20
મોકોદુનિયા, યુનાન એને ત્રોઆસમાય પાઉલ
1 જોવે દામાલ બોંદ ઓઈ ગીયો તે પાઉલે શિષ્યાહાન હાદિન ચ્યાહાન ઈંમાત દેની એને ચ્યાહા ઇહિને રજા લેયને મોકોદુનિયા વિસ્તારા એછે ચાલ પોડયો. 2 ચ્ચા બોદા વિસ્તારામાઅને ઓઇન એને શિષ્યાહાન બોજ ઈંમાત દેયન તો યુનાન વિસ્તારમાય યેનો. 3 જોવે તીન મોયના રોયન તો તાઅને જાહાજેમાય બોહીન સિરીયા વિસ્તારા એછે જાં આતો, તોવે ચ્યાય ઈ વોનાયને કા કોલહાક યહૂદી આગેવાન ચ્ચાલ જાહાજેમાય માઆઇ ટાકાં યોજના કોય રીયહા એને યાહાટી ચ્ચાય મોકોદુનિયા વિસ્તારામાઅને ઓઇન સિરીયા વિસ્તારામાય જાઅના નોક્કી કોઅયા.
4 યે મુસાફિર્યેમાય બીરીયામાય રોનારો પિરહુસા પોહો સોપાત્રુસ એને થેસ્સાલોનિક શેહેરામાઅને અરિસ્તર્ખુસ એને સીકુંદસ એને દિરબે શેહેરા ગાયુસ, એને લુસ્રા શેહેરા તિમોથી એને આસિયા વિસ્તાર તુખિકુસ એને ત્રોફિમુસ, ચ્યા બોદા આમહે આરે મુસાફીર આતા, જ્યા આસિયા વિસ્તારહુદુ આમહેહાતે યેના. 5 એને યા હાંગાત્યા આમહે થી આગલા જાતા રિયા એને ત્રોઆસ શેહેરામાય પોઅચીન આમહે વાટ જોવતા રિયા. 6 બાકી આમા બેની ખમીરા બાખ્યે સણ પાછે ફિલિપ્પી શેહેરાથી જાહાજેમાય બોહીન પાચ દિહાહામાય ત્રોઆસમાય ચ્યાહાપાય પોઅચ્યા, એને હાંત દિહીહુદુ તાં રિયા.
યુતુખુસાલ જીવતા કોઅના
7 આઠવાડ્યા પેલ્લે દિહી જોવે આમા પ્રભુ ભોજહાટી બેગા જાયલા, તોવે પાઉલ ચ્યાહાઆરે વાતો કોઅરા લાગ્યો જો બીજે દિહી જાતો રોનારો આતો, ચ્યાહા હાતે વાતો કોઅયો, એને આરદી રાતહુદુ સંદેશ દેતો રિયો. 8 જ્યેં માળાંડયેવોય આમા બેગા જાઅલા આતા, ચ્યામાય બોજ દિવા હોલગી રીઅલા આતા.
9 એને યુતુખુસ નાંવા યોક જુવાન બાર્યેવોય બોઠલો આતો, એને જોવે પાઉલ મોડેહુદુ સંદેશ દેતો રિયો તે તો નિંદેલીદે ડોલવાથી તીજા માળા ઉપને ટુટી પોડયો, એને મોઅઇ ગીયો. 10 બાકી પાઉલ નિચે ગીયો એને ચ્યાપાય જાયને ચ્યાલ આથામાય લેયને, એને ગોળે લાગીન આખ્યાં, “ગાબરાયાહા મા, કાહાકા તો આજુબી જીવતો હેય.”
11 એને પાઉલ પાછો ઉચે ગીયો એને ચ્યાહાય પાછો પ્રભુભોજ લેદો, એને પ્રભુભોજ લેદા પાછે ચ્ચા દિહી નિંગ્યા લોગુ વાતો કોઅતા રિયા, ચ્ચા પાછે પાઉલ તાઅને જાતો રિયો.
12 એને ચ્ચા, ચ્ચા જુવાનાલ જીવતો લેય ગીયા, એને બોજ આનંદિત ઓઅયા.
ત્રોઆસ થી મિલેતુસ એછે મુસાફરી
13 પાઉલે અસ્સુસ શેહેરાહાટી દોરતી વોયને મુસાફરી કોઅના નોક્કી કોઅયા, બાકી આમા બાકી લોક જાહાજેમાય બોહીન આગલા જાતા રિયા, એને આમા તાઅને ચ્ચાલ આમહે આરે જાહાજેમાય લેયના નોક્કી કોઅય રીઅલા આતા. 14 જોવે તો અસ્સુસ શેહેરમાય આમહાન મિળ્યો તે આમા ચ્ચાલ આમહે આરે જાહાજેમાય બોહાડીન મિતુલેને શેહેરામાય યેના.
15 તાઅને આમહાય લંગાર છોડયા એને બીજે દિહી ખિયસ બેટા હામ્મે પોઅચ્યા. આમા આગલે દિહી દોરિયો પાર કોઇન તાઅને સામુસ બેટા એને ચ્ચા બીજે દિહી મિલેતુસ બેટાવોય યેના. 16 પાઉલુસાય એફેસુસ શેહેરામાય નાંય ઉતના નક્કી કોઅયા કાહાકા તાં આસિયા વિસ્તારમાય એને બોજ સમય નાંય રાંહાટી માગે, જોવે ઓઅય હોકે, તે તાં પાસ્કા સણા દિહી યેરૂસાલેમ શેહેરામાય રોય.
એફેસી વડીલાહાન સંદેશ
17 એને જોવે આમા મિલેતુસ શેહેરામાય ઉત્યા, તોવે પાઉલે એફેસુસ શેહેરા મંડળ્યે વડીલાહાન નિરોપ દોવાડીન ચ્યાપાય હાદ્યા. 18 જોવે ચ્યા ચ્યાપાય યેના, તોવે ચ્યે ચ્યાહાન આખ્યાં.
“તુમા જાંઅતાહા, કા પેલ્લે દિહેથી જોવે આંય આસિયા વિસ્તારામાય પોઅચ્યો આજે હુદુ, આંય તુમહેઆરે કેહેકેન રિયો. 19 એટલે બોજ નમ્રતા થી, એને આહવેં પાડી-પાડી ને, એને ચ્યે પરીક્ષાયેહેમાય જીં યહૂદીયાહા ખારાબ યોજના જીં માયેવોય યેય પોડ્યા, આંય પ્રભુવા સેવા કોઅતોજ રિયો. 20 એને જ્યો-જ્યો વાતો તુમહે ફાયદા આત્યો, ચ્યેહેન આખા એને લોકહા હામ્મે એને ગોઅહે-ગોઅહે હિકાડાંહાટી કોવેજ નાંય બિઅયો. 21 બાકી યહૂદી એને ગેર યહૂદીયાહામાય ચેતાવણી દેતો રિયો, કા પાપ કોઅના બોંદ કોઇન પોરમેહેરાએછે ફિરે એને આમહે પ્રભુ ઈસુવોય બોરહો કોએ.
22 એને આમી આંય, પવિત્ર આત્મા આગનામાય યેરૂસાલેમ શેહેરમાય જાતહાવ, એને નાંય જાંઉ, કા તાં મા આરે કાય-કાય ઓઅરી. 23 કેવળ ઈંજ કા પવિત્ર આત્મા બોદા શેહેરમાય સાક્ષી દેય-દેયને માન આખહે કા બંધન એને સંકટ માંહાટી તિયાર હેય. 24 બાકી આંય પોતાના જીવાલ કાયજ નાંય હોમજુ કા ચ્ચાલ પ્રિય જાઅઉ, બાકી ઈ કા આંય પોતાના દાંહુદના એને તી સેવા પુરી કોઉ, જી માન પોરમેહેરા સદા મોયા હારી ખોબારેવોય સાક્ષી દાંહાટી પ્રભુ ઈસુથી મીળહી.
25 એને આમી આંય જાંઅતાહાંવ કા તુમા બોદા જ્યાહામાય પોરમેહેરા રાજ્યા હારી ખોબાર આખતો ફિર્યો, તુમા માન પાછો નાંય એઅહા. 26 યાહાટી તુમહાન આંય આજ્યા દિહી સાક્ષી દેયને આખતાહાવ, કા જોવે તુમહામાઅને કાદોબી ઈસુવોય બોરહો થોવ્યા વોગાર મોઅઇ જાહે તે ઈ મા જાવાબદારી નાંય હેય. 27 કાહાકા માયે તુમહાન તી બોદાંજ આખ્યાહા જીં પોરમેહેરા ઇચ્છા હેય કા તુમા જાંએ, માયે કાયજ નાંય દોબાડયાહા. 28 યાહાટી આપહે એને પુરાં ટોળા દેખ-ભાલ કોઆ, જ્યામાય પવિત્ર આત્માય તુમાહાલ અધ્યક્ષ ઠરાવલો હેય કા તુમા પોરમેહેરા મંડળીલ રાખવાળી કોઆ, જ્યેલ ચ્યાય ચ્ચા લોયાકોય વેચાતી લેદલી હેય. 29 આંય જાંઅતાહાંવ કા મા જાયના પાછે તુમહે વોચમાય જુઠા હિકાડનારા યેઅરી એને વિસ્વાસ્યાહાન બોજ નુકસાન પોઅચાડી, ચ્ચે ચ્ચા ફાડી ખાનારા આસાલાહા રોકા ઓઅરી, જ્યેં ગેટાહાન માઆઇ ટાકતેહેં. 30 ઈહીં હુદુ કા તુમહેજ વોચમાઅને પોતાના વિસ્વાસ્યાહા ટોળામાઅને, ઓહડા લોક યેઅરી જ્યા શિષ્યહાન પોતાના પાહાલ લિયાહાટી જુઠા શિક્ષણ દાં લાગી.
31 યાહાટી તુમા જાગતા રા, એને યાદ રાખા કા માયે તીન વોરહે હુદુ રાત દિહી આહવેં પાડી-પાડીન, યોકા-યોકાલ ચેતાવણી દેતો રિયો. 32 આમી આંય તુમહાન પોરમેહેરા એને ચ્યા સદા મોયા વચનાલ હોઅપી દેતહાવ, જીં તુમહાન બોરાહામાંય મજબુત કોય હોકહે, એને પોરમેહેર તુમહાન તાબો દેઅરી જ્યાહાન દેયના વાયદો ચ્ચાય ચ્ચા બોદા લોકહાન કોઅલો હેય, જો ચ્ચા કોયન પવિત્ર કોઅલે ગીઅલે હેય.
33 માયે કાદા હોના ચાંદી, કા ડોગલાં લાલચ નાંય કોઅયા. 34 તુમા પોતે જાંઅતાહા કા યા આથહાય મા એને મા હાંગાત્યાહા બોદ્યો જરુરતો પુરાં કોઅયા. 35 માયે તુમહાન બોદાંજ કોઅય દેખાડયાં, કા યે રીતે મેહનાત કોઅના નોબળાહાન સાંબાળના, એને પ્રભુ ઈસુ વચનાહાલ યાદ રાખના જરુરી હેય, કા ચ્ચેય પોતેજ આખલા હેય, ‘લેયના કોઅતા દેયના ધન્ય હેય’.”
36 ઈ આખીન તો માંડયે પોડયો એને બોદહાઆરે પ્રાર્થના કોઅયી. 37 તોવે ચ્ચા બોદા બોજ રોડતા લાગ્યા એને પાઉલાલ ગોળે લાવીન ચ્યાલ ગુળા દાં લાગ્યા. 38 ચ્યે ચ્ચાલ પાછે કોઇ દિહી નાંય દેખી, યાકોય લોક બોજ વોદારી દુઃખી આતા, પાછે ચ્યાહાય ચ્ચાલ હારિરીતે જાહાજ લોગુ પોઅચાડી દેનો.