3
1 યહોવા કહે છે, “એક નિયમ છે, કોઇ માણસ પોતાની પત્નીને છૂટાછેડા આપે અને તેણી તેને છોડીને જાય
અને બીજા માણસને પરણે,
તો પછી પહેલો પતિ તેને પાછો લઇ શકે ખરો?
ચોક્કસ નહિ – કારણ એ દેશ પૂરેપૂરા ષ્ટ થયો નથી?
હે ઇસ્રાએલી પ્રજા, તેં તો અનેક પ્રેમીઓ સાથે વ્યભિચાર કર્યો છે!
અને તે છતાં પણ તું પાછી આવવા માંગે છે?
2 જરા ઊંચી નજર કરીને ટેકરીઓ તરફ જો,
એવી કોઇ જગ્યા છે જ્યાં
તું વેશ્યાની માફક ન વતીર્ હોય?
ટાંપી બેઠેલા રણમાંના આરબની જેમ
તું રસ્તાની ધારે પ્રેમીઓની રાહ જોતી બેઠી છે,
અને તેં તારા અધમ વ્યભિચારથી
અને દુષ્ટતાથી ભૂમિને ષ્ટ કરી છે.
3 આથી જ વરસાદને રોકવામાં આવ્યો છે
અને ત્યાં પાછલો વરસાદ
પણ વરસ્યો નથી;
પરંતુ હજી પણ તું બેશરમ વારાંગનાની જેમ વતેર્ છે.
4 હજી થોડા સમય પહેલા જ તું મને કહેતી હતી,
‘પિતા તમે તો મારા યુવાવસ્થાના મિત્ર છો,
તમે હંમેશા મારી સાથે રિસાયેલા રહેશો?’
5 શુ તમે મારા પર
સદાય રોષમાં રહેશો?
“તેં મને આમ કહ્યું હતું,
પણ છતાં તેં તારાથી થાય એટલાં પાપ કર્યા.”
બે દુષ્ટ બહેનો ઇસ્રાએલ અને યહૂદિયા
6 યોશિયા રાજા હતો ત્યારે યહોવા તરફથી મારી પાસે આ સંદેશો આવ્યો, “પેલી બેવફા ઇસ્રાએલી પ્રજાએ શું કર્યું છે, તે તેં જોયું? તે એકેએક ટેકરી પર અને એકેએક ઘટાદાર વૃક્ષ નીચે ગઇ અને ત્યાં તે વેશ્યાની જેમ વતીર્.
7 મેં ધાર્યું હતું કે, ‘એક દિવસ તે મારી પાસે આવશે અને મારી થઇને રહેશે,’ પણ તે પાછી આવી નહિ, તેની બેવફા બહેન યહૂદિયાએ ઇસ્રાએલનું બંડ સતત નિહાળ્યું છે.
8 તેણે એ પણ જોયું કે, વ્યભિચાર કરવા માટે મેં બેવફા ઇસ્રાએલને છૂટાછેડા આપી હાંકી કાઢી છે, તેમ છતાં, એની બેવફા બહેન યહૂદિયા ડરી નહિ, તેણે પણ જઇને વેશ્યાના જેવો વર્તાવ કર્યો.
9 અને તેના કારણે તે એટલી નફફટ થઇ ગઇ છે વ્યભિચારમાં કે પથ્થર અને લાકડાના ટુકડાની પૂજા કરી તેણે ભૂમિને અશુદ્ધ કરી છે.
10 આ બધું છતા, ઇસ્રાએલની બહેન યહૂદિયા સાચા હૃદયથી મારી પાસે આવી નથી. એ માત્ર આવવાનો ઢોંગ કરે છે.” આ યહોવાના વચન છે.
11 વળી યહોવાએ મને કહ્યું કે, “બેવફા યહૂદિયાની તુલનામાં બેવફા ઇસ્રાએલ તો ઓછી દોષપાત્ર લાગે છે.
12 તેથી જા અને ઉત્તર દિશામાં, “આ શબ્દો જાહેર કરીને કહે,
“ ‘અવિશ્વાસુ ઇસ્રાએલને મારી પાસે પાછા આવવા માટે કહે.’
એવું યહોવા કહે છે.
‘હવે હું તેમની પર મારા ભવા નહિ ચઢાવું કે તારી સામે ક્રોધે ભરાઇને નહિ જોઉ,
કેમકે હું દયાળુ છું’
એવું યહોવા કહે છે.
‘હું હંમેશના માટે ક્રોધે નહી ભરાઉં.
13 ફકત તારો દોષ કબૂલ કર કારણ કે તેં,
તારા યહોવા દેવ સામે બળવો કર્યો છે,
પ્રત્યેક ઘટાદાર વૃક્ષ નીચે
પારકા દેવોની મૂર્તિઓની
તેં પૂર્ણહૃદયપૂર્વક ઉપાસના કરી છે.
તેં મારો સાદ સાંભળ્યો નથી.’ ”
આ યહોવાના વચન છે.
14 “પાછા આવો, ઓ બેવફા બાળકો!” આ હું યહોવા તમને કહું છુ, “હા, હું જ તમારો ધણી છું. હું પ્રત્યેક શહેરમાંથી એક જણને અને દરેક કુટુંબમાંથી હું બે જણને લઇને તેમને સિયોન પર પાછા લાવીશ.
15 ત્યાં હું મને મનગમતાં રાજકર્તાઓ તમને આપીશ; ને તેઓ જ્ઞાન તથા બુદ્ધિથી તમારું પાલન કરશે.
16 જો તમારો દેશ ફરી એક વખત લોકોથી ભરપૂર થશે.
“તો ભૂતકાળમાં યહોવાનો કરારકોશ તમારી પાસે હતો તે સમયના ‘સારા દિવસોની’ તમે ઇચ્છા નહિ કરો. તમે કયારેય એવું નહિં વિચારો કે આ દિવસો ભૂતકાળના દિવસો જેટલા સારાં નથી. કરારકોશ ફરીથી બનાવાશે નહિ;
17 તે વખતે યરૂશાલેમ ‘યહોવાનું રાજસિંહાસન’ કહેવાશે. અને ત્યાં સર્વ પ્રજાઓ યહોવાની પાસે આવશે અને તેઓ પોતાની ભૂંડી ઇચ્છાઓને આધીન થવાની હઠ કદી કરશે નહિ,
18 તે વખતે યહૂદિયાના લોકો ઇસ્રાએલના લોકો સાથે જોડાઇ જશે, અને તે બંને ભેગા મળીને ઉત્તરનાં દેશમાંથી નીકળી જે ભૂમિ મેં તમારા પિતૃઓને પોતાના તરીકે આપી હતી તેમાં પાછા આવશે.”
19 યહોવા કહે છે,
“હે ઇસ્રાએલ, ‘મેં વિચાર્યું કે હું તને મારા પુત્ર જેવો ગણું
અને તને એક રળિયામણી ભૂમિ,
આખી દુનિયામાં સુંદરમાં સુંદર ભૂમિ વારસામાં આપું.’
મેં એમ માન્યું હતું કે, તું મને ‘પિતા’ કહીને બોલાવશે
અને મારાથી કદી વિમુખ નહિ થાય.
20 પણ તમે મારો વિશ્વાસઘાત કર્યો છે.
તમે મારાથી દૂર ચાલ્યા ગયા છો.
અને અસંખ્ય વિદેશી દેવોને તમે સોંપાઇ ગયા છો.
વ્યભિચારી પત્ની પોતાના પતિનો ત્યાગ કરે તેવા તમે થઇ ગયા છો.”
આ યહોવાના વચન છે.
21 “હું ઊંચા પર્વતો પર રૂંદન
અને દયા યાચનાનો અવાજ સાંભળું છું.
યહોવા દેવથી દૂર ભટકી ગયેલા ઇસ્રાએલી
લોકોનો તે અવાજ છે.”
22 યહોવા કહે છે, “પાછાં આવો, હે બેવફા બાળકો!
હું તમારી બેવફાઇ દૂર કરીશ.”
અને લોકો જવાબ આપે છે,
“હે યહોવા, આ રહ્યા અમે, તમારી પાસે અમે આવીએ છીએ,
કારણ, તમે જ અમારા યહોવા દેવ છો.
23 અમે જાણીએ છીએ કે ટેકરીઓ પર
અને પર્વતો પર જૂઠાં દેવોની કોલાહલ પૂર્વક પૂજા કરવી વ્યર્થ છે,
માત્ર અમારા યહોવા દેવ પાસેથી જ ઇસ્રાએલને મદદ મળી શકે છે
અને ઇસ્રાએલનું તારણ ફકત અમારા યહોવા દેવ તરફથી જ શક્ય છે.
24 અમે અમારા બાળપણથી જોયું છે.
અમારા વડીલો પાસે જે હતું તે બધું ઘેટાં-બકરાં,
ઢોરઢાંખર તથા પુત્ર-પુત્રીઓ. તેઓએ યાજકો પાછળ તથા મૂર્તિઓ પાછળ વેડફી નાખ્યું.
ઘૃણાસ્પદ દેવતા બઆલ એ બધાંને ભરખી ગયો છે.
25 અમે લજ્જિત થયા છીએ
અને અમે જેને લાયક છીએ તે અપમાન સહન કરવા તૈયાર છીએ,
કારણ કે અમે અને અમારા વડીલોએ બાળપણથી જ
અમારા યહોવા દેવની વિરુદ્ધ પાપ કર્યું છે;
અને અમે તેમને આધીન થયા નથી,
અને અમે તેના હુકમોને માન્યાં નથી.”