3
લેંગડા બિખાર્યા હારાં ઓઅના
1 યોક દિહી પિત્તર એને યોહાન બોપરેહે તીન વાગે પ્રાર્થના સમયે દેવાળામાય જાય રીઅલા આતા. 2 ઓલહામાય લોક યોકા જન્મા પાઅને લેંગડા આતા ચ્યા માઅહાલ લેઈને યેત, ચ્યાલ દિનેરોજ દેવાળા બાઅણા પાય જ્યાલ સુંદાર નાંવા બાઅણા આખતેહે, ચ્યાપાય બોહાડી જાત, કા તો દેવાળે જાનારાહા પાયને બિખ માગે. 3 જોવે ચ્યાય પિત્તર એને યોહાનાલ દેવાળામાય જાતા દેખ્યા, તોવે ચ્યાહાપાઅને બિખ માગી.
4 પિત્તર એને યોહાને ચ્યાલ દિયાન દેયને એઅયા એને પિત્તરે આખ્યાં, “આમહે એછે એએ.” 5 ચ્યાહાપાઅને કાય મિળી યે આશેકોય તો ચ્યાહા એછે એઅરા લાગ્યો. 6 તોવે પિત્તરે આખ્યાં, “ચાંદી એને હોના તે માયેપાંય હેયેજ નાંય, જીં હેય તી તુલ આંય દેતહાવ, નાજરેત ગાવામાઅને ઈસુ ખ્રિસ્તા નાવાકોય ઉઠ એને ચાલતો લાગ.”
7 એને પિત્તરે ચ્યા જમણો આથ દોઇન ચ્યાલ ઉઠાડયો, એને તારાત ચ્યા પાગહામાય એને માંડયેહે માય તાકાત યેની. 8 એને તો કુદીન ઉબો ઓઈ ગીયો, એને ચાલા-ફિરા લાગ્યો, એને ચાલતો, એને કૂદતો, પોરમેહેરા સ્તુતિ કોઅતો તો પિત્તર એને યોહાના આરે દેવાળા બાઆપુર ગીયો.
9 બોદા લોકહાય ચ્યાલ ચાલતો-ફિરતો એને પોરમેહેરા સ્તુતિ કોઅતો દેખ્યો. 10 એને ચ્યાલ વોળખી લેદો કા ઓ તોજ હેય જો દેવાળા સુંદાર નાંવા બાઅણા પાય બોહીન બિખ માગે, એને ચ્યે યે ઘટના કોય જીં ચ્યાઆરે જાયલી, ચ્યે બોજ નોવાય પામીન ચમકાય ગીયે.
લોકહા ગીરદ્યેલ પિત્તર હારી ખોબાર આખહે
11 જોવે તો માઅહું પિત્તર એને યોહાના આરે આતો, તે બોદા લોક બોજ નોવાય પામીન ચ્યે બોદે સુલેમાના પારસાળા માય દાંહાદી ગીયે, જાં હારો ઓઅય ગીઅલા માઅહું પિત્તર એને યોહાનાલ ફીટ દોઅય રિઅલો આતો. 12 ઈ એઇન પિત્તરે લોકહાન આખ્યાં, “ઓ ઈસરાયેલી લોકહાય, તુમહાન યા માઅહાલ એઇન કાહા નોવાય લાગી? એને આમહે એછે એહેકેન કાહા દારી-દારી એઅતાહા? કા જેહેકેન આમહાયજ આમહે શક્તિ કા ભક્તિ તાકાતેવોય યા માઅહાલ ચાલા-ફિરા લાયકે બોનાડી દેનો.
13 આમહે આગલ્યાડાયા આબ્રાહામા, ઈસાકા એને યાકૂબા પોરમેહેર, આપહે વડીલાહા પોરમેહેરે ચ્યા ચાકાર ઈસુવા મહિમા કોઅયી, બાકી તુમહાય ચ્યાલ માઆઇ ટાકાંહાટી યહૂદી આગેવાનહાન હોઅપી દેનો, એને જોવે પિલાત રાજાય ચ્યાલ ડોંડ દેઅનાથી મોનાઈ કોઇ દેના, તોવે તુમહાય પિલાતા હોમ્મે ઈસુ નાકાર કોઅયા. 14 તુમહાય ઈસુલ નાકાર કોઇ દેનો, જો પવિત્ર એને ન્યાયી હેય, બાકી તુમહાય ઈ માગણી કોઅયી કા ચ્યા બોદલે ખૂની માઅહાલ તુમહેહાટી છોડી દેય.
15 એને તુમહાય લોકહાન જીવન દેનારાલ માઆઇ ટાક્યો બાકી પોરમેહેરે ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો ઉઠાડયો, ચ્યા આમા સાક્ષી હેજે.
16 ખ્રિસ્ત ઈસુ નાવામાય બોરહો કોઅલા લીદે યા માઅહાલ જ્યાલ તુમા જાંઅતેહે, જ્યાલ તુમા યે સમયે એઅઇ રીયહે, ચ્ચાલ તાકાત દેનલી હેય ઈ માઅહું ઈસુ નાવામાય એને ખ્રિસ્ત ઈસુમાય બોરહો કોઅલા લીદે બિલકુલ હારો હુદરી ગીઅલો હેય, જેહેકેન તુમા પોતે એઇ રીઅલા હેય.” 17 “એને આમી ઓ બાહાહાય, માન ખોબાર હેય કા તુમહાય એને તુમહે આગેવાનાહાય ઈસુલ જાંઅયા વોગાર માઆઇ ટાક્યો કાહાકા તુમહાન નાંય ખોબાર આતી કા તો ખ્રિસ્ત હેય. 18 બાકી જ્યેં વાતહેબારામાય પોરમેહેરાય બોદા ભવિષ્યવક્તાહાકોય પેલ્લાજ આખલા આતા, કા ખ્રિસ્ત દુઃખ ઉઠાવી એને માઆઇ ટાકલો જાય, એને ચ્યાય તી હાચ્ચાં સાબિત કોઇ દેખાડયાં.
19 યાહાટી આમી તુમા પાપ કોઅના બંદ કોઆ, એને પોરમેહેરા એછે ફિરા કા તુમહે પાપહા માફી મિળી, તોવે પોરમેહેરાપાઅને આત્મિક સામર્થ્ય મિળી. 20 એને તો ઈસુલ દોવાડી, જો ખ્રિસ્ત હેય જ્યાલ તુમહેહાટી પેલ્લાથીજ નિવાડલા હેય.
21 ઈસુલ હોરગામાય ચ્ચા સમયે લોગુ રોઅના જરુરી હેય, જોવે પોરમેહેર ચ્યે વસ્તુલ નોવી બોનાવી દી જ્યો ચ્યે બોનાવલ્યો હેય, બોજ સમાયા પેલ્લા પોરમેહેરાય લોકહાન ઈ આખાહાટી પવિત્ર ભવિષ્યવક્તાહાકોય એહેકેન કોઅના વાયદો કોઅયો. 22 જેહેકેન કા મૂસાય આખ્યાં, ‘તુમહે પ્રભુ પોરમેહેર તુમહે બાહાહા માઅને તુમહેહાટી મા રોકો યોક ભવિષ્યવક્તાલ દોવાડી, જીં કાય તો તુમહાન આખે, ચ્યા તુમા વોનાજા.’
23 બાકી જો કાદો માઅહું ચ્યા ભવિષ્યવક્તા નાંય વોનાયે, તી માઅહું પોરમેહેરા લોકહામાય નાંય રોય એને પોરમેહેર ચ્યાલ નાશ કોઅય દેઅરી.
24 શમુએલ ભવિષ્યવક્તા એને ચ્યા પાછે યેનારાહા આરે બોદા ભવિષ્યવક્તાહાયબી વાત આખ્યેલ યા દિહીહયામાય કાય ઓઅરી. 25 તુમા બોદા ભવિષ્યવક્તાહા વારીસ હેતા એને ચ્યા કરારા ભાગીદાર હેય, જો પોરમેહેરે તુમહે આગલ્યા ડાયહા આરે કોઅલો, કાહાકા પોરમેહેરાય આબ્રાહામાલ આખ્યાં, ‘તો વંશાકોય દોરતીવોય બોદા જાતી લોક બોરકાત મેળવી.’
26 પોરમેહેરાય ચ્યા ચાકારાલ મોઅલા માઅને પાછો જીવતો ઉઠાડીન બોદહા પેલ્લા તુમહેપાય દોવાડયો, કા આપહે માઅને બોદહાલ ચ્યાહા પાપી જીવના માઅને ફેરવી લેયને પોરમેહેરા બોરકાત દેય.”