2
મહાન તારણ
1 યાહાટી આમહાન જીં ખોબાર મિળલી હેય, ચ્યાવોય હારિરીતે દિયાન દાં જોજે, કાય એહેકેન નાંય ઓએ કા આમા વાટેથી બટકી જાજે.
2 પોરમેહેરા સંદેશ, જો હોરગા દૂતહા પાયને દેનલો ગીયહો, કાયામ સિદ્ધ બોન્યો, એને લોકહાન મૂસા નિયમાહાલ તોડના કા આગના નાંય પાળવાથી પોરમેહેરે ચ્યાહાન ડૉડ દેનો. 3 તે આપા ઓહડા ઉત્તમ તારણથી બેદરકાર રોયન કેહેકેન બોચી હોકજે? જ્યા ચર્ચા પેલ્લા પ્રભુ ઈસુથી કોઅલી ગીયેલ, એને જ્યા શિષ્ય પેલ્લા ચ્યા પાયને વોનાલા આતા, ચ્યાહાય આપહે હામ્મે ઈ સિદ્ધ કોઅયા કા ઓજ હાચ્ચો હેય. 4 એને હાતેજ પોરમેહેર બી પોતાની ઇચ્છા પરમાણે ચિન્હે, એને અદભુત કામે, એને જુદે-જુદે જાત્યે સામર્થ્યા કામે, એને, પવિત્ર આત્મા વરદાનાહાલ વાટવાથી સાબુત કોઅતો રિયો કા ઓજ હાચ્ચો હેય.
5 પોરમેહેરે તી યેનારી દુનિયાલ જ્યો વાતો આમા કોઅજેહે, હોરગા દૂતહા આધીન નાંય કોઅયા, બાકી પોરમેહેરા આધીન કોઅયા. 6 બાકી પવિત્રશાસ્ત્રમાય કાદેબી પોરમેહેરાલ આખ્યાં, “માઅહું કાય હેય, કા પોરમેહેર તું ચ્યા ખોબાર લેતહો? કા માઅહા પોહો કાય હેય, કા તું ચ્યા કાળજી કોઅતોહો? 7 તુયે ચ્યાલ હોરગા દૂતહા કોઅતા વાયજ સમયાહાટી કમી રાખ્યોહો, તેરુંબી તુયે ચ્યાલ રાજા હારકા મહિમા એને આદર દેના એને ચ્યાલ પોતાના આથહા કામહાવોય ઓદિકાર દેનહો. 8 તુયે ચ્યાલ બોદાંજ વોય ઓદિકાર દેનો, યાહાટી જોવે પોરમેહેરે બોદાંજ કાય માઅહા કોબજામાય કોઅઇ દેનહા,” એને ઓહડા કાયજ નાંય હેય, જીં ચ્યા કોબજામાય નાંય ઓરી, બાકી હાચ્ચાઇ ઈ હેય કા આમી લોગુ આમા બોદાંજ ચ્યા કોબજામાય નાંય એઅજે.
9 બાકી હાચ્ચાઇ ઈ હેય કા ઈસુવા લેવાલ કોલહાક સમયાહાટી હોરગા દૂતહા કોઅતા વાયજ કમી કોઅયેલ, એટલે પોરમેહેરા સદા મોયાથી ઈસુ દુઃખ ઉઠાવના પાછે દુનિયા બોદા લોકહાહાટી મોઅઇ જાય, યાહાટી પોરમેહેરે ચ્યાલ મહિમા એને આદરા મુગુટ પોવાડયો. 10 કાહાકા પોરમેહેર, જ્યાહાટી એને જ્યાથી બોદા કાય ઓઅહે, તો બો બોદા લોકહાન મહિમામાય લેય યા માગહે યાહાટી ચ્યાલ ઈ હારાં લાગ્યા કા પ્રભુ ઈસુલ જીં ચ્યા તારણ કોઅહે દુઃખ ઉઠાવાથી સિદ્ધ બોને.
11 કાહાકા લોકહાન પાપહાથી શુદ્ધ કોઅનારો એને જ્યેં શુદ્ધ કોઅલે જાતહેં, ચ્યા બોદહા આબહો યોકુજ હેય, યા લીદે ઈસુ ચ્યાહાન બાહા બોઅહી આખા શરમાય નાંય. 12 તો પોરમેહેરાલ આખહે, “જીં કાય તુયે માંહાટી કોઅયાહાં, તી આંય પોતાના લોકહાન આખહી, એને જોવે ચ્યે મા આરાધના કોઅરા યોકઠે ઓઅરી, તોવે આંય તો મહિમા કોઅહી.”
13 એને પાછી ઈ આખહે, “આંય ચ્યાવોય બોરહો રાખહી,” એને પાછી ઈ આખહે, “ઈહીં આંય ચ્યા લોકહાઆરે હેતાંવ જ્યા પોરમેહેરે માન દેનહા, ચ્યા પોહાહા હારકા હેય.”
14 કાહાકા જ્યાહાન પોરમેહેરે પોહેં આખીન હાદ્યા, ચ્યાહા શરીર હેય, યાહાટી પોહો ઈસુયબી શરીર ધારણ કોઅયા એટલે તો પોતાના મોઅનાથી, મોરણાવોય ઓદિકાર રાખનારા સૈતાનાલ નાશ કોએ. 15 એને ચ્યે રીતે જ્યેં મોતા દાકના જીંદગ્યે લોગુ ગુલામાહા હારકે રોતે આતેં, પ્રભુ ઈસુય ચ્યા બોદહાન છોડાવી લેદા.
16 કાહાકા હાચ્ચાંજ ઈસુ તે હોરગા દૂતહા નાંય, બાકી આબ્રાહામા પેડયેલ મોદાત કોઅહે. 17 યા લીદે ચ્યાલ જોજું આતાં, કા બોદયે વાતહેમાય બિલકુલ બિજા બોદા માઅહા હારકા બોની જાય, એટલે તો પોરમેહેરા હામ્મે આમહે દયાળુ એને બોરહાવાળો મહાયાજક બોની હોકે, એને લોકહા પાપહા માફ્યે હાટી પોતે પોતાલ બલિદાન કોઅઇ હોકે. 18 કાહાકા ચ્યાય કઠીણાયી એને પરીક્ષાયો સહન કોઅયો યાહાટી આમી તો ચ્યા લોકહાન મોદાત કોઅઇ હોકહે જ્યેં પરીક્ષા સામનો કોઅઇ રીયહે.