16
પાઉલ એને તિમોથી
પાછા પાઉલ એને સિલાસ દિરબે એને લુસ્ત્રા શેહેરામાયબી ગીયા, એને ચ્યા તિમોથી નાંવા યોક શિષ્ય આતો, ચ્યા આયહો યહૂદી વિસ્વાસી આતી, બાકી ચ્યા આબહો ગેર યહૂદી યુનાન દેશા રોનારો આતો. તે લુસ્ત્રા એને ઈકુનિયામ શેહેરાહા વિસ્વાસીયાહા માય ચ્યા સાક્ષી હારી આતી. પાઉલા ઇચ્છા આતી કા તો ચ્યાઆરે જાય, એને જ્યા ગેર યહૂદી લોક ચ્યા જાગામાય આતા ચ્યાહા લીદે ચ્યાલ લેયને ચ્યા સુન્નત કોઅયી, કાહાકા ચ્યે બોદે જાંઅતે આતેં, ચ્યાહા આબહો યુનાન દેશા રોનારો આતો.
પાઉલ એને ચ્યા હાંગાત્યા શેહેર-શેહેર જાતા ચ્યે વિદ્યેહેન જ્યો યેરૂસાલેમ શેહેરમાય પ્રેષિત એને વડીલાહાય ઠોરાવલી આતી, માનાહાટી વિસ્વાસ્યાહાન પોઅચાડવામાય જાતે આતેં.
યેજપરમાણે મંડળ્યો બોરહામાય મજબુત ઓઅત્યો ગીયો એને સંખ્યામાય રોજદીને વોદત્યો ગીયો.
પાઉલા દર્શન
એને પાઉલ, સિલાસ એને તિમોથી ચ્યા ફ્રુગીયા એને ગલાતીયા વિસ્તારામાઅને રોયન ગીયા, કાહાકા પવિત્ર આત્માય ચ્યાહાન આસિયા વિસ્તારામાય વચન પ્રચાર કોઅના મોનાય કોઅયી. એને ચ્યાહાય મુસીયા વિસ્તારા પાહી પોઅચીન, બિથુનિયા વિસ્તારામાય જાયના વિચાર્યા, બાકી ઈસુ આત્માય ચ્યાહાન જાં નાંય દેના. પાછે ચ્યા મુસીયા વિસ્તારામાઅને ઓઇન ત્રોઆસ શેહેરામાય યેના.
તાં પાઉલે રાતી યોક દર્શન એઅયા કા યોક મોકોદુનિયા વિસ્તારામાય રોનારા યોક માઅહું ઉબા આતા, એને તો ચ્યાલ વિનાંતી કોઇન આખહે કા, “દોરિયા ચ્યે કાની ઉતીન મોકોદુનિયા માય યે, એને આમે મોદાત કોઓ.” 10 ચ્યા ઈ દર્શન દેખીન આમહાય તારાતુજ મોકોદુનિયા વિસ્તારામાય જાઅના વિચાર્યા, ઈ હોમજીન કા પોરમેહેરાય આમહાન ચ્યાહાન હારી ખોબારે સંદેશ દાંહાટી હાદ્યાહા.
11 યાહાટી ત્રોઆસ શેહેરામાઅને જાહાજા માય બોહીન આમા હિદા સુમાત્રા બેટવોય એને બીજે દિહી નિયાપુલિસ શેહેરામાય યેના. 12 તાઅને આમા ફિલિપ્પી શેહેરામાય પોઅચ્યા, જીં મોકોદુનિયા વિસ્તાર માઅને શેહેર, એને રોમ્યાહા વોહતી હેય, એને આમા ચ્યા શેહેરામાય કોલહાક દિહીહુદુ રિયા. 13 આરામા દિહે આમા શેહેરા ફાટકે બારે નોયે મેરે ઈ હોમજીન ગીયા કા તાં યહૂદીયાહા પ્રાર્થના કોઅના જાગો ઓરી, એને બોહીન ચ્યે થેઅયેહેઆરે જ્યો યકઠયો જાયલ્યો આત્યો, વાતો કોઅરા લાગ્યા.
યુરોપા પેલ્લી બોરહાવાળી
14 એને લુદીયા નાંવા થુવાતીર શેહેરા જાંબળા રોંગા ડોગલેં વેચનારી યોક પોરમેહેરા આરાધના કોઅનારી થેએ વોનાય રીયલી આતી, એને પ્રભુય ચ્યે મોન ખુલ્યા, કા પાઉલા વાતેહેવોય ધ્યાન દેય. 15 એને જોવે ચ્યેય ચ્યે કુટુંબ હાતે બાપતિસ્મા લેદા, તોવે ચ્યેય વિનાંતી કોઅયી, “જો તું માન પ્રભુવા વિસ્વાસીની હોમાજતોહો, તે ચાલીન મા ગોઆમાય રા,” એને તી આમહાન માનાડી લેય ગીયી.
બુતા પાઅને છુટકો
16 જોવે આમા પ્રાર્થના કોઅના જાગાવોય જાય રીઅલે આતેં, તોવે આમહાન યોક દાસી મિળી, જ્યેમાય યોક ઓહડો બુત આતો, ચ્યા મોદાતકોય તી ભવિષ્ય પ્રગટ કોઅઇ દેતી આતી, એને તી ભવિષ્ય પ્રગટ કોઅવાથી ચ્યે માલિકાહા હાટી ઘોણા કાય કામાવી લેય યા આતી. 17 તી પાઉલા એને આમહે પાહલા યેઇન બોંબલા લાગી, “યે માઅહે પરમપ્રધાન પોરમેહેરા દાસ હેય, જ્યા તુમાહાલ તારણા વાટ દેખાડતાહા.” 18 તી બોજ દિહી લોગુ એહકોયજ કોઅતી રિયી, બાકી પાઉલ હેરાન જાયો, એને ફિરીન ચ્યા બુતાલ આખ્યાં, “આંય તુલ ઈસુ ખ્રિસ્તા નાંવા કોઅઇ આગના દેતહાવ, કા ચ્યેમાઅને નિંગી જો એને તી ચ્યેજ ગેડી નિંગી ગીયા.”
19 જોવે ચ્યે માલિકાહાય દેખ્યા, કા આમહે કામાણ્યે આશા જાતી રીયહી, તોવે પાઉલાલ એને સિલાસાલ દોઇન ચોકામાય પ્રધાનાહા પાય ખેચી લી ગીયે. 20 એને ચ્યાહાન ન્યાય કોઅનારા ઓદિકાર્યાહા પાય લી જાયને આખ્યાં, “યે માઅહે જ્યેં યહૂદી હેય, આમહે શેહેરામાય બોજ ગરબડ કોઅઇ રીયહે. 21 એને ઓહડયો રીત્યો આખી રીયહે, જ્યાહાલ ગ્રહણ કોઅના કા માનના આમા રોમી નાગરીકાહા હાટી ઠીક નાંય હેય.”
પાઉલ એને સિલાસ જેલેમાય
22 તોવે ટોળા લોક પાઉલ એને સિલાસા વિરુદમાય યોકઠા ઓઇન ચ્યાહાપાય યેના, એને ન્યાય કોઅનારા ઓદિકારી લોકહાય ચ્યાહા ડોગલેં ફાડીન કાડી ટાક્યેં, એને ચ્યાહાન ફટકાથી ઠોકના આગના દેની. 23 એને બોજ ફટકાથી ઠોકીન ચ્યાહાય ચ્યાહાન જેલેમાય કોંડી દેના એને દ્વારપાલાલ આગના દેની કા ચ્યાહાવોય નોજાર રાખે. 24 ચ્યાય ઓહડી આગના વોનાયને ચ્યાહાન માજેને ખોલ્યેમાય રાખ્યાં એને ચ્યાહા પાગહાલ લાકડા બેડયેહે માય બાંદી દેના.
પાઉલા એને સિલાસા જેલેમાઅને છુટકો
25 આરદી રાતી લગભગ પાઉલ એને સિલાસ પ્રાર્થના કોઅતા પોરમેહેરા સ્તુતિ ગીતે આખતા આતા, એને જેલ્યા ચ્યાહા વોનાય રીયલા આતા. 26 કા ઓલહામાય યોકદાજ યોક મોઠો દોરતીકંપ જાયો, ઓલે હુદુ કા જેલે પાયો બી આલી ગીયો, એને તારાત બોદા દરવાજા ખુલી ગીયા, એને બોદહા બંધન ખુલી ગીયે.
27 એને દ્વારપાળ જાગી ઉઠયો, એને જેલે દરવાજા ખુલ્લાં દેખીન હોમજ્યો કા જેલ્યા નાહી ગીયા, તોવે ચ્યાય પોતે તારવાય લેઈને પોતાનાલ માઆઇ ટાકના વિચાર્યા. 28 બાકી પાઉલે ઉચા આવાજા કોય બોંબલીન આખ્યાં, “પોતે પોતાલ કાય નુકસાન નાંય કોઅના, કાહાકા આમા બોદા ઈહીંજ હેજે.”
29 તોવે તો દિવો માગીન માજે દાંહાદી ગીયો, એને કાપતોજ પાઉલ એને સિલાસા આગલા પોડયો.
દ્વારપાળા રુદયા બોદલાણ
30 એને ચ્યાહાન બારે લેય યેયન આખ્યાં, “ઓ સાયબાહાય, તારણાહાટી આંય કાય કોઉ?” 31 ચ્યાહાય આખ્યાં, “પ્રભુ ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઓ, તોવે તું એને તો ગોર્યાહા તારણ ઓઅરી.”
32 એને ચ્યાહાય ચ્યાલ એને ચ્યા બોદા ગોઅને લોકહાન પ્રભુ વચન વોનાડયા. 33 એને રાતી ચ્યેજ ગેડી ચ્યે ચ્યાહાન ગોઓ લેય જાયને ચ્યાહા જ્યા ઘાવ આતા ચ્યા દોવ્યા, એને ચ્યાય પોતાના બોદા ગોર્યાહા હાતે તારાત બાપતિસ્મા લેદા. 34 એને ચ્યાય ચ્યાહાન પોતાના ગોઆમાય લેય જાયન, ચ્યાહાન ખાઅના ખાવાડ્યા, એને બોદા ગોર્યાહા આરે પોરમેહેરાવોય બોરહો કોઇન બોજ આનંદ કોઅયો.
35 બિજો દિહી જાયો તોવે ન્યાય કોઅનારા ઓદિકાર્યાહાય જેલે સીપાડાલ આખી દોવાડયા કા ચ્યા માઅહાલ છોડી દા. 36 દ્વારપાળે યો વાતો પાઉલાલ આખી દેખાડયો, “ન્યાય કોઅનારા ઓદિકાર્યાહાય તુમહાન છોડી દેયના આગના દોવાડી દેનલી હેય, યાહાટી આમી નિંગીન શાંતિથી જાતા રા.”
37 બાકી પાઉલે ચ્યાહાન આખ્યાં, “ચ્યાહાય આમહાન જ્યા રોમ દેશા રોનારે માઅહે હેય, દોષી ઠોરાવ્યા વોગાર લોકહા હામ્મે ઠોક્યાં એને જેલેમાય ટાક્યા, આમી કાય આમહાન દોબીન દોવાડી રીયહે? એહેકોય નાંય, બાકી ચ્યા પોતે યેયન આમહાન બારે લેય જાય.” 38 સીપાડાહાય યો વાતો ન્યાય કોઅનારા ઓદિકાર્યાહાન આખી દેન્યો, એને ચ્યા ઈ વોનાઈન કા પાઉલ એને સિલાસ રોમ દેશા રોનારા હેતા, બિઇ ગીયા, 39 એને યેયન ચ્યાહાય ચ્યાહાપાય માફી માગી, એને બારે લી જાયના વિનાંતી કોઅયી, કા શેહેરામાઅને જાતા રા.
40 પાઉલ એને સિલાસ જેલેમાઅને નિંગીન લુદીયા ગોઓ ગીયા, એને વિસ્વાસ્યાહાલ મિળીન ચ્યાહાન ઉત્તેજન દેયને તાઅને જાતા રિયા.