10
હોરગા દૂત એને વાહની ચોપડી
પાછે માયે યોક તાકાતવાળા હોરગા દૂતાલ વાદળાકોય ગેરાલો હોરગામાઅને ઉતતો દેખ્યો, યોક મેઘધનુષ્ય ચ્યા ટોલપી ચારીચોમખી આતો, ચ્યા મુંય દિહી હારકા ચોમાકતા આતા એને ચ્યા પાગ આગડા ખાંબા હારકા આતા. ચ્યા જમણો પાગ દોરિયામાય થોવલો આતો, એને ચ્યા ડાવો પાગ દોરત્યેવોય થોવલો આતો, એને ચ્યા આથામાય યોક વાહની ચોપડી ખોલલી આતી. તો હોરગ્યો દૂત જોરખે બોંબલ્યો, એને ચ્યા આવાજ વાગા રેકના હારકો આતો, જોવે તો બોંબલ્યો, તે હાતદા સોસાણના આવાજ વોનાયો, તો આવાજ ગાજના આવાજા હારકો આતો. જોવે હાંતી મોઠા આવાજ વોનાય ચુક્યો, તોવે આંય લોખાહાટી તિયાર જાયો, બાકી આંય હોરગામાઅને ઓ આવાજ વોનાયો, “જ્યો હાતદા સોસાણના આવાજ વોનાયો, ચ્યાલ ગુપ્તમાય રાખ એને મા લોખહે.” જ્યા હોરગા દૂતાલ માયે દોરિયા એને દોરતીવોય ઉબલો દેખ્યો, ચ્યાય પોતાનો જમણો આથ કસમ ખાંહાટી આકાશા એછે ઉઠાવ્યો. જો કાયામહાટી જીવતો હેય, એને જ્યાંય હોરગા, દોરતી એને દોરિયો એને જીં કાય ચ્યામાય ઉત્પન્ન કોઅલા હેય, ચ્યા હોરગા દૂતાય કાયામ જીવતા રોનારા પોરમેહેરા કોસામ ખાયન આખ્યાં, “આમી કોઅયેહેબી વાતેહાટી આજુ વાટ નાંય જોવાં પોડી. બાકી જોવે હાતમો હોરગા દૂત તુતારી વાજાડી, ચ્યે દિહે પોરમેહેરા ગુપ્ત રહસ્ય પુરાં ઓઅય જાય, જીં ચ્યાય ચ્યા સેવકાહાલ એટલે ભવિષ્યવક્તાહાલ આખલા આતા.” તોવે આંય પાછો ચ્યા આવાજાલ વોનાયો જ્યાંય મા આરે હોરગામાઅને વાત કોઅલી આતી, આવાજાય માન આખ્યાં, “જો, ચ્યે વાહની ચોપડ્યેલ લેય યે, જીં હોરગા દૂતા આથામાય ખુલી હેય, જો દોરિયા એને દોરત્યેવોય પાગ થોવિન ઉબલો હેય.” એને માયે હોરગા દૂતા પાહી જાયન આખ્યાં, ઈ વાહની ચોપડી માન દે, એને ચ્યાય પાછા માન ઈ બી આખ્યાં, “લે, યેલ ખાય લે, યા ચવ મુયામાય મોદા હારકો ગુળો લાગી, બાકી પાછે યા કડવા લીદે તો બુકો દુઃખી.” 10 તોવે માયે તી વાહની ચોપડી હોરગા દૂતા આથામાઅને લેઈને ખાય લેદી, એને હાચીજ ચ્યા ચવ મોદા હારકી ગુળી લાગી, બાકી જોવે માયે ચ્યેલ ગીળી લેદા, તોવે મા બુકો દુઃખા લાગ્યો. 11 તોવે માન ઈ આખવામાય યેના, “તું બોદી જાતી એને દેશહા લોકહાન એને બોદી ભાષા બોલનારા લોકહાન એને રાજહાલ યોકદા પાછો આખ, જીં પોરમેહેર તુલ આખાહાટી આખી રિઅલો હેય.”