યહૂદા લોખલાં પત્ર
પ્રસ્તાવના
યહૂદા પત્ર ચ્ચા લોકહા વિરુદમાય ચેતાવણી દેહે, જ્યાહાય દેવાળામાય જાઅના શુરવાત કોઅલા આતા ચ્ચા આમહે યોકુજ સ્વામી એને પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ નાકાર કોઇન પોરમેહેર સદા મોયાલ મેળવી રિઅલો આતો (યહૂદા 1-4), યહૂદાય મંડળીવોય યે “ધબ્બાયે” ચેતાવણીહાટી જુના કરારા દાખલાહા ઉપયોગ કોઅયો, ચ્ચાય યા અન્યાયી લોકહા કોલહિક વોખાત ભાગ લોખ્યાં જ્યા “માહાલ અશુદ્ધ કોઅતાહા” એને “ઓદિકારાલ અસ્વીકાર કોઅતેહે” (1-8) ચ્ચાહાય ખ્રિસ્ત્યાહાલ ઓહડા લોકાહાહાટી પોરમેહેરા ભક્તિ એને પ્રેમાલ કોઅતા રોઅના રાવ્યાં કોઅયા, કોલાહાક વાતહેમાય ચ્ચાહા આરે બોલાબોલી કોઅયા, બિજા વાતહેમાય “ચ્ચાહાલ આગાડા માઅને બોચાવના” 1:23 યહૂદા બોદહાથી પાહાન્યા બારામાય દેખાડેહે પવિત્રશાસ્ત્રામાય બોદહા માઅને યોક બોદહાથી બોજ હારી નશા હેય 1:25-26 યહૂદા યાકૂબા બાહા આતો ઓઅય હોકે “યાકૂબ પ્રભુ બાહા” (ગલા 1:19) ચ્ચાય ઇસવી સન 65 એને 80 યા વોચમાય લોખલાં ગીયા.
1
સલામ
ઈ પત્ર આંય યહૂદા પાઅને હેય, આંય ઈસુ ખ્રિસ્તા યોક સેવાક એને યાકૂબા હાનો બાહા હેતાંવ, એને આંય ચ્યા લોકહાન લોખી રિયહો, જ્યાહાન પોરમેહેરે આમહે પોરમેહેર આબહો તુમહાન પ્રેમ કોઅહે, એને તુમહાન ઈસુ ખ્રિસ્તાથી હાંબાળી રાખહે.
જુઠા માસ્તાર
આંય પ્રાર્થના કોઅતાહાંવ, કા પોરમેહેર તુમહાન દયા, શાંતી એને પ્રેમ વોદારેજ દેતો રોય.
ઓ મા પ્રિય વિસ્વાસી બાહા એને બોઅયેહેય, આંય તુમહાન પોરમેહેરા તારણા બારામાય બોજ કાય લોખા માગતો આતો, જ્યામાય આમા બોદા સહભાગી હેજે. આંય દાબાણ મેહસુસ કોઅતાહાંવ, કા તુમહાન ઈંમાત દાંહાટી લોખું, કા જ્યેં હાચ્ચાયેવોય આમા બોરહો કોઅજેહે એને હાચ્ચાં હિકાડનાલ હાંબાળી રાખાંહાટી સામનો કોઆ. પોરમેહેરે પોતાના પવિત્ર લોકહાન ઈ હાચ્ચાઇ યોકુજ વોખાત કાયામહાટી દેય દેનહા, જો કોદહી નાંય બોદલાય. આંય તુમહાન લોખી રિયહો, કાહાકા કોલહાક લોક જ્યા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના ડોંગ કોઅતાહા, ચ્યા તુમહે ખ્રિસ્તી મંડળ્યેમાય દોબીન તુમહેમાય યેય ગીયહા, ચ્યા પોરમેહેરા આદર નાંય કોએ, એને ચ્યા ઈ ગલત હિકાડતાહા, કા પોરમેહેર પોતાના સદા મોયાથી આમહે પાપહાન માફ કોઅય દેહે, યાહાટી આમા ખારાબ કામ કોઅઈન જીવી હોકતાહા. ચ્યા ઈસુ ખ્રિસ્તા નકાર કોઅતાહા, યોકુજ માલિક એને આમહે પ્રભુ હેય. બોજ સમયા પેલ્લા, પવિત્રશાસ્ત્ર આખહે, કા પોરમેહેર ઓહડા લોકહાન સજા દેઅરી.
તુમા લોક ઈ બોદા જાંઅતાહા, તેરુંબી આંય તુમહાન યાદ દેવાડા માગહુ, કા પ્રભુય ઈસરાયેલ લોકહાન ગુલામ બોનાડલા જાવાથી બોચાડ્યા એને ચ્યાહાન મિસર દેશામાઅને બારે લેય યેનો, બાકી પાછે ચ્યાય ચ્યા બોદહાન માઆઇ ટાક્યા, જ્યાહાય રણભુમીમાય ચ્યાવોય બોરહો નાંય કોઅયો. તુમહાય ચ્યા હોરગા દૂતહા બારામાય બી વિચારા જોજે, જ્યેં ચ્યા ઓદિકારથી સંતુષ્ટ નાંય આતા, જીં પોરમેહેરાય ચ્યાહાન દેનલા આતાં, બાકી હોરગામાય પોતાના ગોઆલ નાકારી દેના, બાકી પોરમેહેરાય ચ્યાહાન નિચે અંધકારમાય કાયામહાટી હાકળાથી બાંદી દેના, જાં તો ચ્યાહાન ચ્યા ન્યાયા દિહા હાટી રાખી થોવ્યાહા.
યા ઈસરાયેલ લોક એને હોરગા દૂતહા હારકા, ચ્યા લોકહાનબી યાદ રાખા, જ્યા સદોમ એને ગમોરા એને ચ્યા આહી-પાહી શેહેરાહામાય રોતા આતા, કા ચ્યાહાઆરે કાય જાયલા આતા. ચ્યા લોક વ્યબિચારી ઓઅય ગીઅલા આતા એને બિજા લોકહાઆરે વ્યબિચાર કોઅના પોસંદ કોઅતા આતા, યાહાટી પોરમેહેરે ચ્યાહાન આગડાથી નાશ કોઅય દેના. ચ્યાહાઆરે જીં જાયા તી જુઠા માસ્તારાહાહાટી યોક ચેતાવણી બોની ગીયહા, કા ચ્યાહાનબી કાયામના નરકા કોળ્યે ડોંડ દેનલો જાઅરી. ચ્યે રીતે, યા અન્યાયી લોક દાવો કોઅતાહા, કા પોરમેહેરે ચ્યાહાન દર્શનામાય દેખાડયાહા, કા ચ્યે ખારાબ રીતેથી જીવીન પોતાના શરીરાહાલ અશુદ્ધ કોઅય હોકતેહેં, ચ્યાહાન કાદા ઓદિકારામાય રોઅના જરુર નાંય હેય, એને ચ્યા મહિમામય હોરગા દૂતહા બારામાય ખારાબ બોલતાહા.
બાકી ઈહીં લોગુ કા મુખ્ય હોરગા મિખાયેલે બી તેહેકેન નાંય કોઅયા જેહેકેન યા જુઠા માસ્તાર કોઅતાહા. જોવે સૈતાને મિખાયેલાલ યે વાતવોય બોલાબોલી કોઅયી, કા ચ્યાહામાઅને કાદાલ ભવિષ્યવક્તા મૂસા શરીર પુરાહાટી ઓદિકાર હેય, તે જોવે મિખાયેલાપાય યા લોકહા તુલનામાય બોજ વોદારે ઓદિકાર હેય, તેરુંબી સૈતાનાલ ખારાબ વાતો નાંય કોઅયો એને ચ્યાવોય દોષ નાંય લાવ્યો. બાકી ચ્યાય કેવળ ઓલહાં આખ્યાં, “પ્રભુ તુલ દોમકાડે.” 10 બાકી યા લોક ચ્યે વાતહે વિરુદ અપમાન જનક રીતેથી બોલતેહેં, જ્યાહાલ ચ્યે નાંય હોમજેત. બાકી જ્યેં વાતહેલ ચ્યે જાંઅતેહે, એને ચ્યાહાન સ્વભાવિક રીતે વિવેકહીન જોનાવરહા તરીકે કોઅતેહે, તે યા ચ્યા પાપમય કામહાલ કોઅનાથી ચ્યે પોત પોતાનાલ નાશ કોઅય દેતહેં. 11 ચ્યાહાવોય હાય! કા ચ્યાહાય આદામા પોહા કાઈના હારકા ખારાબથી વેવહાર કોઅયહો, જ્યાંય પોતાના બાહાલ માઆઇ ટાક્યો. ચ્યાહાય ઉતવાળમાય તીજ બુલ કોઅયીહી, જીં બાલામાય બિજા લોકહાન પાપા એછે લેય જાઅના કોઅલી આતી, એટલે મિલકાત મેળવી હોકે. જ્યેં રીતે મૂસા વિરુદ પોતાના બંડના લીદે કોરાહા નાશ ઓઅય ગીયો, ચ્યેજ રીતે યા લોકબી નાશ ઓઅય જાઅરી, કાહાકા ચ્યા પ્રભુ વિરુદ બંડ કોઅય રીયહા.
12 જોવે યા લોક પ્રભુ પ્રેમાલ યાદ કોઅઈન તુમહેઆરે પ્રીતિ ભોજમાય ખાઅના ખાતહેં, તે યે ચ્યા ખતરનાક ખોલકડા હારકે રોતેહેં, જ્યેં દોરિયા માજે દોબલે રોતેહેં, જીં તુમહે બુડના કારણ બોની હોકહે. ચ્યે ચ્યા નિર્લજ્જ ગોવાળાહા હારકા હેતા, જ્યા કેવળ પોતાનીજ ચિંતા કોઅતાહા. ચ્યે ચ્યા વાદળાં હારકે હેય, જીં દોરત્યેવોય પાઆય પોડ્યા વોગાર બાસ ગાજહે. ચ્યે પાનગોળ મોસમા જાડહા હારકે રોતેહેં, જ્યેં બેની રુપાકોય મોઅલે હારકે રોતેહેં, કાહાકા ચ્યે કાયજ ફળ નાંય દેત એને મુળહાથી ઉપડાય જાતહેં. 13 જેહેકેન દોરિયા અશાંત લાફા ગંદો ગોંડો બોનાડેહે, તેહેકેનુજ યા લોક શરમજનક કામ કોઅતાહા. ચ્યા કોલહાક ચાંદાલાહા હારકા હેય, જ્યા યોક હિદયે વાટે નાંય ચાલેત, ચ્યે હિદી વાટ નાંય દેખાડે. પ્રભુ ચ્યાહાહાટી યોક જાગો થોવી રિયહો, જો પુરીરીતે આંદારાં હેય, જાં ચ્યાહાન કાયામહાટી રા પોડી.
14 આદામાથી યેનારે હાતમે માઅહે હનોખે યા અન્યાયી લોકહા બારામાય ભવિષ્યવાણી કોઅલી આતી, ચ્યે આખ્યાં, “વોનાયા, પોરમેહેર નોકીજ પોતાના અનગણીત પવિત્ર હોરગા દૂતહા આરે યેઅરી. 15 એને બોદા લોકહા ન્યાય કોરાહાટી, ચ્યા બોદા ખારાબ કામહાહાટી ચ્યાહાવોય દોષ લાવાહાટી, જીં ચ્યાહાય પોરમેહેરા વિરુદ કોઅયાહાં, એને ચ્યો બોદ્યો નોકામ્યે વાતહેહાટી જ્યો ચ્યાહાય ચ્યા વિરુદ કોઅયોહો.” 16 યા લોક કાયામ પોરમેહેરા વિરુદ બોલતાહા, એને બિજા લોકહામાય બુલ હોદતાહા. ચ્યા લગાતાર ચ્યે ખારાબ કામહાલ કોઅતાહા, જીં ચ્યાહા દિલ કોઅરા માગહે. ચ્યા પોતાના બારામાય અભિમાના દાવો કોઅતાહા, એને પોતાનાહાટી ફાયદો કોઅરાહાટી બિજા લોકહા ખુશામત કોઅતાહા.
ચેતાવણી એને સંદેશ
17 બાકી ઓ મા પ્રિય વિસ્વાસી બાહા એને બોઅયેહેય, તુમા ચ્યે વાતહેલ યાદ રાખા, જ્યા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા નિવાડલા પ્રેષિત બોજ પેલ્લા આખી ચુક્યાહા. 18 ચ્યા તુમહાન આખ્યાં કોઅતા આતા, છેલ્લા દિહાહા માઅને પેલ્લા, ઓહડા લોક ઓરી જ્યા પ્રભુ એને ચ્યા લોકહા મજાક ઉડવી. યાજ ચ્યા લોક હેય જ્યાહા જીવનાવોય ચ્યાહા પોતાના ખારાબ ઇચ્છાયેહે કોબજો હેય. 19 યાજ ચ્યા લોક હેતા જ્યા તુમહાલ યોકઠા ઓઅરા નાંય દેય રીયહા. ચ્યા પોતાના સ્વાભાવિક ઇચ્છા નુસાર વેવહાર કોઅતાહા, એને ચ્યાહામાય પવિત્ર આત્મા નાંય હેય.
20 ઓ મા પ્રિય વિસ્વાસી બાહા એને બોઅયેહેય, ચ્યે પવિત્ર હાચ્ચાયેહેમાય જ્યેહેવોય તુમા બોરહો કોઅતાહા. ચ્યાહાટી તુમહાય યોક-બિજા મોદાત કોઅતા રા જોજે, યોકબિજાલ વોદાડી હોકે, તુમહાય પવિત્ર આત્મા સામર્થ્યા થી માર્ગદર્શન મેળવીન પ્રાર્થના કોઅરા જોજે. 21 તુમહાય ઈ જાઇન જીવન જીવના ચાલુ રાખાં જોજે, કા પોરમેહેર તુમહાવોય દયા કોઅહે. જોવેકા તુમા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા આશા થી વાટ જોવતાહા, કા તુમહાન અનંતજીવન મીળે. તો એહેકેન કોઅરી કાહાકા તો તુમહાવોય પ્રેમ કોઅહે.
22 ચ્યા લોકહાહાટી દયાળુ બોના, જ્યા નાંય જાંએતકા કોઅહા હિકાડનાવોય બોરહો કોએ, એને જ્યાહા બોરહો ડગમગી રિયહો. 23 કોલહાક બિજા લોક જ્યાહાન તુમા જાંઅતાહા, ચ્યા નરકા એછે જાય રીયહા. ચ્યાહાન ચ્યે અનંત આગ્યેમાયને માહારી બોચાડી લા. એને બીજહાહાટી દયા દેખાડા. બાકી તેરુંબી ચ્યા હારકો પાપ કોઅનાથી બોચાંહાટી હાચવીન રા. ઓલેલોગુ કા ચ્યા ફાડકાહાલબી નફરત કોઆ જ્યાહાવોય ચ્યાહાય પોતાના પાપમય કામહાથી ડાગ લાવ્યાહા.
બોરકાતે વચન
24 પોરમેહેર તુમહે હાંબાળ કોઅરા યોગ્ય હેય, કા તુમા પાપમય જીવના લીદે પોડી નાંય જાય, તો તુમહાન મહિમામય પોરમેહેર એટલે પોતાનાપાય લેય યેઅના માય એને તુમહાન નિર્દોષ એને આનંદથી પરિપૂર્ણ કોઅના યોગ્ય હેય. 25 તો યોકમાત્ર પોરમેહેર હેય જ્યાંય આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાય આમહેહાટી જીં કોઅયાહાં, ચ્યાથી આમહે તારણ જાયહાં. આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકહાથી પોરમેહેરા આદર કોઅલો જાયના એને ચ્યા પ્રશંસા કોઅલો જાયના કારણ બોને. ચ્યે વોળખી જાય કા ચ્યાપાય સમયા શુરવાતથી લેયને વર્તમાન લોગુ એને કાયામ ને કાયામ સામર્થ એને ઓદિકાર હેય. આમેન.