રોમનોને પાઉલ પ્રેષિતનો પત્ર
પ્રસ્તાવના
રોમનોને પાઉલા પત્ર પાઉલા પત્રહામાઅને બોદહાથી લાંબા એને વ્યવસ્થિત પત્ર હેય. પાઉલ યા પત્રા (અધ્યાય 1:16-17), માય યા પત્રા બારામાય ઘોષણા કોઅહે: કા હારી ખોબાર તારણાહાટી પોરમેહેરા સામર્થ્ય હેય, કાહાકા ઈ આમહાન દેખાડેહે કા પોરમેહેરા ન્યાયીપણ બોરહો કોઅનારા બોદા લોકહાહાટી બોરહાકોય હેય. પાઉલ પાપા લીદે બોરહા માધ્યમાકોય ન્યાયીપણા ગોરાજે વ્યાખ્યા કોઅહે 1:16-4:25. તો યા દિહહયા અનુભવ એને યેનારા દિહહયા આશા 5:1-8:39, બેન્યહા વિચારમાય બોરહાકોય ન્યાયીપણા પરિણામ પ્રગટ કોઅહે. આગલા તીન અધ્યાયાહામાય, તો ચ્યા દુઃખાલ વ્યક્ત કોઅહે કા ચ્ચા કોલહાક હાંગાત્યા ઈસરાયેલ લોકહાય હારી ખોબારેવોય બોરહો નાંય કોઅયો, એને તો વ્યવસ્થા નિયમાહા પ્રભાવા આરે સંઘર્ષ કોઅહે, (અધ્યાય 9-11). તો ઈ વર્ણન કોઇન નિષ્કર્ષ કાડહે કા કેહેકેન હારી ખોબાર કાદા દિનેરોજ્યા જીવનાલ પ્રભાવિત કોઅહે (અધ્યાય 12-16). પાઉલાય લગભગ ઇસવી સન 57 માય ઈ પત્ર રોમમાય રોનારા વિસ્વાસી લોકહાહાટી લોખ્યાં.
1
સલામ
આંય પાઉલ ઈસુ ખ્રિસ્તા સેવક હેતાંવ, એને માન પ્રેષિત ઓરાહાટી પોરમેહેરાય પોસંદ કોઅલો હેય, એને પોરમેહેરાય ચ્યા હારી ખોબાર આખાહાટી માન નિવાડલો હેય. પોરમેહેરાય ચ્યા હારી ખોબારે વાયદો બોજ સમયા પેલ્લા ભવિષ્યવક્તાહાકોય પવિત્રશાસ્ત્રમાય કોઅલો આતો. ઈ હારી ખોબાર પોરમેહેરા પોહો ઈસુ ખ્રિસ્તા બારામાય હેય, ઓ ઈસુ ખ્રિસ્ત શારીરિકરીતે થી દાઉદ રાજા કુળામાંય જોન્માલ યેનો.
બાકી પવિત્ર આત્મા સામર્થ્યાકોય તો મોઅલા માઅને પાછા જીવી ઉઠવાને લીદે પોરમેહેરા પોહો સાબિત જાયો. ચ્યા ઈસુ ખ્રિસ્તાય માન પોરમેહેરા પ્રેષિત ઓઅના ઓદિકાર દેનો, જેથી બોદી જાતી લોક ચ્યાવોય બોરહો કોઅય એને ચ્યા આગના માને. તુમા, જ્યા રોમ શેહેરામાય રોતહા, ઈસુ ખ્રિસ્તા લોક ઓઅરાહાટી હાદલા ગીયહા.
ઈ પત્ર રોમ શેહેરામાય રોનારા બોદા વિસ્વાસી લોકહાહાટી લોખતાહાવ, જ્યાહાવોય પોરમેહેર પ્રેમ કોઅહે, એને પોરમેહેરા પવિત્ર લોક બોનાહાટી પોસંદ કોઅલા હેય, આમહે પોરમેહેર આબહો એને પ્રભુ ઈસુ ખ્રિસ્તાપાઅને તુમહાન સદા મોયા એને શાંતી મિળતી રોય.
રોમ શેહેરામાય જાઅના
પેલ્લા આંય તુમા બોદહાહાટી ઈસુ ખ્રિસ્તાકોય આપહે પોરમેહેરા ધન્યવાદ કોઅતાહાંવ, કાહાકા ઈસુ ખ્રિસ્તાવોય તુમહે બોરહો કોઅના બારામાય બોજ લોક વાત કોઅય રીઅલા હેય. પોરમેહેર જ્યા સેવા આંય પુરાં મોનાકોય ચ્યા પોહો ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબારે પ્રચાર કોઅતાહાંવ, તોજ મા સાક્ષી હેય કા આંય જોવે પ્રાર્થના કોઅતાહાંવ તોવે સાદા તુમહાન યાદ કોઅતાહાંવ. 10 એને આંય સાદા ઈ વિનાંતી કોઅહુ, કા પોરમેહેરા ઇચ્છાકોય છેલ્લે કોઅહિબી રીતીકોય તુમહેપાય યેયન તુમહાન મિળાં હારો મોકો મીળે.
11 કાહાકા માન તુમહાન મિળાહાટી બોજ ઇચ્છા ઓઅય રીયહી, જેથી આંય તુમહાન બોરહામાય મજબુત કોઅરાહાટી તુમહાન આત્મિક વરદાન દાવ. 12 મા આખના મતલબ ઓ હેય કા જોવે આંય તુમહેપાય યાંવ, તોવે તુમહાન બોરહામાય મજબુત કોઅરાહાટી મોદાત કોઅહી, એને તુમા માન મોદાત કોઅહા.
13 ઓ વિસ્વાસી બાહાહાય, મા ઇચ્છા હેય કા તુમા ઈ જાંઆય લા કા માયે ગેડી-ગેડી તુમહેપાય યાંહાટી કોશિશ કોઅયી, કા જેહેકેન માયે ગેર યહૂદી લોકહામાય ઈસુવોય બોરહો કોઅનારા લોક બોનાડ્યા તેહેકેન તુમહામાયબી બોનાડુ, બાકી આમી લોગુ કાયન-કાય રુકાવાટ ઓઅતી રોયી. 14 આંય બોદા ગાવહાં એને શેહેરામાઅને બોદી જાતી અભણ અથવા બણલા લોકહાન હારી ખોબાર આખાહાટી કર્જદાર હેતાંવ. 15 યાહાટી આંય તુમહાનબી જ્યા રોમ શેહેરામાય રોતહા, હારી ખોબાર આખાહાટી તિયાર હેતાંવ.
ન્યાયી માઅહું બોરહાકોય જીવી
16 કાહાકા આંય ઈસુ ખ્રિસ્તા હારી ખોબાર આખાહાટી નાંય શરમાયુ, કાહાકા પોરમેહેર ચ્યા સામર્થ્યકોય ચ્યા બોદહા તારણ કોઅહે જ્યા હારી ખોબારેવોય બોરહો કોઅતેહે, શુરવાતમાય હારી ખોબારેવોય બોરહો કોઅનારા યહૂદી લોકહા પોરમેહેરે તારણ કોઅયા, એને આમી બોદી જાતી લોકહા તારણ કોઅહે. 17 કાહાકા જ્યેં પેલ્લેથી છેલ્લે લોગુ હારી ખોબારેવોય બોરહો કોઅતેહે, ચ્યાહાન પોરમેહેર ચ્યાઆરે ન્યાયી ઠોરવેહે, જેહેકોય પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “જીં માઅહું બોરહાકોય પોરમેહેરાઆરે ન્યાયી ઠોરલાં હેય તી જીવતા રોય.”
અન્યાય વોય પોરમેહેરા ગુસ્સો
18 હોરગામાઅને પોરમેહેરા ગુસ્સો તે ચ્યા લોકહાવોય પ્રગટ ઓઅહે, જ્યા બોદા ભક્તિવોગાર એને અન્યાયાકોય બોઆલા હેય, જ્યા ખારાબ કામ કોઅતાહા એને હાચ્ચાં જાઅનાપાઅને લોકહાન રોકતાહા. 19 કાહાકા ઈ બોદા લોકહાન ખોબાર હેય કા પોરમેહેર કોહડો હેય, કાહાકા પોરમેહેરાય પોતે ચ્યાહાન પ્રગટ કોઅલા હેય.
20 પોરમેહેરા નાંય દેખાનારા ગુણ, એટલે ચ્યા સનાતન સામર્થ એને પોરમેહેરા સ્વભાવ, ઈ દુનિયા બોનાવ્યાં ચ્યા સમયાથી ચ્યા કામહામાય દેખાયેહે, યાહાટી લોક કાયજ બહાનો નાંય કાડી હોકે. 21 યાહાટી કા પોરમેહેરાલ જાંઇનબી ચ્યાહાય ચ્યાલ પોરમેહેરા હારકા સન્માન નાંય દેનો, એને ધન્યવાદ નાંય કોઅયા, બાકી નોકામ્યા વિચાર કોઅરા લાગ્યેં, ઓલે લોગુ કા ચ્યાહા નોકામ્યા વિચાર બોદા જુઠા હેય.
22 ચ્યા પોતાનાલ બુદ્ધિમાન હોમજેત બાકી મૂર્ખ બોની ગીયા. 23 એને કોદહીબી નાંય મોઅનારા પોરમેહેરા મહિમાલ મોઅઇ જાનારા માઅહા, એને ચિડહા, એને જોનાવરહા એને હોઅપલીન ચાલનારા જીવહા મુર્તિ બોનાવીન ચ્યાહા ભક્તિ કોઅયી.
24 યા લીદે પોરમેહેરે ચ્યાહા મોના ઇચ્છા નુસાર ખારાબ વાસનાહાહાટી છોડી દેના, કા ચ્યા આપસમાય ખારાબ કામહામાય પોતાના શરીરા અનાદર કોએ. 25 કાહાકા ચ્યાહાય પોરમેહેરાબારામાય હાચ્ચાયેવોય બોરહો કોઅરા મોનાઈ કોઅયી, એને જુઠાવોય બોરહો કોઅયો, એને દુનિયા ભક્તિ એને સેવા કોઅયી, નાંય કા પોરમેહેરા જો ઈ દુનિયા બોનાવનારો હેય, ચ્યા મહિમા સાદા ઓઅતી રોય. આમેન.
26 યાહાટી પોરમેહેરે ચ્યાહાન ખારાબ વાસનાહામાય છોડી દેના, યા લીદે ચ્યાહા થેઅયેહેય માટડાઆરે શારીરિક સબંધ બોનાવના છોડીન થેઅયેહેઆરે શારીરિક સબંધ રાખત્યો લાગ્યો. 27 તેહેકોયજ માટડાહાયબી થેઅયેહેઆરે સ્વાભાવિક શારીરિક સબંધ કોઅના છોડીન માટડા માટડાહા આરેબી શારીરિક સબંધ કોઅરા લાગ્યા, ચ્યા લીદે ચ્યા પોતાના ભુલને લીદે ચ્યાહા શરીરામાય ડૉડ બોગવી રીયહા.
28 કાહાકા ચ્યાહાય પોરમેહેરા બોદા જ્ઞાનાલ નોકામ્યા હોમજ્યા, તે પોરમેહેરાયબી ચ્યાહાન ખારાબ કામે કોઅરાહાટી ચ્યાહાન ચ્યાહા નોકામ્યા મોના ઇચ્છા પરમાણે છોડી દેના, કા ચ્યા ખારાબ કામે કોએ.
29 યાહાટી ચ્ચા બોદા પ્રકારા અધર્મ ખારાબ કામે, એને લોબ, એને દુશ્માની વિચારાહાકોય બોરાય ગીયા, એને ડાહ, એને ખૂન, એને જગડા, એને છલ, એને ઓદરાયેથી ભરપુર ઓઈ ગીયા, એને ચુગલ્યો કોઅનારે, 30 યોક બીજહા વાતો કોઅનારે, નિંદા કોઅનારે, પોરમેહેરાલ નાકાર કોઅનારે, યોક-બિજા બુલ કાડનારે, અભિમાન્યા હસી-મશ્કરી, ખારાબ-ખારાબ વાતો બોલનારા, આયહે આબહા આગના નાંય માનનારે, 31 બુદયે વોગાર્યા બેયમાની કોઅનારે, પ્રેમ એને દયા વોગાર્યા ઓઈ ગીયા.
32 ચ્યે તે પોરમેહેરા ઈ વિદી જાંઅતેહે કા ઓહડે-ઓહડે કામે કોઅનારે મોરણ ડૉડાહાટી યોગ્ય હેય, તેરુંબી નાંય કેવળ ચ્યા ઓહડે કામે કોઅતેહે, બાકી કોઅનારહાથી પ્રસન્નબી ઓઅતેહે.