21
નોવી સૃષ્ટિ
એને માયે નોવો આકાશ એને નોવી દોરતી દેખી, કાહાકા જુનો આકાશ એને દોરતી દોરિયા હાતે ગાયપ ઓઅય ગીયે. માયે પવિત્ર શેહેરાલ બી દેખ્યા, જીં નોવા યેરૂસાલેમ હેય, તી હોરગામાઅને પોરમેહેરાપાઅને નિચે યેય રીઅલા આતા, ચ્યા શેહેરાલ યોક વોવડી હારકા તિયાર કોઅલા આતા, જ્યેલ ડોગલેં પોવાડલે ગીયે, એને સોબા કોઅલી ગીયી, એને જીં વોવડાઆરે વોરાડ કોઅરાહાટી તિયાર હેય. પાછે માયે પોરમેહેરા રાજગાદી પાયને કાદાલતેરુ જોરખે ઈ આખતા વોનાયો, “એએ, પોરમેહેર પોતાના લોકહા વોચ્ચે વોહતી કોઅરી, એને પોરમેહેર પોતે ચ્યાહાઆરે રોયન ચ્યાહા પોરમેહેર ઓઅરી. પોરમેહેર ચ્યાહા ડોળામાઅને બોદે આહાવે નુસી ટાકી, એને મોત પાછે નાંય ઉસબી, નાંય દુઃખ, નાંય રોડના, નાંય કાયબી પીડા રોઅરી, કાહાકા જુના દુનિયા બોદ્યો વસ્તુ પારવાય ગીયહો.”
એને જો રાજગાદ્યેવોય બોઠલો આતો, ચ્યે આખ્યાં, “આંય બોદા નોવા કોઇ દેતહાવ,” પાછી ચ્યે આખ્યાં, “એએ, કાહાકા જીં આંય આખતાહાવ તું ચ્યાવોય બોરહો કોઅય હોકતોહો, એને ચ્યો નોક્કીજ પુર્યો ઓઅનાર્યો હેય.” પાછે ચ્યે માન આખ્યાં, યો બોદ્યો વાતો પુર્યો ઓઅય ગીયહો, “આંય અલ્ફા એને ઓમેગા, પેલ્લો એને છેલ્લો હેતાંવ, આંય તોજ હેતાંવ જો સાદામાટે જીવતો હેતાંવ. જીં કાદાં પીહ્યા હેય, ચ્યાલ આંય જીવન દેનારા પાઅયા ઝરા માઅને મોફાત પાઆય પાજહી. જ્યા લોક વિજય મેળવી, ચ્યે મા પાઅને ઈ બોદી બોરકાત મેળવી, એને આંય ચ્યા પોરમેહેર રોહીં, એને તો મા પોહો રોય. બાકી જ્યેં સતાવણી ને લીદે, માન મોનાઈ કોઅય દેતહેં, એને માયેવોય બોરહો કોઅના છોડી દેતહેં, ચ્યાહાન ગંધકા આગડામાય ટાકી દેનલા જાય, તેહેકેનુજ ચ્યાહાનબી જ્યેં ખારાબ કામ કોઅતેહે, વ્યબિચાર કોઅતેહે, જાદુ ટોના કોઅતેહે, મુરત્યેહે પૂજા કોઅતેહે, એને બોદે જુઠા બોલનારે, ચ્યાહાનબી ગંધકા આગડામાય ટાકી દેનલા જાય, ઈંજ બિજાં મોરણ હેય.”
ગેટા વોવડી
એને પાછી ચ્યા હાત હોરગા દૂતહાપાય જ્યો હાત આબદાહાકોય બોઆલે હાત વાટકે બોઅલે આતેં, ચ્યાહામાઅને યોક હોરગા દૂતાય માપાય યેયન મા આરે વાત કોઅયી, ચ્યે આખ્યાં, “ઈહીં યે આંય તુલ વોવડી દેખાડુહું જ્યેં માહારુજ ગેટા આરે વોરાડ ઓઅય જાય.”
નોવા યેરૂસાલેમ
10 પવિત્ર આત્માય માન કોબજામાય લેય લેદા, એને હોરગ્યો દૂત માન યોક મોઠા ઉચા ડોગાવોય લેય ગીયો, એને પવિત્ર શેહેર યેરૂસાલેમ તી હોરગામાઅને પોરમેહેરાપાઅને નિચે યેય રીઅલા માન દેખાડયા. 11 નોવા યેરૂસાલેમ શેહેર પોરમેહેરાપાઅને ઉજવાડા કોય ચોમકી રીઅલા આતા, યશબ નાંવા બોજ કિમતી દોગડા હારકા ચોમકી રીઅલા આતા, એને કાચાહારકા ચોખ્ખાં આતા. 12 શેહેરા ચોમખી યોક બોજ ઉચો કોટ આતો, એને કોટા બાર બાઅણે આતેં એને બોદા બાઅણાહાવોય હોરગા દૂતહા પાહારો આતો, એને બાર બાઅણાહાવોય ઈસરાયેલા બાર કુળહા નાંવે લોખલે આતેં. 13 પૂર્વ દિશા એછે તીન બાઅણે, દક્ષીણ દિશા એછે તીન બાઅણે, ઉત્તર દિશા એછે તીન બાઅણે, એને પચ્છીમ દિશા એછે તીન બાઅણે આતેં. 14 એને શેહેરા કોટ બાર મોઠા-મોઠા દોગાડાવોય બોનાવલો આતો, એને યોકાયોક દોગાડાવોય ગેટા બાર પ્રેષિતાહા માઅને યોકા-યોકા નાંવે લોખલે આતેં. 15 જો હોરગ્યો દૂત મા આરે બોલી રિઅલો આતો, ચ્યાપાય શેહેર એને ચ્યા બાઅણે એને ચ્યા કોટ માપ લાંહાટી હોના માપ-પટ્ટી આતી. 16 ચ્યા શેહેરા ચાર ખૂણા આતા એને ચારી ખૂણા હારકાજ આતા, હોરગ્યા દૂતાય માપના પટ્ટીકોય શેહેર માપ્યા, ચ્યા લાંબાઈ બેન ઓજાર ચારસૌ કિલોમીટર શેહેર તી ચોરસ આતી, ચ્યા પોઅળાય, એને ઉચાઇ બી તોલીજ આતી. 17 ચ્યા પાછે હોરગા દૂતાય કોટા ઉચાઇ માપી, ચ્યાય યાલ તેહેકેનુજ માપ્યા જેહેકેન લોક વસ્તુ માપતાહા, કોટ 216 ફુટ ઉચો આતો. 18 શેહેર ચોખ્ખાં હોનાકોય બોનાવલા ગીઅલા આતા, જીં કાચાહારકા ચોમાકતા આતા, ચ્યા કોટ યશબ દોગડા બોનાવલા. 19 શેહેરા કોટા પાયા દોગાડ, બોદી જાતી કિમતી દોગડાહા કોઇન મોડલાં આતા, પેલ્લો પાયો યશબ, બિજો નીલમણી, તીજો લાલડી, ચોથો મરકતા, 20 પાચમો ગોમેદ, છઠો માનિક્યા, હાતમો હોના, આઠમો પેરોજ, નવમો પુખરાજ, દોસમો લહસનીયા, અગ્યારમો ધુમ્રકાન્ત, બારમો યાકુત આતો. 21 બાર બાઅણે બાર મોતી થી બોનાવલે આતેં, યોક-યોક બાઅણા યોક-યોક મોતી બોનાવલો આતો, એને શેહેરા વાટ ચોખ્ખાં હોના બોનાવલો આતો, જીં કાચા હારકો ચોમકી રિઅલો આતો.
નોવા યેરૂસાલેમા મહિમા
22 માયે કોઅહાજ દેવાળા નાંય દેખ્યા, કાહાકા સર્વશક્તિમાન પ્રભુ પોરમેહેર એને ગેટા ચ્યા શેહેરામાય હેય, યાહાટી તાં કોઅહાજ દેવાળા ગોરાજ નાંય હેય. 23 તાં નાંય તે દિહા એને નાંય ચાંદા ઉજવાડા ગોરાજ હેય, કાહાકા ચ્યા શેહેરામાય પોરમેહેરા ગેટા ચોમાકે લીદે ઉજવાડો હેય, એને પોતે ગેટા ચ્યા દિવો હેય. 24 દુનિયા બોદી જાત્યે લોક ચ્ચા ઉજવાડામાય રોઅરી, એને દોરત્યેવોયને બોદા રાજા પોત-પોતાની મિલકાત ચ્યા શેહેરામાય લેય યી. 25 ચ્યા શેહેરા બાઅણે દિહીબોય ઉગાડેંજ રોઅરી, કાહાકા તાં રાત નાંય ઓએ. 26 એને દુનિયા લોક બોદી જાત્યેહેમાઅને બોદ્યો હાર્યો વસ્તુ એને દુનિયા લોકહા મિલકાત ચ્યા શેહેરામાય લેય યેઅરી. 27 બાકી કાયબી ખારાબ તાં પ્રવેશ નાંય કોઅરી, કાદાબી ઓહડા માઅહું જીં લાજારવાણહા કામ કોઅહે કા જુઠા બોલહે તાં પ્રવેશ નાંય કોઅરી. બાકી કેવળ જ્યા લોકહા નાંવ ગેટા જીવના ચોપડયેમાય લોખલે હેય ચ્યેજ જાય હોકી.