8
ચાર ઓજાર લોકહાન ખાવાડના
(માથ્થી 15:32-39)
ચ્યા દિહહામાય, બોજ લોક ઈસુ પાહી યેના એને ચોમખી યોક મોઠો ટોળો બેગો જાયો. જોવે ચ્યાહાપાય ખાઅના નાંય આતા, તોવે ઈસુવે ચ્યા શિષ્યહાન હાદિન આખ્યાં. “માન યા લોકહાવોય દયા યેહે, આમી તીન દિહી જાયાહા, ચ્યા માયેપાંય હેતા, એને ચ્યાહાપાય ખાઅના કાયજ નાંય આતા. ઈહીમાઅને કોલાહાક જાંઆ બોજ દુઉરે યેનહા, જોવે આંય ચ્યાહાન બુખા ગોઓ દોવાડી દાંઉ, તોવે વાટેમાય ચ્યા થાકીન તાંજ રોય પોડી.” શિષ્યહાય ઈસુવાલ આખ્યાં કા, “યા ઉજાડ જાગામાય ઓલા બોદા લોકહાન ખાવાડા હાટી કેછને ખાઅના મીળે?” ઈસુવે શિષ્યહાન પુછ્યાં, “તુમહેપાય કોલ્યો બાખ્યો હેત્યો?” ચ્યાહાય આખ્યાં, “આમહાપાય હાંત બાખ્યો હેય.” તોવે ઈસુય બોદા લોકહાન દોરત્યેવોય બોહના આખ્યાં, તોવે ચ્યે બોહી ગીયે, પાછે હાંત બાખે લેદ્યો એને પોરમેહેરા આભાર માનીન બાખ્યે ટુકડા કોઇન શિષ્યહાન વાટી દાં આખ્યાં, એને ચ્યાહાય લોકહાન વાટી દેના. ચ્યાહાપાય વોછે વાહને માછલે બી આતેં, ચ્યાહાવોય પોરમેહેરાલ આભાર માનીન એને લોકહાન વાટાં શિષ્યહાન દેના. લોકહાય ખાદાં એને દારાઈ ગીયે, તોવે શિષ્યહાય હાંત ટોપલ્યો બોઇન વોદલા ખાઅના બેગા કોઅયા. એને માઅહે આસરે ચાર ઓજાર આતેં, ઈસુવે લોકહાન દોવાડી દેના. 10 એને તોવે ઈસુ તારાત શિષ્યહાઆરે ઉડીમાય બોહી ગીયો એને દાલમનૂતા વિસ્તારામાય યેનો.
પોરૂષીયા હોરગા નિશાણી માગતાહા
(માથ્થી 16:1-4)
11 પાછે વોછા પોરૂષી લોક ઈસુવાપાય યેના ચ્યાઆરે ચર્ચા કોઅતા લાગ્યા, એને ચ્યાહાય માગણી કોઅયી કા આમહાન હોરગા એછને મોઠે ચમત્કાર દેખાડ, ચ્યા ઈસુલ ફોસવા હાટી ઈ માગણી કોઅઇ રીયલા આતા. 12 બાકી ઈસુવે મોઠે હાઆ ટાકીન આખ્યાં, “યે પેડયે લોક કાહા મોઠે ચમત્કાર માગતાહા? હાચ્ચાંજ આખહુ યે પેડયેલ મોઠે ચિન્હ કાદે દિહી નાંય દેવાયી.” 13 એને ઈસુવે પોરૂષી લોકહાન છોડી દેના, તો ચ્યા ચેલાહાઆરે પાછા ઉડીમાય બોહી ગીયા એને ગાલીલ દોરિયા બિજ્યે બાજુ ગીયા.
પોરૂષીયા એને રાજા હેરોદા ખમીર
(માથ્થી 16:5-12)
14 તોવે શિષ્ય બાખે લેઅના વિહરાય ગીયા, એને ચ્યાહાપાય યોક બાખે સિવાય ઉડીમાય બીજ્યો બાખ્યો નાંય આત્યો. 15 ઈસુવે શિષ્યહાન ચેતાવણી દેયન આખ્યાં, “એઆ પોરૂષી લોકહા એને હેરોદ રાજા ખમીરથી બોચાંહાટી હાચવીન રોજા.” 16 ચ્યા ચ્યાહા વોચમાય યોકબીજાઆરે વાતો કોઅરા લાગ્યા, “તો એહેકેન યાહાટી આખી રીયલો હેય કાહાકા આમેપાય પુરત્યો બાખે નાંય હેય.” 17 ઈસુ જાંઆઈ ગીયો ચ્યા કાય વાતો કોઅતાહા તોવે શિષ્યહાન આખ્યાં કા, “આમેપાય બાખે નાંય હેય ઓહડા તુમા કાહા વિચાર કોઅતાહા? કાય તુમાહાય તુમહે મોનાલ ઓલા કોઠાણ બોનાવી લેદહા કા તુમા આજુબી હોમજી નાંય હોક્યાહા? 18 કાય તુમહે ડોળા આંદળા હેય તેન તુમહાન નાંય દેખાય? કાય તુમહે કાન બોઅર્યા હેય તેન તુમા નાંય વોનાત? એને તુમહાન યાદ નાંય રિયા? 19 તોવે તુમહાય ઉગારલા ટુકડાહા કોલ્યો ટોપલ્યો બોઅલ્યો” જોવે માયે પાચ ઓજારાહાહાટી કેવળ પાચ બાખ્યેહેકોય ખાવાડલા આતા? ચ્યાહાય ચ્યાલ જાવાબ દેનો, “બાર ટોપલ્યો.” 20 “એને ચાર ઓજાર લોકહાહાટી માયે હાંત બાખ્યો મુડયો, તોવે કોલ્યો ટોપલ્યો બોઅલ્યો?” ચ્યાહાય ચ્યાલ આખ્યાં “હાંત ટોપલ્યો.” 21 એને ઈસુવે શિષ્યહાન આખ્યાં, “આજુબી તુમા નાંય હોમજેત કા આંય કું હેય.”
ઈસુ આંદળા માઅહાન હારાં કોઅહે
22 તોવે ઈસુ એને ચ્યા શિષ્ય બેતસાદા ગાવામાય યેય પોઅચ્યા, તાં માઅહે યોક આંદળાલ ચ્યાપાય લેય યેને, એને ચ્યાલ વિનાંતી કોઅયી કા ચ્યાલ આથ લાવીન હારો કોએ. 23 ઈસુ આંદળાલ આથ દોઇન ગાવા બાઆ લેય ગીયો, પાછે, ચ્યા ડોળા વોય થુપ લાવ્યાં એને ઈસુવે ચ્યાવોય આથ થોવ્યો એને પુછ્યાં, કા “તુલ કાય દેખહાય?” 24 ચ્યે નોજાર કોઇન આખ્યાં, “માઅહે દેખાતેહે, બાકી માન જાખાં દેખાયેહે કાહાકા ચ્યા જાડાહા હારકા કાય ફીઅતા એઅતાહાવ.” 25 તોવે ઈસુય પાછા બિજ્યે વોખાત ચ્યા ડોળાહા ઉપે આથ થોવ્યો, તોવે ચ્યે ડોળા ઉગાડયા એને તો પુરીરીતે કોઅઇ હારો ઓઅઇ ગીયો, એને તો બોદા ચોખ્ખાં એઇ રીયલો આતો. 26 “પાછે ઈસુવે ચ્યાલ આખ્યાં ગોઓ ફિરી જો, બાકી ગાવા વાળહાન કાય આખાહાટી મા જાહે કા ઈહીં કાય જાયલા આતા.”
પિત્તર ઈસુવાલ ખ્રિસ્ત આખીન માની લેહે
(માથ્થી 16:13-20; લુક. 9:18-21)
27 ઈસુ એને ચ્યા શિષ્ય બેથસદા ગાવામાઅને કૈસરીયા ફિલીપીયા શેહેરા આહી-પાહિલ્યા ગાંવાહા જાગે ગીયા, તોવે વાટેમાય ઈસુવે ચ્યા શિષ્યહાન પુછ્યાં કા, “માઅહે માન કાય આખતેહે?” 28 શિષ્યહાય જાવાબ દેનો, “કોલહાક લોક આખતાહા કા તું યોહાન બાપતિસ્મા દેનારો હેય, બીજહા આખના હેય કા તું એલીયા હેય, એને બિજા-બિજા લોક આખતાહા કા તું ભવિષ્યવક્તાહા માઅને યોકતો હેય.” 29 તોવે ઈસુવે શિષ્યહાન પુછ્યાં કા, “બાકી તુમા તુમહે વચ્ચે કાય વિચાર કોઅતાહા કા આંય કું હેય?” તોવે પિત્તરે જાવાબ દેનો, “પોરમેહેરા ઇહિને દોવાડલો ખ્રિસ્ત હેય.” 30 તોવે ઈસુવે શિષ્યહાન ચેતાવણી દેયન આખ્યાં કા, “મા બારામાય કાદાલ આખના નાંય.”
ઈસુવે પોતાના મોરણા બારામાય ભવિષ્યવાણી આખી
(માથ્થી 16:21-૨૩; લુક. 9:22)
31 ઈસુય શિષ્યહાન હિકાડના સુરુ કોઅયા, “માન જીં માઅહા પોહાહાટી ઈ જરુરી હેય, કા બોજ દુ:ખ વેઠાં પોડી, એને આગેવાન માઅહે, મુખ્ય યાજક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ ચ્યાલ નાકારી દી એને માઆઇ ટાકી, એને તીન દિહી પાછે તો મોઅલાહામાઅને પાછો જીવતો ઉઠી.” 32 ઈસુય ઈ વાત ખુલ્લી-ખુલ્લી રીતે આખી દેની, તોવે પિત્તરે ચ્યાલ આલાગ લેય જાયન પીડા એને માઆઇ ટાકના બારામાય વાત કોઅયી યાહાટી ખિજવાયા લાગ્યો. 33 બાકી ઈસુ પાછો વોળીન એને શિષ્યહા એછે એઅયા એને પાછે પિત્તરાલ ખિજવાયો, “ઓ સૈતાન, મા હામ્મેથી દુર ઓઅઇ જો; કાહાકા તો વિચાર પોરમેહેરા એછને નાંય, બાકી માઅહા એછને હેય.”
ઈસુવા પાછલા ચાલના ચ્યા મોતલાબ કાય
(માથ્થી 16:24-28; લુક. 9:23-27)
34 એને શિષ્યહાઆરે લોકહાન હાદિન ચ્યે આખ્યાં, “જો કાદાં મા શિષ્ય બોના માગહે, ચ્યાલ પોતાલ નાકાર કોઅરા જોજે એને પોતાનો હુળીખાંબ ઉચકીન મા શિષ્ય બોને. 35 કાહાકા જીં માઅહું દોરત્યેવોય પોતે જીવ બોચાવાં માગહે, તો હાચ્ચાં જીવન ગુમાવી દી, બાકી તુમા જ્યા મા લીદે એને પોરમેહેરા હારી ખોબારે લીદે ચ્યા જીવ દેહે, તો હાચ્ચાં જીવન મેળવી. 36 યોક માઅહાન કાય લાભ જોવે ચ્યાલ બોજ મિલકાત મીળે બાકી પોરમેહેરાઆરે હાચ્ચાં જીવન ગુમાવી દેય? 37 યોક માઅહું પોરમેહેરાલ કાય દી હોકહે, જીં ચ્યા અનંતજીવન વેચાતાં લેય?” કાય નાંય. 38 જોવે તુમહેમાઅને કાદો માન ચ્યા પોરમેહેરા હારકો એને મા વાતહે પાળાહાટી મોનાઈ કોઅહે કાહાકા પોતે બિઅતાહા કા યા સોમાયા પાપી લોક તુમહે નુકસાન કોઅરી, પાછે આંય, માઅહા પોહાલ મોનાઈ કોઅઇ દિહી કા તુમા મા શિષ્ય હેય, જોવે આંય પવિત્ર દૂતહા આરે દોરતીવોય પાછો યીહીં, તોવે બોદા મા મહિમા પ્રતાપ દેખી જો મા આબહા હારકો હેય.