11
ઈસરાયેલ લોકહાવોય પોરમેહેરા દયા
યાહાટી આંય સવાલ પુછહું, કા કાય પોરમેહેરાય પોતાના લોકહાન છોડી દેના? નાંય, કોવેજ નાંય, કાહાકા આંયબી ઈસરાયેલી હેતાંવ, આબ્રાહામા પિડીમાઅને એને બિન્યામીના કુળામાઅને હેતાંવ. પોરમેહેરાય પોતાના લોકહાન નાંય છોડી દેનહા, જ્યાહાન પોરમેહેરાય પેલ્લાનેજ નિવડી લેદા, તુમા જાંઅતેહે, કા પવિત્રશાસ્ત્રમાય એલીયા ભવિષ્યવક્તા બારામાય લોખલાં હેય, કા તો પોરમેહેરાલ ઈસરાયેલી લોકહા વિરુદમાય વિનાંતી કોઅહે. “ઓ પ્રભુ, ચ્યાહાય તો ભવિષ્યવક્તાહા હત્યા કોઅયી, એને તો વેદીલ નાશ કોઅય દેના, તો આગના પાલન કોઅનારાહા માઅને કેવળ આંય યોખલોજ જીવતો હેય, એને ચ્યે માન બી માઆય ટાકાં માગતેહે.”
બાકી પોરમેહેરાય એલીયાલ આખ્યાં, “માયે પોતાનાહાટી હાંત ઓજાર લોકહાન બોચાવી થોવ્યહા, જ્યાહાય જુઠા બાલ દેવતા ભક્તિ નાંય કોઅયી.” યેજ રીતીકોય યા સમાયામાય બી, પોરમેહેરા સદા મોયા લીદે, વોછાજ ઈસરાયેલ લોક પોરમેહેરા હાચ્ચાં લોકહા હારકા નિવાડલા હેય.
ચ્યાહાન નિવાડના પોરમેહેરા સદા મોયાકોય જાયલા હેય, હારાં કામાકોય નાંય, જો હારાં કામહાકોય હેય, તે પોરમેહેરા સદા મોયા પાછે સદા મોયા નાંય રોયી. યાહાટી યા પરિણામ કાય જાયો? ઈસરાયેલી લોકહાય ન્યાયી બોનાહાટી કોશિશ કોઅયી, બાકી ચ્યા સફળ નાંય ઓઅયા, બાકી નિવડી લેદલાહાલ મિળ્યાં, એને કોલહાક લોકહા મન કોઠાણ બોની ગીયા. જેહેકોય યશાયા ભવિષ્યવક્તાકોય પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “પોરમેહેરાય આજ્યા દિહી લોગુ ચ્યાહા મોન કોઠાણ બોનાવી દેનલા હેય, એને ચ્યાહાન ઓહડા ડોળા દેના કા જ્યા નાંય દેખી હોકે, એને ઓહડા કાન દેના જ્યા વોનાયને હોમજી નાંય હોકે.”
એને દાઉદ રાજા આખહે, “ચ્યાહા ખાઅના ચ્યાહાહાટી જાળ એને ફાંદો હેય, એને ચ્યાહાહાટી તી ડૉડના એને ઠોકરા કારણ ઓઈ જાય. 10 ચ્યાહા ડોળાહાવોય આંદારાં ઓઈ જાય, જેથી ચ્યા દેખી નાંય હોકે, એને તું કાયામ ચ્યાહાન મુશીબાતમાય રાખ.”
ઈસરાયેલ લોકહા નકાર કોઅના છેલ્લા નાંય
11 બાકી આંય પૂછતાહાવ, કાય ઈસરાયેલ લોક ઠોકાર લાગના લીદે સાદાહાટી નાશ ઓઅય ગીયા? નાંય, કોવેજ નાંય, બાકી ચ્યાહા બોરહો નાંય કોઅના લીદે ગેર યહૂદી લોકહાન તારણ મિળ્યાં, જેથી ઈસરાયેલ લોકહાન ચ્યાહા પ્રતિ ગુસ્સો ઓઅય. 12 જો ઈસરાયેલ લોકહા બોરહો નાંય કોઅના લીદે ગેર યહૂદી દુનિયાદારી લોકહાહાટી બોરકાતદાર બોન્યા, તે ઈસરાયેલ લોક પોરમેહેરાપાય ફિરી યી તોવે હાચ્ચાંજ દુનિયા લોકહાન આજુ વોદારે બોરકાત મિળી જાઅરી.
13 તે આંય આમી તુમા ગેર યહૂદી લોકહાન આખહુ, કા જોવે આંય ગેર યહૂદી લોકહાહાટી પ્રેષિત હેતાંવ, તોવે આંય પોતાની સેવાહાટી પ્રશંસા કોઅહુ. 14 જેથી કોઅહિબી રીતીકોય આંય યહૂદી જાતીમાઅને લોકહામાય ગુસ્સો પૈદા કોઇન ચ્યાહામાઅને કાદા તેરુ તારણ કોઆડુ.
15 કાહાકા જોવે ઈસરાયેલ લોકહાન છોડી દેયના, દુનિયા લોકહા પોરમેહેરાઆરે મેળમિલાપ ઓઅના લીદે બોન્યા, તે કાય ચ્યાહા ખ્રિસ્તાલ ખ્રિસ્તા હારકા સ્વીકાર કોઅના, જેહેકેન યોક માઅહું મોઅલા માઅને પાછા જીવી ઉઠહે ચ્યા હારકા નાંય બોની? 16 જોવે પોરમેહેરાલ ચોડાવલી બેટે પેલ્લા મોગાલલો કુટા ગોળો પવિત્ર ઠોર્યો, તોવે પુરો મોગાલલો કુટબી પવિત્ર હેય, એને જોવે જાડા મુળે પવિત્ર ઠોરી, તોવે ડાળખ્યો બી પવિત્ર નોકીજ ઓરી.
17 બાકી જો કોલહાક હાર્યો જૈતુના જાડા ડાળખ્યો તોડી ટાકલ્યો ગીયો, એને તુમા ગેર યહૂદી લોક જંગલી જૈતુના જાડા ડાળખ્યેહે હારકા હેય, જ્યાહાન જંગલી જૈતુના જાડા માઅરે તોડીન હારા જૈતુના જાડ માય કલામ કોઅવામાય યેના, આમી તુમા યહૂદીયાહાથી જી હારેં જૈતુના જાડા મુળે હેય, એને ચ્ચે જૈતુના રસાથી બોઆલા મુળહા ભાગીદાર બોની ગીઅલા હેય. 18 તોવે ડાળખીવોય અભિમાન નાંય કોઅના, એને જો તું અભિમાન કોઅહે તોવે યાદ રાખ કા ડાળખી મુળહાન નાંય, બાકી મુળ ડાળખ્યેહેન સાંબાળેહે.
19 પાછે તું આખહે, “ડાળખ્યો યાહાટી તોડી દેન્યો, કા આંય કલામ કોઅવામાય યાઉ.” 20 હાચ્ચાં ઈ હેય, ચ્યો તે અવિસ્વાસી લીદે તોડવામાય યેન્યો, બાકી તું બોરહાકોય બોની રોહે યાહાટી અભિમાની નાંય, બાકી પોરમેહેરા બિક રાખ. 21 કાહાકા જોવે પોરમેહેરાય પેલ્લેથી ડાળખ્યો આત્યો ચ્ચેહેવોય દોયા નાંય કોઅયી, તે તો તુમહાવોય બી દોયા નાંય કોઅરી.
22 યાહાટી પોરમેહેર દોયાળુ તે હેય બાકી ચ્ચાઆરે-આરે કઠાણ બી હેય, બેની વાતો યાદ રાખા, જ્યાહાન કાપી ટાક્યેં, ચ્યાહાવોય પોરમેહેરાય ગુસ્સો કોઅયો, બાકી તોવોય દોયા કોઅયી, જો તુંબી પોરમેહેરા દોયામાય બોની નાંય રોહે, તે તુંબી કાપી ટાકાલો જાહે.
23 એને ચ્યા ઈસરાયેલ લોક જ્યાહાવોય પોરમેહેરાય કઠોરતા કોઅયી, ચ્યા પાછો બોરહો કોએ તે કલામ કોઅવામાય યી, કાહાકા પોરમેહેર ચ્યાહાન પાછે કલામ કોઅરી. 24 તુમા ગેર યહૂદી કુદરતી જંગલી જૈતુના ડાળખ્યો હેય, એને ચ્યામાઅને કાપીન તુમહાન આસલી જૈતુના ડાળખીઆરે કલામ કોઅયા, તોવે ઈ જીં આસલી જૈતુના ડાળખ્યો હેય, તે કાહાનાય ચ્યાહા કલામ કોઅવામાય યી.
25 ઓ વિસ્વાસી બાહાહાય, એહેકોય નાંય ઓઅઇ કા તુમા પોતાનાલ બુદ્ધિમાન હોમજી લા, યાહાટી આંય તુમહાવોય ઓ ભેદ પ્રગટ કોઅરા માગહુ, કા જાવ લોગુ બોદા ગેર યહૂદી લોક પોરમેહેરા પાહે ફિરી યેય, તાંવ લોગુ કોલહાક ઈસરાયેલ લોકહા મોન કોઠાણ બોની રોય.
26 એને ઓહડી રીતેકોય બોદા ઈસરાયેલી લોક તારણ પામી, જેહેકોય પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “છોડાવનારો યેરૂસાલેમ શેહેરામાઅને યી, એને ઈસરાયેલા કુળામાઅને લોકહા પાપ માફ કોઅરી. 27 એને ચ્યાહાઆરે મા ઓજ કરાર ઓરી, જોવે આંય ચ્યાહા પાપ માફ કોઅહી.”
28 ઈસરાયેલ લોક હારી ખોબારેવોય બોરહો નાંય કોએ, યા લીદે ચ્યા પોરમેહેરા દુશ્માન હેય, એને ઈ તુમહેહાટી ફાયદા કારણા બોની ગીયહા, બાકી ચ્યાહા આગલ્યા ડાયહાન નિવડી લેદલા લીદે પોરમેહેર ચ્યાહાવોય પ્રેમ કોઅહે. 29 કાહાકા પોરમેહેર જ્યાહાન નિવડેહે એને જ્યાલ વરદાન દેહે, ચ્યાહાકોય કોદહીજ બી પોતાના મોન બોદલીન પાછો ટાળી નાંય દેય.
30 કાહાકા જેહેકેન પેલ્લા તુમા ગેર યહૂદી લોકહાય પોરમેહેરા આગના નાંય માની, બાકી આમી ઈસરાયેલી લોકહા આગના નાંય માનનાકોય તુમહેવોય દોયા ઓઅયી. 31 તેહેકેનુજ ચ્યાહાય બી આમી આગના નાંય માની, યાહાટી તુમહેવોય જીં દયા ઓઅહે, ચ્યેકોય ચ્યાહાવોય બી દોયા ઓએ. 32 કાહાકા પોરમેહેરાય બોદહાલ આગના નાંય પાળનારા બોના દેના, કા તો બોદા લોકહાવોય દયા કોએ.
33 પોરમેહેરા સદા મોયા મિલકાત એને બુદ્દિ એને જ્ઞાન બોજ મહાન હેય, કાદાબી પોરમેહેરા વિચાર નાંય જાંઆય હોકે, એને કાદાબી પોરમેહેરા વાટે ભેદ નાંય હોમજી હોકે. 34 પોરમેહેરા વિચાર કાદાં નાંય જાંઆય હોકે, એને ચ્ચાલ કાદાં સલહા નાંય દેય હોકે. 35 “કાય કાદાય પેલ્લા પોરમેહેરાલ કાય દેનલા હેય, યાહાટી તો ચ્યા બોદલે કાય મિળના વિચાર કોઅય હોકે?”
36 કાહાકા બોદા પોરમેહેરાપાઅને હેય, બોદા ચ્યાય બોનાવલા હેય, બોદા કાય ચ્યાજ હેય, એને સાદા ચ્યાજ મહિમા ઓઅતી રોય. આમેન.