3
મૂસા બોરહાવાળો ચાકાર એને ખ્રિસ્ત બોરહાવાળો પોહો 
  1 ઓ વિસ્વાસી બાહા એને બોઅયેહેય તુમા જ્યા પોરમેહેરા હેતેં, તુમા હોરગામાય ચ્યાઆરે ભાગી ઓઅરાહાટી દોવાડલે હેતેં. જો આપહેહાટી પોરમેહેરા પ્રેષિત એને મહાયાજક હેય ઈસુ ખ્રિસ્તાવોય દિયાન દા.   2 જેહેકેન મૂસા પોરમેહેરા ગોઆમાય બોદા લોકહા સેવા કોઅનામાય બોરહાવાળો આતો, ઈસુ પોરમેહેરાહાટી બોરહાવાળો જ્યાંય ચ્યાલ નિવાડલો આતો.   3 તેરુંબી જ્યેં રીતે ગુઉ બોનાવનારા માઅહાલ ગોઆ કોઅતાબી વોદારે માન મિળહે, ચ્યેજ રીતેથી ઈસુ મૂસા તુલનામાય બોજ વોદારે માનાપાના યોગ્ય હેય.   4 કાહાકા હરેક યોક ગોઆલ કાદોને કાદો બાંદનારો રોહોય, બાકી પોરમેહેરે બોદાંજ કાય બોનાડયાહા.   
 5 મૂસા તે પોરમેહેરા ગોઆ બોદા લોકહાહાટી સેવાકા હારકો બોરહાવાળો રિયો, એટલે યેનારા સમયામાય પોરમેહેરાપાઅને પ્રગટ ઓઅનાર્યે વાતહે સાક્ષી દેય.   6 બાકી પોરમેહેરા લોકહામાય ખ્રિસ્ત તે યોક પોહા હારકો બોરહાવાળો હેય એને જો પોતાના ઈંમાત એને ચ્યે આશામાય બોરહાલ બોનાડી રાખજે. યાવોય આમા આશા કોઅજેહે તે આપાબી પોરમેહેરા લોક હેજે.   
બોરહો નાંય કોઅનાહાટી ચેતાવણી 
  7 યાહાટી જેહેકેન પવિત્ર આત્મા પવિત્રશાસ્ત્રમાય આખહે, “જો આજે તુમા પોરમેહેરા આવાજ વોનાતેહે,   8 તે ચ્યા આગના પાળના તુમા મોનાય મા કોઅહા, જેહેકેન તુમહે વડીલાહાય કોઅયા, જ્યાહાય ઉજાડ જાગામાય પરીક્ષાયે સમયે પોરમેહેરા વિરુદ કોઅયા.   9 ચ્યાહાય ચાળહી વોરહા લોગુ મા ચમત્કારહાલ એઅલા આતા, તેરુંબી તુમહે વડીલાહાય મા પરીક્ષા લેદી એને માન પારખ્યો.   10 યા લીદે આંય ચ્યા સમાયા લોકહાથી ખિજવાલો રિયો, એને આખ્યાં, ચ્યે મા અનુસરણ કોઅના મોનાય કોઅતેહે, એને માયે જીં કોઅના આગના દેનહી, ચ્યેલ પાળાહાટી મોનાય કોઅતેહે.   11 તોવે માયે ખિજવાય જાયને કસમ ખાદી, ચ્યે મા આરામા જાગામાય નાંય જાય હોકી.”   
 12 ઓ બાહાબોઅયેહેય, હાચવીન રા, કા તુમહેમાય ઓહડા ખારાબ એને બોરહા વગરના મોન નાંય રોય, જો જીવતા પોરમેહેરાલ મોનાય કોઅઇ દેય.   13 બાકી જ્યા દિહા લોગુ આજ્યો દિહી આખલો જાહાય, રોજદીને યોકબિજાલ ઈંમાત દેતા રા, એહેકેન નાંય ઓએ, કા તુમહેમાઅનો કાદોબી પાપમાય ફસાયન મોનામાય કઠાણ બોની જાય.   
 14 કાહાકા જો આપા આપહે પેલ્લા બોરહાલ છેલ્લે લોગુ ટકાડી રાખજેહે, તોવે આપા ખ્રિસ્તા સહભાગી બોની રોજહે.   
 15 જેહેકેન કા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “જો આજે તુમા પોરમેહેરા આવાજ વોનાતેહે, જેહેકેન તુમહે વડીલાહાય કોઅયા, જ્યાહાય જાડયેમાય પરીક્ષાયે સમયે પોરમેહેરા વિરુદ કોઅયા, તે ચ્યા આગના પાળના મોનાય મા કોઅહા.”   
 16 ચ્યા કોઅહા લોક આતા, જ્યાહાય પોરમેહેરા આવાજ વોનાયનબી ચ્યા વિરુદ કોઅયેલ? નોક્કી ચ્યા ઈસરાયેલા લોક આતા જ્યાહાન મૂસા અગુવાઈ કોઇન મિસર દેશામાઅને બારે લેય યેનલો આતો.   17 ચાળહી વોરહા લોગુ પોરમેહેર નોક્કીજ ચ્યા લોકહાથી ખિજવાલો આતો જ્યાહાય પાપ કોઅયા એને ચ્યા ઉજાડ જાગામાય મોઅઇ ગીયા.   18 પોરમેહેરાય ચ્યા લોકહા બારામાય ખાત્રીપુર્વક ઘોષણા કોઅયી, કા ચ્યા કોદહીજ આરામા જાગામાય નાંય જાય હોકી, જ્યાહાય ચ્યા આગના નાંય પાળી.   19 યાહાટી ઈ વાત હાચ્ચી હેય કા બોરહો નાંય કોઅના લીદે ચ્યા જાય નાંય હોક્યા.