17
થેસ્સાલોનિકા શેહેરમાય પાઉલ એને સિલાસ
1 પાછે પાઉલ એને સિલાસ અમ્પિપુલીસ શેહેર એને અપ્પુલોનિયા શેહેરમાઅને થેસ્સાલોનિકા શેહેરામાય યેના, જાં યહૂદીયાહા યોક સોબાયે ઠિકાણ આતા. 2 એને પાઉલ ચ્યા કાયામની આદાતે પરમાણે ચ્યાહાપાય ગીયો, તીન આરામા દિહીહુદુ ચ્યાહાઆરે પવિત્રશાસ્ત્રા માઅને વાતહેકોય બોલા-બોલી કોઅઇ.
3 એને હોમજાડી રિઅલો આતો એને સાબિત કોઅય રિઅલો આતો કા ખ્રિસ્તા દુ:ખ વેઠના, એને મોઅલા માઅને જીવી ઉઠના, નોક્કીજ આતા, “ઓ ઈસુ જ્યા બારામાય આંય તુમહાન સંદેશ આખતાહાવ, તો ખ્રિસ્ત હેય.” 4 ચ્યાહામાઅને કોલાહાક યહૂદીયાહાય, એને પોરમેહેરા બિક રાખનારા યુનાની લોક, એને બોજ બોદયે પ્રમુખ થેઅયેહેયબી બોરહો કોઅયો એને ચ્યે પાઉલા એને સિલાસા આરે મિળી ગીયે.
5 બાકી યહૂદીયાહાય ખિજવાઈન આટામાઅને લોકહાન કોલહાક ખારાબ માઅહાલ ચ્યાહાઆરે લેદા, એને લોકહાન ટોળો કોઇન શેહેરામાય દંગો કોઅરા લાગ્યા, એને ચ્યાહાય પાઉલા એને સિલાસાલ હોદાહાટી યાસોના ગોઆવોય હમલો કોઇન પાઉલા એને સિલાસાલ લોકહા હામ્મે લેય યેયના વિચાર્યા. 6 એને ચ્યાહાન નાંય મિળ્યાં, ચ્યા ઈ બોંબાલતાજ યાસોન એને કોલહાક વિસ્વાસ્યાહાલ શેહેરા ન્યાય કોઅનારા ઓદિકાર્યાહા હામ્મે ખેચી લેય યેના, “યા લોક જ્યાહાય બોદેજ જાગે પરેશાની ફેલાડી દેનહી, ઈહીંબી યેનહા.
7 એને યાસોને ચ્યાહાન ચ્યા ગોઓ રોઅના જાગો દેનહો, એને યા બોદા લોક કૈસરા કાયદાહા વિરોદ કોઅતાહા એને આખતેહે કા ઈસુ નાંવા બિજો કાદો રાજા હેય.” 8 જોવે લોકહા ગીરદી એને શેહેરા ન્યાય કોઅનારા ઓદિકારી યો વાતો વોનાયા, તોવે ચ્યા ખિજવાય ગીયા. 9 એને ચ્યાહાય યાસોન એને બિજા લોકહાન જામીન વોય છોડી દેના.
બિરીયા શેહેરામાય પાઉલ એને સિલાસ
10 વિસ્વાસ્યાહાય તારાત રાતીન-રાતી પાઉલાલ એને સિલાસાલ બિરીયા શેહેરમાય દોવાડી દેના, એને ચ્યા તાં પોઅચ્યા પાછે યહૂદીયાહા સોબાયે ઠિકાણામાય ગીયા. 11 યા લોક તે થેસ્સાલોનિક શેહેરા યહૂદીયાહાથી વદારે હારાં આતા, એને ચ્યાહાય હાચ્ચે મોનાકોય વચન વોનાય લેદેલ, એને રોજ દિને પવિત્રશાસ્ત્રામાય હોદતા રિયા કા યો વાતો એહકોયજ હેત્યો કા નાંય. 12 યાહાટી ચ્યાહામાઅને બોજ જાઅહાય એને યુનાની આબરૂદાર થેઅયેહે માઅને એને માટડાહામાઅનેબી બોજ જાઅહાય બોરહો કોઅયો.
13 બાકી જોવે થેસ્સાલોનિક શેહેરા યહૂદી લોક જાંઆય ગીયા કા પાઉલ બિરીયા શેહેરામાયબી પોરમેહેરા વચન આખહે, તે તાં બી યેયન લોકહાન ઉસરાવાં એને ભરમાવા લાગ્યા. 14 તોવે વિસ્વાસ્યાહાય પાઉલાલ તારાતુજ દોવાડી દેનો કા દોરિયા મેરે જાતો રોય, બાકી સિલાસ એને તિમોથી બિરીયામાયજ રોય ગીયા.
15 ચ્યા લોક જ્યા પાઉલાલ લેય જાય રીઅલા આતા ચ્યા હાતે એથેન્સ શેહેરા લોગુ ગીયા, એને પાઉલા યે આગનાયે હાતે ચ્યા બિરીયા ફિરી ગીયા કા સિલાસ એને તિમોથીલ જલદી ચ્યાપાય દોવાડી દેય.
એથેન્સ શેહેરામાય પાઉલ
16 જોવે પાઉલ એથેન્સ શેહેરામાય ચ્યાહા વાટ જોવતો આતો, તોવે શેહેરાલ મુર્તિહીથી બોઆલા દેખીન ચ્યા આત્મામાય બોજ દુઃખી જાયો. 17 યાહાટી તો સોબાયે ઠિકાણામાય યહૂદીયા એને પોરમેહેરા બિક રાખનારા ગેર યહૂદી લોકહાન એને બાજારામાય જ્યા લોક મિળતા આતા, ચ્યાહા હાતે દિનેરોજ બોલા-બોલી કોઅયા કોઅતો આતો.
18 તોવે ચ્યા પુંજારા જ્યા ઈપિકુરી એને સ્તોઈકી કોય જાંઅતાહા ચ્ચા હિકાડનારા માસ્તાર ગોણવામાય યેત ચ્યાહામાઅને કોલહાક ચ્યા હાતે બોલા લાગ્યા, એને કોલહાક લોકહાય આખ્યાં, “ઓ બકવાસ્યો કાય આખા માગહે?” બાકી બીજહાંય આખ્યાં, “તો પારકા દેવતાહા પ્રચાર કોઅનારો માલુમ પોડહે,” ચ્યાહાય ઈ યાહાટી આખ્યાં કાહાકા તો ઈસુવા એને ચ્યા મોઅલા માઅને પાછા જીવી ઉઠના બારામાય હારી ખોબાર વોનાડતો આતો.
19 તોવે ચ્યા ચ્યાલ ચ્યાહાજ આરે અરિયુપગુસ નાંવા સોબાયે ઠિકાણે લેય ગીયા એને પુછ્યાં, “કાય આમા જાંઆય હોકજેહે, કા ઓ નોવો સંદેશ જો તું વોનાડતોહો, કાય હેય? 20 કાહાકા તું નોવાયે વાતો આમહાન વોનાડતોહો, યાહાટી આમા જાંઅરા માગતાહા કા યા મોતલાબ કાય હેય?” 21 (યાહાટી કા બોદા એથેન્સમાંય રોનારા એને પારદેશી જ્યેં તાં રોતે આતેં ચ્યાહાન ચ્યાહા બોદો સમય નવી-નવી વાતો આખના એને વોનાયા હાટી વિતાવના પોસંદ હેય.)
અરિયુપગુસા માય પાઉલા સંદેશ
22 તોવે પાઉલે અરિયુપગુસ નાંવા યોક સોબાયે ઠિકાણા વોચમાય ઉબો રોયન આખ્યાં, ઓ એથેન્સના લોકહાય, આંય એઅતાહાવ કા તુમા બોદયે વાતહેમાય દેવતાહાલ વોદારે માનનારે હેતેં. 23 કાહાકા આંય ફિઅત્યે વેળે તુમહે પૂજા કોઅના વાનાહાલ આંય એઅતો આતો, તોવે માયે યોક ઓહડી વેદિબી દેખી, જ્યેવોય લોખલાં આતા, ઓજાણ્યા દેવાહાટી, યાહાટી જ્યા તુમા જાંઅયા વોગાર આરાધના કોઅતાહા, આંય તુમહાન ચ્યા બારામાય હારી ખોબાર આખતાહાવ.
24 જ્યા પોરમેહેરાય દોરતી એને ચ્યેવોયને બોદયે વસ્તુહુલ બોનાડયાહા, તો હોરગ્યા એને દોરત્યે માલિક ઓઇન આથેકોય બોનાવલા મંદિરામાય નાંય રોય. 25 નાંય કાદીબી વસ્તુહુ ગોરજેહાટી ચ્યાલ માઅહા મોદાતે ચ્યાલ ગોરાજ નાંય હેય, કાહાકા તો પોતેજ બોદહાલ જીવન એને શ્વાછ એને બોદાંજ કાય દેહે.
26 ચ્યાય યોકુજ માઅહાથી માઅહા બોદી જાત્યો બોદયે દોરત્યેવોય રાંહાટી બોનાડીહી, એને ચ્યા ઠરાવલા સમય એને રોઅના હોદ યાહાટી બાંદહી, 27 પોરમેહેરે એહેકેન યાહાટી કોઅયા કા લોક ચ્યાલ હોદે, એને બોની હોકે ચ્યા ચ્યાપાય પોઅચી હોકે, એને તેરુંબી તો આમહે માઅને કાદાથી દુર નાંય હેય.
28 કાહાકા આમા ચ્યામાય જીવતા રોતહા, એને ચાલતાહા-ફિરતાહા, એને ચ્યામાય મજબુત રોજહે. ઠીક તેહેકોયજ જેહેકોય તુમહે કોલાહાક કવી લોકહાયબી આખ્યાહા, “આમા તે ચ્યાજ કુળા બી હેજે.” 29 કાહાકા આમા પોરમેહેરા પોહેં હેજે યાહાટી આમહાન ઈ કોયદિહી વિચાર નાંય કોઅરા જોજે કા પોરમેહેર, હોના કા ચાંદ્યે કા દોગાડા હારકો હેય, જીં માઅહા આથાકોય એને વિચારાહાકોયન બોનાડયાહા.
30 આમી લોગુ પોરમેહેરે લોકહા અજ્ઞાનતાના સમાયાવોય દિયાન નાંય દેના, બાકી આમી બોદે જાગે બોદાજ માઅહાલ પાપ કોઅના બંદ કોઅના આગના દેહે. 31 કાહાકા ચ્યાય યોક દિહી નોક્કી ઠોરવ્યોહો, ચ્યામાય તો આખા દુનિયા ન્યાય કોઅરી, પોરમેહેરે ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો ઉઠાડીન બોદા લોકહાન યે વાતે સાબિતી દેય દેનહી.
32 મોઅલા માઅને પાછા જીવી ઉઠના વાત હાંબળીન કોલાહાક તે મશ્કરી કોઅરા લાગ્યા, એને બીજહાંય આખ્યાં, “ઈ વાત આમા તોપાઅને પાછા કોવેતેબી વોનાયુહું.” 33 યાવોય પાઉલ ચ્યાહા વોચમાઅને નિંગી ગીયો. 34 બાકી કોલાહાક લોક ચ્યાઆરે મિળી ગીયા, એને ચ્યાહાય બોરહો કોઅયો, જ્યામાય દિયુનુસીયુસ જો અરિયુપગુસા સભ્ય આતો, એને દમરિસ નાંવા યોક થેએ આતી, એને ચ્યાઆરે બીજાબી કોલહાક લોક આતા.