5
મહાયાજકાહાટી લાયકાત
1 પોરમેહેર હર યોક મુખ્ય મહાયાજકાલ ઈસરાયેલ લોકહામાઅને નિવડેહે, એને લોકહા ભલાયેહાટી પોરમેહેરા કામ કોઅરાહાટી નિવાડલો જાહાય, એટલે લોકહા પાપહા માફ્યે હાટી બેટ એને બલિ ચોડાવે. 2 યોક માઅહું હેય ચ્યાહાટી તો પોતેબી નોબળાયેહે આધીનમાયબી હેય, ચ્યાહાટી તો નાંય હોમજેત એને બટકલા લોકહાઆરે કમળ વેવહાર કોઅઇ હોકહે. 3 યાહાટી ચ્યાલ જોજે, કા જેહેકેન લોકહા પાપહાલ દુર કોઅરાહાટી બેટ ચોડવેહે, તેહેકેનુજ આપહે પોતાના પાપહાલ દુર કોઅરાહાટીબી બલિ ચોડવે.
4 જાઉલોગુ તો હારૂના હારકો પોરમેહેરાપાઅને હાદલો નાંય જાય કાદાબી માઅહું પોતે ઈ માના પદ મેળવી નાંય હોકે.
સદામાટે મહાયાજક
5 તેહેકેનુજ ખ્રિસ્તાય પોતાલ મહાયાજક બોનાડીન પોતે પોતાલ માનપાન દેઅના નોક્કી નાંય કોઅયા, બાકી પોરમેહેરે ચ્યાલ નેમ્યો ને આખ્યાં, તું મા પોહો હેતો, આજે આંય તુલ પોતાનો પોહા હારકો પ્રગટ કોઅતાહાંવ.
6 બીજે જાગાવોય પોરમેહેરાય ચ્યાલ પાછા આખ્યાં, તું ચ્યે રીતે જેહેકેન મલકીસાદક યોક યાજક આતો, કાયામુંજ યાજક બોની રોઅરી.
7 ઈસુવાય યે દોરત્યેવોય રોતી સમય ઉચા આવાજામાય બોંબલીન એને રોડતાંજ, પોરમેહેરાલ, જો ચ્યાલ મોરણાથી બોચાવી હોકતો, પ્રાર્થના એને વિનાંતી કોઅયી, એને નમ્ર સમર્પણાલીદે ચ્યા વોનાવામાય યેના. 8 એને ઈસુ પોરમેહેરા પોહો ઓઅવાથીબી ચ્યાય દુઃખ ઉઠાવાથી આગના પાળના શિક્ષણ લેદા.
9 એને યોક વોખાત પરિપૂર્ણ બોન્યા પાછે ચ્યા બોદહાહાટી જ્યેં ચ્યા આગના પાળતેહે, તો અનંત તારણા કારણ બોની ગીયો. 10 એને પોરમેહેરે મલકીસાદક મહાયાજક હારકા ચ્યાલ મહાયાજક ઓઅરાહાટી નેમ્યો.
આત્મિકમાય નોબળે
11 યા બારામાય આખનાહાટી બો બોદા હેય બાકી ચ્યા બારામાય ઉંડેથી આખના કઠીણ હેય. કાહાકા તુમા પોરમેહેરા વચના બારામાય હિકનામાય આળ્યાહા બોની ગીયહા.
12 તુમા ઓલા સમયથી બોરહો કોઅતાહા કા આમીતે તુમહાય હિકાડનારા બોની જાં જોજતાં, બાકી તુમહાન તે આમી ઓહડા માઅહા જરુરી હેય જો તુમહાન પોરમેહેરા વચના પાયાન્યો વાતો પાછા હિકાડે. એહેકેન લાગહે જેહેકેન તુમા યોક પોહા હારકા બોની ગીયહા, જેથી આમીબી દુદ પાજના જરુરી હેય, કાહાકા તો ખાઅના નાંય ચાવી હોકે. 13 કાહાકા દુદ પીનારાહાન તે ન્યાયપણા શિક્ષણ હોમાજનામાય અસમર્થ હેય, કાહાકા તો પોહાંજ હેય. 14 બાકી ભારે ખાઅના ચ્યાહાહાટી હેય જો યાલ ચાવી હોકહે, એને જો અનુભવથી હારાં એને માઠાં વોળખાહાટી સમર્થ હેય.