11
બોરહા મહત્વ
બોરહો ચ્યે વાતહે પાક્કી ખાત્રી હેય, જ્યેં આમા આશા રાખજે એને ચ્યે વસ્તુહુ સાબિતી હેય, જ્યેહેલ આમા નાંય એઅજે. આમે વડીલાહા યેજ પરમાણના બોરહા લીદે પોરમેહેરાય દેખાડયા કા તો ચ્યાહાથી ખુશ આતો. બોરહા કોઇન આપા જાંઆય લેજેહે કા દુનિયાલ પોરમેહેરા વચનાથી બોનાડ્યા, યાહાટી આપા જી બી એઅજેહે, જીં દેખાય નાંય ચ્યાથી બોનલા હેય.
બોરહો કોઅવાથીજ આદામા પોહો હાબેલે ચ્યા મોઠા બાહા કાઈના કોઅતા ઉત્તમ બલિદાન પોરમેહેરાલ ચોડાવ્યા, ચ્યા લેદે પોરમેહેરે હાબેલાલ ન્યાયી જાહીર કોઅયો. કાહાકા પોરમેહેરે ચ્યા બલિદાનથી પ્રસન્ન આતો, ચ્યા મોરણ ઓઅય ચુક્યાહા, બાકી તેરુંબી આમી આમહાન હિકાડી રીયહા બોરહો કેહેકેન રા જોજે.
બોરહો કોઅના લીદેજ હનોખ નાંવા માઅહાલ પોરમેહેર હોરગામાય લેય ગીયો, એટલે તો મોરણા અનુભવ નાંય કોએ, એને કાદાલુજ ચ્યા કુડી નાંય મિળી. એને પોરમેહેર ચ્યાલ હોરગામાય લેય જાયના પેલ્લો ચ્યાથી પ્રસન્ન આતો, જેહેકેન કા પવિત્રશાસ્ત્રામાય લોખલાં હેય. એને બોરહો કોઅવાથીજ આમા પોરમેહેરાલ પ્રસન્ન કોઅય હોકજેહે, કાહાકા પોરમેહેરાપાય યેનારાહાલ બોરહો કોઅરા જોજે, કા તો હેય, એને તો ચ્યા લોકહાન કા જ્યા ચ્યાલ હાચ્ચાયેથી જાંઅરા કોશિશ કોઅતાહા, ચ્યા પ્રતિફળ દેહે.
બોરહો કોઅના લીદેજ નોહા નાંવા માઅહાય ચ્યા યેનારા મહાપુરા બારામાય જો કોદહી ચ્યાય દેખ્યેલ નાંય, પોરમેહેરાથી ચેતાવણી મેળવીન આગના પાળીન પોતાના ગોરહયાન બોચાવાં હાટી જાહાજ બોનાડ્યા. ચ્યા બોરહા લીદે યા દુનિયા જ્યા લોક બોરહો નાંય કોઅતા આતા, ચ્યાહા નિંદા કોઅયી, બાકી તો ચ્યા ન્યાયપણાનો ઓદિકારી બોન્યો, જીં બોરહા આધારાવોય હેય.
બોરહો કોઅના લીદેજ આબ્રાહામ નાંવા માઅહું પોરમેહેરાય ચ્યાલ યોકે જાગે જાંહાટી હાદ્યો, આગના માનીન તો ચ્યા જાગાએસે નિંગી ગીયો જ્યાલ પોરમેહેર ચ્યાલ વારસામાય દેનારો આતો. આબ્રાહામ ઈ નાંય જાંઅતો આતો, કા કેછ જાતહાવ, તેરુંબી તો ચ્યે જાગે જાંહાટી નિકળ્યો. બોરહો કોઅના લીદેજ ચ્યે ચ્યાલ વાયદો કોઅલા દેશામાય પરદેશી બોનીન રિયો, તો પોતાનો પોહો ઈસાક એને યાકૂબહાતે માંડવાહામાય રિયો, જ્યા ચ્યા વાયદા વારીસ આતા. 10 કાહાકા તો ચ્યા સ્થિર પાયાવાળા શેએરા વાટ જોવતો આતો, જ્યા રચના કોઅનારો એને બોનાડનારો પોરમેહેર હેય.
11 આબ્રાહામા બોરહો કોઅના લીદેજ સારાયે પોતે ડાયી આતી તેરુંબી, મોયના રાંહાટી સામર્થ મેળવ્યા, કાહાકા ચ્યેલ બોરહો આતો કા પોરમેહેર તીંજ કોઅરી જો ચ્યાય વાયદો કોઅયેલ. 12 જોવે આબ્રાહામ પાહાહાન જન્મો દાંહાટી બોજ ડાયો ઓઅય ગીઅલો આતો, તોવે ચ્યાથી ઓલા કુળ તિયાર જાયા, જ્યા આકાશા ચાદલેં યેને દોરિયા મેરાવોયને રેઅટા હારકે ગોણાય નાંય ઓલે આતેં.
13 યા બોદા લોક જ્યાહાય પોરમેહેરાવોય બોરહો કોઅયો, ચ્યે વસ્તુહુલ મેળવ્યા વોગાર મોઅઇ ગીયે, જ્યાહાન પોરમેહેરે વાયદો કોઅયેલ. બાકી ચ્યાહાય દુરથી એઇન આનંદિત જાયા એને માની લેદા, એને ઇબી જાંઅયા કા આમા દોરત્યેવોય પરદેશી હેજે. 14 જ્યે યે પરમાણેની વાતો આખતેહે, ચ્યે ઈ સાબિત કોઅય દેતહેં, કા ચ્યે યોક ઓહડા દેશા ઓઅરાહાટી આશા કોઅતેહે જો ચ્યાહા ઓઅરી.
15 એને જ્યા દેશામાઅને નિંગી યેનલે આતેં, જો ચ્યા બારામાય વિચાર કોઅતે તે ચ્યે પાછે તાં જાય હોકતે આતેં. 16 બાકી ચ્યે યોક ઉત્તમ એટલે હોરગા દેશ હોદના માય લાગલે આતેં, યાહાટી પોરમેહેર ચ્યાહા પોરમેહેર આખાડનામાય પ્રસન્ન આતો, કાહાકા ચ્યેય ચ્યાહાહાટી યોક શેહેર તિયાર કોઅયાહાં.
17-18 જેહેકેન કા તુમા જાંઅતેહે કા જોવે પોરમેહેરે આબ્રાહામાલ ઈ આખલા આતાં, “તુમહે વિશેષ પ્રિય પોહો ઈસાકથી તુમહે પરિવારા કુળ ગોણલા જાઅરી,” પાછીબી ચ્યે પારખ્યા કા ભલે તો યા પોહાલ બલિદાન દેઅરી, બાકી ચ્યાલ પોરમેહેરા યા વાયદાવોય ઓલો બોરહો આતો કા તો ચ્યા બલિદાન કોઅરાહાટીબી તિયાર ઓઅય ગીયો. 19 કાહાકા ચ્યાલ પુરો બોરહો આતો કા પોરમેહેર ચ્યાલ પાછો જીવતો કોઅય દેઅરી, આસલીમાય આમહે આખના મોતલાબ કેવળ ઈ હેય કા આબ્રાહામાય યોક રીતે ઈસાકાલ મોઅલા માઅને પાછો જીવતો મેળવ્યો.
20 બોરહો કોઅના લીદેજ ઈસાકે ચ્યા બેની પોહા યાકૂબ એને એસાવાલ ભવિષ્યાહાટી બોરકાત દેની. 21 બોરહો કોઅના લીદેજ યાકૂબે મોઅઇ જાઅના ઓણ્યેવોય યોસેફા, બેની પોહાહાલ યોકા-યોકા પાહાલ બોરકાત દેની, એને ચ્યાય લાકડયે નેટો લેઈને નોમીન પોરમેહેરા આરાધના કોઅયી. 22 બોરહો કોઅના લીદેજ યોસેફે મોઅઇ જાઅના આગલા, બોરહાથી આખ્યાં, કા ઈસરાયેલા લોક મિસર છોડી દેઅરી, ઓલે લોગુ કા ચ્યાહાન આગના દેની કા જોવે ચ્યા જાય તે ચ્યાહા આડકે પોતાના હાતે લેય જાય.
23 બોરહો કોઅના લીદેજ મૂસા આયહે આબહે ચ્યાલ, જન્મ્યા પાછે ચ્યાલ તીન મોયના લોગુ દુબાડી રાખ્યો, કાહાકા ચ્યાહાય એઅયા, કા તો યોક વિશેષ પોહો હેય, એને ચ્યે રાજા આગના નાંય પાળવાથી બિઅતે નાંય આતેં. 24 બોરહો કોઅના લીદેજ મૂસા મોઠો જાયો, તોવે ફારુન રાજા પોહયે પોહો આખાડનાહાટી નાકાર કોઅયો. 25 ચ્યાય કમી સમયાહાટી પાપા સુખા આનંદ લેઅના કોઅતા પોરમેહેરા લોકહાઆરે દુઃખ વેઠના ઈ ચ્યાય વોદારે પોસંદ કોઅયા. 26 એને ખ્રિસ્તા લીદે નિંદા ઓઅના યાલ મિસર દેશા ભંડાર કોઅતા મોઠા માલમિલકાત ગોણ્યા કાહાકા તો ભવિષ્યમાય પોતાના પ્રતિફળ મેળવાહાટી વાટ જોવી રોઅલો આતો.
27 બોરહો કોઅના લીદેજ ચ્યે મિસર દેશાલ છોડી દેના એને રાજા ગુસ્સાલ નાંય બિઅયો, કાહાકા તો હુમજી ગીયો કા જો અદૃશ્ય હેય ચ્યા પોરમેહેરાલ એઅયોહો એહેકેન માની લેદો. 28 બોરહો કોઅના લીદેજ મૂસાયે ઈસરાયેલ લોકહાન પાસ્કા સણ માનના એને બાઅણા ચોકટાહાવોય ગેટા લોય છાટના આગના દેનલી આતી, એટલે પેલ્લા જન્મામાય યેનલા પોહાહા નાશ કોઅનારો દૂત ઈસરાયેલા લોકહા પેલ્લા જન્મામાય યેનલા પોહાહાન આથ નાંય લાવે.
29 બોરહો કોઅના લીદેજ ઈસરાયેલા લોકહાય લાલ દોરિયાલ પાર કોઅય લેદો, જાણે ચ્યે ઉખાલી દોરત્યેવોય ચાલતે આતેં, બાકી મિસરીયાહાય તેહેકેનુજ કોઅરા વિચાર્યા, તોવે ચ્યા બોદા બુડી મોઅયા. 30 બોરહો કોઅના લીદેજ ચ્યા યેરીખો શેહેરા દિવાલ, ઈસરાયેલ લોકહા હાત દિહી લોગુ ચ્યા ચારીચોમખી ફિર્યા તોવે તી ટુટી પોડી. 31 બોરહો કોઅના લીદેજ રાહાબ નાંવા જીં વેશ્યા આતી, પોરમેહેરા આગના નાંય પાળનારા લોકહાઆરે નાશ નાંય ઓઅયી, કાહાકા ચ્યેય યેરીખો શેહેરા ખોબાર કાડા યેનલા ઈસરાયેલા જાસુસાહા ખુશીથી સ્વાગત કોઅયેલ.
32 માન આજુ કાય આખના જરુર નાંય હેય, કાહાકા સમય કમી રોવાથી આંય ગીદિયોન, બારાક, સામસુન, યફતાહ, દાઉદ, શમુએલ એને ભવિષ્યવક્તાહા બારામાય વાત કોઅઉ. 33 યાહાય બોરહો કોઅના લીદેજ રાજ્યાહાલ જીતી લેદા, ન્યાયપણા કામ કોઅયે, વાયદો કોઅલ્યે વસ્તુહુલ મેળવ્યા, સિંહી વાગહાય ચ્યાહાલ નાંય ખાદાં, 34 આગ્યે ચ્યાહાલ નાંય બાળ્યા, તારવાયે દારથી ચ્યાહાલ નાંય માઅયા, એને નોબળા ઓઅયા તોવે મજબુત શક્તિવાળા બોનાડ્યા. ચ્યાહાય લોડાયમાય પરાક્રમ દેખાડયા, એને પોતાના દુશ્માનાહા સૈન્યાહાલ નાહાડી દેના.
35 કોલહ્યેક થેઅયેહેય પોતાના મોઅલા માઅને પાછા જીવતા મેળવ્યા. કોલહાક લોક રીબાય-રીબાયને મોઅઇ ગીયે એને ચ્યે ચ્યામાઅને યાહાટી છુટકારો નાંય માગતે આતેં કા જોવે ચ્યે મોઅલા માઅને પાછે જીવતે ઓએ તે ચ્યાહાન યોક બોજ હારાં જીવન મિળી હોકે. 36 કોલહાક લોકહા તે મજાક કોઅવામાય યેની, એને ચાપકાહા માર, બિજાહાન બાંદિન, એને જેલેમાય ટાકીન પારખવામાય યેને. 37 કોલહાક લોક દોગડાટીન માઆઇ ટાક્યા, કોલહાક લોકહાન કરવાટયેથી વેઅરી માઆઇ ટાક્યા એને કોલહાક લોકહાન તારવાયેથી વાડી ટાક્યા. ચ્યા ગરીબ આતા, ચ્યાહાન શિક્ષા દેની એને ચ્યાહાઆરે ખારાબ વેવહાર કોઅયો, ચ્યે ગેટા બોકડાહા ચાંબડા પોવીન એહે-તેહે બોટાકતે રિયે. 38 ઈ દુનિયા ચ્યાહાહાટી લાયકે જાગો નાંય આતો, ચ્યે ઉજાડ જાગામાય, ડોગહાવોય, બુયારાહામાય એને દોરત્યે ગુફાહા માય બોટાકતે એને દોબતે રિયે.
39 ચ્યાહા બોરહો કોઅના લીદેજ યા બોદહા બારામાય હારી સાક્ષી દેનલી ગીયી, બાકી જ્યા પોરમેહેરે ચ્યાહાન વાયદો કોઅલો આતો ચ્યાહાય તી પ્રતિફળ નાંય મેળવ્યા. 40 કાહાકા પોરમેહેરાપાય નાંય કેવળ ચ્યાહાહાટી, બાકી આપહેહાટીબી યોક અજાબ યોજના હેય. પોરમેહેર ચ્યાહાન સિદ્ધ બોનાડા માગહે, બાકી આપહેઆરે મેળવીન.