પ્રેષિતાહા કામ
પ્રસ્તાવના
પ્રેષિતાહા કામહા ચોપડી લુકા લોખલી હારી ખોબાર જાઅને પારવાયેહે, તાઅને પ્રેષિતાહા કામહા ચોપડી શુરવાત ઓએહે, પેલ્લી મંડળી ઉન્નતી નુસાર ઈસુ ખ્રિસ્તા શિષ્ય હારી ખોબારેલ યેરૂસાલેમ થી લેયને, યહૂદીયા લોક, સામરિયા, એને બોદા દુનિયામાય લેય ગીયા, કહાની ખ્રિસ્તા હોરગામાય જાઅના એને પચાસમા દિહયા ઘટના થી સુરુ ઓએહે. જેહેકોય ગેર યહૂદી લોકહાય હારી ખોબારે જવાબ દેયના સુરુ કોઅય દેનલા હેય, દિયાન પાઉલ એને ચ્ચા મિશનરી મુસાફરી માય બદલાય જાહે. પ્રેષિતાહા કામ ચાર હારી ખોબારે એને બાકી નોવા નિયમા વોચમાય યોક વાટ બોનાડેહે, જ્યામાય દેખાડલા ગીઅલા હેય કા પ્રેષિતાહાય ખ્રિસ્તા કામહાલ કેહેકેન કોઅયા એને પ્રકાશના માધ્યમથી રોમી લોકાહાહાટી યોક ઈતિહાસિક વાત કોઅય દેની, પ્રેષિતાહા કામ ઈ ચોપડી લુકાથી લોખલી બેન નોવા નિયમા ચોપડીમાઅરે બીજી ચોપડી હેય, લુકા લોખલી હારી ખોબારે હારકા, પ્રેષિતાહા કામબી લુકા હાંગાત્યો થીયોફિલૂસાલ લોખલાં યોક પત્ર આતા, યાલ લગભગ ઇસવી સન 62-64 માય લોખલાં ગીઅલા આતા.
1
પ્રસ્તાવના
1 માનનીય થીયોફિલુસ, મા પેલ્લી ચોપડીમાય, જીં માયે તોહાટી લોખલી આતી, માયે ચ્યે કોલહ્યેક ચીજહે બારામાય લોખ્યાં જીં ઈસુય કોઅલા આતા એને હિકાડલા આતા જાંવલોગુ તો હોરગામાય લેવાય નાંય ગીઅલો આતો. 2 બાકી ઈસુલ પોરમેહેરાકોય હોરગામાય લેય લાં પેલ્લા, ચ્યાય પવિત્ર આત્મા સામર્થ્યાકોય ચ્યા પ્રેષિતાહાલ આગના દેની. 3 ઈસુય દુ:ખ ઉઠાવ્યા એને મોરણા પાછે બોજ પાક્કી સાબિતી કોઇન તો જીવતો હેય એહેકોય દેખાડયાં, એને ચાળીસ દિહયા લોગુ તો પ્રેષિતાહાલ દેખાતો રિયો, એને પોરમેહેરા રાજ્યા વાતો આખતો રિયો.
પવિત્ર આત્માલ વાટ જોવના
4 યોક સમય ઈસુવા શિષ્ય ચ્યાઆરે આતા તોવે ઈસુય ચ્યાહાન આગના દેની, “યેરૂસાલેમ શેહેર છોડીન જાહા મા, બાકી તી દાન મીળે તાંવ લોગુ વાટ જોવાં જીં પોરમેહેર આબહાય તુમહાન દેઅના વાયદો કોઅલો આતો, જ્યા બારામાય તુમા માયેપાઅને વોનાય ચુક્યાહા. 5 કાહાકા યોહાનાય તે પાઆયાકોય બાપતિસ્મા દેનલા હેય, બાકી કોલહાક દિહયા પાછે પોરમેહેર તુમહેઆરે રાંહાટી પવિત્ર આત્મા દોવાડી.”
6 પાછે જોવે પ્રેષિત બીજેદા ઈસુલ મિળ્યાં, તોવે ચ્યાહાય ઈસુલ પુછ્યાં, “ઓ પ્રભુ, કાય ઈસરાયેલાલ છુટકા કોઅના એને આપહે રાજ્યા પાછો સ્થાપન કોઅના તો સમય યેય ગીયહો?” 7 ઈસુય ચ્યાહાન આખ્યાં, “તો સમય એને ચ્યો વાતો કોવે ઓઅરી, ચ્યા બારામાય જાઅના પોરમેહેર આબહાલ ઓદિકાર હેય, ઈ તુમહાન જાઅના ગોરાજ નાંય હેય. 8 બાકી જોવે પવિત્ર આત્મા તુમહેવોય યેઅરી તોવે તુમા સામર્થ્ય મેળવહા; એને યેરૂસાલેમ શેહેરામાય એને બોદા યહૂદીયા એને સમરૂન વિસ્તારમાય, એને બોદા દુનિયામાય લોકહાન મા બારામાય સાક્ષી દાહા.”
ઈસુ હોરગામાય જાયના
9 ઈ આખીન ઈસુ ચ્યાહા દેખતા-દેખતાજ પોરમેહેરાય ચ્યાલ હોરગામાય લેય લેદો, એને વાદળાં લીદે ચ્યે ચ્યાલ આગાડી નાંય દેખી હોક્યે. 10 એને ઈસુ જાતી સમયે જોવે ચ્યા આકાશા એછે એઅઇ રીઅલા આતા, તોવે અચાનક, બેન માટડા ઉજળેં ડોગલેં પોવલા ચ્યાહા પાહી યેયન ઉબા રિયા, 11 એને ચ્યાહાન એહેકેન આખ્યાં, “ઓ ગાલીલ ભાગામાય રોનારા માઅહાય, તુમા કાહા ઉબા રોયન ઉચે આકાશા એછે એઅઇ રીયહા? ઓજ ઈસુ, જ્યાલ પોરમેહેરાય તુમહે પાહીને હોરગામાય લેય લેદલો હેય, તુમા ચ્યાલ જેહેકેન આકાશામાય જાતા દેખ્યાહા તેહેકેન તો પાછો યેઅરી.”
મિળીન પ્રાર્થના
12 જોવે બેન માટડા જાતા રિયા તોવે શિષ્ય જૈતુન નાંવા ડોગાવોયને જો યેરૂસાલેમ શેહેરા ઇહને યોક કિલોમીટર દુઉ હેય, યેરૂસાલેમ શેહેરામાય પાછા યેના. 13 એને જોવે શિષ્ય યેરૂસાલેમ શેહેરામાય પોઅચ્યા તોવે ચ્યા ઉચલી ખોલીમાય ગીયા. તાં પિત્તર, યોહાન, યાકૂબ, આંદ્રિયાસ, ફિલિપ, થોમો, બરથલ્મી, માથ્થી, અલફિયા પોહો યાકૂબ, સિમોન જેલોતોસ, એને યાકૂબા પોહો યહૂદા રા આતા. 14 ચ્યા બોદા એને તાં ચ્યાહાઆરે કોલ્યોહોક બીજ્યોબી થેઅયો આત્યો જ્યેહેય ઈસુલ મોદાત કોઅલી આતી એને ઈસુવા આયહો મરિયમ એને ચ્યે બાહાહા આરે યોકચીત્ત ઓઇન પ્રાર્થનામાય લાગી રોત.
યોક નોવા પ્રેષિતા નિવડ
15 એને ચ્યાજ દિહીહયામાય જોવે લગભગ યોક હોવને વિહી વિસ્વાસી યોખઠા આતા, તોવે પિત્તર ચ્યાહા વોચમાય ઉબો રોયન આખા લાગ્યો. 16 “ઓ બાહાહાય, પવિત્ર આત્માય બોજ સોમાયા પેલ્લા રાજા દાઉદા કોય યહૂદા બારામાય આખ્યાં, જો ઈસુલ દોઆડનારા લોકહા આગેવાની કોઅનારો બોની ગીયો, ઈ જરુરી આતાં કા યહૂદા બારામાય પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય તી હાચ્ચાં સાબિત ઓએ. 17 કાહાકા તો આપહે માઅને યોક આતો, એને યે સેવાયેમાય ભાગી જાયલો આતો. 18-19 જેહેકેન તુમા જાંઅતેહે કા, યહૂદી આગેવાનહાય યહૂદાલ પોયહા દેના જોવે ચ્યાય ચાલાકી કોઇન ઈસુલ દોગો દેયના વાયદો કોઅયો, પાછે યહૂદાય ચ્યા પોયહા ચ્યાહાન પાછા ફેરવી દેના. એને જોવે યહૂદાય ગોળ ફાંસ લાવી લેદા, એને ચ્યા શરીર દોરતીવોય ટુટી પોડ્યા, ચ્યા બુકો ફાટી ગીયો એને ચ્યા બોદે આતેં બાઆ નિંગી યેને, યાહાટી યહૂદી આગેવાનહાય ચ્યા પોયહાકોય યોક રાન વેચાતાં લેદા. યેરૂસાલેમ શેહેરામાઅને લોક યે વાતે બારામાય જાંઆય ગીયા, યાહાટી ચ્યા લોક ચ્યા જાગાલ ચ્યાહા ભાષામાય ‘હકલદમા’ એટલે ‘લોયા રાન’ એહેકેન નાંવ પાડ્યા.
20 કાહાકા રાજા દાઉદા ગીતશાસ્ત્રમાય એહેકેન લોખલાં હેય, ‘ચ્યા ગુઉ ઉજાડ એઅઇ જાઅરી, એને ચ્યામાય કાદાં નાંય રોય’ એને ઈ બી લોખલાં હેય, ‘કાદો બિહરો ચ્યા પદ લી.’
21-22 યાહાટી ઈ જરુરી હેય કા યોક ઓહડા માઅહાન નિવાડલા જાય, જો પ્રભુ ઈસુવા કામહા બોદયે સમયે સાક્ષી હેય, એને પ્રભુ ઈસુલ યોહાનાકોય બાપતિસ્મા દેના ચ્યાપાઅને લેયને ઈસુલ પોરમેહેરાકોય હોરગામાય લેય લેઅના લોગુ ઈ માઅહું પ્રભુ ઈસુ મોઅલા માઅને પાછા જીવી ઉઠના બારામાય સાક્ષી બોને.” 23 તોવે ચ્યાહાય બેન માઅહાલ ઉબા રાખ્યા, યોક યુસુફ જો બર-સબ્બા આખાયેહે, જ્યા ઉપનાંવ યુસ્તસ હેય, બિજો મત્તીયાહ. 24 એને ઈ પ્રાર્થના કોઅયી, “ઓ પ્રભુ, તું જો બોદહા મોન જાંઅતોહો, આમહાન ઈ પ્રગટ કોઓ કા યા બેનહયા માઅને તુયે કાલ નિવડયોહો. 25 કા તો ઈ સેવા એને પ્રેષિત પદ લેય, જો જાગો યહૂદા છોડી ગીયો, એને મોઅઇ ગીયો એને ચ્યા જાગાવોય જાતો રિયો જાં ચ્યાલ રા જોજતાં આતા.” 26 તોવે ચ્યાહાય ચ્યાહા બારામાય ચીઠયો ટાક્યો, એને મત્તીયા નાંવા ચિઠ્ઠી નિંગી, તોવે તો ચ્યા ઓગ્યાર પ્રેષિતાહા આરે ગોણાય ગીયો.