10
ઈસરાયેલ લોકહાન હારી ખોબારે જરૂરત
ઓ વિસ્વાસી બાહાહાય, મા મોના ઇચ્છા એને ઈસરાયેલી લોકહાહાટી પોરમેહેરાલ મા ઈ પ્રાર્થના હેય, કા પોરમેહેરા ઇહિને ચ્યાહાન તારણ મીળે. કાહાકા આંય ચ્યાહા સાક્ષી દાહું, કા ચ્ચે પોરમેહેરા પ્રતિ ઉત્સાહી તે હેય, બાકી પોરમેહેરા સેવા કેહેકેન કોઅરા જોજે, ચ્યા બારામાય હોમાજ નાંય હેય. કાહાકા ચ્યે પોરમેહેરાવોય બોરહો કોઅનાકોય ન્યાયી બોનાડયેહે યે વાતથી ઓજાણ્યા ઓઇન, પોતે ન્યાયી બોનાહાટી કોશિશ કોઅય રીઅલા આતા, યાહાટી ચ્યા પોરમેહેરાકોય ન્યાયી નાંય બોન્યા.
કાહાકા ખ્રિસ્તા યેયના થી મૂસા નિયમાહા ઇરાદો પુરો ઓઅય ગીયો, યાહાટી જો કાદો ખ્રિસ્તાવોય બોરહો કોઅહે, ચ્ચાલ પોરમેહેર ન્યાયી બોનાડેહે. મૂસા નિયમાહાકોય ન્યાયી બોનના બારામાય પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, જીં માઅહું મૂસા નિયમ પાળી તે તી ચ્યાકોય જીવતા રોય.
બાકી પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય કા જીં માઅહું બોરહાકોય ન્યાયી ઠોરાવલા જાહે, ચ્ચે પોતાના મોનામાય ઈ નાંય આખના, કા “હોરગા વોય કું ચોડી ખ્રિસ્તાલ નિચે ઉતાડી લિયાહાટી?” યા “અધોલોકમાય કું ઉતી ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઇન ઉચે લિયાહાટી?”
યા મતલબ ઈ હેય કા, “વચન તો પાહી હેય, તો મુયામાય એને તો મોનામાય હેય,” તીંજ બોરહા વચન હેય, જીં આમા પ્રચાર કોઅજેહે. કાહાકા જો તું તો મુયાકોય ઈસુલ પ્રભુ જાઇન લોકહા હામ્મે સ્વીકાર કોઅહે, એને પોતાના મોનાકોય બોરહો કોઅહે કા પોરમેહેરાય ઈસુલ મોઅલા માઅને પાછો જીવાડ્યો, તે પોરમેહેર નોક્કી તો તારણ કોઅરી. 10 કાહાકા ન્યાયી બોનાહાટી મોનામાય બોરહો કોઅવામાય યેહે, એને તારણ મિળાહાટી મુયાકોય સ્વીકાર કોઅવામાય યેહે.
11 કાહાકા યશાયા ભવિષ્યવક્તાય ખ્રિસ્તા બારામાય પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “જીં કાદાં ચ્યાવોય બોરહો કોઅહે, તી નિરાશ નાંય ઓઅરી.” 12 બાકી તી માઅહું યહૂદી હેય કા ગેર યહૂદી ચ્ચામાય કાયજ ભેદ-ભાવ નાંય, કાહાકા પોરમેહેર બોદહા પ્રભુ હેય, એને જીં કાદાં પોતાના બોચાવાહાટી પોરમેહેરાવોય મોદાત માગાહાટી ચ્યાલ હાત કોઅહે, ચ્યા પ્રતિ તો ઉદાર હેય. 13 કાહાકા, પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “જીં કાદાં પોરમેહેરાલ મોદાત માગાહાટી હાત કોઅહે, ચ્યાલ તારણ મિળી.”
ઈસરાયેલ લોકહા હારી ખોબારે નાકાર કોઅના
14 બાકી જો લોકહા ચ્યાવોય બોરહો નાંય હેય, તે પાછે ચ્ચા ચ્યાવોય મોદાત કેહેકેન માગી હોકતાહા? એને લોક ચ્યા બારામાય વોનાયાહાજ નાંય, તે પાછે બોરહો કેહેકેન કોઅય હોકતાહા? એને લોકહાન ચ્યા બારામાય આખનારા પ્રચારક નાંય હેય, તે પાછે લોક કેહેકેન વોનાય હોકતાહા? 15 એને પ્રચારક નાંય દોવાડે, તે પાછે લોક કેહેકેન વોનાય હોકે? જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “હારી ખોબાર પ્રચાર કોઅનારા લોકહા યેઅના કોલાં હારાં હેય.”
16 બાકી બોદા લોકહાય ચ્ચે હારી ખોબારેવોય બોરહો નાંય કોઅયો, જેહેકેન પવિત્રશાસ્ત્રમાય યશાયા ભવિષ્યવક્તા લોખહે, કા “ઓ પ્રભુ, બોજ વોછા લોકહાય હારી ખોબારેવોય બોરહો કોઅયો.” 17 યાહાટી બોરહો તોવે કોઅતેહે જોવે હારી ખોબાર વોનાતેહે, એને ઈ હારી ખોબાર, ખ્રિસ્તા વચન હેય.
18 બાકી આંય સવાલ પુછહું, “કાય યહૂદી લોક ખ્રિસ્તા બારામાય નાંય વોનાયાહા?” “હાં જરુર વોનાયાહા, કાહાકા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, ચ્યા સંદેશ દોરતીવોય બોદા માઅહા પાય, એને ચ્યા વચન દુનિયામાય બોદે જાગે પોઅચી ગીયહા.”
19 પાછે આંય આખહુ કા, ઈસરાયેલી લોક જાંઅતાહા, કાહાકા પેલ્લા તે પોરમેહેરાય મૂસાકોય આખ્યાં, “આંય તુમહાન ગેર યહૂદી લોકહા પ્રતિ તુમહે મોનામાય ગુસ્સો પૈદા કોઅહી, જ્યા યોક જાતી બી નાંય હેય, આંય તુમહાન મૂર્ખ જાતીકોય ગુસ્સો બોઆડી દિહી.”
20 પાછે યશાયા ભવિષ્યવક્તાકોય પોરમેહેરાય આખ્યાં, “જ્યેં માન નાંય હોદા આતેં, ચ્યાહાય માન પામી લેદહો, એને જ્યેં માન પુછા બી નાંય આતેં, ચ્યાહાવોય આંય પ્રગટ ઓઈ ગીયો.”
21 બાકી ઈસરાયેલ લોકહા બારામાય પોરમેહેર યશાયા ભવિષ્યવક્તાકોય એહેકેન આખહે, “આંય દિહીબોય આગના નાંય માનનારા એને કોઠાણ મોના લોકહાન માયેપાંય પાછા ફિરી યાહાટી આથ ફૈલાવી રિયો.”