19
એફેસમાય પાઉલ
જોવે અપુલ્લોસ કરિંથ શેહેરામાય આતો, તોવે પાઉલ આંદારન્યા વિસ્તારામાઅને મુસાફીરી કોઇન એફેસુસ શેહેરામાય યેનો, એને તાં કોલહાક શિષ્યહાન મિળ્યો. ચ્યાય આખ્યાં, “કાય તુમહાય બોરહો કોઅયો તોવે પવિત્ર આત્મા મિળ્યાં?” ચ્યાહાય ચ્યાલ આખ્યાં કા, “આમહાય તે પવિત્ર આત્મા બારામાય વાત બી નાંય વોનાયાહા.”
પાઉલે ચ્યાહાન આખ્યાં, “તે પાછે તુમહાય કોઅયેહે રીત્યેકોય બાપતિસ્મા લેદા?” ચ્યાહાય આખ્યાં, “આમહાય તી બાપતિસ્મા લેદા જીં યોહાન દેતો આતો.” પાઉલે આખ્યાં, “યોહાને ચ્યા લોકહાન બાપતિસ્મા દેના જ્યાહાય પાપ કોઅના બંદ કોઅય દેના એને પોરમેહેરાએછે ફિર્યા, બાકી ચ્યાય ઈસરાયેલ લોકહાન આખ્યાં કા ચ્યા ઈસુવોય બોરહો કોએ જો ચ્યા પાછે યેનારો હેય, જો ખ્રિસ્ત હેય.”
ઈ વોનાયને ચ્યાહાય પ્રભુ ઈસુવા નાવામાય બાપતિસ્મા લેદા. એને જોવે પાઉલે ચ્યાહાવોય આથ થોવ્યા, તોવે ચ્યાહાન પવિત્ર આત્મા મિળ્યાં, એને ચ્યા આલાગ-આલાગ ભાષા બોલા એને ભવિષ્યવાણી કોઅરા લાગ્યા. ચ્યા બોદા બારા માટડા આતા.
એને તોવે પાઉલ સોબાયે ઠિકાણામાય જાયને તીન મોયના લોગુ બિઅયા વોગાર બોલતો રિયો, એને પોરમેહેરા રાજ્યા બારામાય બોલા-બોલી કોઅતો એને હુમજાડતો રિયો.
બાકી કોલહાક લોકહાય કોઠાણ મોના ઓઇન બોરહો કોઅના નાકાર કોઅઇ દેના, બાકી લોકહા હામ્મે પ્રભુવા વાટે બારામાય ખારાબ આખા લાગ્યા, તોવે ચ્યાય ચ્યાહાલ તાંજ છોડીન શિષ્યાહાન આલાગ કોઅઇ લેદા, એને દિનેરોજ તુરેન્નુસ શાળેમાય હિકાડયાં કોઅતો આતો. 10 બેન વોરહા હુદુ ઈંજ ઓઅતા રોયા, ઓલે હુદુ કા આસિયા વિસ્તારામાય રોનારા કાય યહૂદી, કાય ગેર યહૂદી બોદહાય પ્રભુ વચન વોનાય લેદા.
એફેસમાય સામર્થ્યા નોવાયે કામે
11 એને પોરમેહેર પાઉલા દ્વારા સામર્થ્યા ગોત્યેવાળે કામે દેખાડતો આતો. 12 ઓલે લોગુ કા રુંબાળ એને ફાડકો ચ્યાહા આંગાલ લાવીન બીમાર્યાહાવોય ટાકતા આતા, એને ચ્ચે ચ્યાહા બીમાર્યેહેથી હારાં ઓઅઇ જાતે આતેં, એને બુતડે નિંગી જાયા કોઅતે આતેં.
13 બાકી કોલહાક યહૂદી જ્યા બુતડે કાડતા ફિરતા આતા, ચ્યા ઈ કોઅરા લાગ્યા કા જ્યાહામાય બુતડે રોતે આતેં ચ્યાહાન પ્રભુ ઈસુવા નાવાકોય ઈ આખીન કાડા લાગ્યા, “જ્યા ઈસુવા પ્રચાર પાઉલ કોઅહે, આમા તુમહાન બારે યા આગના દેજહે.” 14 એને સ્કેવા નાંવા યોક યહૂદી મુખ્ય યાજકા હાંત પોહા આતા, ચ્યાબી એહેકોયન કોઅતા આતા.
15 યોક દિહી બુતે ચ્યાહાલ આખ્યાં, “ઈસુવાલ આંય જાંઅતાહાંવ, એને પાઉલાલબી વોળખુહુ, બાકી તુમા કું હેતાં?” 16 એને ચ્યે માઅહે જ્યામાય બુત આતો, ચ્યાહાવોય તૂટી પોડીન, એને ચ્યાહાન કોબજામાય લેયને, ચ્યાહાલ ઓહડો માર દેનો કા ચ્યા નાગા એને ઘાયાલ ઓઇન ચ્યા ગોઆમાઅને દાહુદતા નિંગી નાઠા. 17 એને ઈ વાત એફેસુસ શેહેરામાય રોનારા યહૂદી એને ગેર યહૂદી બી બોદા જાંઆઈ ગીયા, એને ચ્યા બોદહાવોય બિક બોઆય ગીયી, એને પ્રભુ ઈસુવા નાંવા મહિમા કોઅયી.
18 એને ચ્યાહાય બોરહો રાખ્યેલ, ચ્યાહામાઅને બોજ લોકહાય યેઇન પોતપોતાના ખારાબ કામાંહાલ ખુલ્લી રીતે માની લેદા. 19 એને મેલી વિદ્યા કોઅનારાહા માઅને બોજ જાઅહાય પોતપોતાના ચોપડેં યોકઠે કોઇન બોદહા હામ્મે બાળી ટાક્યેં, એને જોવે ચ્યાહા ઇસાબ કોઅયો તે પચહા ઓજાર ચાંદ્યે સિક્કાહા (૧ ચાંદ્યે સિક્કો એટલે યોક દિહા કાંબારાં) બોરાબર નિંગ્યા. 20 યેજપરમાણે પ્રભુ વચના સામર્થ્યા થી ફેલાતા ગીયા એને મજબુત ઓઅતા ગીયા.
21 જોવે યો વાતો ઓઅઇ ચુક્યો તોવે પાઉલે મોકોદુનિયા એને આખાયા વિસ્તારા વિસ્વાસ્યાહાલ મિળ્યાં પાછે યેરૂસાલેમ શેહેરામાય જાયના નોક્કી કોઅયા, એને આખ્યાં, “તાં જાઅના પાછે માન રોમ શેહેર બી એઅના જરુરી હેય.” 22 યાહાટી આપહે સેવા કોઅનારા માઅને તિમોથી એને એરાસ્તુસાલ મોકોદુનિયા વિસ્તારામાય ચ્યાહાલ આપહે આગલા દોવાડી દેના એને પોતે તાં કોલહાક દિહી આસિયા વિસ્તારા એફેસ શેહેરામાય રોઅઇ ગીયો.
એફેસમાય મુશીબાત
23 ચ્યે સમાયે તાં પ્રભુવા વાટે બારામાય બોજ મોઠી ચળવળ જાયી. 24 તાં દેમેત્રિયસ નાંવા યોક હોનાર્યા અરતીમાસ નાંવા યુનાની દેવી મંદિરા ચાંદ્યે નમુના બોનાડીન એને ચ્યાહાન વેચિન કારીગીરાહાલ બોજ ફાયદો કોઆડતો આતો. 25 દેમેત્રિયસ ચ્યા કારીગીરાહાલ એને ઓહડા કામ કોઅનારા બિજા કારીગીરાહાલબી યોકઠા કોઇન ચ્યાહાન આખ્યાં, “ઓ માઅહાય, તુમા જાંઅતાહા કા યા કામાકોય આમહાન કોલહા પોયહા મિળતાહા. 26 એને તુમા એઅતાહા એને વોનાતાહા કા યોખલા એફેસુસ શેહેરામાયજ નાંય, બાકી આસિયા વિસ્તારા બોદા ગાવાહામાય ઈ આખી-આખીન યા પાઉલે બોજ લોકહાન હોમજાડલાં એને ભરમાવલાં બી હેય, કા જીં આથા કારાગીરી હેય, ચ્યા દેવ નાંય. 27 એને આમી ખાલી યે વાતે બિક નાંય કા આમે યા દોંદા બંદ પોડી, ઈ કા મોઠી દેવી અરતીમાસ મંદિર નોકામ્યો ગોણવામાય યી, એને જ્યેં દેવી ભક્તિ બોદા આસિયા વિસ્તારામાય એને આખા દુનિયા ભક્તિ કોઅહે ચ્યા મહત્વ બી જાતો રોય.”
28 બોદા કારાગીર ઈ વોનાઈન ગુસ્સાથી બોરાય ગીયા, એને બોંબલી-બોંબલી આખા લાગ્યા, “એફેસીયાહા અરતીમાસ દેવી, મહાન હેય.” 29 એને બોદાજ શેઅરામાંય મોઠો ધાંદલ મચી ગીયો, એને લોકહાય ગયુસ એને અરિસ્તર્ખુસ, મોકોદુનિયા નિવાસી એને જ્યા પાઉલુસા આર્યા મુસાફરી આતા, દોઅઇ લેય યેના, એને યોકહાતે ઓઇન રંગશાળેમાય દાંહાદી ગીયા.
30 જોવે પાઉલ બી રંગશાળેમાય આંદાર જાયને લોકહા હાતે વાત કોઅરા માગતો આતો, બાકી શિષ્યહાય ચ્યાલ જાં નાંય દેનો.
31 આસિયા ઓદિકાર્યાહા માઅને બી ચ્યા કોલહાક દોસ્તારાહાય ચ્યાપાય આખી દોવાડયા એને વિનાંતી કોઅયી, કા ચ્યાલ રંગશાળેમાય આંદાર જાયને પોતાનો જીવ મુશીબાતે માય નાંય ટાકાં જોજે.
32 રંગશાળેમાય આંદાર, બોદા લોક બોંબલી રીયલા આતા, કાદો યોક વસ્તુ એને કાદા કાય એને બોદાજ કાય ગરબડ આતા, એને બો બોદા લોક તે ઈ જાંઅતાબી નાંય આતા કા ચ્યે કાહા યોકઠે ઓઅયેહે.
33 તોવે ગીરદ્યેમાઅને કોલહાક યહૂદી લોકહાય સિકાંદરાલ ગીરદ્યે હામ્મે ડેકલી દેના, ગીરદ્યેમાઅને આગલા વોદાડયો, એને સિકંદરાય લોકહાન ઠાવકા રાંહાટી આથા ઈશારો કોઅયો એને હોમજાડના કોશિશ કોઅયી કા કાય ઓઅઇ રીયલા આતા.
34 બાકી જોવે ચ્યાહાન ખોબાર પોડી કા તો યહૂદી હેય, (યહૂદી લોક ખ્રિસ્તા લોકહા હારકા મુર્તિપુજા નાંય કોએત), તે બોદા ને બોદા યોકે આવાજથી કાદો બેન કોલાક લોગુ બોંબાલતા રિયા, “એફેસીયાહા અરતીમાસ દેવી, મહાન હેય.”
35 તોવે શેહેરા, મોંતર્યાય લોકહાન ઠાવકા રાખીન આખ્યાં, “ઓ એફેસમાય રોનારા લોકહાય, બોદા જાંઅતાહા કા એફેસ શેહેરા લોક મહાન દેવી અરતીમાસ મંદિરા દેખભાલ કોઅઇ રીયાહા, એને તી મુર્તિ આકાશ માઅને પોડલી આતી.
36 આમી જોવેકા યે વાતહે નાકારબી નાંય ઓઈ હોકે, તે ઠીક હેય, કા તુમા ઠાવકા રા, એને વોગાર હોમજી-વિચારી કાયજ મા કોઅતા. 37 કાહાકા તુમા યા માઅહાલ લેય યેનાહા, જ્યા નાંય મંદિરાલ લૂટનારા હેય, એને નાંય આમહે દેવી નિંદા કોઅનારા હેય.
38 યાહાટી દેમેત્રિયસ એને ચ્યા હાંગાત્યા કારીગીરાહાલ કાદાહાતે જગડો ઓરીતે, ચ્યા કોચર્યેમાય જાય હોકતાહા, એને ચ્યાહા ન્યાય કોઅરાહાટી ન્યાય કોઅનારા ઓદિકારીબી હેતા, તાં ચ્યા લોક યોકબીજાવોય ગુનો લાવી હોકતાહા. 39 બાકી તુમા કાય બીજી વાતે બારામાય પુછા કોઅતાહા, તે નોક્કી પંચ લોકહા સોબાયેમાય નિર્ણય કોઅવામાય યી. 40 કાહાકા માન બિક હેય કા રોમ સરકારથી દંગો સુરુ કોઅના દોષ લાવલો જાઅના મુશીબાતે માય હેય, યાહાટી કા યા કાય કારણ નાંય, આમી આમા યે ગીરદ્યે યોકઠા ઓઅના કાયજ જાવાબ નાંય દેય હોકહુ.” 41 એને ઈ આખીન ચ્ચાય સોબાયેલ દોવાડી દેના.