8
હોરગા મહાયાજક
1 આમી જ્યો વાતો આમા આખી રીયહા ચ્યાહામાઅને બોદહાથી મુખ્ય વાત ઈ હેય, કા આમહેપાય ઓહડો મહાયાજક હેય, જો હોરગામાય મહિમામય પોરમેહેરા રાજગાદ્યે જમણી બાજુલ બોઠલો હેય. 2 આમહે મહાયાજક પરમપવિત્ર જાગામાય સેવા કોઅહે, એટલે હાચ્ચાં મિલાપવાળા માંડવામાય, જો માઅહાથી નાંય બાકી પ્રભુથી બોનાડલો આતો.
3 કાહાકા હર યોક મહાયાજક પાપહા માફ્યે હાટી બેટો એને બલિદાન ચોડાવના જરુરી હાટી ઠોરાવલા જાતહા, યાહાટી જરુરી હેય, કા આમહે મહાયાજકાપાયબી કાય ચોડાવનાહાટી રોય. 4 એને જો ખ્રિસ્ત દોરતીવોય રોતો, તે કોયદિહી યાજક નાંય રોતો, યાહાટી કા દોરતીવોય મૂસા નિયમાઅનુસાર પેલ્લેથીજ યાજક હેતા જ્યા બેટ ચોડાવતાહા. 5 યાજકા રુપામાય ચ્યા જ્યા કામ કોઅતાહા, ચ્યા કેવળ ચ્યા યોક નકાલ એને યોક પ્રતિબિંબ હેય જીં હોરગામાય હેય, બાકી ઈ તેહેકેન નાંય હેય જેહેકેન હોરગામાય હેય, કાહાકા જોવે મૂસા મેળાપવાળા માંડવાલ બોનાડાહાટી તિયારી ઓઅતો આતો, તોવે પોરમેહેરે ઈ ચેતાવણી દેની, એએ જો નમુનો તુલ ડોગાવોય દેખાડયેલ, ચ્યાપરમાણે બોદા કાય બોનાડના.
6 બાકી ઈસુ ખ્રિસ્ત આમહે મહાયાજકાલ જીં યાજકા કામ દેનલા ગીયહા, તો ચ્યા કામાથી કોલહોક વોદારે મોઠો હેય જીં બિજા યાજકાહાલ દેનલા ગીયેલ, કાહાકા તો તોજ હેય જીં ઉત્તમ વાયદા આધારાવોય, પોરમેહેરા હામ્મે આમહેહાટી યોક બોજ ઉત્તમ વાયદા મધ્યસ્થતા કોઅહે.
નોવો વાયદો
7 કાહાકા જો તો પેલ્લો કરાર ખામ્યે વોગાર રોતો, તે બિજા કરારા જરુરતુજ નાંય રોતી.
8 બાકી પોરમેહેર લોકહાન દોષ દેયને આખહે, પ્રભુ આખહે, એઆ ચ્યા દિહી યેતહા, કા આંય ઈસરાયેલ લોકહાઆરે એને યહૂદી લોકહાઆરે, આંય યોક નોવો કરાર કોઅહી. 9 ઓ કરાર તેહેકેન નાંય ઓરી જેહેકેન માયે ચ્યાહા વડીલાહાહાતે ચ્યે સમયે કોઅયેલ, જોવે માયે ચ્યાહા આથે મિસર દેશામાઅને કાડી લેય યાહાટી દોઅલો આતો, કાહાકા પ્રભુ આખહે, ચ્યે મા કરારા બોરહામાય નાંય રિયે, એને માયે ચ્યાહા ખોબાર નાંય લેદી, પ્રભુ ઈ આખહે. 10 પાછે પ્રભુ આખહે, કા જો કરાર આંય યેનારા દિહહામાય ઈસરાયેલા લોકહા હાતે કોઅહી, તો ઓ હેય, કા આંય ચ્યાહાન મા નિયમાહા બારામાય વિચારા દિહી, એને ચ્યે ચ્યાહાન પોતાના મોનામાય રાખરી, એને આંય ચ્યાહા પોરમેહેર બોનહી, એને ચ્યા મા લોક ઓઅરી. 11 એને હર પોતાના દેશામાય રોનારાહાન એને જાતલાહાન ઈ શિક્ષા નાંય દેઅરી, કા તું પ્રભુલ જાંએ કાહાકા વાહનાહાથી મોઠહા લોગુ બોદે માન વોળખી લેઅરી કા આંય ચ્યાહા પોરમેહેર હેતાંવ. 12 કાહાકા આંય ચ્યાહા પાપ માફ કોઅહી, એને ચ્યાહા પાપહાલ પાછો યાદ નાંય કોઅહી.
13 પોરમેહેરે યાલ યોક નોવો કરાર આખ્યો, યાહાટી ચ્યાય પેલ્લા કરારાલ જુનો કોઅય દેનહો, એને જીં કાયબી જુના હેય એને ગોહાયેહે તી પારવાયને નિંગી જાંહાટી તિયાર હેય.