6
બટકી જાઅના પરિણામ
યાહાટી યા ખ્રિસ્તા બારામાય પાયાન્યે વાતહેલ ગેડી-ગેડી જાઅના બંદ કોઇન, યા આપા મજબુત શિક્ષણા બારામાય વિચાર વિનિમય કોઅતે, એને આમી આપા મોરણા એહે લેય જાનારા કામહાથી મોન ફેરવા, એને પોરમેહેરાવોય બોરહો થોવના, બાપતિસ્મા એને આથ થોવના, મોઅલા માઅને પાછા જીવી ઉઠના એને અનંત વિનાશા બારામાય વાતો કોઅતા મજબુત શિક્ષણા બારામાય દિયાન દા. એને પોરમેહેરા મોદાતકોય આપા મજબુત શિક્ષણા હાતે આગલા વોદહુ.
કાહાકા જ્યા લોક બોરહાલ નાકાર કોઅઇ દેતહા, ચ્યાહાન પાછા મોન બોદાલના સ્થીત્યેલોગુ નાંય લેય યેય હોકાય, ચ્યાહાય યોક વોખાત પોરમેહેરા હાચ્ચાયેલ જાંઅયા જીં પોરમેહેરા પાયને યેહે એને હોરગામાઅને વરદાન મેળવ્યાહાં એને ચ્યાહાન બીજહા હાતે મિળીન પવિત્ર આત્મા મિળ્યાં. એને ચ્યાહાય અનુભવ કોઅયેલ કા પોરમેહેરા પાયને યેનારો સંદેશ હારો હેય એને ચ્યાહાય ચ્યા સમાયા સામર્થ્યા અનુભવ કોઅયોહો જો યેનારો હેય. ચ્યાહાન પાછા ફેરવી લેય યેઅના કાયજ વાટ નાંય હેય કાહાકા, ચ્યે પોતે પોરમેહેરા પોહાલ પાછો હુળીખાંબાવોય ચોડાવતેહે, એને ચ્યાલ શરમાવતેહે, જ્યા લીદે બિજા લોક ખ્રિસ્તા અપમાન કોઅતાહા.
જ્યા લોકહાન હારાં શિક્ષણ મિળ્યાં, ચ્યે ચ્યા જમીને હારકે હેય જ્યાવોય ગેડી-ગેડી પાઆય પોડહે, જો જમીન હારી હેય, તે તી ખેડુતાલ હારો પાક દેહે, એને ચ્યેવોય પોરમેહેરા બોરકાત રોહે. બિજા લોક ચ્યે જમીને હારકે હેય જ્યેં કાટેં એને જેખરેં ઉસબાડતેહે એને તી નોકામી હેય, ઈ પોરમેહેરાથી હારાપ મેળાવના ખતરામાય હેય એને ઈ આગ્યેથી નાશ ઓઅય જાઅરી.
બાકી ઓ પ્રિય બાહા એને બોઅયેહેય, ભલે આમા યો વાતો આખી રીયહા બાકી, આમહાન બોરહો હેય કા યો ચેતાવણ્યો તુમહેહાટી નાંય હેય, તુમા હારાં કામ કોઅય રીયહે, કાહાકા પોરમેહેરે પેલ્લાજ તુમહાન બોચાવી લેદહે. 10 જેહેકેન તુમહાય હારેં કામે કોઅયેહે, એને આમીબી તુમા પોરમેહેરા નાવામાય પોરમેહેરા લોકહાહાટી પ્રેમથી સેવાયે કામ કોઅતેહે, યાહાટી પોરમેહેર તુમહાન નાંય વિહરાયી, કાહાકા તો ન્યાયી હેય.
11 આમહે મોઠી ઇચ્છા હેય કા જોવેલોગુ તુમા જીવતે રાહા, તોવેલોગુ તુમા પુરા પ્રેમાકોય કામ કોઅતે રા, ઈ નોક્કી કોઅરાહાટી કા જીં તુમા આશા કોઅતેહે તી હાચ્ચી ઓઅઇ જાઅરી. 12 યાહાટી તુમા આળહયે નાંય બોને, બાકી, તુમા ચ્યા લોકહા દાખલા અનુસરણ કોઆ જ્યા પોતાના બોરહા એને ઘીરજા લીદે પોરમેહેરા વાયદાહાન મેળાવતેહે.
બોરહા વાળાહાન આગના
13 જોવે પોરમેહેરે આબ્રાહામાઆરે વાયદો કોઅલો આતો, તે ચ્યાય પોતાના નાંવા કસમ ખાદી, કાહાકા ચ્યા કોઅતો મોઠો કાદો નાંય આતો, જ્યા નાંવ લેયને તો કસમ ખાય. 14 ચ્યે આખ્યાં, આંય હાચ્ચાંજ તુલ બોજ બોરકાત દિહી, એને તો પેડીલ કોલહાક ગોણા કોઅહી. 15 આબ્રાહામાય બોજ સમય લોગુ ઘીરજ રાખ્યાં પાછે વાયદા ફળ મેળવ્યા.
16 લોક પોતાનાથી મોઠા નાંવ લેયને કસમ ખાતહેં, ચ્યાથી કસમ ઈ સાબિત કોઅહે કા જો ચ્યે આખી રીયહે તી હાચ્ચાં હેય, એને બોદી બોલાબોલી પારવાય જાહે. 17 યા લીદે પોરમેહેરેબી યોક કસમ લેદી, યાથી તો ચ્યા લોકહાન જ્યાહાન વાયદો કોઅલો ગીઅલો આતો ચોખ્ખેરીતે દેખાડાં માગતો આતો કા તો ચ્યાલ પુરાં કોઅરી જો ચ્યાય વાયદો કોઅલો હેય. 18 યાહાટી યા યે બેન વાતહે લીદે એટલે ચ્યા વાયદા એને કસમ જ્યાહા બારામાય પોરમેહેર કોદહી જુઠો નાંય ઠોરી હોકે. યાહાટી આપા જ્યા પોરમેહેરાપાય સુરક્ષા મેળવાહાટી યેનહે એને જીં આશા ચ્યાય આપહાન દેનહી, આમા ચ્યેલ મેળવી રાખતા વોદારે દિલાસો મિળ્યહો.
19 ઈ આશા જીં આમહે આત્માહાટી હેય તી મજબુત હેય એને યેલ આલવી નાંય હોકાય, ઈ આમહાન પોરમેહેરાથી દુર નાંય જાં દેય, બાકી ઈ આમહાન દેવાળા આંદાર બોજ પવિત્ર જાગામાય પોરમેહેરાપાય લેય યેહે. 20 ઈસુ આમહે વતીકોય આમહે પેલ્લો આમહેહાટી હોરગામાય ગીયો, તો મલકીસાદક યાજક હારકો અનંતકાળાહાટી મહાયાજક બોની ગીયો.