9
દુનિયાદારી માંડવો
આમી પેલ્લા કરારામાય, પોરમેહેરે ઈસરાયેલ લોકહાન આરાધના બારામાય એને યે દોરત્યેવોય બોનાડલા જાનારા માંડવા બારામાય નિયમ દેનલા આતા. યોક મેળાપા માંડવો બોનાડલો આતો, જ્યામાય ચ્યાહાય યોક પોડદો ટાંઅગીન બેન રુમો બોનાડી દેન્યો, પેલ્લ્યે રુમમાય યોક ધુપદાની આતી ચ્યે હાત પાખડા આતા. એને તાં યોક મેજબી આતો જ્યાવોય ચોડાવલ્યો જાનાર્યો બાખ્યો થોવલ્યો જાત્યો આત્યો, યે રુમેલ પવિત્ર જાગો આખવામાય યેય.
એને પાછી બીજી રુમ જીં પોડદા પાછલા આતી, ચ્યેલ પરમપવિત્ર જાગો આખવામાય યેહે. એને યે રુમમાય, યોક હોના વેદી આતી, જ્યા વાપર ધુપ બાળાહાટી કોઅવામાય યેય. ચ્યાવોય યોક આંદાર-બાહારથી હોનાથી મોડાવલી કરારકોષા પેટીબી આતી, યે પેટ્યેમાય તીન વસ્તુ આત્યો, માન્નાથી બોઅલાં હોના વાહણા, હારૂના લાકડી, જ્યેવોય કળ્યો ખિલલ્યો આત્યો, એને દોહો આગનાયો લોખલ્યો દોગડા બેન પાટ્યો, જ્યો પોરમેહેરાય મૂસાલ દેનલ્યો આત્યો. ચ્યે હોના પેટ્યેવોય બેન મહિમામય કરુબ આતા, જ્યા યે વાતે નિશાણી આતા કા પોરમેહેર ચ્યા જાગાવોય હેય, એને ચ્યા કરુબ પોતાના પાખડાહાથી ચ્યા જાગાલ ડાકતા આતા, બાકી આમી યે બોદયે વાતહેબારામાય ઉંડેથી આખના સમય નાંય હેય.
દુનિયાદારી સેવાયે હદ્દ
યે રીતે ચ્યાહાય માંડવો તિયાર કોઅયો, તોવે યાજક આરાધના કોઅરાહાટી કેવળ પેલ્લ્યે રુમમાય યેતા આતા એને પોતાની દિને રોજ્યે વિદ્યેહેલ પુરાં કોઅતા આતા. બાકી બિજ્યે રુમમાય યોકા વોરહામાય યોકુજદા કેવળ મહાયાજકુજ જાતો આતો, એને લોય લેયા વોગાર તાં નાંય જાવાય ચ્યાહાટી તો પોતાના હાતે કાયામ ચ્યા જોનાવરહા લોય લેઈને જાતો આતો, જીં બેટ ચોડાવલેં જાતે આતેં, એને તો યાલ પોતાના પાપહા માફ્યે હાટી એને લોકહા પાપહા માફ્યે હાટી જ્યેં ચ્યાહાય અજાણ્યામાય કોઅલે આતેં પોરમેહેરાલ ચોડાવતો આતો.
યે રીતે પવિત્ર આત્મા ઈ હોમજાડા માગહે કા જાંવલોગુ યે દોરત્યેવોય મેળાપવાળો માંડવો એને યે વિદ્યો પાળલ્યો જાતહયો, તાંવ લોગુ હોરગામાય પોરમેહેરા આસલીમાય પરમપવિત્ર જાગો લોકહાહાટી ખુલ્લો નાંય હેય. યેથી ઈ ચોખ્ખાં હેય કા પોરમેહેરાલ ચોડાવલ્યો ગીઅલ્યો બેટ એને બલિદાન માય ચ્યા લોકહા રુદયાલ સિદ્ધ બોનાવના ગોતી નાંય આતી, જ્યેં યાહાન ચોડાવતે આતેં. 10 કાહાકા ચ્યા નિયમ કેવળ લોકહા ખાઅના-પિઅના બારામાય એને બિજા શુદ્ધીકરણા બારામાય દેખાડતાહા જ્યાથી લોક બારેને ચોખ્ખેં ઓઅય જાતહેં, બાકી યાહા રુદયાસે કાય લેયના-દેયના નાંય હેય, યે વિદ્યેહેલ તાંઉલોગુ માનના આતાં જાંવલોગુ કા પોરમેહેરાય પોતાનો નોવો નિયમ સ્થાપિત નાંય કોઅયો.
હોરગ્યો માંડવો
11 યાહાટી આમી ખ્રિસ્ત ચ્યે બોદયે હાર્યે વસ્તુહુવોય મહાયાજક બોની ગીયહો જીં આમી લોગુ યેનહી, ચ્યાય હોરગામાય એને વોદારે મહાન, વોદારે સિદ્ધ મેળાપા માંડવામાય આંદાર ગીયહો, તો માઅહા આથાકોય નાંય બોનાવલો ગીઅલો આતો એને યા દુનિયા ભાગ નાંય હેય. 12 ખ્રિસ્તાય પરમપવિત્ર જાગામાય કેવળ યોક વોખાત એને કાયામમાટે આંદાર ગીયો, તો પોતાના હાતે બોકડાહા એને વાછડાહા લોય લેયને નાંય ગીઅલો આતો, બાકી ચ્યા બલિદાન ચ્યા પોતાના લોય આતાં, એને યાથી ચ્યાય આમહાન પાપથી કાયામમાટે છોડાવી લેદા.
13 મૂસા નિયમાનુસાર ચ્યા લોકહાવોય બોકડાહા એને બોળદ્યાહા લોય એને બેટ ચોડાવલા વાછડાહા બુંબર્યા છાંટલા જાહાય તો વિદિનુસાર ખારાબ રોતેહેં, ઈ કામ ચ્યાહાલ બારેને ચોખ્ખાં કોઅતા આતાં. 14 તે પાછે વાયજ વિચાર કોઅય એઆ કા ખ્રિસ્તા લોય આમહે રુદયાલ ચ્યા કામહાથી કોલહા ચોખ્ખાં કોઅરી જ્યેં મોરણા એછે લેય જાતહેં, એટલે આમા જીવતા પોરમેહેરા આરાધના કોઅય હોકજે. કાહાકા અનંત આત્મા સામર્થ્યા થી, ખ્રિસ્તાય આમહે પાપહાહાટી પોતે પોતાલ બલિદાના રુપામાય પોરમેહેરાલ બેટ છોડવી દેનો. 15 યા લીદે ખ્રિસ્ત લોકહા હાતે યોક નોવા કરારા મધ્યસ્થ ઓઅહે, એટલે ચ્યા લોક જ્યા પોરમેહેરાથી હાદલા ગીયહા, ચ્યે ચ્યા અનંત બોરકાતેલ મેળવી હોકે જ્યાહા વાયદો પોરમેહેરે કોઅલો આતો. એહેકેન યાહાટી ઓઅય હોકહે કાહાકા ખ્રિસ્ત ચ્યાહાન ચ્યા પાપહા ડૉડ છુટકો કોઆડાહાટી મોઅઇ ગીયો જ્યા ચ્યાહાય પેલ્લા કરારા આધીન કોઅલા આતા.
16 જાં વસીયતનામા કોઅલા હેય, તાં જરુરી હેય કા કરાર કોઓનારા મોરણ પેલ્લા ઓઅરા જોજે. 17 તોવે વારીસદાર તી બોદા મેળવી હોકહે જીં વસીયતમાય ચ્યાલ દેનલા ગીઅલા આતાં, કાહાકા જો વસીયતનામાવાળો આજુ જીવતો હેય, તે ઈ શક્ય નાંય હેય કા ચ્યાથી દેનલા ગીઅલા નિયમાહાલ લાગુ કોઅલા જાય.
18 યાહાટી પોરમેહેરાથી દેનલો પેલ્લો કરારબી વોગાર લોયેથી શુરવાત નાંય જાયલો આતો. 19 જોવે મૂસાયે બોદા લોકહાન નિયમા આગનાયે બારામાય આખ્યાં, યા પાછે ચ્યાય વાછડાહા એને બોકડાહા લોય લેયને ચ્યાલ પાઅયામાય બેખળ્યા, પાછે ચ્યાય વોદારે લાલ રંગા ઊનાલ જુફા નાંવા જાડા ડાહાગ્યો બાંદિન એને યાલ લોયેમાય બુડવીન નિયમા ચોપડ્યેલ એને બોદા લોકહાવોય છાટી દેના. 20 જોવે મૂસા ઈ કોઅય રિઅલો આતો, ચ્યાય લોકહાન આખ્યાં, “ઈ પોરમેહેરાપાઅને દેનલા ગીઅલા ચ્યા પેલ્લા કરારા લોય હેય, જ્યાલ માનના આગના તુમહાન દેનલી હેય.”
21 યેજ રીતેથી મૂસાયે માંડવો એને ભક્તિહાટી વાપર ઓઅનારા બોદા સામાનાવોય લોય છાટયા. 22 મૂસા નિયમાહા નુસાર લગભગ બોદીજ વસ્તુહુલ લોય છાટીન ચોખ્ખેં કોઅલે જાં જોજે, લોય વોવાડ્યા વોગાર, પોરમેહેર લોકહાન ચ્યાહા પાપહાહાટી માફી નાંય કોઅય હોકે.
ઈસુ ખ્રિસ્તા બલિદાનાથી પાપહા માફી
23 યાહાટી ઈ જરુરી આતાં કા મેળાપા માંડવો એને ચ્યામાઅને બોદી વસ્તુહુલ વિદયેનુસાર ચોખ્ખાં કોઅરાહાટી જોનાવરહા બેટ દેનલી જાય એને યો હોરગા વસ્તુહુ નકાલ હેય, બાકી હોરગામાઅની ચ્યે વસ્તુહુલ વિદયેનુસાર ચોખ્ખાં કોરાહાટી, જોનાવરહા લોયેથી વોદારે ઉત્તમ બલિદાના જરુરી આતી. 24 ચ્યા લીદે, ખ્રિસ્ત ચ્યા પવિત્ર જાગામાય નાંય ગીયો જ્યાલ લોકહાય બોનાડયોહો, જીં કા હાચ્ચાં પવિત્ર જાગા કેવળ યોક નમુનો હેય, બાકી તો આમહેહાટી પોરમેહેરા હામ્મે યાહાટી હિદો હોરગામાય ગીયો.
25 એને ખ્રિસ્ત પોતે પોતાલ ગેડી-ગેડી બલિદાન ચોડવાહાટી નાંય ગીયો, જેહેકેન દર વોરહે મહાયાજક યોકા જોનાવરા લોયાહાતે પરમપવિત્ર જાગામાય જાહાય. 26 નાંય તે પાછા ચ્યાલ દુનિયા શુરવાતથી લેયને બોજ વોખાત દુ:ખ ‌વેઠા પોડતા, બાકી ખ્રિસ્તાય સમયા આખરી સમાયમાય પોતાના બલિદાનથી પાપાલ મટાડી કેવળ યોકુજ વોખાત યેનો.
27 એને જેહેકેન માઅહા યોક વોખાત મોઅના એને ચ્યા પાછે પોરમેહેરાથી ચ્યા ન્યાય ઓઅના નોકીજ હેય. 28 ચ્યેજ રીતેથી, ખ્રિસ્તાય યોકુજ વોખાત પોતે પોતાલ બલિદાના રુપામાય ચોડવી દેનો, એટલે તો બોદા માઅહા પાપહાલ દુર કોઅય દેય. જોવે તો બીજાદા યેઅરી, તોવે તો પાપાહાટી બલિદાન ઓરાહાટી નાંય યેઅરી, બાકી ચ્યાહા તારણાહાટી યેઅરી જ્યેં ચ્યા વાટ જોવી રીયહે.