25
ફેસ્તુસા હામ્મે
1 તીન દિહયાહા પાછે ફેસ્તુસ રાજ્યપાલા રુપામાય યહૂદી વિસ્તારમાય યેનો, પાછો તો કૈસરીયા શેહેરા એસને યેરૂસાલેમ શેહેરામાય ગીયો. 2 તોવે મુખ્ય યાજકાહાય એને યહૂદી આગેવાન લોકહાય ચ્ચા હામ્મે પાઉલાવોય દોષ થોવ્યો. 3 એને ચ્ચાહાય ફેસ્તુસાલ વિનાંતી કોઇન ઈ વિચાર્યા કા તો પાઉલાલ યેરૂસાલેમ શેહેરામાય હાદાંહાટી કૃપા કોએ, કાહાકા ચ્ચા ચ્ચાલ વાટે માંયજ માઆઇ ટાકાંહાટી ટુંગી રીયલા આતા.
4 ફેસ્તુસાય જાવાબ દેનો, “પાઉલ કૈસરીયા શેહેરા જેલેમાય હેય, એને આંય પોતે માહારી તાં જાહીં.” 5 પાછે આખ્યાં, “તુમહેવોય જ્યા આગેવાન હેતા ચ્યા હાતે ચાલે, એને જો યા માઅહાય કાય જુઠા કામ કોઅયાહાં, તે ચ્ચાવોય દોષ લાવે.”
6 ફેસ્તુસ યેરૂસાલેમ શેહેરામાય આઠ દસ દિહી રોયન તો કૈસરીયા શેહેરમાય ગીયો: એને બીજે દિહી ન્યાયા જાગાવોય બોહીન પાઉલાલ લેય યેઅના આગના દેની. 7 જોવે તો યેનો, તે જ્યા યહૂદી આગેવાન યેરૂસાલેમ શેહેરમાઅને યેનલા આતા, ચ્યાહાય આહી-પાહી ઉબા રોયન ચ્ચાવોય બોજ ગંભીર દોષ દેનો, જ્યા સાબિતી ચ્ચા નાંય દેય હોક્યા. 8 તોવે ફેસ્તુસા બોચાવામાય પાઉલે આખ્યાં, “માયે નાંય તે યહૂદીયાહા નિયમાહા વિરુદ નાંય દેવાળા એને નાંય કૈસરા વિરુદ, કાય ગુનો કોઅયહો.”
9 તોવે ફેસ્તુસાય યહૂદી આગેવાનાહાન ખુશ કોઅના ઇચ્છાથી પાઉલાલ પુછ્યાં, “કાય તું વિચારતોહો કા યેરૂસાલેમ શેહેરામાય જાતા, એને તાં મા હામ્મે તો ઓ ન્યાય નોક્કી કોઅલો જાય?”
પાઉલા કૈસારાલ વિનાંતી કોઅના
10 પાઉલે આખ્યાં, “આંય કૈસરીયા શેહેરા ન્યાયા જાગા હામ્મે ઉબો હેતાંવ, મા ન્યાયા ઓજ નિર્ણય ઓરા જોજે, જેહેકેન તું હારેરીતે જાંઅતોહો, યહૂદીયાહા માયે કાય ગુનો નાંય કોઅયોહો.
11 જો ગુનેગાર હેતાંવ એને માઆઇ ટાકલાં જાય ઓહડા કાય કામ કોઅયાહાં, તે મોઅનાથી નાંય બિયું, બાકી જ્યેં વાતહે યા માયેવોય દોષ લાવતાહા, જો ચ્ચે માઅને કાદી વાત હાચ્ચી નાંય ઠોરે, તો કાદાલ ઓદિકાર નાંય કા ચ્ચા માન યહૂદી લોકહા આથામાય હોઅપે, મા વિનાંતી હેય કા મા ન્યાય પોતે કૈસરાથી કોઅલો જાં જોજે.” 12 તોવે ફેસ્તુસાય મંત્ર્યાહા સોબાયે હાતે વિચાર કોઇન જાવાબ દેનો, “તુયે કૈસરાથી ન્યાય ઓરા જોજે યાહાટી વિનાંતી કોઅયીહી તે તું કૈસરાપાય જાહાય.”
અગ્રીપ્પા હામ્મે પાઉલ
13 કોલહાક દિહી પાછે અગ્રીપ્પા રાજા એને ચ્ચા વાહની બોઅહી બિરનીકેય કૈસરીયા શેહેરામાય યેયન ફેસ્તુસાલ બેટ કોઅઇ. 14 ચ્યાહા બોજ દિહી તાં રોયા પાછે ફેસ્તુસે પાઉલા બારામાય રાજાલ આખ્યાં, “યોક માઅહું હેય, જ્યાલ ફેલિક્સ જેલેમાય છોડી ગીયહો. 15 જોવે આંય યેરૂસાલેમ શેહેરામાય આતો, તે મુખ્ય યાજક એને યહૂદીયાહા આગેવાનાહાય ચ્યાવોય દોષ લાવ્યો એને વિચાર્યા, કા ચ્યાવોય ડોંડ કોઅના આગના દેનલી જાય. 16 બાકી માયે ચ્યાહાન જોવાબ દેનો, કાદા માઅહાલ ડૉડ દાં પેલ્લા, ચ્યાવોય દોષ દેનારાહા હામ્મે ઉબો રોયન ચ્યાવોય લાવલા દોષા જાવાબ દેઅના મોકો મીળે.
17 યાહાટી જોવે યહૂદી આગેવાન મા હાતે ઈહીં કૈસરીયા શેહેરમાય યેના, તે માયે કાય વાઆ નાંય લાવી, બાકી બીજેજ દિહી ન્યાયા જાગાવોય બોહીન, માયે હુકુમ દેનો કા પાઉલાલ આદાલતેમાય લેય યેય. 18 જોવે ચ્યા ફીરાદીવાળા ઉબા જાયા, તે ચ્યાહાય ઓહડયે ખારાબ વાતહે દોષ નાંય લાવ્યો, જેહેકેન આંય હોમાજતો આતો. 19 બાકી ચ્યાહા વોચ્ચે આપહે ધર્માલ લેયને એને ઈસુ નાંવા યોક માઅહા બારામાય કાંયક બોલા-બોલી આતી, તો મોઅઇ ચુક્યહો: બાકી પાઉલ દાવો કોઅહે કા તો જીવતો હેય. 20 કાહાકા માન નાંય ખોબાર આતા કા યે વાતહે હોદ-પારાખ કેહેકેન કોઉ, યાહાટી માયે પાઉલાલ પુછ્યાં, ‘કાય તું યેરૂસાલેમ શેહેરમાય જાહાય, કા તાં યે વાતહે ન્યાય કોઅલો જાય?’
21 બાકી જોવે પાઉલે વિનાંતી કોઅયી કા, ‘મા ન્યાયા ફેસલો કૈસરા ઈહીં ઓએ,’ તે માયે આગના દેની, કા જાવ હુદુ ચ્ચાલ કૈસરાપાય નાંય દોવાડું, ચ્ચા રાખવાળી કોઅલી જાય.” 22 તોવે અગ્રીપ્પાય ફેસ્તુસાલ આખ્યાં, “આંયબી ચ્યા માઅહા વોનાયા માગતહાવ. ચ્ચે આખ્યાં, તું હાકાળ વોનાય લેહે.”
23 આમી બીજે દિહી, જોવે અગ્રીપ્પા એને બિરનીકે બોજ મોઠી દુમધામથી યેયન સૈન્યાહા ટુકડયે જોમાદાર એને શેહેરા મુખ્ય લોકહા હાતે દરબારા માય પોઅચ્યે, તોવે ફેસ્તુસાય આગના દેની, કા ચ્ચા પાઉલાલ લેય યેના. 24 ફેસ્તુસે આખ્યાં, “ઓ રાજા અગ્રીપ્પા, એને યે બોદે માઅહે જ્યેં ઈહીં આમહેહાતે હેતેં, તુમા યા માઅહાન એઆ, જ્યા બારામાય બોદા યહૂદીહાય યેરૂસાલેમ શેહેરામાય એને ઈહીંબી બોંબલી-બોંબલીન માન વિનાંતી કોઅઇ, કા યા જીવતા રોઅના યોગ્ય નાંય.
25 બાકી માયે જાઈ લેદા કા ચ્ચે ઓહડા કાય નાંય કોઅયાહાં કા માઆઇ ટાકલો જાય, એને જોવેકા ચ્ચે પોતેજ કૈસરાલ વિનાંતી કોઅયી, તે માયે ચ્ચાલ રોમ શેહેરામાય દોવાડાહાટી નોક્કી કોઅયા. 26 બાકી માન ચ્ચા બારામાય કાય આરાપ નાંય મિળ્યો કા સમ્રાટાલ લિખું, યાહાટી આંય ચ્ચાલ તુમહે હામ્મે એને વિશેષ કોઇન ઓ રાજા અગ્રીપ્પા તો હામ્મે લેય યેનોહો, કા પારખ્યા પાછે માન કાય લોખના મીળે. 27 કાહાકા કૈદ્યાલ દોવાડના એને જ્યા દોષ ચ્ચાવોય લાવલા ગીઅલા, ચ્ચાહાન નાંય આખના, માન હારાં નાંય લાગ્યા.”