4
પોરમેહેરા રાજગાદી
માયે યો બોદ્યો વાતો દેખ્યા પાછે, માયે હોરગામાય યોક ઉગાડલા બાઅણા દેખ્યા, એને કાદાં તેરુ મા આરે વાત કોઅય રીઅલા આતા એને બોલનારો તોજ આતો જ્યા આંય પેલ્લો બી વોનાયેલ, જ્યા આવાજ તુતારી ફૂકના આવાજા હારકો આતો. એને ચ્યાય માન આખ્યાં, “માયેપાંય ઈહીં ઉચે યે, એને આંય ચ્યો વાતો તુલ દેખાડીહી, જ્યો યે વાતહે પાછે પુરાં ઓઅના જરુરી હેય.” તારાત આંય પવિત્ર આત્મા કોબજામાય યેય ગીયો, માયે હોરગામાય યોક રાજગાદી એને રાજગાદ્યેવોય કાદાલતેરુ બોઠલા દેખ્યા. જો ચ્યે રાજગાદ્યેવોય બોઠલો આતો, ચ્યા ચેહેરો યોક ચોમાકનારા યશબ મણી એને લાલ મણી મોઅગા દોગાડા હારકો દેખાય, એને ચ્યે રાજગાદી ચારીચોમખી યોક મેઘધનુષ્ય આતો, જો નીળા કિમત્યા દોગડા હારકો દેખાતો આતો. એને ચ્યે રાજગાદી ચોમખી ચ્યોવીસ બીજ્યો રાજગાદ્યો આત્યો, એને ચ્યે રાજગાદ્યેહેવોય ચ્યોવીસ વડીલ ઉજળેં ડોગલેં પોવીન બોઠલા હેય, એને ચ્યાહા ટોલપાહાવોય હોના મુગુટ હેય.
હોરગામાય ભક્તિ
એને ચ્યે રાજગાદ્યે પાઅને વિજાળના એને ગાજના આવાજ નિંગ્યાજ કોએ, એને રાજગાદ્યે હુમ્મે હાત દિવા બોળી રીઅલા આતા, ચ્યા પોરમેહેરા હાત આત્મા હેય. ચ્યે રાજગાદ્યે આગલા યોક ફરશી આતી, જીં દોરિયા હારકી પોઅળી આતી, જીં કાચા હારકી સાફ આતી.
તી મોઠી રાજગાદી ચ્યા બોદહા બિલકુલ વોચમાય આતી, એને ચ્યા ચારીચોમખી ચાર પ્રાણી આતેં, જ્યાહા શરીર પુરીરીતે ડોળહાકોય ડાકાલા હેય. યા ચાર પ્રાણ્યાહા માઅને પેલ્લા પ્રાણી સિંહા હારકા દેખાતાં આતા, એને બિજાં પ્રાણી વાછડા હારકા દેખાતાં આતા, તીજા પ્રાણી મુંય માઅહા હારકા દેખાતાં આતા, એને ચૌથા પ્રાણી ઉડનારા ગુવાડા હારકા દેખાતાં આતા. ચ્યા ચાર પ્રાણ્યાહા સોવ-સોવ પાખડેં આતેં, એને ચ્યાહાવોય બોદી જાગે ડોળા આતા, ઓલે લોગુ કા ચ્યાહા પાખડાહા તોળે બી ડોળા આતા, એને ચ્યે રાત-દિહી વિહવ્યા વોગર એહેકેન આખતે આતેં,
“પવિત્ર, પવિત્ર, પવિત્ર પ્રભુ પોરમેહેર, જો સર્વશક્તિમાન હેય, જો પોરમેહેર કાયામને આતો, એને જો હેય, એને જો યેનારો હેય.”
9-10 એને જો રાજગાદ્યેવોય બોઠલો આતો, ચાર પ્રાણી ચ્યાલ મહિમા એને આદર એને ધન્યવાદ દેતહેં, તોજ હેય જો સાદાન સાદા જીવતો હેય. એને જોવેબી ચ્યે એહેકેન કોઅતેહે, તે ચ્યોવીસ વડીલ ચ્યા હામ્મે પાગે પોડતાહા એને ચ્યા ભક્તિ કોઅતાહા, એને ચ્યા એહેકેન આખીન પોત-પોતાના મુગુટ રાજગાદી હામ્મે ટાકી દેતહા.
11 “ઓ આમહે પ્રભુ પોરમેહેર, તુયે બોદા કાય બોનાવલા હેય, તોજ ઇચ્છાથી ચ્યે હજર હેય, એને ચ્યે બોનાડલે ગીયહેં, યા લીદે તું મહિમા એને આદર એને સામર્થ્યા યોગ્ય હેય.”