12
પોરમેહેરાલ જીવતા બલિદાન
યાહાટી ઓ વિસ્વાસી બાહાહાય, પોરમેહેરાય આપહાવોય બોજ દયા કોઅલી હેય, ચ્ચાલ યાદ કોઆડીન આંય તુમહાન વિનાંતી કોઅહુ, કા પોતાના જીવન, પવિત્ર, એને પોરમેહેરાલ પોસંદ પોડે એહેકેન પોરમેહેરાલ બલિદાના રુપામાય સમર્પિત કોઆ, કાહાકા પોરમેહેરા ભક્તિ કોઅના ઓજ હાચ્ચો તરીકો હેય.
યા દુનિયા લોકહા હારકા તુમા નાંય બોના, બાકી તુમહે મોન બોદલાય જાયનાકોય તુમહે ચાલ-ચલન બી બોદલાય જાય, જ્યાકોય તુમા પોરમેહેરા ઇચ્છા કાય હેય, એને ચ્યાલ કાય ગોમહે, એને ચ્યા સિદ્ધ ઇચ્છા કાય હેય, તી માલુમ કોઅતે રા.
આત્મિક વરદાનાહાથી પોરમેહેરા સેવા
કાહાકા આંય ચ્યા સદા મોયા લીદે જીં માન મીળહ્યા, આંય તુમા બોદહાલ ઈ આખતાહાવ કા, તુમા પોતાલ બોજ મોઠા મા હોમજાહા, બાકી પોરમેહેરાય તુમહાન જોલહો બોરહો દેનહો, ચ્યાનુસાર પોતાલ નમ્ર હોમજાં. જેહેકોય આપહે શરીર યોક હેય બાકી ચ્યામાય બોજ અવયવ હેય, એને બોદા અવયવાહા યોક હારકા કામ નાંય હેય. તેહેકોયજ, આપા જ્યેં ખ્રિસ્તામાય બોજ વિસ્વાસી હેય, બાકી ખ્રિસ્તામાય આપા યોક શરીર હેય, એને યોક-બિજા અવયવ હેય.
એને જોવે ચ્યા સદા મોયા ઇસાબે જીં આપહાન પોરમેહેરાય દેનહા, આપહાન આલાગ-આલાગ વરદાન મિળ્યહા, તોવે જ્યાલ ભવિષ્યવાણી કોઅના વરદાન મિળ્યહા, તે તો પોરમેહેરાવોય ચ્યા બોરહા ઇસાબે ભવિષ્યવાણી કોએ. જો બીજહા સેવા કોઅના દાન મિળ્યહા, તોવે તો સેવા કોઅનામાય લાગલો રોય, જો કાદાલ હિકાડના દાન મિળ્યહા, તે હિકાડનામાય લાગલો રોય. જો બીજહાન ઉપદેશ કોઅના દાન મિળ્યહા, તો ચ્યાય બિજા વિસ્વાસી લોકહાન ઉત્તેજન કોઅનામાય લાગી રોય, જો બિજા લોકહા ગોરાજ પુરી કોઅના દાન મિળ્યહા, તે ઉદારતાકોય મોદાત કોએ, જ્યાલ આગેવાની કોઅના દાન મિળ્યહા, તે ગંભીર રીતે આગેવાની કોએ, જ્યાલ દયા કોઅના દાન મિળ્યહા, તે તો આનંદકોય દયા કોએ.
ખ્રિસ્તી જીવના નિયમ
બીજહાવોય પ્રેમ કોઅના દેખાવો મા કોઅહા, ખારાબ હેય ચ્યા ધિક્કાર કોઆ, બાકી જીં હારાં કામ હેય તી કોઅતે રા. 10 તુમા પોતે કુટુંબા લોકહા હારકા યોકબીજાહાવોય પ્રેમ કોઆ, એને બીજહાન તુમહે કોઅતા હારાં માના.
11 મેઅનાત કોઅતા રા, એને આળહાય મા કોઅહા, ઉત્સાહી બોનીન સેવા કોઆ. 12 તુમહાવોય જીં આશા હેય, ચ્યામાય આનંદ કોઆ, સંકટામાય ધીરજ રાખા, સદા પ્રાર્થના કોઅતે રા. 13 પવિત્ર લોકહાન જીં કાય ગોરાજ હેય, ચ્યામાય ચ્યાહા મોદાત કોઆ, ગાવારાહા ચાકરી કોઅરાહાટી સાદા તિયાર રા.
14 જ્યા લોક તુમહે સતાવ કોઅતેહે, ચ્ચાહાન હારાપ નાંય દેઅના બાકી પોરમેહેરા નાંવા કોય બોરકાત દા. 15 આનંદ કોઅનારાહા આરે આનંદ કોઆ, એને રોડનારાહા આરે રોડા. 16 યોક-બિજા આરે મેળમિલાપ રાખા, અભિમાની નાંય બોના, બાકી ગરીબાહા આરે સંગતી રાખા, પોતાલુજ બુદ્ધિમાન નાંય હોમાજના.
17 જીં તુમહેઆરે ખારાબ કોએ, ચ્યાઆરે ખારાબ નાંય કોઅના, જ્યો વાતો બોદા લોકહા નોજરેમાય હાર્યો હેય, ચ્ચોજ વાતો કોઅરાહાટી કોશિશ કોઆ. 18 બોની હોકે ઓલા તુમા બોદહાઆરે શાંતી થી રા.
19 ઓ વાહલાહાય, બોદલો મા લાહા, બાકી પોરમેહેરાલ બોદલો લા દા, કાહાકા પવિત્રશાસ્ત્રમાય પોરમેહેર આખહે, “બોદલો લેઅના મા કામ હેય, આંય બોદલો લિહીં.” 20 બાકી જેહેકેન પવિત્રશાસ્ત્રમાય બી લોખલાં હેય, “જો તો વિરુદી બુખ્યો હેય, તે ચ્યાલ ખાઅના દે, જો તો પીહ્યો હેય, તે ચ્યાલ પાઆય પાજ, કાહાકા એહેકેન કોઅનાકોય તું ચ્યાલ શરમિંદા કોઅય દેહે.”
21 જુઠાકોય નાંય આરતો, બાકી હારાકોય જુઠાલ જીતી લે.