેહેરાલ રાજી કોઅહે. કાહાકા યા લોક ચોમખી યાહાટી મુસાફરી કોઅઇ રીયલા હેય કા ઈસુ ખ્રિસ્તા વચના ઘોષણા કોઅય એને ગેર યહૂદી લોકહાપાઅને કાયજ મોદાત નાંય લેય. યાહાટી આમહાન ઓહડા લોકહાન મોદાત કોઅરા જોજે યાહાટી જોવે ચ્ચે હાચ્ચાઇ આખતેહે, ચ્ચાહા માય આમા બી ચ્ચાહા આરે ભાગીદાર બોનજે.
દિયુત્રિફેસ એને દિમેત્રિયુસ
માયે પેલ્લા બી મંડળી લોકહાન પત્ર લોખલાં, બાકી દિયુત્રિફેસ મા વાતો માના મોનાય કોઅહે, કાહાકા તો સાદા પોતેજ મંડળી આગેવાન બોના માગહે. 10 યાહાટી જો આંય યાંવ, તે આંય મંડળી લોકહાઆરે સાફ વાત કોઅહી કા તો કાય-કાય કોઅઇ રિઅલો હેય, એટલે આમહાવોય ખારાબ કામ કોઅના જુઠો દોષ લાવહે. ઓલહાંજ નાંય, તો તે ચ્યા હારી ખોબાર આખાહાટી ચારીચોમખી મુસાફરી કોઅનારા વિસ્વાસ્યાહા આવકાર કોઅરાહાટી નાકાર કોઅહે, એને જ્યેં ચ્યાહાન આવકાર કોઅરા માગતેહે ચ્યાહાનબી મોનાય કોઅહે એને ઓલે લોગુ કા મંડળી સોબાયે માઅને બી બાઆ કાડી દેહે.
11 ઓ પ્રિય ગયુસ, ખારાબ કામ કોઅનારા લોકહા હારકો મા બોનહે, બાકી હારેં કામે કોઅનારા લોકહા હારકો બોન. જો કાદો હારેં કામે કોઅહે તો પોરમેહેરાપાઅને હેય, એને જો કાદો ખારાબ કામ કોઅહે તો પોરમેહેરાપાઅને નાંય હેય. 12 મંડળીમાય બોદા-બોદા ઈ આખતાહા કા દિમેત્રિયુસ હારો માઅહું હેય, કાહાકા તો હાચ્ચાયેકોય જીવહે, આમા બી આખજેહે કા તો હારો માઅહું હેય એને તું જાંઅતહો કા આમહે સાક્ષી હાચ્ચી હેય.
છેલ્લી સલામ
13 આજુબી બોજ વાતો હેય જ્યો આંય તુલ આખા માગતાહાવ, બાકી આંય ચ્યો વાતો એહેકેન યોક પત્રમાય નાંય લોખા માગુ. 14 માન આશા હેય કા તોઆરે જલદીજ મીળહી, તોવે આપા હામ્મે-હામ્મે વાત કોઅહુ. 15 આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પોરમેહેર તુલ શાંતી દેય. ઇહિને આર્યે તુલ સલામ આખતેહે, તાઅને વિસ્વાસી આર્યાહાં નાંવ લેયને સલામ આખી દેજે.