15
બીજહા વોજો ઉચાકના
1 આપા જ્યેં બોરહામાય મજબુત હેય, પોતાલુજ ખુશ કોઅરા કોશિશ નાંય કોઅરા જોજે, બાકી જ્યેં કમજોર હેય ચ્યાહા મોદાત કોઅરા જોજે. 2 આપહે માઅને બોદહાય હાંગાત્યા વિસ્વાસી લોકહાહાટી કામ કોઅરા જોજે, જીં ચ્યાહાટી હારાં હેય, એને ચ્યાલ ખુશ કોઅરી એને ચ્યા બોરહો મજબુત કોઅરી.
3 કાહાકા ખ્રિસ્તાય પોતાનાલ ખુશ નાંય કોઅયા, બાકી જેહેકોય પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “તે નિંદા કોઅનારાહાય મા નિંદા કોઅયીહી.” 4 જોલ્યહો વાતો પેલ્લાનેજ પવિત્રશાસ્ત્રમાય લોખવામાય યેન્યો, ચ્યો આપહે શિક્ષણાહાટી લોખવામાય યેન્યહો, યાહાટી આપા ચ્ચાથી ધીરજ એને પ્રોત્સાહન મિળતા રોય એને યા પ્રકાર આપા આપહે આશા બોનાડી રાખી હોકજે.
5 આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પોરમેહેર તુમહાન ધીરજ એને પ્રોત્સાહન દેય, જેથી તુમા ઈસુ ખ્રિસ્તા અનુસરણ કોઇન આપસમાય એકતામાય રોય હોકા. 6 જેથી તુમા યોકહાતે મિળીન, આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા આબા પોરમેહેરા સ્તુતિ કોઆ.
એકતામાય પોરમેહેરા મહિમા
7 યાહાટી, જેહેકેન ખ્રિસ્તાય પોરમેહેરા મહિમાહાટી તુમહાલ સ્વીકાર કોઅયા, તેહેકેનુજ તુમાબી બીજહાન સ્વીકાર કોઆ.
8 આંય આખહુ કા, પોરમેહેરાય જ્યા વાયદા આગલ્યા ડાયાહા આરે કોઅલા આતા, ચ્યાહાન હાચ્ચાંજ સાબિત કોઅરા એને પોરમેહેર વિશ્વાસયોગ્ય હેય એહેકોય સાબિત કોઅરાહાટી ઈસુ ખ્રિસ્ત સુન્નત ઓઅલા એટલે યહૂદી લોકહા સેવક બોન્યો. 9 એને ગેર યહૂદી બી પોરમેહેરા દયા લીદે ચ્ચા સ્તુતિ કોઆ, જેહેકોય પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “યાહાટી આંય બોદી જાતી લોકહામાય ચ્યા ધન્યવાદ કોઅહી, એને તો નાંવા ગીત આખહી.” 10 પાછે, કાદે જાગે, પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “ઓ ગેર યહૂદી લોકહાય, પોરમેહેરા લોકહાઆરે આનંદ કોઆ.”
11 એને પાછે, પવિત્રશાસ્ત્રમાય એહેકેન લોખલાં હેય, “ઓ ગેર યહૂદી લોકહાય પ્રભુ સ્તુતિ કોઆ, એને બોદા રાજ્યા લોક, પ્રભુ સ્તુતિ કોઆ.”
12 એને પાછે યશાયા ભવિષ્યવક્તા પવિત્રશાસ્ત્રમાય લોખહે, “યિશૈ કુળા માઅરે યોક માઅહું યેઅરી, એને તો ગેર યહૂદીયાવોય શાસન કોઅરી, એને બીજી જાત્યે બોદા લોક ચ્ચાવોય જી ચ્ચેય વાયદો કોઅલો આતો, પુરાં ઓઅના વાટ જોવી.”
13 આંય પ્રાર્થના કોઅતાહાંવ, કા પોરમેહેર, જો આશા દેનારો હેય, તુમહાન બોરહો કોઅનામાય પુરીરીતે બોજ આનંદકોય એને શાંત્યેકોય બોએ, કા પવિત્ર આત્મા સામર્થ્યકોય તુમહે આશા વોદતી જાય.
યેરૂસાલેમ ઇલ્લુરિકુમ
14 ઓ વિસ્વાસી બાહાહાય, માન પોતે તુમહે બારામાય ખાત્રી હેય, કા તુમા હારાં કોઅરાહાટી સદા તિયાર રોતેહેં, તુમા પુરીરીતે જાંઅતેહે કા તુમહાન કાય કોઅરા જોજે, એને તુમા યોકબિજાલ હિકાડી હોકતેહેં.
15 તેરુંબી માયે કોલહ્યોક વાતો યાદ દેવાડાહાટી યા પત્રાલ બોજ ઈંમાતકોય લોખ્યાં, ઈ ચ્ચે સદા મોયા લીદે ઓઅયા જીં પોરમેહેરાય માન દેનલી હેય. 16 કા આંય, ગેર યહૂદી લોકહાહાટી ખ્રિસ્ત ઈસુ સેવક બોનીન યોક યાજકા હારકા પોરમેહેરાપાઅને મિળલી હારી ખોબારે પ્રચાર કોઅના સેવા કોઅતાહાંવ, જ્યાકોય ગેર યહૂદી લોક પોરમેહેરાહાટી યોક બેટ રુપામાય દેનલે જાય, જ્યાકોય તો ખુશ હેય, કાહાકા પવિત્ર આત્માય ચ્યાહાન પવિત્ર બોનાવલા હેય.
17 યાહાટી આંય ઈસુ ખ્રિસ્તા લીદે પોરમેહેરા સેવા બડાય કોઅય હોકહુ. 18 ખ્રિસ્તાય માકોય જીં કોઅયા તી આખાહાટી માન ઈંમાત હેય, કા આંય ગેર યહૂદી લોકહાન પોરમેહેરા વાતહે પાલન કોઅરાહાટી સક્ષમ હેતાંવ, જોવે ચ્યા મા શબ્દ વોનાયા એને મા કામહાલ દેખ્યા તોવે ચ્યાહાય ખ્રિસ્તાવોય બોરહો કોઅયો. 19 પવિત્ર આત્માકોય દેનલા સામર્થ્યકોય માયે અદભુત કામ એને ચમત્કાર કોઅયા, ઈહીં લોગુ કા આંય યેરૂસાલેમ શેહેરાપાઅને લેઈને ઇલ્લુરિકુમ ભાગ લોગુ તાઅને બોદા લોકહાન ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબારે પ્રચાર કોઅયો.
20 બાકી જ્યા ગાવહામાય ખ્રિસ્તા બારામાય હારી ખોબાર પ્રચાર નાંય કોઅયાહાં, તાં ખ્રિસ્તા બારામાય હારી ખોબારે પ્રચાર કોઉ, એહેકેન મા મોના ઇચ્છા હેય, એહેકેન નાંય બોના જોજે કા બીજાય પાયો બાંદ્યો ચ્યાવોય આંય ગુઉ બોનાડુ. 21 બાકી જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, તેહેકેનુજ ઓએ, “જ્યા લોકહાન કાદાય બી આમી લોગુ ઈસુ ખ્રિસ્તા હારી ખોબાર નાંય આખ્યાં, ચ્યાજ ચ્યાલ એઅરી, એને જ્યાહાય આમી લોગુ ચ્યા બારામાય નાંય વોનાયાહા, ચ્યાજ ચ્યાલ હોમજી.”
પાઉલા રોમ શેહેરામાય જાયના યોજના
22 ઈંજ કારણ હેય કા માન તુમહેપાય યાહાટી રુકાવાટ ઓઅતી રોયી. 23 બાકી આમી માયે યેરૂસાલેમ શેહેરાપાઅને ઇલ્લુરિકુમ ભાગ લોગુ લોકહાન ખ્રિસ્તા હારી ખોબાર પ્રચાર કોઅના કામ પુરાં કોઅય દેનલા હેય, એને બોજ વોરહાથી માન તુમહેપાય યાહાટી ખટપટ હેય.
24 યાહાટી આમી આંય સ્પેન દેશ જાહીં તોવે રોમ શેહેરામાય યેયન આંય તુમહેઆરે મિળીન જાહીં, કાહાકા માન આશા હેય, કા તી મુસાફરી માય તુમહેઆરે મિળું, એને તુમહેઆરે મિળનાકોય આંય આનંદિત ઓઅય જાવ, એને મા ઇચ્છા હેય કા તુમા મા સ્પેન દેશ જાઅના મુસાફરીહાટી મોદાત કોએ. 25 બાકી આમીતે આંય પવિત્ર લોકહાન દાન દાંહાટી યેરૂસાલેમ શેહેરામાય જાહું.
26 કાહાકા મોકોદુનિયા વિસ્તારા એને આખાયા વિસ્તારા લોકહાય એહેકેન ફેસલો કોઅયો કા યેરૂસાલેમ શેહેરા પવિત્ર લોકહામાઅને ગરીબ લોકહાહાટી પોયહા ઉગરાણી કોઇન દોવાડે. 27 ચ્યાહા ઓ ફેસલો હારો હેય, કાહાકા જોવે ગેર યહૂદી લોકહાય ચ્ચાહા થી આત્મિક બોરકાત પામી, તે ચ્ચાહા ફરજ બી હેય કા યેરૂસાલેમ શેહેરમાય રોનારા લોકહા બોદી જરૂરતહાટી ચ્ચાહાન મોદાત કોએ.
28 યાહાટી આંય, બોદહા પેલ્લા યેરૂસાલેમ શેહેરામાય જાહું, જેથી યા ઉગરાણી પોયહા ચ્યાહાન દાવ, ચ્યા પાછે, આંય રોમ શેહેરામાય યેયન તુમહેઆરે મિળું, ચ્યા પાછે સ્પેન દેશ માય જાવ. 29 એને આંય જાંઅહું કા જોવે આંય તુમહે પાહી યીહીં, ચ્યા લીદે ખ્રિસ્ત પુરીરીતે તુમહાન બોરકાત દી.
30 ઓ વિસ્વાસી બાહાહાય, પ્રભુ ઈસુ ખ્રિસ્તામાય આમહે બોરહા લીદે એને પવિત્ર આત્માય જીં પ્રેમ દેનહા, ચ્યા લીદે, આંય તુમહાન વિનાંતી કોઅતાહાંવ કા માંહાટી પોરમેહેરાલ બોજ ઈમાનદારીકોય પ્રાર્થના કોઆ. 31 કા આંય યહૂદા વિસ્તારા અવિસ્વાસી લોકહા યોજના થી બોચી રોઉં, એને જીં ઉગરાણી કોઅલા પોયહા હેય આંય યેરૂસાલેમ શેહેરામાય લેય જાય રિયહો, યાલ ચ્ચે સ્વીકાર કોઇન ખુશ ઓઅય જાય. 32 એને આંય પોરમેહેરા ઇચ્છાકોય તુમહે પાહી આનંદકોય યેયન તુમહેઆરે આરામ પામુ.
33 આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પોરમેહેર, જો શાંતી દેહે, તુમા બોદહાઆરે રોય. આમેન.