યોહાનાલ જાઅલા પ્રકટીકરણ
પ્રસ્તાવના
“ઈસુ ખ્રિસ્તા પ્રકટીકરણ 1:1” પ્રેષિત યોહાનાથી હાત મંડળીહેન લોખલાં ગીઅલા આતાં, પ્રકટીકરણા શુરવાત યે મંડળ્યેહે પોતે ખ્રિસ્તા પત્રથી ઓઅહે, જ્યા પત્રાહામાય પ્રશંસા આલોચન એને આરામ સામીલ હેય, મંડળ્યેહેલ મોઠા સંકટામાય દર્શાવલા ગીયહા, બાકી ઈસુવા છેલ્લા વિજયા આસ્વાસન “રાજહા એને રાજહા પોરમેહેરા” હારકા દેવામાય ગીયહા (પ્રકટી 19:16) એને યામાય માનવતા વિદ્રોહાલ પુરાં કોઅના એને “યોક નોવા હોરગામાય પ્રવેશ કોઅના એને નોવ્યે દોરત્યે બારામાય (પ્રકટી 21:1) જા પોરમેહેર પોતે કાયામ એને કાયામ (પ્રકટી 11:15) રાજ કોઅરી” પ્રકટીકરણ લગભગ 95-96 ઇસવી સન માય લોખલાં ગીઅલાં આતાં.
1
પ્રસ્તાવના
1 યે ચોપડયેમાય ઈસુ ખ્રિસ્તાલ પોરમેહેરાય જીં દેખાડયાં ચ્યે વાતહેબારામાય લોખલાં હેય, ચ્યાલ પોરમેહેરે યાહાટી દેખાડયાં કા તો પોતાના સેવાકાહાન ચ્યે ઘટનાહા બારામાય આખી હોકે જ્યો જલદીજ ઓઅનાર્યો હેય, એને ઈસુય ચ્યા હોરગા દૂતાલ દોવાડીન પોતાના સેવાક યોહાનાલ એટલે માન યો વાતો દેખાડયો. 2 યાહાટી, માયે તી બોદા કાય લોખ્યાં જી માયે એઅયા, એને માયે યા લેખ માય, પોરમેહેરા વચન એને ચ્યા હાચ્ચાં શિક્ષણા બારામાય જીં ઈસુ ખ્રિસ્તાય માન દેખાડલા આતાં, તી બોદા લોખલાં હેય. 3 પોરમેહેર ચ્યા બોદા માઅહાન બોરકાત દેઅરી, જ્યો યે ભવિષ્યવાણીહેલ બિજા લોકહાન વાચીન વોનાડેહે, એને પોરમેહેર ચ્યા માઅહાન બી બોરકાત દેઅરી જ્યેં યે ભવિષ્યવાણીહેલ વોનાયને માનતેહેં, કાહાકા યો ભવિષ્યવાણ્યો જલદીજ પુર્યો ઓઅરી.
હાત મંડળ્યેહેન યોહાના સંદેશ
4 આંય, યોહાન, ઈ પત્ર હાત મંડળ્યેહેલ લોખી રિઅલો હેય, જ્યો આસિયા વિસ્તારમાય હેય.
આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પોરમેહેર જો હેય, એને જો કાયામ આતો, એને જો યેનારો હેય, એને ચ્ચા હાત આત્માહા પાઅને, જો પોરમેહેર રાજગાદી હામ્મે હેય, તુમહાન સદા મોયા એને શાંતી મીળે. 5 એને ઈસુ ખ્રિસ્તાપાઅને તુમહાન સદા મોયા એને શાંતી મીળે, જ્યા વચનાવોય બોરહો કોઅલો જાહે, ઓ તોજ ઈસુ હેય જો મોઅલાહામાઅને પાછો જીવતો ઓઅય ગીયો એને યે દોરતી બોદા રાજહા શાસક હેય.
તોજ ઈસુ આપહેવોય પ્રેમ કોઅહે, તો આપહેહાટી મોઅઇ ગીયો એને ચ્યાય આપહે પાપહા ડૉડ રદ્દ કોઅય દેનલો હેય. 6 એને ઈસુય આપહાન યોક રાજ્ય એને પોરમેહેર આબા સેવા કોઅરાહાટી યાજક બોનાવલે હેય, જ્યેં ચ્યા પોરમેહેર આબા સેવા કોઅતેહે, યાહાટી ઈસુ ખ્રિસ્તાલ મહિમા એને સામર્થ્ય સાદામાટે મિળતા રોય. આમેન. 7 વોનાયા, તો વાદળાહાવોય બોહીન યેનારો હેય, બોદાજ લોક ચ્યાલ એઅરી, બાકી જ્યાહાય ચ્યાલ ભાલેકોય ડોચી દેનેલ ચ્યા હોગા એઅરી, એને ચ્યાલ દેખીન દોરત્યેવોયને બોદા જાતી લોક જોર-જોરખે રોડી. હાં, એહેકેનુજ ઓઅરી. આમેન.
8 પ્રભુ પોરમેહેર આખહે, “આંય અલ્ફા એને ઓમેગા હેતાંવ, એટલે, પેલ્લો એને છેલ્લો હેતાંવ, આંય તોજ હેતાંવ, જો સાદામાટે આતો, એને જો આમીબી યેનારો હેય, આંયજ સર્વશક્તિમાન હેતાંવ.”
યોહાનાલ ઈસુ ખ્રિસ્તા દર્શન
9 આંય યોહાન તુમહે બાહા, આંય ખ્રિસ્તાહાટી દુઃખ સહન કોઅનામાય એને પોરમેહેરા રાજ્યમાય એને ધીરજને હાતે ચ્યા દુઃખહાન સહન કોઅનામાય તુમહે હાંગાત્યો હેતાંવ, માન પતમુસ બેટમાય કૈદી બોનાડીન દોવાડી દેનલો ગીયેલ, કાહાકા માયે પોરમેહેરા વચના પ્રચાર કોઅયેલ એને ઈસુ ખ્રિસ્તા બારામાય સંદેશ લોકહાન આખ્યેલ. 10 માન રવિવારા દિહે, જો પ્રભુ દિહી હેય પવિત્ર આત્માય કોબજામાય લેય લેદો, એને આંય મા પાહાલારે કાદાલતેરુ બોલતા વોનાયો જો તુતારી વાજે ઓહડો મોઠો આવાજામાય સાફ રીતે બોલી રિઅલો આતો. 11 ચ્યે આખ્યાં, “તુલ જીં દેખાય, તીં ચોપડયેમાય લોખીન એફેસુસ, સ્મુરના, પિરગમુન, થુવાતીરા, સારદીસ, ફિલાદેલફિયા, એને લાવદિકિયા, યા સાત શેહેરા મંડળ્યેહેપાય દોવાડી દે.”
12 આંય ઈ એઅરાહાટી પાહલા ફિર્યો કા મા આરે કું વાત કોઅઇ રિઅલો હેય, જોવે આંય ફિર્યો, તોવે માયે હોના હાત દિવા દેખ્યા. 13 ચ્યા દિવહા વોચમાય યોક માઅહા પોહા હારકો માટડો દેખ્યો, તો પાગહા પાટલ્યે લોગુ લાંબો ડોગલો પોવલો આતો, એને છાતી ઉપે હોના પોટો બાંદલો આતો. 14 ચ્યા ટોલપ્યે કીહીં ઉજળા ઉન એને બોરાફે હારકા આતા, એને ચ્યા ડોળા આગડા જાળે હારકા ચોમકી રીઅલા આતા. 15 ચ્યા પાગ પિતળા હારકા ચોમકી રીઅલા આતા, એને ચ્યા આવાજ કોલહ્યોક નોયો યોકહાતે બોજ જોરખે વોવત્યોહો ચ્યેહે આવાજા હારકો આતો. 16 તો ચ્યા જમણા આથામાય હાત ચાંદાલાહાન દોઅઇ રોઅલો આતો, ચ્યા મુયામાઅને યોક બેન દાઅયેવાળી ચીંદળી તારવાય નિંગી રોઅલી આતી, ભોર બોપરેહે દિહા હારકા ચ્યા મુંય ચોમકી રીઅલા આતા. 17 જોવે માયે ચ્યાલ દેખ્યો, તે આંય તારાત ચ્યા પાગહાપાય મોઅલા માઅહા હારકો પોડી ગીયો, બાકી તારાત ચ્યે ચ્યા જમણો આથ માન લાવીન આખ્યાં, “બીયહે મા, આંય પેલ્લો એને છેલ્લો હેતાંવ, આંય તોજ હેતાંવ જો સાદામાટે જીવતો હેતાંવ.” 18 આંય યોકદા મોઅઇ ગીઅલો આતો, બાકી આમી જીવતો હેતાંવ, એને આંય સાદામાટે જીવતો રોહીં, માયેપાંય મોરણા એને અધોલોક (જો મોઅલા લોકહા જાગો હેય) વોય ઓદિકાર હેય. 19 જી તુયે દેખ્યાહા, તી બોદા લોખી લે એને યે બેની વાતહેબારામાય બી લોખી લે, જ્યો આમી ઓઅય રિઅલ્યો હેય, એને જ્યો પાછે ઓઅનાર્યો હેય. 20 આમી આંય આખહી કા મા જમણા આથામાઅને હાત ચાંદાલાહા મતલબ કાય હેય, એને હોના હાત દિવહા મતલબ કાય હેય: હાત ચાંદાલેં ચ્યા હોરગા દૂતહાન દર્શાવતેહે, જ્યા હાત મંડળ્યેહે રાખવાળી કોઅતાહા, એને હાત દિવા હાત મંડળ્યો હેય.