12
ધીરજ રાખના
યાહાટી જોવે બોરહા બારામાય કોલહાક લોકહા સાક્ષ્યે યોક બોજ ગીરદ્યે હારકા ચારી ચોમખીને ગેરી લેદલા હેય, તે યા, હર યોક રોકનારી વસ્તુ, એને વિળગી રોનારો પાપ દુર કોઇન, આમહાય જ્યેં વાટેવોય દાહુદતા જાં જોજે ધીરજથી ચ્યેવોય આગલા વોદતા જાઅના. એને બોરહા કર્તા એને સિદ્ધ કોઅનારા ઈસુવોય દિયાન દા, જ્યાંય ચ્યા આનંદાહાટી જો આગલા ભવિષ્યામાય ચ્યાહાટી નોક્કી કોઅલા આતાં, શરમાના કાય વિચાર નાંય કોઅતા, હુળ્યેખાંબા દુઃખ વેઠયાં એને એહેકેન મોઅઇ ગીયો, એને આમી પોરમેહેરા સિંહાસના જમણી એછે બોઠહો.
પોરમેહેરાથી શિક્ષા
યાહાટી ઈસુ બારામાય વિચાર કોઆ, જ્યાંય પાપ્યાહા ઓલોબોદો વિરોદ સહન કોઅયો, કા તુમા નિરાશ બોનીન ઈંમાત મા છોડહા.
તુમા પાપા વિરુદમાય સામનો કોઅતાહા, બાકી તુમહે લોય નાંય વોવાડ્યા ઓરી. જો પોરમેહેરાય તુમહાન પાહા માનીન જેહેકેન દેનેલ, તુમા ચ્યા ઉત્તેજન દેનારા સંદેશાલ વિહીરાય ગીયહા, “ઓ મા પોહાહાય, જોવે પોરમેહેર તુમહાન શિક્ષા કોએ ચ્યેલ તુમા નોકામી મા માનહા એને તો ઠપકો દેઅરી તોવે તુમા નિરાશ નાંય ઓઅતા. કાહાકા જ્યાલ પ્રભુ, પ્રેમ કોઅહે ચ્યાલ તો શિક્ષાબી કોઅહે, એને જ્યાલ પોહો ગોણહે, ચ્યાલ મારબી દેહે.”
તુમા દુ:ખાલ શિક્ષા હોમજીન વેઠી લા, કાહાકા પોરમેહેર તુમહાન ચ્યા પોહા ગોણીને તુમહેઆરે ઓહડો વેવહાર કોઅહે, બોદા પોહાહાલ ચ્યાહા આબહાથી શિક્ષા કોઅલી જાહાય. શિક્ષા તે બોદહાન કોઅવામાય યેહે બાકી તુમહાન શિક્ષા નાંય કોઅયી ઓરી, તે તુમા આસલીમાય ચ્યા પોહેં નાંય હેય.
પાછી જોવેકા આપહે શારીરિક આબહો બી આપહાન શિક્ષા કોએ એને આપહાય ચ્યા આદર કોઅયો, તે આપા આપહે આત્માહા આબહાથી શિક્ષા માની લા જોજે એટલે આપહાપાય જીવન મીળે. 10 આપહે શારીરિક આબહો તે પોતાના હોમાજનુસાર જેહેકેન ચ્યાહાન હારાં લાગ્યા, આમહાન શિક્ષા કોઅતા રિયા, બાકી પોરમેહેર આપહે ભલાયેહાટી આપહાન શિક્ષા કોઅહે એટલે આપા ચ્યા હારકા પવિત્ર બોની હોકજે.
આત્મિક જીવન શક્ત્યે નવિનતા
11 જ્યેં સમયે શિક્ષા ઓઅહે, ચ્યે સમયે શિક્ષા ઠીક નાંય લાગે, બાકી તી દુઃખ લાગહે, બાકી ચ્યા પાછે, જોવે આમા યાથી હિકી લેજેહે, તોવે આમહાન શાંતી મિળહે, કાહાકા આમા હાચ્યે રીતે જીવના શુરવાત કોઅજેહે.
12 યાહાટી ડીલા આથહાન એને લોથાડતા ગુટણાહાલ મજબુત કોઆ. 13 હારાં જીવન જીવા, પાછે જ્યા લોક તુમહે અનુસરણ કોઅતાહા, હાલમાય ચ્યે કમજોર એને લેંગડે હેય, ઠોકર નાંય ખાય એને પોડી નાંય જાય બાકી મજબુત બોની જાઅરી.
14 બોદહાઆરે મેળમેળાપથી રા, એને પવિત્ર ઓઅરાહાટી બોદ્યેજ રીતે કોશિશ કોઅતા રા, કાહાકા યા વોગાર કાદોજ વ્યક્તી પ્રભુલ નાંય એઅરી. 15 એને હાચવીન રા, ઓહડા નાંય બોને, કા કાદો પોરમેહેરા સદા મોયાથી આલાગ રોય જાય, એને તુમહે વોચમાય ઓહડા કુળ યેઅરી કા પરેશાન્યે કારણ બોના લાગે, ઓહડા માઅહું તુમહેમાઅને બોજ લોકહા જીવન બગડાવી હોકહે. 16 હાચવીન રોજા કા તુમહે વોચમાય કાદો વ્યબિચારી માઅહું નાંય રોય, એને નાંય આબ્રાહામા પોહો એસાવા હારકો ખારાબ રોય. જ્યાંય યોકુજ વેળાયે ખાઅનાહાટી પોતાના જેઠો પોહો ઓઅના ઓદિકાર વેચી દેનો. 17 તુમા જાંઅતાહા, કા પાછે જોવે ચ્યાય પોતાના આબહા બોરકાત મેળવા વિચાર્યા, તે તી ચ્યાલ નાંય મિળ્યાં, એને રોડીરોડીને ચ્યે બોરકાત માગના કોશિશ કોઅયી તેરુંબી ચ્યાય જીં કોઅયેલ ચ્યાથી મોન બોદાલના મોકો નાંય મિળ્યો.
18 તુમા સીનાય ડોગાવોય નાંય યેનહા, જ્યાલ એઅય કા આથલી હોકે, ઈહીં બોળતી આગ હેય, એને કાળાં વાદળાં, એને આંદારાં, એને તુફાન આતા. 19 ઈહીં નાયતે તુતારી આવાજ, એને બોલનારા ઓહડા આવાજ આતો, જ્યાલ વોનાનારાહાય આખ્યાં કા તો આમહાન કાય નાંય આખે. 20 ચ્યાહાય એહેકેન યાહાટી આખ્યાં, કાહાકા ચ્યે યે આગનાયેલ માનાહાટી નકાર કોઅયો, જીં પોરમેહેરાય ચ્યાહાન આખલા આતાં, “જો કોઅહાબી જોનાવર યા ડોગાલ આથલી, તે તો દોગડાટીન માઆઇ ટાકાયી.” 21 એને તી દર્શન ઓહડા બિયાડનારા આતા, ઓલે લોગુ કા મૂસાયે આખ્યાં, “માન બિઅયા યેહે એને કાપાડેહે.”
22 બાકી તુમા સીયોન ડોગા પાઆય યેના, જાં હોરગ્યા યેરૂસાલેમ હેય, જીં જીવતા પોરમેહેરા શેહેર હેય, જાં લાખો હોરગા દૂત આનંદ કોઅતાહા. 23 તુમા પોરમેહેરા પેલ્લા પાહા મંડળ્યેમાય યેનહા, જ્યાહા નાંવ હોરગામાય લોખલે હેય, ચ્યે હોરગામાય ન્યાયી લોકહા આત્મે હેય જ્યાહા આમી સિદ્ધ બોનાડયેહે, એને તુમા ચ્યા પોરમેહેરા પાહાય, યેનહે, જો બોદી વસ્તુહુ ન્યાય કોઅનારો હેય. 24 તુમા ઈસુપાય યેનહા જ્યાથી પોરમેહેર એને લોકહા વોચ્ચે નોવા કરારા મધ્યસ્થ ઓઅહે, એને વોવાડલ્યે લોયે પાહાય યેનહે, જીં હાબેલા લોયા હારકા પ્રતીશોદાહાટી રોડના કોઅતા માફ્યે વાત કોઅહે.
25 હાચવીન રા, એને ચ્યા આખનારા આગના પાળના મોનાય મા કોઅહા, કાહાકા ઈસરાયેલા લોકહાન જોવે દોરત્યેવોય ડોંડ દેનો કાહાકા ચ્યાહાય ચેતાવણી દેનારા આગનાયેહેલ નાંય પાળી. યાહાટી જો આમા ચ્યા હોરગામાઅને બોલનારા આગના નાંય પાળહુ તે આમા બી નાંય બોચી હોકહુ. 26 જોવે પોરમેહેર સીનાય ડોગાવોયને બોલ્યો, ચ્યે સમયેતે ચ્યા આવાજાય દોરતી આલવી દેની બાકી આમી ચ્યે ઓહડા વચન દેનહા કા, “આજુ યોકદા યોખલી દોરત્યેલુજ નાંય, બાકી આકાશ એને દોરત્યેલ આલવી દિહી.”
27 એને ઈ વાકય “યોકદા પાછા” યે વાતેલ દેખાડેહે, કા જ્યો વસ્તુ આલાવલ્યો જાત્યોહો, ચ્યે બોનાડલ્યો વસ્તુ ઓઅના લીદે ઓટાડી દેવાયી એટલે જીં નાંય આલાવલી જાઅરી, તીં બોની રોય. 28 યા લીદે આમહાન જીં રાજ્ય મિળ્યાહાં, તી નાંય આલી હોકે, યાહાટી આમહાય પોરમેહેરા આભાર માના જોજે એને ચ્યા ઇચ્છા નુસાર આદરભાવ એને દાક રાખીન ચ્યા આરાધના કોઅતા રોજે, 29 કાહાકા આપહે પોરમેહેર બાળી ટાકનાર્યે આગ્યેહારકો હેય.