5
મોહર લાવલી ચોપડી એને ગેટા
1 એને જો રાજગાદ્યેવોય બોઠલો આતો, માયે ચ્યા જમણા આથામાય યોક ચોપડી દેખી, ચ્યેવોય બેની ચોમખીને લોખલાં આતા, એને ચ્યેલ હાત મોહર મારીન બોંદ કોઅલી આતી.
2 પાછે માયે યોક તાકાતવાળો હોરગા દૂત દેખ્યો જો જોરખે બોંબલીન પ્રચાર કોઅતો આતો, “યે ચોપડીલ ખોલના એને ચ્યે મોહર તોડના લાયકે કુંઉ હેય?”
3 બાકી નાંય હોરગામાય, નાંય દોરત્યેવોય, નાંય દોરત્યે નિચે કાદાં ચ્યે ચોપડ્યેલ ખોલના કા ચ્યેલ વાચના લાયકે મિળ્યાં.
4 તોવે આંય હુંઅકા ટાકી-ટાકીન રોડાં લાગ્યો, કાહાકા ચ્યે ચોપડ્યેલ ખોલના કા ચ્યેમાય જી લોખલાં હેય તી વાચના લાયકે કાદાજ નાંય મિળ્યાં.
5 તોવે ચ્યા વડીલાહામાઅરે યોકાય માન આખ્યાં, “રોડહે મા, વોનાય, યહૂદા કુળા માઅરે યોક સિંહી હેય, જો દાઉદ રાજા મહાન વંશજ હેય, જો ચ્યે ચોપડ્યેલ ખોલના એને ચ્યે હાત મોહર તોડાં હાટી સૈતાના શક્ત્યેહેવોય વિજય જાયહો.”
6 પાછે માયે યોક ગેટાલ દેખ્યો જો રાજગાદી એને ચાર પ્રાણીયાહા એને ચ્યોવીસ વડીલાહા વોચમાય ઉબલો આતો, ચ્યા ગેટા શરીરવોય ઓહડે ચિન્હે આતેં કા ચ્યાલ પેલ્લા બલિદાન કોઅલો આતો, એને ચ્યા હાત હિંગડે એને હાત ડોળા આતા, યેં પોરમેહેરા હાત આત્મા હેતેં જ્યાહાલ બોદી દોરત્યેવોય દોવાડલે હેય.
7 ચ્યા ગેટાય આગલા યેયન રાજગાદ્યેવોય બોહનારા જમણા આથામાઅને ચોપડ્યેલ લેય લેદી.
8 જોવે ચ્યાય ચોપડી લેય લેદી, તોવે ચાર પ્રાણી એને ચ્યોવીસ વડીલ ચ્યા ગેટા હામ્મે નમી ગીયા, એને બોદા વડીલાહાય યોક વીણા એને હોના વાટકો લેદલો આતો, એને ચ્યા વાટકાહામાય ધૂપ બોઅલાં આતા, જીં પવિત્ર લોકહા પ્રાર્થનાયો હેય.
9 એને ચ્યે બલિદાન ઓઅલા ગેટા બારામાય ઈ નોવા ગીત આખા લાગ્યેં, “તું યે ચોપડ્યેં ખોલના, એને મોહર તોડાં લાયકે હેય, કાહાકા તુયે બલિદાન ઓઇન પોતા લોયેથી બોદા કુળહા એને બોદી ભાષા એને બોદી જાતી એને બોદા રાજ્યાહાથી લોકહાન પોરમેહેરાહાટી વેચાતે લેદલે હેય.
10 તુયે ચ્યાહાન આમહે પોરમેહેરાહાટી ઓહડા લોક બોનાવી દેના જ્યાહાવોય પોરમેહેર રાજ્ય કોઅહે એને યાજક બોનાવ્યાં જ્યા ચ્યા સેવા કોઅતાહા, એને ચ્યા દોરતીવોય રાજ્ય કોઅરી.”
હોરગ્યા દૂતહાકોય બલિદાન ઓઅલા ગેટા વાહવા
11 આંય પાછી નાંય ગોણાય ઓલા હોરગા દૂતહા આવાજ વોનાયો, જ્યા રાજગાદી, એને ચાર પ્રાણ્યાહા એને ચ્યોવીસ વડીલાહા ચોમખી ઉબલા દેખ્યા.
12 એને ચ્યા જીં બલિદાન ઓઅલા ગેટા બારામાય જોરખે ગીત આખતા આતા, “બલિદાન ઓઅલા ગેટાજ મહિમા લાયકે હેય, ચ્યા ઓદિકાર મહાન હેય, ચ્યા જ્ઞાન બોજ ઉંડા હેય, તો બોજ સામર્થ્યવાળો હેય એને બોજ માલદાર હેય, યા આપા ચ્યા આદર કોઅજે, યા આપા ચ્યા સ્તુતિ કોઅતે.”
13 પાછે માયે હોરગામાય એને દોરત્યેવોય એને દોરત્યે નિચે એને દોરિયા બોદ્યો બોનાવલ્યો વસ્તુહુલ, જીં કાય ચ્યામાય હેય, ઈ આખતા વોનાયો, “યા આપા જો રાજગાદ્યેવોય બોઠલા એને ગેટા સ્તુતિ, એને આદર, એને મહિમા, કાયામ ને કાયામહાટી કોઅતે રોતે, કાહાકા તો બોદહા કોઅતો બોજ તાકાતવાળો હેય.”
14 એને ચાર પ્રાણ્યાહાય “આમેન” આખ્યાં, એને વડીલ નમી ગીયા એને ચ્યાહાય ભક્તિ કોઅયી.