14
તો બાહાવોય દોષ મા લાવહે
જીં માઅહું બોરહો કોઅનામાય નોબળાં હેય, ચ્યાલ સ્વીકાર કોઆ, બાકી ચ્યાઆરે બોલાબોલીથી ન્યાય નાંય કોઅના, કા ચ્યાય કાય કોઅરા જોજે એને કાય નાંય કોઅરા જોજે. કાદાલ બોરહો હેય કા માહાં ખાઅના ઠીક હેય, બાકી જીં માઅહું બોરહામાય નોબળાં હેય, તીં હાકબાજી ખાહે.
જીં માહાં ખાહે, તીં માહાં નાંય ખાનારાલ દોષ નાંય લાવે, એને માહાં નાંય ખાનારો, માહાં ખાનારાહાવોય દોષ નાંય લાવે, કાહાકા પોરમેહેર બેનહ્યાન સ્વીકાર કોઅહે. યાહાટી બિજા દોણ્યા ચાકારાહા દોષ નાંય કોઅરા જોજે, ચ્યા સફળ ઓઅના કા અસફળ ઓઅના, ચ્યા દોણ્યા જાવાબદારી હેય, બાકી તો સફળ કોઅય દી, કાહાકા પ્રભુ ચ્યાલ સફળ કોઅનામાય બળવાન હેય.
કાદો તે યોક દિહાલ બિજા દિહાકોઅતા ખાસ માનહે, એને કાદો બોદા દિહહયાલ યોક હારકો માનહે, દરેક માઅહું પોતાના મોનામાય ખાત્રી કોઅય લેય કા તી કાહા ખાસ માનહે. જો કાદો યોક દિહાલ ખાસ માનહે, તો પ્રભુહાટી ખાસ માનહે, એને જો માહાં ખાહે, તો પ્રભુહાટી ખાહે, કાહાકા તો પોરમેહેરા ધન્યવાદ કોઅહે, એને જો માહાં નાંય ખાય, તો પ્રભુહાટી નાંય ખાય, કાહાકા તો પોરમેહેરા ધન્યવાદ કોઅહે.
કાહાકા આપા બોદે પ્રભુ હેય, યાહાટી આમહે માઅને કાદો નાંય તે પોતાનાહાટી જીવહે એને નાંય કાદો પોતાહાટી મોઅહે. જો આપા જીવતે હેય, તોવે પ્રભુહાટી જીવતે હેય, એને જર મોઅઇ જાજહે, તે પ્રભુહાટી મોઅઇ જાજહે, યાહાટી આપા જીવતે રોજે કા મોઅઇ જાજે, આપા પ્રભુ હેજે. કાહાકા ખ્રિસ્ત યાજહાટી મોઅયો એને પાછો જીવીબી ઉઠયો, કા તો મોઅલા એને જીવતા બેનહયા પ્રભુ આખાડી.
10 તે તુમા આમી તુમહે હાંગાત્યા વિસ્વાસી લોકહાવોય કાહા આરાપ લાવતેહે? તુમા કાહા હાંગાત્યા વિસ્વાસી લોકહાન નોકામ્યે હોમાજતેહે? આપે બોદહા ન્યાય પોરમેહેર કોઅરી. 11 કાહાકા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “પ્રભુ આખહે, આંય મા જીવના કોસામ ખાહાવ, દરેક માઅહું મા હામ્મે પાગે પોડી, એને દરેક માઅહું પોરમેહેરાલ સ્વીકાર કોઅરી.”
12 તો યાકોય સાફ ઓઅય જાહે, કા આમહા માઅને દરેક માઅહું પોરમેહેરાલ પોતે કામહા ઇસાબ દેઅરી.
13 યાહાટી આમીને આપા યોકબિજાલ દોષ નાંય લાવજે, બાકી તુમા ઈ નોક્કી કોઅઇ લા કા કાદા વિસ્વાસી બાહા રુકાવાટ કા ઠોકાર ઓઅના કારણ નાંય બોને.
પ્રેમા નિયમ
14 આંય જાંઅહું, એને પ્રભુ ઈસુમાય માન ખાત્રી હેય, કા બોદાંજ ખાઅના ખાંહાટી શુદ્ધ હેય, બાકી જીં ચ્યાલ ખાંહાટી અશુદ્ધ માનહે, ચ્યાહાટી તી અશુદ્ધ હેય. 15 જો તો વિસ્વાસી બાહા તો ખાઅના લીદે પોરમેહેરા આગના પ્રેમથી નાંય પાળે, તે તી ખાઅના નાંય ખાતો, કાહાકા ખ્રિસ્ત ચ્યા હાંગાત્યો વિસ્વાસી બાહાહાટીબી મોરણ પામ્યો, ચ્યાલ તું ખાઅનાકોય નાશ નાંય કોઓ.
16 યાહાટી ભલે તુમા જીં કોઅતેહે તી હારાં હેય બાકી જો કાદાં ચ્યાલ ખારાબ માનહે, તે તી નાંય કોએ. 17 કાહાકા પોરમેહેરા રાજ્યામાય ખાઅના-પિઅના મોહત્વા નાંય હેય, બાકી મોહત્વા ઈ હેય કા ન્યાયી જીવન, શાંતી એને આનંદ હેય, જીં પવિત્ર આત્મા દેહે.
18 જીં કાદાં એહેકેન ખ્રિસ્તા સેવા કોઅહે, તે તી પોરમેહેરાલ ગોમહે, એને માઅહેબી ચ્ચા આદર કોઅતેહે. 19 યાહાટી આપહાન તી કોઅરાહાટી કોશિશ કોઅરા જોજે, જ્યાકોય શાંતી બોની રોય, એને યોકબીજા બોરહો મજબુત ઓએ.
20 ખાઅના લીદે પોરમેહેરા કામ નાંય બોગાડ, બોદા ખાઅના શુદ્ધ હેય, બાકી ઈ ઠીક નાંય હેય જોવે તુમા જીં ખાતહેં, ચ્યા લીદે બિજા માઅહાહાટી ઠોકર લાગહે.
21 હારાં તે ઈ હેય કા તું માહાં નાંય ખાયનાં એને દારાખા રોહો નાંય પિઅના, ઓહડા નાંય કોઅના જ્યાથી વિસ્વાસી લોક ઠોકર ખાય.
22 તુમા યે વાતહેબારામાય જીં કાય માનતેહેં, તી તુમા તુમહે એને પોરમેહેરા વોચમાઅની વાત હેય, ધન્ય હેય તો, જ્યાલ તો આપહે મોનામાય ઠીક હોમજેહે, એને પોતાનાલ દોષી નાંય ઠોરવે. 23 બાકી જો પોતાના મોનામાય શંકા કોયન ખાહે, તી ડૉડ યોગ્ય હેય, કાહાકા તી બોરહાકોય નાંય ખાય, એને જીં કાય બોરહાકોય નાંય, તી પાપ હેય.