11
બેન સાક્ષી
1 પાછે માન હોરગ્યા દૂતાય માપા હાટી યોક પટ્ટી દેવામાય યેની, એને માન આખ્યાં, “જો, એને પોરમેહેરા દેવાળાલ એને વેદ્યેલ માપી લે, એને ચ્યા લોકહા ગોણત્રી કોઓ જ્યેં દેવાળામાય આરાધના કોઅય રીઅલે હેય. 2 બાકી દેવાળા બાઆપુર નાંય માપના, કાહાકા તો જાગો ચ્યાહાન દેનલો ગીયહો, તો જ્યેં માયેવોય બોરહો નાંય કોએ એને ચ્યે બેતાલીસ મોયના લોગુ પવિત્ર શેહેર યેરૂસાલેમવોય રાજ્ય કોઅરી. 3 ચ્યે સમયે, આંય મા બેન સાક્ષીદારહાલ 1,260 દિહી મા સંદેશા પ્રચાર કોઅના ઓદિકાર દિહી, ચ્યા શોક કોઅના ડોગલેં પોવીન પ્રચાર કોઅરી.”
4 યા બેન સાક્ષીદારહા તુલના બેન જૈતુના જાડ એને બેન દિવહા આરે કોઅલી જાહે, જ્યા બોદી દુનિયા પોરમેહેરા હામ્મે ઉબા રોતહા. 5 જો કાદો દુશ્માન ચ્યાહાન નુકસાન પોઅચાડા કોશિશ કોએ, તોવે ચ્યાહા મુંયા માઅને નિંગનારી આગ્યે કોય ચ્યા દુશ્માનાહાલ નાશ કોઅય દી. એને એહકોયજ જીં કાદાં ચ્યાહાન નુકસાન પોઅચાડા કોશિશ કોઅય, ચ્યાલ યે રીતીકોય માઆય ટાકવામાય યી. 6 પોરમેહેરાય ચ્યાહાન સંદેશ દેઅના પુરા સમયાલોગુ આકાશ માઅને વરહાદ નાંય ઓઅય યાહાટી ચ્યાહાન ઓદિકાર દેનલો. એને પાઅયાલ લોય હારકા લાલ રોંગા બોનાવી દેઅના એને દોરતીવોય આબદા દોવાડના ઓદિકાર દેનલો. ચ્યા જોલા દા એહેકેન કોઅરા માગે તોલા દા એહેકેન કોઅય હોકતાહા. 7 જોવે ચ્યા બેન સાક્ષીદાર પોરમેહેરા સંદેશા પ્રચાર કોઅય ચુકી, તોવે તી ભયંકર જોનાવર બોજ ઉંડા ખાડામાઅરે નિંગી, એને તો ચ્યા બેની સાક્ષીદારહા આરે લોડાય કોઅરી, એને ચ્યાહાન આરવી દી, એને ચ્યાહાન માઆઇ ટાકી. 8 ચ્યાહા મોઅલા શરીર મોઠા શેહેર યેરૂસાલેમ શેહેરા વાટેવોય પોડી રોય, જીં ચિન્હા રુપામાય સદોમ એને મિસર આખવામાય યેહે, જાં ચ્યાહા પ્રભુ બી હુળીખાંબાવોય ચોડાવામાય યેનલો આતો. 9 બોદા કુળા એને ભાષા એને બોદી જાતી લોક ચ્યાહા મોઅલા શરીરાલ સાડે તીન દિહા લોગુ એઅતે રોય, બાકી ચ્યાહા શરીરાલ કાદાલબી કબર માય થોવા પોરવાનગી નાંય દી. 10 એને દોરતીવોય રોનારા બોદા લોક ચ્યાહા મોરણાકોય આનંદિત એને મગન ઓરી, એને યોકબિજાલ બેટ દોવાડી, કાહાકા યા બેની સાક્ષીદારહાય દોરતીવોય રોનારાહાલ સતાવણી કોઅલી આતી. 11 બાકી સાડે તીન દિહા પાછે પોરમેહેરા એહેરે જીવના શ્વાસ ચ્યાહામાય ફુકી દેનો, એને ચ્યા જીવતા ઓઅય ગીયા, એને ચ્યા ઉઠીન ઉબા રોય ગીયા, એને ચ્યાહાન એઅનારે બોજ ગાબરાય ગીયે. 12 ચ્યા પાછે, ચ્યા બેની સાક્ષીદારહાય હોરગામાઅને યોક આવાજ વોનાયા, જો જોરખે બોંબલ્યો એને આખ્યાં, “ઈહીં ઉચે યા!” જોવે ચ્યાહા દુશ્માન એઅય રીઅલા આતા, તોવે ચ્યા યોકા વાદળાકોય ગેરાય ગીયા એને હોરગામાય ઉચે નિંગી ગીયા. 13 પાછે ચ્યેજ સમયે, યેરૂસાલેમ શેહેરમાય યોક મોઠો દોરતીકંપ ઓઅયો, એને શેહેરા બોંગલાહા દસમો ભાગ તૂટી પોડયો, એને ચ્યા દોરતીકંપ કોય હાત ઓજાર માઅહે મોઅઇ ગીયે, એને જ્યેં બોચી ગીયે ચ્યે બોજ ગાબરાય ગીયે, એને ચ્યાહાય હોરગા પોરમેહેરા મહિમા કોઅયી.
14 બીજી વિપત્તી વિતી ગીયી, બાકી આજુ યોક વિપત્તી માહારીજ યેનારી હેય.
હાતમી તુતારી
15 જોવે હાતમા હોરગા દૂતાય તુતારી વાજાડી, તોવે માયે હોરગામાય ચીંદળા આવાજાહા માય બોંબાલતા વોનાયો, “આમહે પોરમેહેર એને ચ્યા નિવાડલો તારણારો એટલે ખ્રિસ્તાલ બોદી દુનિયાવોય રાજ્ય કોઅના ઓદિકાર હેય, એને તો સાદાન સાદા રાજ્ય કોઅરી.” 16 તોવે ચૌવીસ વડીલ જ્યા પોરમેહેરા હામ્મે પોતપોતાના રાજગાદ્યેવોય બોઠલા આતા, ઘુટણે પોડીન પોરમેહેરા આરાધના કોઇન બોલા લાગ્યા.
17 “ઓ સર્વશક્તિમાન પ્રભુ પોરમેહેર, જો હેય એને સાદામાટે આતો, આમા હાચ્ચાંજ તો ધન્યવાદ કોઅજેહે, કાહાકા તુયે આમી તો મહાન સામર્થ્ય દેખાડલા હેય, એને તુયે આમી દોરત્યેવોય ચ્યા રાજ્ય સુરુ કોઅય દેનલા હેય. 18 જ્યા લોક તોવોય બોરહો નાંય કોએ, ચ્યા બોજ ખિજવાય ગીઅલા હેય, કાહાકા આમી તો ગુસ્સો કોઅના સમય એને મોઅલા લોકહા ન્યાય કોઅના સમય યેય ગીઅલો હેય. આમી તો સમય બી હેય, જોવે તું ચ્યા ભવિષ્યવક્તાહાન એને પવિત્ર લોકહાન એને ચ્યા બોદા લોકહાન જ્યા તો આદર કોઅતાહા ચ્યાહાન પ્રતિફળ દેહે, એને ચ્યેજ સમયે તું ચ્યાહા નાશ કોઅય દેહે જ્યાહાય દોરત્યેવોય વિનાશ કોઅલા હેય.” 19 તોવે પોરમેહેરા જીં દેવાળા હોરગામાય હેય, તી ખોલવામાય યેના, એને ચ્યા દેવાળામાય કરારકોષા પેટી દેખાયી, પાછે વિજાળના એને ગાજના આવાજ વોનાયા યેનો, દોરતીકંપ ઓઅયો એને મોઠયો ગાર્યો પોડીન પાઆય પોડયો.