2
ભેદભાવા પાપ
1 ઓ મા બાહાબોઅયેહેય, તુમા આપહે મહિમામય પ્રભુ ઈસુ ખ્રિસ્તાવોય બોરહો રાખતાહા યાહાટી તુમહામાય ભેદભાવા વિચાર નાંય રોય. 2 દાખલાહાટી જો યોક માઅહું હોના મુંદી એને સોબાતેં ફાડકે પોવીન તુમહે સોબાયેમાય યેહે, એને યોક ગોરીબ બી મેલેં ચોંડળાલેં ફાડકે પોવીન યેહે. 3 એને તુમા ચ્ચા સોબાતેં ફાડકાવાળાલ વદારે માનપાન દેયને આખે, “તું ઈહીં હારાં જાગાવોય બોહો,” એને ચ્ચા ગરીબાલ આખે, “તું તાંજ ઉબો રો,” કા “મા પાગહા ઈહીં યેયન નિચે બોહો.” 4 તે કાય તુમાહાય યોકા-બિજા ભેદભાવ નાંય કોઅયોહો એને કાય તુમા ખારાબ વિચારાહાકોયન ન્યાય કોઅનારા નાંય બોન્યાહા?
5 ઓ મા પ્રિય બાહાબોઅયેહેય વોનાયા, પોરમેહેરાય ચ્ચા લોકહાન નિવાડલા હેય, જ્યા યા દુનિયા નોજરેમાય ગરીબ હેય, યાહાટી કા બોરહામાય મિલકાતવાળા ઓઅઇ જાય એને ચ્ચા રાજ્યા વારસો બોને, જ્યાથી પોરમેહેરાય આપહે પ્રેમ કોઅનારાહાન દેયના વાયદો કોઅયોહો. 6 બાકી તુમહાય ચ્ચા ગરીબા અપમાન કોઅયાહાં, તુમા જાંઅતાહા કા યા મિલકાતવાળાજ લોક હેય જ્યા તુમહેવોય જુલુમ કોઅતાહા, એને ચ્ચાજ હેતા જ્યા તુમહાન બળજબરી કોય કોચરીમાય લેય જાતહા. 7 ચ્ચા ચ્ચાજ હેય જો ઈસુ ખ્રિસ્તા ઉત્તમ નાંવા વિરુદ ખારાબ વાતો બોલતેહેં, જ્યાવોય તુમા સબંધ રાખતાહા.
8 જો તુમા ચ્ચા ખાસ નિયમા આગનાયેહેલ પુર્યો કોઅતાહા જ્યો પવિત્રશાસ્ત્રમાય લોખલ્યો હેય, “કા તું પોતાના પોડુસીવોય પોતે હારકો પ્રેમ રાખ,” તે તુમા હારાં કોઅતાહા. 9 બાકી તુમા ભેદભાવ કોઅતાહા, તે તુમા પાપ કોઅતાહા, એને નિયમ તુમહાન દોષી ઠોરવેહે.
10 કાહાકા જો કાદો બોદા નિયમાહા પાલન કોઅહે, બાકી જો યોક આગના બી તોડી દેહે, તે તો બોદયે વાતહેમાય દોષી ગોણલો જાહે. 11 યાહાટી કા જ્યાંય ઈ આગના દેનહી, “તું વ્યબિચાર નાંય કોઅના,” ચ્ચાય ઈ બી આગના દેનહી, તું ખૂન નાંય કોઅના યાહાટી જો તુયે વ્યબિચાર તે નાંય કોઅયા, બાકી ખૂન કોઅયા તેરુંબી તુયે નિયમાહા પાલન કોઅનારો નાંય ઠર્યોહો.
12 યાહાટી તુમા ચ્ચા લોકહા હારકા બોલા એને દયાકોય કામબી કોઆ, જ્યાહા ન્યાય નિયમાનુસાર કોઅલા જાય જીં આમહાન છોડાવેહે. 13 કાહાકા જ્યાંય દયા નાંય કોઅયહી, ચ્ચા દયા વોગાર ન્યાય ઓઅરી, દયા ન્યાયાવોય જીત મેળવી.
બોરહો એને કામ
14 ઓ મા પ્રિય બાહાબોઅયેહેય, જો યોકતો આખે કા આંય પ્રભુ ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅહુ બાકી તો હારેં કામે નાંય કોએ, તોવે યાકોય કાય ફાયદો? કાય ઓહડો બોરહો કોવે ચ્ચા તારણ ઓઅય હોકહે. 15 જો યોકતા વિસ્વાસી બાહા યા બોઅયેહેલ ફાડકાહા જરૂરત ઓએ, એને ચ્ચાહાન રોજ-દિહી ખાઅના કોમી ઓએ, 16 એને તુમહેમાઅને યોકતો ચ્ચાહાન આખહે, “શાંતિથી જો, તુમા તાતા રા એને દારાલા રા,” બાકી જ્યો વસ્તુ શરીરાહાટી જરુરી હેય જો તુમા ચ્ચેહેન નાંય એએ, તે કાય ફાયદો. 17 તેહેકેન બોરહો બી, જો હારાં કામહાહાતે નાંય ઓએ તે આપા જીવ વગરના હેય.
18 બાકી કાદો આખી હોકે, “તુલ બોરહો હેય, એને આંય હારેં કામે કોઅતાહાંવ,” બાકી આંય આખતાહાવ, તું માન સાબિત કોઓ કા તુલ હારેં કામ કોઅયા વોગાર બોરહો હેય, એને આંય આપહે બોરહો આપહે હારેં કામ કોઅવાથી તુલ સાબિત કોયદિહી. 19 તુલ બોરહો હેય કા યોકુજ પોરમેહેર હેય, તે તું હારાં કોઅતોહો, બુતડે બી બોરહો રાખતેં, એને બીઈન કાપતેહેં. 20 બાકી ઓ મૂર્ખ માઅહાય કાય તું ઈ બી નાંય જાંએ, કા હારાં કામહા વોગાર બોરહો નોકામ્યો હેય?
21 નોક્કીજ આમહે આગલ્યા ડાયો આબ્રાહામ, પોતાના પોહો ઈસાકાલ વેદ્યેવોય ચોડવીન આપહે હારેં કામહાથી પોરમેહેરા હામ્મે ન્યાયી ઠોરાવલો ગીયો. 22 તુમાહાય એએઈ લેદા કા બોરહાય આબ્રાહામા કામહાહાતે મિળીન પ્રભાવ ટાક્યોહો એને ચ્ચાય જીં કોઅયા ચ્ચાથી ચ્ચા બોરહો પુરો ઓઅયો. 23 એને પવિત્રશાસ્ત્રા ઈ વચન હાચ્ચાં ઓઅયા, “આબ્રાહામાય પોરમેહેરાવોય બોરહો કોઅયો, એને ચ્ચા બોરહા લીદે પોરમેહેરાય ચ્ચાલ યોક ન્યાયી માઅહું ઠોરવ્યો” એને તો પોરમેહેરા મિત્ર આખાયો. 24 તુમહાય એએઈ લેદા કા માઅહું કેવળ બોરહાકોયજ નાંય, બાકી હારાં કામહાથી બી ન્યાયી ઠોરહે.
25 તેહેકોનુજ રાહાબ વેશ્યાબી જોવે ચ્ચેય જાસુસાહાન પોતાના ગોઅમે રાંહાટી જાગો દેનો, એને બિજ્યે વાટેથી દોવાડી દેના, તે તી પોતાના કામહાથી ન્યાયી ઠોરી. 26 જેહેકોય શરીર શ્વાસ વોગાર મોઅલા હેય તેહેકોયનુજ બોરહો બી હારાં કામહા વોગાર મોઅલો હેય.