7
યોક આકાશ
1-2 ચ્યા પાછે, માયે ચાર હોરગા દૂતહાન દુનિયા ચારી ખુણહાવોય ઉબલા દેખ્યા, ચ્યા હોરગ્યા દૂતહાન દુનિયાલ વિપત્યેહેકોય નાશ કોઅના ઓદિકાર મિળલો આતો, ભલે ચ્યો દોરિયામાઅને રોય કા દોરત્યેવોયને રોય. ચ્યાહાય ચારી ખુણહા વોઅને વારો બંદ કોઅય દેનો, જેથી દોરિયામાય એને દોરતીવોય એને જંગલામાય વારો નાંય ચાલી હોકે. માયે દોરતીવોય આજુ યોક હોરગ્યા દૂતાલ પૂર્વ દિશામાય પ્રગટ ઓઅતા દેખ્યો, ચ્યાવોય પોરમેહેરાપાઅને યોક મોહર આતી, ચ્યા હોરગ્યા દૂતાય જોરખે બોંબલીન ચ્યા ચાર હોરગ્યા દૂતહાન આખ્યાં. “જાવ લોગુ આપા આપે પોરમેહેરા સેવાકાહા ટોલપાવોય મોહર નાંય લાવી દેજે, જેથી ચ્યા વિપત્તિકોય નાશ નાંય ઓએ, તાંવ લોગુ દોરતી એને દોર્યો એને જાડવાહાન નાશ નાંય કોઅના.”
ઈસરાયેલા યોક લાખ ચુમાલીસ ઓજાર લોક
જોવે હોરગ્યા દૂતહાય નિશાણી લાવના પુરાં કોઅયા, તોવે કાદાય તેરુ માન આખ્યાં કા જ્યા લોકહા નિંડાળાવોય હોરગ્યા દૂતહાય પોરમેહેરા મોહર લાવલી હેય, ચ્યાહા ગોણત્રી યોક લાખ ચુમાલીસ ઓજાર આતી, યા લોક ઈસરાયેલા બોદા બારા કુળાહામાઅને આતા. હોરગ્યા દૂતાય દરેક કુળામાઅને બારા ઓજાર લોકહાવોય મોહર લાવી. યહૂદા કુળામાઅને બારા ઓજાર લોકહાવોય મોહર લાવી, રુબેના કુળામાઅને બારા ઓજાર લોકહાવોય મોહર લાવી, એને ગાદા કુળામાઅને બારા ઓજાર લોકહાવોય મોહર લાવી. આશેરા કુળામાઅને બારા ઓજાર લોકહાવોય મોહર લાવી, નફતાલી કુળામાઅને બારા ઓજાર લોકહાવોય મોહર લાવી, મનશ્શા કુળામાઅને બારા ઓજાર લોકહાવોય મોહર લાવી. સિમોના કુળામાઅને બારા ઓજાર લોકહાવોય મોહર લાવી, લેવી કુળામાઅને બારા ઓજાર લોકહાવોય મોહર લાવી, ઇસ્સાખારા કુળામાઅને બારા ઓજાર લોકહાવોય મોહર લાવી. જબુલુના કુળામાઅને બારા ઓજાર લોકહાવોય મોહર લાવી, યોસેફા કુળામાઅને બારા ઓજાર લોકહાવોય મોહર લાવી, બિન્યામીના કુળામાઅને બારા ઓજાર લોકહાવોય મોહર લાવી.
લોકહા યોક મોઠી ગીરદી
ચ્યા પાછે માયે લોકહા યોક બોજ મોઠી ગીરદી દેખી, જ્યેલ કાદાબી ગોણી નાંય હોકતા આતા, ચ્યે દુનિયા બોદી જાતી, એને બોદા કુળા, દેશહા, એને બોદી ભાષા બોલનારાહા માઅને આતેં, ચ્યે રાજગાદી એને ગેટા હામ્મે ઉબલે આતેં, ચ્યે ઉજળેં ડોગલેં પોવલે આતેં એને બોદહા આથામાય ખુજરિયે ડાહાગ્યો દોઅલ્યો આત્યો, જ્યો સન્માન કોઅના પ્રતિક આત્યો. 10 એને ચ્યે જોરખે બોંબલીન આખે, “આમહે પોરમેહેરા સ્તુતિ ઓએ જો રાજગાદ્યેવોય બોઠલો હેય, એને ગેટા મતલબ ઈસુ ખ્રિસ્તા સ્તુતિ ઓએ, કેવળ તુંજ હેય જો આમહે તારણ કોઅતોહો.” 11 એને બોદા હોરગા દૂત જ્યા રાજગાદી એને વડીલાહા એને ચાર પ્રાણ્યાહા ચારીચોમખી ઉબલા આતા, ચ્યા બોદા ને બોદા રાજગાદ્યે હામ્મે ઉંબડા પોડી ગીયા, એને ઈ આખીન ચ્યાહાય પોરમેહેરા આરાધના કોઅયી. 12 “આમહે પોરમેહેરા, આમા સાદા તો સ્તુતિ એને મહિમા કોઅજેહે, તુલ ધન્યવાદ એને આદર દેજહે, આમા માનજેહેકા તું બોદી રીતીકોય જ્ઞાનવાન હેય, એને સામર્થી હેય, જો સાદાહાટી બોદા કામહાલ કોઅના યોગ્ય હેય.” આમેન.
13 યાવોય ચૌવીસ વડીલાહા માઅને યોકાય માન પુછ્યાં, “કાય તું જાંઅતોહો યેં ઉજળેં ડોગલેં પોવલે કુંઉ હેતેં? એને કેસરે યેનહે?” 14 તોવે માયે ચ્યાહાન આખ્યાં, “ઓ માલિક, આંય નાંય જાંઆવ બાકી તું જાંઅતોહો.” પાછો ચ્યાય માન આખ્યાં, “યેં ઉજળેં ડોગલેં પોવલા ચ્યા લોક હેય જ્યાહાય બોજ મોઠા સતાવા અનુભવ કોઅલો હેય, ચ્યાહાય ગેટા લોયાકોય પોત-પોતાલ પોરમેહેરા નોજરેમાય શુદ્ધ બોનાવી લેદલા હેય.” 15 યા લીદે ચ્યે પોરમેહેરા રાજગાદી હામ્મે ઉબલે હેય, એને ચ્યે બોદી વેળે રાત દિહી પોરમેહેરા ગોઅમે સેવા કોઅતેહે, એને જો રાજગાદ્યેવોય બોઠલો હેય, તો ચ્યાહા વોચમાય રોય એને ચ્યાહા હાંબાળ કોઅરી. 16 “ચ્યે પાછે બુખ્યેં એને પિહયે નાંય રોય, એને ચ્યે આમી દિહાકોય કા તે કોઅહિબી ગરમીકોય બાળલે નાંય જાય. 17 કાહાકા ગેટા જીં રાજગાદી વોચમાય હેય, ચ્યાહા રાખવાળી કોઅરી, જેહેકેન યોક મેંડવાળ્યો ચ્યા ગેટાહા રાખવાળી કોઅહે, તો ચ્યાહાન તાજા પાઆય પીયાંહાટી લી જાયા કોઅરી, જીં લોકહાન જીવન દેહે, એને પોરમેહેર ચ્યાહા ડોળાહા બોદે આહવેં નુસી ટાકી.”