2
પોરમેહેરા ન્યાય
1 યાહાટી, ઓ દોષ દેનારા, તું બીજહાવોય દોષ દેતહો, તું કાયજ બાહાનો નાંય કાડી હોકે, કાહાકા જ્યેં વાતમાય તું બીજહાવોય દોષ લાવતોહો, ચ્યેજ વાતમાય પોતાલબી દોષી ઠોરાવતોહો, કાહાકા કા તું દોષ લાવતોહો, તે પોતે તીંજ કામ કોઅતોહો. 2 એને આમા જાંઅજેહે કા પોરમેહેર ચ્યા ન્યાયામાય, ઓહડા બોદા માઅહાન ડૉડ દેઅરી જ્યેં ઓહડે કામે કોઅતેહે.
3 એને તું જો ઓહડે-ઓહડે કામે કોઅનારાવોય દોષ લાવતોહો, એને પોતે ચ્યેજ કામે કોઅતોહો, કાય હુમાજતહો કા તું પોરમેહેરા ડૉડથી બોચી જાહે? 4 કાય તું પોરમેહેરા સદા મોયા, એને ચ્યા સહનશીલતા, એને ધીરજેલ નોકામ્યા જાંઅતોહો? કાય તું નાંય હોમજે કા પોરમેહેરા ભલાઈ તુલ પાપ કોઅના બંદ કોઅના હિકાડેહે?
5 બાકી તો પોતા કોઠાણ મોના એને પાપ કોઅના બંદ નાંય કોઅના લેદે, ચ્યે દિહી પોરમેહેર ચ્યા ગુસ્સો દેખાડી, ચ્યામાય પોરમેહેરા ન્યાયામાય આજુ વોદારી ડૉડ દેઅરી. 6 પોરમેહેર બોદહાન ચ્યાહા કામહા ઇસાબે પ્રતિફળ દેઅરી. 7 એને જ્યેં હારાં કામહામાય મજબુત બોની રોય એને મહિમા, એને આદર એને અમરતા હોદતેહેં, ચ્યાહાન પોરમેહેર અનંતજીવન દી.
8 બાકી જ્યેં સ્વાર્થી હેય એને હાચ્ચાયેલ નાંય માને, બાકી ખારાબ કામ કોઅતેહે, ચ્યાહાવોય પોરમેહેરા ગુસ્સો એને કોપ પોડી. 9 એને જ્યેં ખારાબ કામ કોઅતેહે ચ્યા બોદા લોકહાવોય આબદા એને સંકટ યેઅરી. પોરમેહેર પેલ્લા યહૂદી લોકહા ન્યાય કોઅરી પાછે ગેર યહૂદી લોકહા ન્યાય કોઅરી.
10 બાકી જીં હારાં કામ કોઅહે, ચ્યા બોદહાલ મહિમા એને આદર એને શાંતી મિળી, પેલ્લા યહૂદી લોકહાન પાછે ગેર યહૂદી લોકહાન. 11 કાહાકા પોરમેહેર બોદહા હારકો ન્યાય કોઅહે. 12 જ્યા ગેર યહૂદ્યાહાય મૂસા નિયમ મેળવ્યા વોગર પાપ કોઅયાહાં, તે ચ્યા મૂસા નિયમા વોગર પોરમેહેરાપાઅને ડૉડ પામી, એને જ્યા યહૂદ્યાહાય મૂસા નિયમ મીળવીન પાપ કોઅયાહાં, ચ્યાલ મૂસા નિયમાનુસાર પોરમેહેરાપાઅને ડૉડ મિળી.
13 કાહાકા પોરમેહેરા નોજરેમાય મૂસા નિયમ વોનાનારા ન્યાયી નાંય, બાકી મૂસા નિયમ પાળનારે ન્યાયી ઠોરી. 14 પાછે જ્યેં ગેર યહૂદી, જ્યાહાન મૂસા નિયમ નાંય દેના, તેરુંબી ચ્યે સ્વભાવિક રીતેથી મૂસા નિયમાહા માઅને કોલહાક નિયમ પાળતેહે, યાહાટી ચ્યાહાપાય નિયમ નાંય ઓઅલા લીદે બી ચ્યે પોતે પોતાહાટી નિયમ હેય.
15 કાહાકા ચ્યે ચ્યાહા વ્યવહારાકોય સાબિત કોઅતેહે કા મૂસા નિયમ ચ્યાહા મોનામાય બોઆલા હેય, એને ચ્યાહા હૃદયબી ચ્યાહા બારામાય સાક્ષી દેહે, ચ્યાહા વિચાર કોયદિહી ચ્યાહાન દોષી ઠોરવેહે, તે કોયદિહી ચ્યાહાન નિર્દોષ ઠોરવેહે. 16 જ્યેં દિહી પોરમેહેર ન્યાય કોઅરી તો દિહી આંય જીં હારી ખોબારે પ્રચાર કોઅહુ ચ્યાનુસાર ઈસુ ખ્રિસ્તાકોય માઅહા ગુપ્ત વિચારાહા ન્યાય કોઅરી.
17 જો તું પોતાલ યહૂદી આખાડતોહો, એને મૂસા નિયમ વોય બોરહો કોઅતોહો, એને અભિમાન કોઅતોહો કા તું પોરમેહેરા ખાસ માઅહું હેય. 18 એને તું પોરમેહેરા ઇચ્છા જાંઅતોહો એને તું હારાં કામ કોઅના જાંઅતોહો, કાહાકા તુમહાન મૂસા નિયમમાય ઈ હિકાડયાહા. 19 એને તુલ ખાત્રી હેય, કા તું આંદળાહાન પોરમેહેરા વાટ દેખાડનારો, એને જ્યા લોક આંદારામાય હેય ચ્યા લોકહાહાટી તું ઉજવાડા હારકો હેય. 20 એને અજ્ઞાની લોકહાન હિકાડનારો, એને બોળા-બોક્ષા લોકહા ગુરુ આખાડતોહો, કાહાકા તુલ પુરી ખાત્રી હેય કા પોરમેહેરા નિયમ તુમહાન પુરાં જ્ઞાન એને હાચ્ચાં હોમજાડેહે.
21 બાકી કાય તું બીજહાન હિકાડતોહો, પોતાલ નાંય હિકાડે કા? તું બીજહાન ચોરી નાંય કોઅના હિકાડતોહો, એને તું પોતેજ ચોરી કોઅતોહો. 22 “તું વ્યબિચાર નાંય કોઅના હિકાડતોહો” તે તું પોતેજ કાહા વ્યબિચાર કોઅતોહો? તું મુર્તિહી નાકાર કોઅતોહો, તે પોતેજ કાહા દેવાળાહાલ લુટતોહો?
23 તું મૂસા નિયમ જાઅના લીદે ઘમંડ તે કોઅતોહો, બાકી ચ્યા નિયમાલ, નાંય પાળના લીદે કાય તું પોરમેહેરા અપમાન નાંય કોએ? 24 “કાહાકા તુમા યહૂદી લોકહા લીદે ગેર યહૂદી લોક પોરમેહેરા નાંવા નિંદા કોઅતાહા,” જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં બી હેય.
સુન્નતા ફાયદો નાંય ઓઅના
25 આંય તુમહાન આખા માગહુ કા સુન્નત કોઅના ફાયદો હેય, બાકી જોવે તું મૂસા નિયમાહા પાલન કોએ તોવે, બાકી જોવે તું મૂસા નિયમાહા પાલન નાંય કોએ તે તો સુન્નત કોઅલા કાયજ ફાયદો નાંય. 26 યેજપરમાણે, જો કાદો માટડો સુન્નત કોઅયા વોગર મૂસા નિયમાહા પાલન કોએ તે તો નોકીજ પોરમેહેરા માઅહું આખાયી. 27 એને જીં માઅહું શારીરિક રુપ થી વોગાર સુન્નત રિયા, જોવે તો મૂસા નિયમ પાલન કોએ, તોવે તી સુન્નત કોઅલા હેય, એને તોવોય મૂસા નિયમ હેય, તેરુંબી તું મૂસા નિયમ નાંય પાળે તે કાય તી માઅહું તુલ દોષી નાંય ઠોરવી?
28 કાહાકા તો સુન્નત ઓઅના લીદે તું હાચ્ચો યહૂદી નાંય બોને, એને સુન્નત આસલીમાય તી નાંય જીં બાઆન્યા રુપામાય એને શરીરામાય હેય. 29 બાકી યહૂદી તોજ હેય, જો ચ્યા મોનામાય યહૂદી હેય, એને સુન્નત તી હેય, જીં પવિત્ર આત્માકોય એને હૃદયાકોય કોઅલા જાહે, બાકી તી નાંય હેય, જીં મૂસા નિયમાહા નુસાર કોઅલા જાહે, ઓહડા લોકહા વાહવા લોકહાકોય નાંય ઓએ, બાકી પોરમેહેર ચ્યાહા વાહવા કોઅહે.