10
જોનાવરહા બલિદાન પુરતાં નાંય
ભવિષ્યામાય યેનાર્યે હાર્યે વસ્તુહુ કેવળ યોક છાવડી હેય, બાકી વાસ્તવિક રુપે નાંય હેય, યાહાટી, નિયમાનુસાર લોક દર વોરહે યોકુજ બલિદાન દેતહેં, જ્યા પોરમેહેરાહાટી પાહાય યેતહા બાકી યા બલિદાનથી ચ્યા લોક કોદહી સિદ્ધ નાંય બોની હોકે. જો નિયમ ચ્યાહાન સિદ્ધ બોનાવી હોકહે, તે બલિદાન પેલ્લેથીજ બંદ ઓઅય જાતે, લોક વાસ્તવમાય પોતાના પાપહાથી છુટી ગીઅલા રોતા એને ચ્યાહામાય પાપી મેહસુસ નાંય રોતો. 3-4 બાકી બોળદ્યાહા એને બોકડાહા લોય પાપહાલ દુર નાંય કોઅય હોકે, તેરુંબી વોરહે દર વોરહે ઈ ચ્યા લોકહાન યાદ દેવાડેહે જીં પાપ ચ્યાહાય કોઅયેહે.
ઈસુ ખ્રિસ્તા બલિદાન પુરતાં હેય
5-6 યાહાટી ખ્રિસ્તાય દુનિયામાય યેત્યે વેળે પોરમેહેરાલ ઈ આખ્યાં, તું બલિદાન એને બેટ નાંય માગે, જીં બેટ જ્યેમાય જોનાવરહાલ પુરીરીતે બાળી દેનલે જાતહેં એને જીં બેટ જીં પાપહા માફ્યે હાટી ચોડાવલા જાહાય, તી બલિદાન કોઅરાહાટી તુયે માન માઅહું બોનાડી દેના. તોવે ખ્રિસ્તાય પોરમેહેરાલ આખ્યાં, એએ, આંય તો ઇચ્છા પુરી કોઅરાહાટી યેનહો, જેહેકેન કા નિયમાહા ચોપડયેમાય મા બારામાય લોખલાં હેય. ઉચલ્યા દાખલામાય ઈસુ ખ્રિસ્ત આખહે, તું નાંય તે બલિદાન એને બેટ હોદતોહો, એને નાંય તી બેટ જ્યેમાય જોનાવરહાલ પુરીરીતે બાળી દેનલે જાતહેં એને જીં બેટ જીં પાપહા માફ્યે હાટી ચોડાવલા જાહાય, કાહાકા તી બલિદાન તુલ ખુશ નાંય કોઅય. (ઈ બલિદાન તે નિયમાનુસાર ચોડાવલેં જાતહેં.) 9-10 એને પાછે ખ્રિસ્તે યે રીતે આખ્યાં, ઓ પોરમેહેર, આંય તો ઇચ્છા પુરી કોઅરાહાટી યેનહો, એને પોરમેહેરા ઇચ્છા નુસાર, ઈસુ ખ્રિસ્તાય બલિદાના હારકા કાયામમાટે કેવળ યોકુજ વોખાત પોતાના શરીરાલ અર્પણ કોઅયા. એને યા માધ્યમથી, પોરમેહેરાય આપહાન પવિત્ર બોનાડયાહા. યે રીતે, ઈસુ ખ્રિસ્ત પેલ્લા કરારા બલિદાનહાલ ઓટાડી દેહે, એટલે તો બિજો કરાર સુરુ કોઅય હોકે.
11 હર યોક યાજક વેદ્યે હામ્મે ઉબો રોયન દિને ને-દિનેરોજ યોકાજ જાત્યા બલિદાન ચોડાવતેહે, જીં પાપાલ કોદહીબી દુઉ નાંય કોઅઇ હોકે. 12 બાકી ઈસુ ખ્રિસ્તાય પાપહા માફ્યે હાટી પોતેજ કાયામમાટે યોક બલિદાના રુપામાય દેય દેના, એને તો સિંહાસનાવોય પોરમેહેરા જમણી એછે બોદહાથી ઉચા માનાપાના જાગાવોય જાયને બોહી ગીયો. 13-14 ઈસુ ખ્રિસ્તાય પોતાના શરીરાલ કેવળ યોકુજ વોખાત પોરમેહેરા હામ્મે બલિદાના હારકા દેય દેના એને યા લીદે, ચ્યા લોકહાન ચોખ્ખેં કોઅયેહે એને ચ્યે કાયામમાટે ન્યાયી હેતેં, એને આજે તો તાં હેય જાંવલોગુ ચ્યા બોદા દુશ્માન પોરમેહેરાથી આરી નાંય જાય એને ચ્યા પાગા તોળે નાંય કોઅય દેનલા જાય.
15 યા બારામાય પવિત્ર આત્મા સાક્ષીબી આમહેપાય હેય, કાહાકા પવિત્રશાસ્ત્રામાય પ્રભુય આખ્યાં કા, 16 સમય યી તોવે આંય ચ્યાહાહાટી યા કરાર નોક્કી કોઅહી, પ્રભુ આખહે, આંય મા નિયમ ચ્યાહા રુદયામાય થોવહી, આંય ચ્યાહાન ચ્યાહા મોનામાય રાખહી. 17 પાછી પોરમેહેર ઈ આખહે, આંય ચ્યાહા પાપહાન, એને ચ્યાહા ખારાબ કામહાલ પાછી કોયદિહી યાદ નાંય કોઅહી.
18 એને આમી જોવે પોરમેહેરે પાપહા માફી કોઅય દેનહી, તે પાછે પાપાહાટી બિજા બલિદાના જરુરી નાંય રોય.
ઇંમાતથી પોરમેહેરાપાય જાઅના
19 યાહાટી ઓ બાહાબોઅયેહેય, કાહાકા ઈસુય આમહેહાટી પોતાના લોય દેના, આમા બિઅયા વોગાર હોરગા બોદહા પવિત્ર જાગામાય આંદાર જાય હોકજેહે. 20 યોક બલિદાના હારકા મોઅઇ ગીયો ખ્રિસ્ત હોરગા પવિત્ર પોડદા માધ્યમથી આંદાર ગીયો એને નોવો રસ્તો બોનાડયો જ્યામાય આમા જીવન મેળવુહુ. 21 આમી આમહેપાય યોક આમહે ઓહડો મહાન યાજક હેય, જો પોરમેહેરા બોદા લોકહાવોય રાજ કોઅહે. 22 ઈસુ ખ્રિસ્તા લોય છાટવાથી, આમહે અશુદ્ધ રુદય દુર ઓઅય ગીયહા, એને આમહે શરીરાલ ચોખ્ખાં પાઆયાથી દોવલાં જાવાથી, આમહાન તિયાર કોઅલા ગીયહા, યાહાટી આમી યા, આમા હાચ્ચે દિલથી એને મજબુત બોરહાહાતે પોરમેહેરાપાય જાતા.
23 એને આપહે આશાયે કબુલાતેલ મજબુતથી દોઅય રાખતેં, કાહાકા પોરમેહેર ઇમાનદારીથી તો બોદા કોઅરી જીં ચ્યાય કોઅના વાયદો કોઅલો આતો. 24 યા આપા યોકબીજાહાટી પ્રેમાકોય પુરાં ઓરા એને હારેં કામે કોઅરાહાટી ઉત્તેજન દેતા રોતા. 25 યોકબિજાહાતે આરાધના કોઅરાહાટી યોકઠા ઓઅના મા છોડહા, કાહાકા કોલહાક લોક એહેકેન કોઅય રીયહા, બાકી આપા યોકબિજાલ આજુ વોદારે ગોત્યેથી ઉત્તેજન કોઅતે કાહાકા આપા જાંઅજેહે કા પ્રભુ માહારીજ પાછો યેનારો હેય.
26 આમહાય ચ્યે વસ્તુહુલ કોઅના હેય, કાહાકા જો આમા હાચ્ચાયે જ્ઞાન મેળવ્યા પાછે બી જોવે આમા પાપ કોઅયા કોઅજે, તે કાય બિજા બલિદાન નાંય હેય જીં આમહે પાપહાલ દુર કોઅય હોકે. 27 યા કોઅતા, પોરમેહેરા બિકથી ચ્યાહાન ન્યાય કોઅરાહાટી એને બોળતા આગડામાય ડોંડ મિળાહાટી વાટ જોવાં પોડી કાહાકા ચ્યે ચ્યા દુશ્માન હેતેં.
28 જોવે મૂસા નિયમાહાલ નાંય પાળનારાલ બેન કા તીન જાંઅહા સાક્ષ્યે આધારાવોય, દોયા વોગાર માઆય ટાકેત. 29 જો મૂસા નિયમાનુસાર સજા ઓહડી ઓઅતી, તે વિચાર કોઆ જીં માઅહું પોરમેહેરા પોહા નાકાર કોઅહે, ચ્યા સજા યાથીબી વોદારે ઓઅરી. કાહાકા ચ્યાય પોરમેહેરા પોહાલ પાગા તોળે છુંદી ટાક્યહો, એને ખ્રિસ્તા લોયાલ અશુદ્ધ માન્યા જ્યાથી પોરમેહેરાય ચ્યાલ બોનાડાહાટી નોવો કરાર સુરુ કોઅયેલ, ચ્યાય પવિત્ર આત્મા અપમાન કોઅયોહો જ્યાથી ચ્યાય સદા મોયા મેળાવલી આતી.
30 ચ્યાહાન બોજ ભયાનક સજા દેનલી જાઅરી કાહાકા ઓ પોરમેહેરુજ હેય જ્યેં યો વાતો આખલ્યો હેય, “બોદલો લેઅના મા કામ હેય, આંયજ બોદલો લિહીં,” એને પાછી ઈ, કા “પ્રભુ ચ્યા પોતાના લોકહા ન્યાય કોઅરી.” 31 જીવતા પોરમેહેરા આથાથી સજા મેળાવના યોક બોજ ભયાનક વાત હેય.
32 ચ્યા વિતી ગીઅલા દિહાહાન યાદ કોઆ, જોવે તુમહાય પેલ્લીવાર ખ્રિસ્તા બારામાય હિક્યા, ચ્યે સમયે તુમા દુઃખ વેઠીનબી કેહેકેન મજબુત બોની રીયલે. 33 તુમહેમાઅને કોલહાક લોકહાય તે બોદહા હામ્મે અપમાન એને અત્યાચાર સહન કોઅયા, એને કોલહાક લોકહાય તે ઓહડી પરિસ્થીતીમાય પોડલાહા બાગીદારબી ઓઅયા.
34 તુમા કૈદ્યાહા દુઃખામાયબી દુ:ખી બોન્યા, એને તુમહે પોતાની મિલકાતબી આનંદથી લુટી લા દેની, કાહાકા તુમા જાંઅતે આતેં કા તુમહેપાય યાથી કોલાહાક વોદારે ઉત્તમ એને કાયામ રોય ઓહડી મિલકાત હેય.
35 યાહાટી ઈંમાત મા છોડાહા, એટલે કા પોરમેહેર તુમહાન મોઠા પ્રતિફળ દેઅરી. 36 તુમહાન ધીરજ રાખના જરુરી હેય, યાહાટી કા જોવે તુમા પોરમેહેરા ઇચ્છા પુરી કોઅહા, તોવે તો ચ્યો બોદ્યો વસ્તુ દેઅરી જ્યેહે વાયદો ચ્યાય તુમહાન કોઅયેલ. 37 જેહેકેન પવિત્રશાસ્ત્ર આખહે, “આમી બોજ વોછો સમય બાકી રોય ગીઅલો હેય, જો યેનારો હેય તો યેઅરી, એને તો વાઆ નાંય લાવરી. 38 એને મા માઅહે જીં માઅહું બોરહાકોય પોરમેહેરાઆરે ન્યાયી ઠોરલાં હેય તી જીવતા રોય, એને જો ચ્યાય માયેવોય બોરહો કોઅના બંદ કોઅય દેનો તે ચ્યાથી આંય ખુશ નાંય ઓઉં.”
39 જ્યેં પોરમેહેરાવોય બોરહો કોઅના છોડી દેતહેં એને ચ્યે નાશ ઓઈ જાતહેં, ચ્યા લોકહામાઅને આમા નાંય હેજે, બાકી જ્યેં પોરમેહેરાવોય બોરહો કોઇન આત્માલ બોચાડતહેં ચ્યા લોકહામાઅને આમા હેજે.