20
સૈતાનાલ યોક ઓજાર વોરહા લોગુ બંદી કોઅના
1 એને માયે યોક હોરગા દૂતાલ હોરગામાઅને નિચે ઉતતો દેખ્યો, ચ્યા આથામાય બોજ ઉંડા ખાડા ચાવી, એને યોક મોઠી હાકાળ આતી. 2 ચ્યે ચ્યા અજગરાલ દોઅય લેદો, ઓ તોજ આતો, જો બોજ સમયા પેલ્લા યોક હાપા રુપામાય પ્રગટ ઓઅલો આતો, જ્યાલ સૈતાન બી આખાયેહે, ચ્યાલ ચ્યે યોક ઓજાર વોરહે લોગુ હાકાળેકોય બાંદી દેનો. 3 એને ચ્યાલ બોજ ઉંડા ખાડામાય ટાકી દેનો, એને ચ્યાલ બંદ કોઅય દેના એને ચ્યાવોય ઈ લોખીન સિક્કો મારી દેનો જેથી યોક ઓજાર વોરહે પુરેં ઓઅઇ જાય તાંઉલોગુ ચ્યાલ ખોલે નાંય. યાહાટી, ચ્યા સમયામાય સૈતાન યોક ઓજાર વોરહા લોગુ બોદી જાતી લોકહાન દોગો નાંય દેય હોકે, ચ્યા પાછે ચ્યાલ કોલહાક દિહીહુદુ સુટો કોઅલો જાય.
ખ્રિસ્તાઆરે યોક ઓજાર વોરહા લોગુ રાજ્ય કોઅના
4 એને પાછી માયે કોલહ્યોક રાજગાદ્યેહેન દેખ્યો, ચ્યેહેવોય બોહનારાહા ટોલપે વાડી ટાકલે આતેં, કાહાકા ચ્યાહાય ઈસુ સંદેશ એને પોરમેહેરા વચના પ્રચાર કોઅલો આતો, ચ્યા લોકહાય ચ્યા જંગલી જોનાવરા એને ચ્યા મુર્તિહી પૂજા નાંય કોઅલી આતી, એને ચ્યાહા નિંડાળાવોય કા આથાવોય જંગલી જોનાવરા છાપ નાંય લાવલી આતી. ચ્યે પાછી જીવતે ઓઅય ગીઅલે આતેં એને રાજગાદ્યેહેવોય બોહી ગીયે. પોરમેહેરાય ચ્યાહાન રાજ્ય કોઅના ઓદિકાર દેનો એને ચ્યાહાય ખ્રિસ્તાઆરે યોક ઓજાર વોરહા લોગુ રાજ્ય કોઅયા. 5-6 યા લોક જીવતા કોઅલા ગીઅલાહા માઅને બોદહા પેલ્લા હેય, એને યા ખાસ કોઇન ધન્ય એને પવિત્ર હેય, બિજા મોરણા ચ્યાહાવોય ઓદિકાર નાંય હેય. ચ્યે પોરમેહેરા એને ખ્રિસ્તા યાજક ઓઅરી એને ચ્યાહાઆરે યોક ઓજાર વોરહે પુરેં ઓઅઇ જાય તાં લોગુ રાજ્ય કોઅરી. યા યોક ઓજાર વોરહા પેલ્લા કાદાબી મોઅલા માઅને પાછા જીવતા નાંય કોઅલા ગીયા.
સૈતાના વિનાશ
7 જોવે યોક ઓજાર વોરહે પુરેં ઓઅઇ જાય તોવે સૈતાનાલ કૈદમાઅને છોડી દેવામાય યી. 8 એને તો ચ્યે બોદી જાતહિલ ભરમાવાહાટી બાઆ યી જ્યેં પુરા દુનિયામાય ફૈલાલે હેય, યા દેશહાલ ગોગ એને મોગોગ આખલા જાહે, સૈતાન ચ્યા બોદહાલ યોકા જાગાવોય યોખઠા કોઅરી જાં ચ્યે લોડાઈ કોઅરી, એને ચ્યે દોરિયા રેઅટા હારકે ગોણી નાંય પોડે ઓલા બોદા લોક રોય. 9 એને સૈતાના સેના દોરત્યેવોય બોદી જગ્યે ફેલાય ગીયી, ચ્યાહાય ચ્યા શેહેરાલ ગેરી લેદા, જ્યાવોય પોરમેહેર પ્રેમ કોઅહે, એને જાં ચ્યા લોક રોતહા. બાકી હોરગામાઅને આગ બાઆ યેની, એને ચ્યા બોદહાન નાશ કોઅય દેના. 10 પાછે સૈતાનાલ જ્યાંય બોદા લોકહાન ભરમાવલા આતા, ચ્યા જાગાવોય ફેકી દેના, જાં ધગધગતી આગ બોળહે, તી ચ્યા જાગાવોય ઓઅરી જાં ચ્યાહાય પેલ્લા બી જંગલી જોનાવરા એને ભવિષ્યવક્તાલ ફેકી દેનલો આતો, ચ્યે દિહીન રાત સાદા આગડામાય પીડા બોગાવતે રોય.
ઉજળાફુલ મહા રાજગાદી એને છેલ્લો ન્યાય
11 પાછે માયે યોક મોઠી ઉજળી રાજગાદી દેખી, એને રાજગાદ્યેવોય પોરમેહેર બોઠલો આતો, બાકી જાં પોરમેહેર બોઠલો આતો, તાંઅરે દોરતી એને આકાશ બોદા ગાયપ ઓઅય ગીયા, એને કાદાય બી ચ્યાહાન પાછા નાંય દેખ્યા. 12-13 એને માયે જ્યેં મોઅઇ ગીઅલે આતેં ચ્યા લોકહાન રાજગાદી આગલા ઉબલે દેખ્યે, એટલે હાના કા મોઠા. જોલા લોક દોરિયામાય બુડીન મોઅઇ ગીઅલે આતેં, એને કોબારેહે માઅને બોદા મોઅલા લોક, એને ચ્યે બોદે જ્યેં અધોલોકમાય આતેં, ચ્યે બોદે રાજગાદી હામ્મે ઉબે આતેં. એને ચોપડયો ખોલલ્યો ગીયો, જ્યેહેમાય જીવના ચોપડી બી સામીલ આતી, એને ચોપડયેમાય લોખલ્યો વાતહે નુસાર ચ્યાહા ન્યાય કોઅયો, જ્યેં કામે ચ્યાહાય કોઅલે આતેં, ચ્યા બોદહા ચ્યાહા કામહાનુસાર ન્યાય કોઅલો ગીયો. 14-15 એને ચ્યા બોદા લોક જ્યાહા નાંવ જીવના ચોપડયેમાય નાંય લોખલાં હેય, ચ્યાહાન નરકા કોળીમાય ટાકી દેના, યા પાછે મોરણ એને અધોલોક, બેન્યાહાલ બોળતા આગડામાય ટાકી દેનલા ગીયા. ઈ આગડા કુંડ બિજાં મોરણ હેય.