18
બાબેલ શેહેરા વિનાશ
ચ્યા પાછે, માયે યોક હોરગા દૂતાલ હોરગામાઅને નિચે ઉતતો દેખ્યો, ચ્યાવોય મોઠો ઓદિકાર આતો, એને ચ્યા ચોમાકે લીદે બોદી દોરતીવોય ઉજવાડો ઓઅય ગીયો. ચ્યાય જોરખે બોંબલીન આખ્યાં, “બાબેલા મોઠા શેહેર નાશ ઓઅય ગીઅલા હેય, આમી ઈ બુતહા ગુઉ, એને બોદે બુતાહા આશ્રય એને હર યોક અશુદ્ધ એને ચિડહા ગોરો બોની ગીયહા. બોદા દેશા લોકહાન ચ્યે દારવા પાજ્યાહાં જી કા ચ્યેહે મુર્તિપુજા હેય, બોદી દોરતીવોઅને રાજા ચ્યે વ્યબિચારા કામહામાય સામીલ ઓઅલે હેય, દોરતીવોઅને વેપારી ચ્યે થેએયે એટલે બાબેલ શેહેરા મોઅગી-મોઅગી વસ્તુહુ ઇચ્છા કોઇન માલદાર બોની ગીઅલા હેય.” પાછે હોરગા માઅને બિજો આવાજ આંય બોલતો વોનાયો, “ઓ મા લોકહાય, ચ્ચા બાબેલ શેહેરામાઅને બાઆ નિંગી યા, ચ્યા લોકહાઆરે મિળીન પાપ મા કોઅહા, જેથી તુમહાન ચ્યાઆરે ડૉડ નાંય દેનલા જાય.” કાહાકા ચ્યાહા પાપ બોજ હેય, જેહેકેન કા ચ્યાહા પાપહા ડિગલો આકાશાલોગુ પોઅચી ગીઅલો હેય, એને આમી પોરમેહેર ચ્યાહા પાપહા ડૉડ દેનારો હેય. ચ્યાઆરે એહેકેજ કોઆ જેહેકેન ચ્યાય લોકહાઆરે કોઅયાહાં, જીં દુઃખ ચ્યાય દેનહા ચ્યા ડબલ ફેરવી દા, ચ્યાય લોકહાન ચ્યા ખારાબ કામે કોઅરાહાટી ઉસરાવ્યા, ચ્યાલ પોરમેહેરા ક્રોધા ડબલ શક્તિ આરે સહન કોઅરા પોડી. ચ્યેય જોલી પોતા બોડાય એને મોજ્યા કોઅયી, તોલા ચ્યેલ વોદારી પીડા એને દુઃખી કોઆ, તી બાબેલ શેહેર પોતાના મોનામાય આખહે, “આંય યોક રાણી હારકી લોકહાવોય રાજ્ય કોઅહી, આંય વિધવા નાંય હેત્યાઉ, એને આંય કોયદિહી શોક નાંય મોનાઉં.” ચ્યાહાટી, અચાનક આબદા યેય પોડી, એટલે બિમારી, શોક, એને દુકાળ ચ્યેવોય આરેજ યેય પોડી, એને આગ ચ્યેલ નાશ કોઅય દી, કાહાકા પ્રભુ પોરમેહેર શક્તિશાળી હેય, એને ચ્યેલ ડૉડ દેઅરી.
બાબેલાહાટી શોક
એને જોવે બોદા રાજા જ્યાહાય ચ્યે આરે વ્યબિચાર એને મોજ-મજા કોઅયી, ચ્યા રાજા ચ્યા શેહેરાલ આગડામાય બોળતા દેખી, તોવે ચ્યા રોડરી એને શોક કોઅરી, 10 ચ્યાહાન દાક હેય કા ચ્યે બી ચ્યા ડૉડમાય ફસાય જાહું, યાહાટી ચ્યે દુઉ ઉબા રોયન આખરી, “ઓ મોઠા શેએરા બાબેલ! ઓ મજબુત શેહેર, હાય! હાય! પોરમેહેરાય તુલ નાશ કોઅય દેનલા હેય.”
11 દોરત્યેવોયને વેપારી ચ્યા લીદે રોડી એને શોક કોઅરી, કાહાકા આમી જ્યા તો સામાન વેચી રીઅલા આતા ચ્યાલ વેચાતાં લેનારા કાદો નાંય બોચ્યા. 12 ચ્યાહા માલ બોજ પ્રકારનો આતો, ચ્યામાય હોના, ચાંદી, ઇરા, મોતી આતેં, ચ્યામાય બોજ હારેં ફાડકે આતેં, જ્યેં મોઅગા દોરા, ચોમાકનારા લાલ એને જાંબળ્યા ફાડકા બોનાવલે આતેં. ચ્યામાય સુગંધિત લાકડાકોય બોનાવલ્યો વસ્તુ, આથી દાતા વસ્તુ બોનાવલ્યો આત્યો, એને બીજ્યો વસ્તુ આત્યો જ્યો મોઅગા લાકડા કા પિતળા, લોખીંડા, કા સંગેમરમર દોગડા બોનાવલ્યો આત્યો. 13 દાલચીની, ધુપ, ગન્ધરસ, લોબાન, એને બોળ, એને દારાખા રોહો, અત્તાર તેલ, એને ગોંવ, ગેટેં, ડોબેં, ગોડેં, ગાડયો જ્યા લોક માલ વેચાતાં લેતા એને વેચતા આતા, ચ્યા આમી લોકહાન ગુલામા હારકા નાંય વેચી હોકેત. 14 વેપારી ચ્યાલ આખરી, ઓ મોઠા શેહેર જ્યો વસ્તુ તુલ હારી લાગતી આતી આમી તુલ નાંય મીળે, એને ચ્યો બોદ્યો ગાંદાનાર્યો વસ્તુ જ્યો તુલ પોસંદ આત્યો, ચ્યો બોદ્યો વસ્તુ જ્યેહેન તું પોતાના શરીરાલ સુંદર બોનાડત્યો આત્યો, ચ્યો બોદ્યો ટાકાય ગીયહો, એને તુલ આમી કોવેબી નાંય મિળરી.
15 યા બોદા માલા વેપાર્યા, જ્યા ચ્યે લેદે માલદાર બોની ગીઅલા આતા, ચ્યા આમહાનબી ડૉડ મિળી ચ્યા દાકે દુઉ ઉબા રોઇન રોડીન એને શોક કોઇન આખરી. 16 “હાય, હાય, ઓ મોઠા શેહેર, જી મલમલ એને જાંબળ્યા, લાલ રોંગા ફાડકાહાકોય એને હોના, ઇરા એને મોતી કોઇન સોબા કોઅલી આતી. 17 બાબેલ શેહેરાય ચ્યા બોદી મિલકાત અચાનક ખોવી દેની.” એને જાહાજ ચાલાડનારા એને દોરિયામાય મુસાફરી કોઓનારા બોદા, જાહાજેમાય કામ કોઓનારા, એને દોરિયામાય ધંદો કોઓનારા બોદા લોક, ચ્યા બોદા જ્યા દોરિયામાય ચ્યાહા કામાણી કોઅતા આતા, બાબેલ શેહેરાપાઅને દુઉ ઉબા રોઇન દેખી રીઅલા આતા.
18 એને ચ્યાહાય આગડામાઅને દુકળાં નિંગતા દેખીન બોંબાલતા લાગ્યા કા, “યા મોઠા શેહેરા હારકા બિજાં શેહેર હેયેજ નાંય.” 19 ચ્યાહાય ચ્યાહા શોક દેખાડાહાટી ટોલપીવોય બુંબુ ટાકી લેદો, એને રોડીન એને શોક કોઇન આખતા લાગ્યા, “હાય! હાય! ઈ મોઠા શેહેર જ્યા લીદે જાહાજાહા બોદા માલિક ચ્યા શેહેરા મિલકાતે લીદે માલદાર બોની ગીયા, એને આમી યામાઅને બોદા તારાત બોદા નાશ ઓઅઇ ગીયા.” 20 “ઓ હોરગામાય રોનારાહાય, એને ઓ પોરમેહેરા લોકહાય, પ્રેષિતાહાય એને ભવિષ્યવક્તાહાય, યા બારામાય આનંદ કોઆ, કાહાકા પોરમેહેરાય બાબેલ શેહેરાલ ચ્યે વાતહે લીદે દોષી ઠોરાવલા હેય, જ્યો ચ્યાય તુમહેઆરે કોઅલ્યો હેય.”
બાબેલ શેહેરા વિનાશા છેલ્લી ગેડી
21 પાછે યોક ગોતીવાળા હોરગા દૂતાય મોઠયે ગોઅટયે પુડા હારકો યોક મોઠા દોગડાલ ઉચકીન, એને એહેકેન આખીન દોરિયામાય ટાકી દેનો, “મોઠા શેહેર બાબેલ બોજ પીડાકોય નાશ કોઅય દેવામાય યી, એને ઈ કોયદિહી પાછા નાંય દેખાયી. 22 ઓ બાબેલ શેહેર, તોમાય કોયદિહીજ વીણા વાજના કા ગીતે આખના આવાજ નાંય વોનાયા યી, તાં પાવી કા તુતારી આવાજ નાંય વનાયા યેઅરી. એહકોયજ કોઅહાજ પ્રકાર કુશળ કારાગીર નાંય મિળી, એને ગોંઅટી દોળના આવાજ પાછો નાંય વોનાયા યી. 23 તાં રાતી આંદારાંજ રોય, કાદાં દિવા નાંય હોલગાડી, તાં પાછો વોવડા એને વોવડી ખુશી આવાજ નાંય વોનાયા યી, એહેકેન યાહાટી ઓઅરી, કાહાકા ચ્યા વેપાર્યાહાય, જ્યા બોદી દોરતીવોય મોઠા આતા, ચ્યાહા જાદુકોય બોદી જાતી લોકહાન દોગો દેનલો હેય. 24 પોરમેહેર બાબેલ શેહેરાલ યાહાટી ડૉડ દેઅરી, કાહાકા તી ભવિષ્યવક્તાહાલ, એને પોરમેહેરા બોદા લોકહાન એને બોદી દુનિયા લોકહાન માઆઇ ટાકાંહાટી દોષી ઠોર્યા.”