8
હાતમી મોહર ખોલના, હાત તુતારી એને હોના ધુપદાન
જોવે ગેટાય હાતમી મોહર ખોલી, તોવે હોરગામાય જ્યેં બોદે આતેં ચ્યે આરદા કોલાકા લોગુ યોકદાજ શાંત ઓઅય ગીયે. એને માયે ચ્યા હાત હોરગા દૂતહાલ દેખ્યાં જ્યા પોરમેહેરા હામ્મે ઉબા રોતહા, એને ચ્યાહાન હાત તુતારા દેનલા ગીયા.
તાઅને યોક હોરગા દૂત હોના બોનાવલા વાટકા લેઈને યેનો, એને ધૂપ દેઅના વેદ્યે પાહી ઉબો રિયો, ચ્યાલ બોજ લોકહા પ્રાર્થના આરે બાળાહાટી બોજ બોદી ધુપ દેનલી આતી, ચ્યાય ધૂપ એને પ્રાર્થનાલ ચ્યે હોના વેદ્યેવોય બાળી દેના, જીં પોરમેહેરા રાજગાદી હામ્મે આતી. જોવે હોરગા દૂતે એહેકેન કોઅયા, તોવે ધૂપમાઅને ધુપવા દુકળાં પોરમેહેરા પવિત્ર લોકહા પ્રાર્થના હાતે હોરગા દૂતા આથેકોય પોરમેહેરા હામ્મે પોઅચી ગીયા. તોવે હોરગા દૂતાય ધુપદાન લેઈને ચ્યેમાય વેદ્યે આગ્યે કોળહે બોઅયે એને દોરત્યેવોય ટાકી દેના, એને તોવે ગાજના એને આવાજ ઓઅના એને વિજાળના એને દોરતીકંપ ઓઅરા લાગ્યા.
તોવે ચ્યા હાંતી હોરગા દૂત જ્યાહાવોય હાત તુતારા આતા, ચ્યા વાજાડા તિયાર જાયા.
પેલ્લી તુતારી
પેલ્લા હોરગા દૂતાય તુતારા વાજાડયા, એને તારાત લોયામાય મિળલ્યો બોજ ગાર્યો એને આગ દોરતીવોય પોડી, ચ્યા લીદે દોરતી યોક તિહાઇ ભાગ, એને જાડહા યોક તિહાઇ ભાગ એને દોરતીવોઅને બોદા નીળા ગાહીયા બોળી ગીયા.
બીજી તુતારી
બિજા હોરગા દૂતાય તુતારી વાજાડી, તોવે આગડા હારકો બોળતો યોક ડોગો દોરિયામાય પોડયો, એને દોરિયા બી યોક તીજો ભાગ લોય એઅઇ ગીયો. ચ્યા લીદે દોરિયા યોક તિહાઇ પ્રાણી મોઅઇ ગીયે, એને ચ્યાકોય દોરિયામાય યોક તિહાઇ જાહાજ બી નાશ એઅય ગીયે.
તીજી તુતારી
10 પાછો ત્રીજા હોરગા દૂતાય તુતારી વાજાડી, એને યોક મોઠો તારો દિવા હારકો બોળતો આતો તો હોરગામાઅને ટુટ્યોં, એને નોયહે યોક તિહાઇ ભાગામાય એને જીવન દેનારા પાઅયાવોય પોડયો. 11 ચ્યા તારા નાંવ માણા હેય, ચ્યા લીદે તી પાઆય જાં પોડ્યા તી બોદા પાઆય માણા ઓઅય ગીયા, એને બોજ માઅહે તી માણા પાઆય પિઅનાકોય મોઅઇ ગીયે, કાહાકા પાઆય માણા ઓઅય ગીઅલા આતા.
ચૌથી તુતારી
12 પાછો ચૌથા હોરગા દૂતાય તુતારી વાજાડી એને દિહા યોક તિહાઇ ભાગ એને ચાંદા યોક તિહાઇ ભાગ એને તારહા યોક તિહાઇ ભાગ વોય ટોકરાયા, ચ્યા લીદે દિહયા યોક તિહાઇ દિહા ઉજવાડો નાંય દેનો, એને ચાંદ એને તારહા રાતી યોક તિહાઇ સમય નાંય જોની દેની. 13 પાછો માયે યોક ગુવાડાલ આકાશામાય ઉચે ઉડતા દેખ્યા, એને જોરખે બોંબલીન એહેકેન આખતા વોનાયો, “જોવે બાકી તીન હોરગા દૂત તુતારી વાજાડી, તોવે દોરત્યેવોય રોનારાહાહાટી હાય, હાય, હાય!”