7
મલકીસાદક યાજક
જોવે આબ્રાહામ ચાર રાજાહાલ માઆઇન યેતો આતો, તોવે ચ્યાલ મલકીસાદક મિળ્યો, જો સાલેમ શેહેરા રાજા એને બોદહાથી ઉચા પોરમેહેરા યાજક આતો, તોવે આબ્રાહામ ચ્યાલ મિળ્યો એને મલકીસાદકાય ચ્યાલ બોરકાત દેની. આબ્રાહામાય ચ્યાલ ચ્યે બોદીજ વસ્તુહુ દોહમો ભાગ દેનો જીં ચ્યાય પોતાના દુશ્માનાહા પાઅને લેદલા આતાં. ચ્યા નાંવા મોતલાબ હેય ન્યાયાહાતે રાજ કોઅનારો રાજા એને સાલેમા રાજા મોતલાબ હેય શાંત્યે રાજા. પવિત્રશાસ્ત્રમાય ચ્યા આયહે આબહા, ચ્યા વંશ કા ચ્યા જન્મા કા ચ્યા મોરણા બારામાય કાયજ ખોબાર નાંય, તો પોરમેહેરા પોહા હારકો હેય એને તો કાયામમાટે યાજક બોની રોહે.
આમી યાવોય દિયાન કોઆ કા મલકીસાદક કેહેકેન મહાન આતો, જ્યાલ વડીલ આબ્રાહામાયબી બોદીજ વસ્તુહુ બોદહાથી હારો દોહમો ભાગ દેનો જીં ચ્યાય પોતાના દુશ્માનાહા પાઅને લેદલા આતાં. મૂસા નિયમ હિકાડેહે કા લેવી કુળામાઅને, જ્યા યાજક બોનતાહા, ચ્યાહાન ઈસરાયેલા બિજા લોક, એટલે ચ્યાહા પોતાના લોકહાપાંય જીં હેય ચ્યા દોહમો ભાગ લાં જોજે, ભલે ચ્યા આબ્રાહામા પેડીવાળાહાં કાહાનાય ઓએ. બાકી મલકીસાદક જો લેવી કુળા માઅનો નાંય આતો તેરુંબી આબ્રાહામા પાઅને દોહમો ભાગ લેદો એને ચ્યાલ બોરકાતબી દેની, જો કા પોરમેહેરા વાયદો મિળલો આતો.
આમા નોક્કીજ જાંઅજેહે કા જો બોરકાત દેહે તો બોરકાત લેનારા કોઅતો મોઠો હેય. એને ઈહીં તે યાજક દોહમો ભાગ મેળાવતાહા, કેવળ ચ્યા ફક્ત માઅહે હેતા જ્યા જીવતા રોતહા એને પાછા મોઅઇ જાતહા. બાકી ઓ યાજક એલા મલકીસાદક જ્યાંય દોહમો ભાગ લેદેલ, ચ્યા બારામાય પવિત્રશાસ્ત્રમાય સાક્ષી દેનહી કા તી આજેબી જીવતી હેય. 9-10 લેવી જ્યા લોકહાપાઅને દોહમો ભાગ લેતા આતા ચ્યા આબ્રાહામા કુળા આતા, યાહાટી જોવે આબ્રાહામ મલકીસાદકાલ મિળ્યો એને ચ્યાલ દોહમો ભાગ દેનો, તે આમા ઈ આખી હોકજેહે કા લેવીયબી આબ્રાહામથી મલકીસાદકાલ દોહમો ભાગ દેનો.
યોક નવા યાજકા જરૂરત
11 લોકહાન ચ્યા યાજકાહા આધારાવોય નિયમ દેનલા ગીયા જ્યા લેવી કુળા હારૂનથી યેનલા આતા, બાકી ચ્યાહાન ચ્યે માધ્યમથી સિદ્ધ નાંય બોનાડી હોક્યા, યાહાટી યોક આજુ યાજકા યેઅના ગોરાજ આતી, યોક ઓહડો યાજક જો હારૂના હારકો નાંય બાકી મલકીસાદક હારકો આતો. 12 કાહાકા જોવે યાજકાહા વર્ગમાય બોદલાણ ઓઅહે, તે નિયમાબી બોદાલના જરુરી હેય.
13 કાહાકા આમહાન યો વાતો ખ્રિસ્તા બારામાય આખલ્યો ગીયહો, જો યોક આલાગ કુળા માઅનો આતો, જ્યા કુળામાઅને કોદહીબી કાદેંજ યોક યાજકા રુપામાય વેદ્યેવોય સેવા નાંય કોઅલી આતી. 14 બોદેજ જાંઅતેહે કા, આમહે પ્રભુ ઈસુ યહૂદા કુળા હેય, એને મૂસાયે યહૂદા કોઅહાબી કુળા યાજક બોનના બારામાય કાયજ નાંય આખ્યાં એને નાંય યહૂદા કુળા કોદહી યાજક આતો.
15 આમી ઈ વોદારે ચોખ્ખાં હેય કા મૂસા નિયમ એને યાજકાહાલ બોદલી દેવામાય યેનહા, કાહાકા આમહે મહાયાજક જો આમી યેનહો, તો મલકીસાદક હારકો યાજક હેય. 16 ઈસુ કાદા ખાસ માઅહું એટલે લેવી કુળા ઓઅના નિયમાહા એને વિદયેહે લીદે યાજક નાંય બોન્યો. બાકી તો પોતાના જીવના સામર્થ્યા લીદે યાજક બોન્યો જો કોદહી પારવાયી નાંય. 17 કાહાકા ચ્યા બારામાય પોરમેહેર પવિત્રશાસ્ત્રમાય સાક્ષી દેહે, “જેહેકેન મલકીસાદક યોક યાજક આતો, તું ચ્યા હારકો કાયામમાટે યાજક હેય.”
18 ગોતીવોગાર એને નોકામ્યો ઓઅના લીદે મૂસા નિયમ પોડતા થોવ્યા. 19 (કાહાકા મૂસા નિયમ કોઅયેહેબી પૂર્ણતા લોગુ નાંય પોઅચાડી હોક્યો,) યાહાટી ચ્યા જાગાવોય આમહાન યોક ઉત્તમ આશા દેનલી ગીયહી, જીં ઈસુ ખ્રિસ્તામાય હેય જ્યાથી આમા પોરમેહેરાપાય જાય હોકજેહે.
નવા મહાયાજકા માહાનતા
20 પોરમેહેરે ઈસુલ યાજકા હારકા નિવડયો તે ચ્યાય યોક કસમ લેદી. 21 જોવેકા લેવી કુળ તે વોગાર કસામે યાજક ઠોરાવલા ગીયા બાકી ઈસુ કસામેહાતે પોરમેહેરા પાયને નિવાડલો ગીયો ચ્યાય ઈસુ બારામાય આખ્યાં, “માયે, પોરમેહેરે ઈ કસમ લેદહી, આંય મા મોન કોદહીજ નાંય બોદલું, કા તું કાયામુંજ યાજક હેય.”
22 યા લીદે ઈસુ તો હેય જો યા ઉત્તમ વાયદાલ સંભવ બોનાડેહે. 23 આજુ યોક વાત, પેલ્લા સમાયમાય બોજ યાજક નિવાડલા જાતા આતા, કાહાકા યોક મોઅઇ ગીયા પાછે બિજો ચ્યા જાગો લેય લેતો આતો, યા લીદે ચ્યા પોતાના કામ કાયામ ચાલુ નાંય રાખી હોક્યા, 24 બાકી ઈસુ કાયામ જીવતો રોહે, યા લીદે કાદાબી માઅહું યાજકા હારકા ચ્યા જાગો નાંય લેય હોકી.
25 યાહાટી જ્યેં ઈસુથી પોરમેહેરાપાય યેતહે, તો ચ્યાહા પુરાં-પુરાં તારણ કોઅઇ હોકહે, કાહાકા તો ચ્યાહાહાટી પોરમેહેરાલ વિનાંતી કોઅરાહાટી કાયામ જીવતો હેય. 26 એહેકેનુજ મહાયાજક આમહે ગોરાજ પુરી કોઅય હોકતો આતો, જો પવિત્ર ઓરી, દોષવોગાર ઓરી, શુદ્ધ ઓરી, પાપી લોકહાથી દુર રોતો ઓરી, જ્યાલ હોરગાથીબી ઉચો ઉઠાવલો ગીયો ઓરી.
27 એને ચ્યા મહાયાજક જ્યા હારૂના કુળા આતા ચ્યાહા હારકા ઈસુલ ગોરાજ નાંય કા દિનેરોજ પેલ્લા પોતાના પાપહા એને પાછે લોકહા પાપહાહાટી બલિ ચોડવે, કાહાકા ઈસુય પોતેજ પોતાલ બલિદાનથી ઈ કામ કાયામમાટે યોકુજ વોખાત પુરાં કોઅય દેના. 28 હાચ્ચોજ મૂસા નિયમ તે નોબળા માઅહાલ મહાયાજક નિવડેહે, બાકી તી કસમ જીં મૂસા નિયમાહા પાછે યેની ચ્યાય પોરમેહેરા પોહાલ મહાયાજકા રુપામાય નિવડયો જો કાયામમાટે યોક સિદ્ધ મહાયાજક બોની ગીયો.